અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

તમારા વ્યવસાય કે ઉદ્યોગને વર્તમાન સ્તર કરતાં ઉચા લાવવા માટે કેટલાક ચાવીરૂપ પરિબળોનો ઉપયોગ કરવાની જરૂર રહે છે. સામાન્ય રીતે ઉદ્યોગકારો વારંવાર પોતાની રીતે સ્વતંત્ર નિર્ણયો લઇને ભૂલોનું પુનરાવર્તન કરતા જોવા મળે છે. એનો મતલબ કે તમારી પાસે ઓછા મહત્વના ક્ષેત્રોનું અસરકારક સંચાલન કરવા માટે જરૂરી જ્ઞાન, કુશળતા અને સહાયક સંસાધનો ઉપલબ્ધ ના હોવા છતાં તમે તમારા વ્યવસાયના અતિ મહત્વના કાર્યો અને વ્યવસાયને લગતી લેવડદેવડના પાસાઓ સાથે રમત કરો છો


આ સમસ્યાના નિરાકરણ માટે કોઇને સવેતન તાલીમ આપી શકાય પણ તેના કારણે વધારાનો ખર્ચ ઉઠાવવો પડે છે. અન્ય ઉકેલ રૂપે વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો કરી શકાય. અને આ ઉપાય ઉદ્યોગોમાં સફળ સાબિત થયો છે


વ્યૂહાત્મક ભાગીદારો:

વ્યૂહાત્મક ભાગીદારો તમારા વ્યવસાયને વૃદ્વિ તરફ લઇ જવા માટે મૂડી તેમજ જરૂરી જ્ઞાન પુરું પાડે છે અને સૌથી અગત્યનું બ્રાન્ડ વેલ્યૂ વધારવામાં પણ સહાયરૂપ થાય છે. આમ થવાથી તમે તમારા વ્યવસાયના વિકાસ માટે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. વ્યૂહાત્મક ભાગીદારો તમારા આર્થિક કે માર્કેટિંગ ભાગીદારો અથવા સાધનો પૂરા પાડતા સહભાગીઓ કે પછી આ તમામનો સમૂહ હોઇ શકે છે.
જાપાનની સૂઝૂકી મોટર કોર્પોરેશન અને ભારતની મારૂતિ ઉદ્યોગ લિમિટેડ વ્યૂહાત્મક ભાગીદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સૂઝૂકી પાસે આવશ્યક સાધનો છે જ્યારે મારૂતિ પાસે મૂડી અને ભારતીય બજારની સાચી સમજ છે આ બન્નેના સમન્વયના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં મારૂતિ સૂઝૂકી મોખરાનું સ્થાન ભોગવે છે


ટાટા ગ્લોબલ બેવરેજીસ અને સ્ટાર બક્સ પણ વ્યૂહાત્મક ભાગીદારીનું અન્ય ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ટાટા ભારતના સૌથી મોટા જૂથ પૈકીની એક છે જેની પાસે સાધનો તેમજ ભારતીય બજારનું વિસ્તૃત જ્ઞાન છે જ્યારે સ્ટારબક્સ વૈશ્વિક બજારની ઓળખ ધરાવે છે. પરિણામે ભારતમાં તેના આઉટલેટ્સ 'સ્ટારબક્સ, તાતા એલાયન્સ'ની બ્રાન્ડથી વિખ્યાત છે તેમજ સ્ટારબક્સના ઇતિહાસમાં ભારતે સૌથી ઝડપી ગતિએ વિકસતા માર્કેટ તરીકેની ખ્યાતિ મેળવી છે


સાચા વ્યૂહાત્મક ભાગીદારની શોધ


કોઇ પણ વ્યવસાય માટે વ્યૂહાત્મક ભાગીદારી બહુજ મહત્વનું પરિબળ છે. જો કે, આવી ભાગીદારી કરતાં પહેલાં તમને તમારા વ્યવસાય માટે ખરેખર તેની જરૂર છે કે નહિ તેનું વિશ્લેષણ કરવું જરૂરી છે. કેટલાક વ્યવસાયકારો પાસે જરૂરી તમામ સામગ્રી તથા ક્ષમતાઓ હોવા છતાં પોતાનુંજ અવમૂલ્યન કરીને આ પ્રકારની ભાગીદારી કરતા હોય છે જ્યારે વાસ્તવિકતામાં તેને આવી કોઇ જરૂર હોતી નથી


તમારા વ્યવસાયને નવી ઉંચાઇ આપવા માટે તમને આ પ્રકારના ભાગીદારની જરૂર છે તેવું જણાય ત્યારે તમારા વ્યવસાયની જરૂરિયાત અનુરૂપ સક્ષમ ભાગીદારને શોધવાનો આરંભ કરવો જોઇએ. તમારે એવા ક્ષેત્રો તરફ નજર કરવી જોઇએ જ્યાં કરેલી અસરકારક ભાગીદારીથી તમારી કંપનીને લાભાલાભ થાય. વિશેષમાં તમને જે ક્ષેત્રની ઓછી જાણકારી હોય તે ક્ષેત્રમાં પણ ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. વધુમાં તમે ભાગીદારીમાં જે રોકાણ કરવા જઇ રહ્યા છો તેનું પ્રમાણભૂત માપ નક્કી કરો.
ઉચિત ભાગીદાર શોધવો તે વ્યવસાયના સહસ્થાપક શોધવા જેટલુંજ મુશ્કેલ છે. આ માટે તમે બહુ ચીવટ પૂર્વક કામ કરતા હો છો ત્યારે તમારા વિચારોનો સુમેળ સાધવો પણ આવશ્યક છે. તમે તમારો ભાગીદાર પસંદ કરી લ્યો કે તુરતજ તેમની સાથે વાતચીતનો વ્યવહાર બહુજ મ હત્વનો બની જાય છે. તમારા ભાગીદાર સાથે સમસ્યાઓની ચર્ચા કરો અને વિચારોની આપ-લે કરો. આમ કરવાથી એકજૂટ થઇને તમારી પ્રગતિ થઇ શકશે


ચિંતન કરવા લાયક મુદ્દાઓ

વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રવેશતાં પહેલાં અને પછી આ મુજબના મુદ્દે ચિંતન આવશ્યક છે

  1. તમે અને તમારો ભાગીદાર સ્પષ્ટ ધ્યેય સાથે જઇ રહ્યા છો તે નિશ્ચિત કરો. ધ્યેય અને તેને મેળવવાનો રસ્તો સુનિશ્ચિત હશે તો તમે સ્પર્ધાત્મક સિમાચિહ્ન સ્થાપિત કરવામાં સફળ થવાની સાથોસાથ નિર્ધારિત સમય પહેલા જ લક્ષ્યાંકોને હાંસલ કરી શકશો.
  2. તમારી નબળાઇ પ્રમાણિકપણે સ્વીકારીને ભાગીદાર સાથે તેની ચર્ચા કરો તથા નબળા પાસાંને દૂર કરવા તમે વિચારેલા આયોજનો વિશે ચર્ચા કરો.
  3. ભાગીદારીમાં પ્રવેશતાં પહેલાં તમારા તેમજ ભાગીદારના વ્યવસાયને સારી રીતે સમજો. ભાગીદારીમાં પ્રવેશ્યા બાદ ભાગીદારના સિદ્વાંતોને માન આપો અને પરસ્પર થોડું સમાધાન કરવાનો અભિગમ અપનાવાથી ચોક્કસપણે ફાયદો થશે.
  4. તમારા ભાગીદાર વિશે પૂરતી માહિતી મેળવો ત્યાર બાદજ તેને સમાવો. કેમકે નબળી અને ખોટ કરતી કંપની સાથે કોઇ ભાગીદારી કરવા ઇચ્છતું નથી.
  5. નિયમિત અંતરે વાતચીતનો વ્યવહાર રાખો. આમ કરવાથી આપસમાં ભરોસો અને વિશ્વાસ વધશે.
 

સંદર્ભ

https://www.rockefellerfoundation.org/strategic-approach/leverage-and-strategic-partnerships/
http://www.forbes.com/sites/davelavinsky/2013/04/02/does-your-business-have-strategic-partners-why-not/#270d3e32603a
http://www.theglobeandmail.com/report-on-business/small-business/sb-managing/six-tips-for-creating-successful-strategic-partnerships/article17665250/
http://www.livemint.com/Opinion/ySkXVOfhGcnC9uB0gUtaGM/Suzuki-and-strategic-alliance.html
https://en.wikipedia.org/wiki/Tata_Starbucks
https://www.powerlinx.com/blog/grow-from-right-intro-strategic-partnerships/