અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

શ્રી રાહુલ જૈન, મેનેજિંગ ડાયરેક્ટર, પેરાગોન ઓટોટેક પ્રોડક્ટ્સ, પ્રા. લિમિટેડ

રાજસ્થાનના ભીવડીમાં એક પરિવાર દ્વારા પેરાગોન ઓટોટેક પ્રોડક્ટ્સ, પ્રા. લિ. નામ સાથે ઉત્પાદનનો વ્યવસાય શરૂ કરાયો. ઓટોમોટીવ ક્ષેત્રે રબર મોલ્ડિંગ અને પ્લાસ્ટિક કોમ્પોનન્ટ્સ બનાવવાના મુખ્ય હેતુ સાથે વર્ષ 2011માં આ સાહસનો આરંભ કરાયો હતો. દરમિયાન ગ્રાહકોના અસંતોષનો સામનો કરતાં આ સાહસના વેચાણનો ગ્રાફ નીચો જતાં નાણાભીડ સર્જાઇ હતી. આ વિપરિત સંજોગોના પગલે સપ્લાયર્સ પણ અસંતુષ્ટ થયા હતા તેમજ કર્મચારીઓએ પણ કંપનીને છોડીને જવાનું શરૂ કર્યું હતું. આમ થવાથી વર્ષ 2012માં કંપનીએ ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો


પેરાગોન ઓટોટેકની આ પડતીને બૌધિક અભિગમના બદલાવ સાથે બચાવી લેવાઇ આવા કિસ્સાઓ માટે સોના કોયો સ્ટીરિંગ સિસ્ટમ લિમિટેડના માર્ગદર્શન અને શ્રી આર. બી. સિંઘના નેતૃત્વ હેઠળ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા વિઝનરી એસએમઇ (VSME) પ્રોગ્રામ ચલાવાય છે. પ્રો. શોજી શીબા અને જાપાનના પ્રો. ફ્યૂરૂશીના વડપણ તળે ચાલી રહેલા આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ ભારતના ઉત્પાદન એકમોને વૈશ્વિક સ્તરના બનાવવાનો છે


VSME પ્રોગ્રામ લીન ટૂલ્સના અસરકારક અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કોઇપણ ઔદ્યોગિક એકમને ચોક્કસ રીતે કાર્યરત રાખવા માટે નીચે મુજબના સિધ્ધાંતો માર્ગદર્શક બની શકે છે

 

લીનનું અતિ મહત્વનું સાધન 6સિગ્મા છે

 

લીનનું અતિ મહત્વનું સાધન સિક્સ સિગ્મા છે. ઉદ્યોગમાં સુધારો અને સ્વશિક્ષણ સાથેની સંસ્કૃતિ તેમજ લોકોને સાથે રાખીને કરાતા ટીમવર્કને સિક્સ સિગ્મામાં સમાવિષ્ટ કરાયા છે

 

સિક્સ સિગ્મા અપનાવાતાં મળેલું પરિણામ

 • કર્મચારીઓના જુસ્સામાં વધારો
 • કર્મચારીઓમાં શિસ્તબધ્ધતા
 • કાર્ય કરવાના સ્થળે તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ
 • સિક્સ સિગ્માના અમલીકરણ બાદ કર્મચારીઓમાં શિસ્તબદ્વતા સુધરતા અસ્વીકૃતિના પ્રમાણમાં ઘટાડો. પીપીએમનું અસ્વીકૃતિનું સ્તર 100 ટકા કરતાં પણ ઘટ્યું,
 • છ માસમાં ગેરહાજરી અને ઘર્ષણના પ્રમાણમાં પણ 50 ટકા સુધીનો ઘટાડો
 • છ માસમાં રબ્બરની ઊપજ 48 ટકાથી વધીને 82 ટકા જેટલી થઇ

પ્રોજેક્ટને પગલે નીચે મુજબના મુદ્દાઓ બહાર આવ્યા:

 1. ધકેલવાને બદલે ખેંચવું: એકધારો પ્રવાહ આપમેળે ગુણવત્તા વધારે છે. માલસામાનની સવિસ્તર યાદી ના હોવાથી ખામી દેખાઇ આવે છે અને સુધારો ખૂબજ મર્યાદિત સમયમાં કરવાનો હોય છે. ગુણવત્તામાં સુધારો થવાથી એકમની ઉત્પાદન ક્ષમતા તેમજ કર્મચારીઓના માનસિક જુસ્સામાં આપોઆપ વધારો થાય છે. આ બાબત અમારા એકમમાં સાર્થક નિવડી છે.
 2. પ્રવાહ:સાધન સામગ્રીના પ્રવાહ અંગેના અભ્યાસ અને માહિતીથી એકમમાં બિનજરૂરી બગાડ અંગેની ઊંડી સમજ પ્રાપ્ત થઇ. ચીજવસ્તુની ગતિ 190 મીટરને બદલે 20 મીટર જેટલી થવા લાગી. આમ થવાથી 3000 સ્કવેરફીટ વિસ્તારનો પણ બચાવ થયો. બે માસ માટે માલનો સ્ટોક રહેતો તે આશ્ચર્યજનક રીતે ઘટીને માત્ર દોઢ દિવસનો જ થઇ ગયો. રોકડની પ્રવાહિતામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
 3. PDCA ના (પ્લાન ડૂ ચેક એક્ટ) ઉપયોગથી મૂળભૂત કારણનું વિશ્લેષણ: આ આવર્તનથી ગુણવત્તામાં સુધારા ઉપરાંત ઇન્ડસ્ટ્રીમાં એક મજબૂત સિસ્ટમનું માળખું બંધાય છે.

પ્રોજેક્ટના મહત્વપૂર્ણ મુદ્દાઓ

 1. વ્યવસાયના ત્રણ મુખ્ય સ્તંભો:

  કર્મચારીઓ
  ગ્રાહકો
  સપ્લાયર્સ

  આ ત્રણેય સ્તંભો સફળ વ્યવસાય માટે સમાન રીતે આવશ્યક છે

 2. વ્યવસાયની જીવાદોરી નાણા:નાણાની પ્રવાહિતાનું પ્રમાણ વધે તેને કેન્દ્ર સ્થાને રાખીને તમામ કામગીરી કરવી જોઇએ. આમ થવાથી બગાડના પ્રમાણની ઓળખની દૃષ્ટિએ નવો પરિપ્રેક્ષ્ય મળશે.
 3. પૂલ બેઝ મેનેજમેન્ટ:પૂલ બેઝ મેનેજમેન્ટથી વ્યવસ્થાપન સરળ બને છે તથા સિસ્ટમમાં બગાડનું પ્રમાણ પણ ઘટે છે.
 4. અસરકારક કોમ્યૂનિકેશન:કમ્યુનિકેશનનું કૌશલ્ય વ્યવસાયમાં નાણાંની પ્રવાહિતા જેટલું જ મહત્વપૂર્ણ છે.
 5. “વ્યક્તિને આદર આપવાના સિધ્ધાંત” ને અપનાવાતાં સંસ્થામાંએક સંસ્કૃતિનું સર્જન થશે.

અસરો

1. ઉત્પાદન ક્ષમતામાં 75%નો વધારો

 

2. ગુણવત્તામાં સુધારો અને અસ્વીકૃતિમાં 85% જેટલો ઘટાડો

 


3. રબ્બરની ઊપજમાં 85%ની વૃદ્વિ

 

4. જગ્યાના વપરાશમાં 31% સુધીનો ઘટાડો


5.ઉર્જાના ખર્ચમાં 54%નો ઘટાડો

6. કાચા માલની ખપતમાં 48% જેટલો ઘટાડો

7.માલ પહોંચાડવાની વ્યવસ્થામાં 54% સુધીનો સુધારો

 

8. ઘસારાના દરમાં 86%નો ઘટાડો

 

વર્ષ 2011થી અમે ગ્રાહકોના સંતોષમાં વધારો કરવાની સાથે કર્મચારીઓ અને સપ્લાયર્સના આત્મ વિશ્વાસનું સ્તર પણ ઉંચુ લાવ્યા છીએ. . વ્યવસાયમાં લીન પધ્ધતિના અમલીકરણથી નાણાની પ્રવાહિતામાં વધારો આવે છે તેની સાથે વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં હકારાત્મક અભિગમનો વધારો થાય છે.