અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

જાણો કે, MSMEને ધિરાણ લેવા માટે NBFC શા માટે પસંદગીનો સ્ત્રોત છે?

ભારતનો જીડીપી દુનિયાના મુખ્ય અર્થતંત્રોથી આગળ નીકળીને સતત ઝડપી ગતિએ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)ના જણાવ્યા અનુસાર, માઈક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)માં ઉછાળો આવી રહ્યો હોવાથી આગામી નાણાકીય વર્ષ માટે પ્રસ્તાવિત વૃદ્ધિ અંદાજે 7.80% છે

જોકે, બેંકિંગ સંસ્થાઓને આવા વ્યાપક ગ્રાહક પ્રસારને પહોંચી વળવામાં મોટાભાગે મુશ્કેલી પડે છે. સતત મોટી સંસ્થાઓ દ્વારા બેંક લોન લેવાનું વધી રહ્યું હોવાથી, ઘણી નોન-બેંકિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓ (NBFC)એ નાના ઉદ્યોગો પર ભાર મુકવાનું શરૂ કર્યું છે અને તેના કારણે MSMEને લોન મેળવવાનું સરળ થઈ ગયું છે

આરબીઆઈના જણાવ્યા અનુસાર MSMEમાં NBFC ઝડપથી ધિરાણ કરતી હોવાથી, બેંકો અને NBFC દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવતા કુલ ધિરાણમાં વર્ષ 2017માં તેમનો હિસ્સો 15.5% થઈ ગયો છે, જે વર્ષ 2008માં અંદાજે 6% હતો

MSMEમાં પ્રાથમિક ધિરાણકર્તાની ભૂમિકા NBFC ભજવતી હોવાની માન્યતા પાછળના કેટલાક કારણો નીચે દર્શાવ્યા છે

 

ભંડોળની ઝડપથી ચુકવણી

બેંકમાંથી ઋણ લેવામાં સામાન્યપણે ઘણું પેપરવર્ક કરવું પડે છે અને ધિરાણની પ્રક્રિયા આકરી હોય છે જેના કારણે વ્યવસાય માટે ભંડોળ લેવામાં સમય લાગી જાય છે. બીજી તરફ, NBFC, તેમની ઓછામાં ઓછી દસ્તાવેજોની જરૂરિયાતોના કારણે, ઝડપથી ભંડોળની ચુકવણી કરી આપે છે. તમારે આકરી ધિરાણ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી અને ચકાસણીની પ્રક્રિયાઓ તેમજ ભંડોળ મેળવવાનું કામ ઝડપી હોય છે

 

અનુકૂળ વ્યાજદરો

સ્થિર થવા માટે તમામ માપદંડોને ધ્યાનમાં રાખતા, લોન પરનો વ્યાજ દર ધિરાણ લેનાર માટે સફળતા કે નિષ્ફળતા નક્કી કરતું મહત્વનું પરિબળ બની જાય છે. આથી, લોન લેનાર માટે વ્યાજદરો પરંપરાગત રીતે પ્રાથમિક વિચારનું પાસું છે તેમ કહેવામાં આવે તો નવાઈ નહીં. બેંકોની તુલનાએ NBFC, તમે જે એસએમઈ લોન લો તે સ્પર્ધાત્મક દરે આપે છે. તેના કારણે ઈએમઆઈની ચુકવણી ઘટી જાય છે, અને ઘણી હદે તમારી આર્થિક ચિંતાઓ ટળી જાય છે

 

યોગ્યતાના હળવા માપદંડો

યોગ્યતાના હળવા માપદંડોના કારણે લોન આપતી વખતે NBFC વધુ ઉદાર વલણ દાખવે છે, જેના કારણે મંજૂરીની પ્રક્રિયા સરળ અને ઝડપી થઈ જાય છે. દરેક પ્રકારના ધિરાણ આપનારાઓ સામાન્યપણે તમારા ક્રેડિટ સ્કોરથી માંડીને વાર્ષિક આવકમાં વર્તમાન દેવાં વગેરે સહિતના પાસાઓ પર ધ્યાન આપે છે ત્યારે, NBFC આવા માપદંડો વધુ ઉદારપણે જુએ છે. ખરેખર તો, તમારો નબળો ક્રેડિટ સ્કોર હોય તો પણ, તમે NBFCમાંથી લોન માટે યોગ્યતા મેળવી શકો છો. તેનાથી નવા વ્યવસાય ઉદ્યોગો માટે પણ MSME લોન લેવાનું સરળ થઈ ગયું છે

આ બધા જ લાભોને ધ્યાનમાં રાખતા, MSMEને ધિરાણ લેવા માટે પ્રાથમિક સ્ત્રોત તરીકે શા માટે NBFCની જરૂરિયાત વધુ રહે છે તે સરળતાથી સમજી શકાય છે. આરબીઆઈના અહેવાલ અનુસાર, NBFC દ્વારા 2017માં કોમર્શિયલ ઉદ્યોગોને થતું ધિરાણ વધીને રૂપિયા 2.59 લાખ કરોડ થઈ ગયું છે, જેના કારણે તેમને અંદાજિત 18%ની ક્રેડિટ જરૂરિયાત સુધી પહોંચવામાં મદદ મળે છે

આ વૃદ્ધિને વેગ આપવા માટે, રિલાયન્સ મની પણ તમામ પ્રકારના ઉદ્યોગોના ઉદ્યોગસાહસિકોને તેમની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા, તેમની કામગીરીઓમાં વધારો કરવા અને વ્યવસાયને આગામી સ્તર સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે વ્યવસાય વિસ્તરણ લોન આપે છે