અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

પર્સનલ લોનમાં ક્રેડિટ સ્કોરના મહત્ત્વને જાણો

પર્સનલ લોન એ ખૂબ જ બહુમુખી પ્રકારની લોન છે. અન્ય લોન કરતાં વિપરિત, જેમની રકમનો ઉપયોગ માત્ર ચોક્કસ હેતુઓ માટે કરવામાં આવે છે, પર્સનલ લોનમાં મળેલી લોનની રકમનો ઉપયોગ કોઈ પણ પ્રકારના હેતુ માટે કરવામાં આવી શકે છે. તમે વિચારો તે ખર્ચને પર્સનલ લોન હેઠળ આવરી શકો છો, પરંતું મોટાભાગે લોકો આ લોન હોસ્પિટલના આકસ્મિક ખર્ચ, પરિવારમાં આવેલા લગ્નના ખર્ચ અથવા રજાઓ ગાળવા માટે જવાના ખર્ચ માટે લેતા હોય છે

પર્સનલ લોન મંજૂર થાય તે માટે તમે સારો ક્રેડિટ સ્કોર ધરાવતા હો, તે મહત્વપૂર્ણ છે. પર્સનલ લોન અસુરક્ષિત લોન છે, એટલે કે તેમાં કોઈ સંપત્તિ જોડાયેલી હોતી નથી. જેથી, અહીં ખતરાનું જોખમ વધારે હોય છે અને લોન ડિફોલ્ટ થવાનું પણ જોખમ રહેલું હોય છે

સારો ક્રેડિટ સ્કોર નાણાં ધીરનારને જણાવે છે કે નબળો ક્રેડિટ સ્કોર ધરાવનારી વ્યક્તિની તુલનામાં અરજદાર જવાબદાર, વિશ્વસનિય અને લોન પરત ચૂકવી દે તેવી પૂરી સંભાવના છે

 

ક્રેડિટ સ્કોર શું છે?

ક્રેડિટ સ્કોર એ મહત્ત્વપૂર્ણ માપદંડો પૈકી એક છે, જેના પર બેન્ક કોઈ પણ પ્રકારની લોનને મંજૂર કરવા માટે આધાર રાખે છે. દેણદારો હંમેશા વિગતોની પૂરી છણાવટ કરે છે અને તમારા ક્રેડિટ ઇતિહાસની સમીક્ષા કરવામાં તેઓ ખૂબ જ સાવધ હોય છે. સારો ક્રેડિટ સ્કોર હંમેશા સારી ક્રેડિટ હિસ્ટ્રીની પ્રોડક્ટ હોય છે અને તે વ્યક્તિ વિશેષની ક્રેડિટ યોગ્યતાનો સંકેત હોય છે

ક્રેડિટ સ્કોરએ એક ત્રણ આંકડાની સંખ્યા હોય છે, જે 300-900ની વચ્ચે હોય છે. આ સ્કોર અધિકારપ્રાપ્ત ક્રેડિટ બ્યૂરો દ્વારા આપવામાં આવે છે અને ભારતમાં આવા બ્યૂરોની સંખ્યા ચાર છે. – CIBIL,એક્સપેરિયન, એક્વિફેક્સ અને ક્રિફ હાઇ માર્ક

 

પર્સનલ લોન માટે ક્રેડિટ સ્કોર કેટલો મહત્વપૂર્ણ છે

પર્સનલ લોન મેળવવા માટે સારો ક્રેડિટ સ્કોર ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. મોટાભાગની નાણાકીય સંસ્થાઓમાં પર્સનલ લોન મેળવવા માટેની માન્ય વય 21 વર્ષ છે અને ન્યૂનત્તમ ક્રેડિટ સ્કોર જરૂરિયાત 750 છે. કેટલાક નાણાં ધીરનારા 700ના ક્રેડિટ સ્કોર પર પણ સંતોષ પામી જતા હોય છે. ખાસ કરીને તેવા સંજોગોમાં જો વ્યક્તિની ક્રેડિટ યોગ્યતાને અસર કરનારા અન્ય પરિબળો યોગ્ય હોય તો

જો કોઈ વ્યક્તિ ક્રેડિટ હિસ્ટ્રી ન ધરાવતી હોય – એટલે કે, તેમણે કોઈ પણ નાણાકીય સંસ્થાન પાસેથી નાણાં લીધા નથી- તો તેમની પર્સનલ લોનની અરજીને મંજૂરી મળવામાં લાંબી પ્રક્રિયા લાગી શકે છે. તેથી તમને આગોતરી રીતે જ સારી ક્રેડિટ હિસ્ટ્રી તૈયાર કરવા માટે ભલામણ કરવામાં આવે છે, જેથી જ્યારે ખરેખર લોન લેવાનો સમય આવે ત્યારે પ્રક્રિયા સરળ અને હળવી બની રહે

 

નીચા ક્રેડિટ સ્કોર પર પર્સનલ લોન

પર્સનલ લોન માટે સારો ક્રેડિટ સ્કોર રાખવાની ભલામણ કરવામાં આવે છે. જોકે, જો કોઈ વ્યક્તિ નીચા ક્રેડિટ સ્કોર સાથે પર્સનલ લોન મેળવવા માગતી હોય તો, તે પણ શક્ય છે. જો કોઈ વ્યક્તિ પોતાને આ સ્થિતિમાં જુએ તો, તેણે આવક, પૂરતું બેન્ક બેલેન્સ અને નાણાકીય સમજણ જેવા માપદંડો પૂરા કરીને બેન્ક અથવા એનબીએફસીને ધીરાણ માટે આશ્વસ્ત કરવા પડે છે

જો આ માપદંડો મજબૂત અને સ્થિર જણાય, તો આ વાતની પૂરી સંભાવના છે કેતમારો ક્રેડિટ સ્કોર નીચો હોય, તો પણ તમારી પર્સનલ લોન મંજૂર કરી દેવામાં આવ શકે છે

ઉપરના પોઇન્ટ્સ પરથી આપણે પર્સનલ લોનની અરજીમાં ક્રેડિટ સ્કોરનું કેટલું મહત્વ હોય છે, તે સમજી શકીએ છીએ. તે મહત્ત્વપૂર્ણ અને જરૂરી પરિબળ છે જે મંજૂરીની પ્રક્રિયાને સારી રીતે અસર કરે છે

રિલાયન્સ મનીમાંથી ખૂબ સરળતાથી, ઓછામાં ઓછા દસ્તાવેજીકરણ અને ઝંઝટ વગર પર્સનલ લોન મેળવો