અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

જાણો કે, તમારી ટુ-વ્હીલર લોન કેમ નકારી શકાય છે?

ગ્રામ્ય અને નગર કક્ષાના વિસ્તારોમાંથી વધેલી માંગના કારણે ભારતમાં ટુ-વ્હીલર માટે ધિરાણનું બજાર વધ્યું છે અને 2017માં તેમાં 32%ની વૃદ્ધિ જોવા મળી છે. ટુ-વ્હીલર બજાર પણ હવે મોંઘી કિંમતના વાહનો તરફ ખસી રહ્યું છે, જેના પરિણામે સરેરાશ લોન લેવાની રકમ રૂપિયા 48,000થી વધુ થઈ ગઈ છે

સંખ્યાબંધ ધિરાણકર્તાઓ સ્પર્ધાત્મક વ્યાજ દરે ટુ-વ્હીલર લોન આપી રહ્યા છે ત્યારે, જો તમારી લોનની અરજી નકારી કાઢવામાં આવે તો તમારી મનપસંદ બાઈક ખરીદવાની સફર પથરાળ માર્ગે જઈ શકે છે. નીચે કેટલાક એવાં કારણો આપ્યા છે જે તમારી ટુ-વ્હીલરની લોનની અરજી ધિરાણકર્તા દ્વારા નકારી કાઢવા માટે જવાબદાર હોઈ શકે છે

 

વધુ પડતું દેવું

જો તમે પહેલાથી સંખ્યાબંધ લોન લીધેલી હોય અને તેમના ઈએમઆઈ ચુકવી રહ્યા હોવ તો, વધુ દેવું આપવામાં કદાચ તમારા ધિરાણકર્તાને ચિંતા થઈ શકે છે. તેના કારણે પુનઃચુકવણીના તમારા સામર્થ્ય વિશે પ્રશ્નો ઉભા થાય છે અને તેથી તમારા સંભવિત ધિરાણકર્તા નવી લોનને મંજૂરી આપશે કે નહીં તે અનિશ્ચિત થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારું નવું 2-વ્હીલરનું ધિરાણ કદાચ તમારા ધિરાણકર્તા મંજૂર ન કરે તેવું બની શકે છે

 

અધુરા અથવા ખોટા દસ્તાવેજો

ધિરાણ માટે તમારી લોનની અરજી કરતી વખતે તમારે કેટલાક ચોક્કસ દસ્તાવેજો જમા કરાવવા પડે છે. ટુ-વ્હીલર લોન માટે મૂળભૂતરૂપે જરૂર પડતી હોય તેવા દસ્તાવેજો આ પ્રમાણે છે

  • કેવાયસી દસ્તાવેજો
  • ઓળખનો પુરાવો
  • પાનકાર્ડ
  • છેલ્લા કેટલાક મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ
  • અગાઉના નાણાકીય વર્ષોના આઈટી રિટર્ન્સ
  • પગાર સ્લીપ

જો ધિરાણકર્તાને કોઈ પણ મહત્વના દસ્તાવેજ ખૂટતા લાગે અથવા તે અયોગ્ય લાગે તો તમારી લોન નકારી કાઢવામાં આવી શકે છે. વર્તમાન સમયમાં, મોટાભાગના ધિરાણકર્તાઓ અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજોનો તેમની વેબસાઈટ પર ઉલ્લેખ કરે છે

 

યોગ્યતા માપદંડ ન સંતોષી શકવા

દરેક લોનમાં કેટલાક ચોક્કસ યોગ્યતા માપદંડ હોય છે જે ભંડોળ મેળવવા માટે તમારે પૂરા કરવા જરૂરી છે. સામાન્યપણે, ટુ-વ્હીલર લોન માટે યોગ્યતા માપદંડો નીચે દર્શાવ્યા પ્રમાણે હોય છે

  • ઉમર
  • આવક
  • શહેર/રહેઠાણનું સ્થળ

જો તમારા ધિરાણકર્તા દ્વારા દર્શાવવામાં આવેલા યોગ્યતા ધોરણો તમે પૂરા+ ન કરી શકતા હોવ તો તમારી લોન નકારી કાઢવામાં આવી શકે છે. દસ્તાવેજોની જેમ, મોટાભાગના ધિરાણકર્તાઓ ટુ-વ્હીલર લોન લેવા માટે યોગ્યતા માપદંડોનો પણ ઉલ્લેખ કરે છે. જોકે, વિવિધ ધિરાણકર્તાઓના ટુ-વ્હીલર લોન યોગ્યતા માપદંડો અલગ અલગ હોય છે

 

નબળો ક્રેડિટ સ્કોર

જો તમારી અગાઉની લોનમાં તમે કેટલાક ઈએમઆઈ ચૂકી ગયા હોવ અથવા મહિનાઓ સુધી ક્રેડિટ કાર્ડની ચુકવણી નાણાં ભરવાની તારીખ પછી પણ ભેગી થઈ ગઈ હોય તો તેના કારણે તમારા ક્રેડિટ સ્કોરને અસર પડશે

તમે 2-વ્હીલર ધિરાણ માટે અરજી કરો ત્યારે, ધિરાણ કરનાર તમારો ક્રેડિટ સ્કોર જોશે અને પુનઃચુકવણીનો નબળો ટ્રેક રેકોર્ડ તમારી લોનને નકારી કાઢવા માટે મજબૂત કારણ બની શકે છે. લોન માટે અરજી કરતાં પહેલાં, તમારો ક્રેડિટ સ્કોર અને રિપોર્ટ ચકાસી જુઓ. જો તમારા રિપોર્ટમાં કોઈ અસંગતતા લાગે તો, તેને વહેલી તકે સુધારો

આથી, તમે ટુ-વ્હીલર લોન માટે અરજી કરો તે પહેલાં આ પરિબળોનું સુનિશ્ચિતપણે મૂલ્યાંકન કરો અને પુનઃચુકવણીનું તમારું સામર્થ્ય ચકાસી જુઓ. જો, કોઈ પણ કારણસર, તમારી અગાઉની લોન નકારી કાઢવામાં આવી હોય તો, તે વખતની ખામીઓ તમે અચૂકપણે સુધારો અને નવી અરજી કરતાં પહેલાં તમારો મજબૂત કેસ રજૂ કરો

રિલાયન્સ મની ઓછામાં ઓછા દસ્તાવેજીકરણ સાથે પોષાય તેવા વ્યાજ દરે ટુ-વ્હીલર લોન આપે છે. વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો