અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

પર્ણ દાસગુપ્તા

નિયામક, નિયમનકારી અને બાહ્ય મામલાઓ, કેલૉગ ઇંડિયા પ્રા.લિ.

ખાદ્ય સુરક્ષા અને ધોરણોનો અધિનિયમ (એફએસએસ અધિનિયમ) અને તેમાં નિહિત વિનિયમો

વર્ષ 2006માં બનાવવામાં આવેલ આ અધિનિયમ ખાદ્ય સામગ્રી માટે વિજ્ઞાન આધારિત ધોરણો નક્કી કરવાને ફરજિયાત બનાવે છે અને માનવ વપરાશ માટે સુરક્ષિત અને પથ્ય ખોરાકની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવા માટે નિર્માણ, સંગ્રહ, વિતરણ, વેચાણ અને નિકાસ સહિત સમગ્ર ખાદ્ય શ્રૃંખલાનું નિયમન કરવાનું લક્ષ્ય ધરાવે છે

 

તક

આ અધિનિયમ માનવ વપરાશ માટે ઇચ્છિત દરેક ઉત્પાદનો અને પદાર્થોને લાગુ પડે છે, પછી તે પ્રોસેસ્ડ, આંશિક પ્રોસેસ્ડ અથવા અનપ્રોસેસ્ડ હોય, ભારતમાં નિર્મિત હોય અથવા અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવી હોય, નાના કે મોટા એકમોમાં હોય, સંગઠિત કે અસંગઠિત, ખાનગી કે જાહેર ક્ષેત્રમાં સંચાલિત થતી હોય

જૈવિક ખોરાક, વિશિષ્ઠ હેતુક ખાદ્ય પદાર્થો જેવા કે પૂરક ખોરાકો વગેરે, પૅકેજ્ડ પેય જળ, આલ્કોહૉલિક પીણાં અને ખાદ્ય પદાર્થોના નિર્માણ/ ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા પાણી સહિત બધા જ પ્રકારના ખોરાકો આ અધિનિયમના વિચારની મર્યાદા હેઠળ આવે છે

ખાદ્ય સુરક્ષા એ વિજ્ઞાનને લગતી શાખા છે જે ખાદ્ય પદાર્થોના સંચાલન, તૈયારી, સંગ્રહણ, વિતરણ અને વેચાણને એ રીતે વર્ણવે છે કે તે માત્ર ખોરાકને સંયુક્તપણે “સંકટો” તરીકે ઓળખાતા દૂષિત પદાર્થો અને પૅથોજેન્સથી બગડતા કે ખરાબ થતા જ અટકાવતું નથી પરંતુ ખોરાકને તેમાં ઉપયોગમાં લેવાતા ચોક્કસ ઘટકો અથવા રસાયણોની કોઇપણ નુકસાનકારક અસરોથી પણ અટકાવે છે. સુરક્ષા એ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ઘટકો, તેમનાં પોષક મૂલ્ય, તેની પોતાની આવરદા અથવા ઉપભોક્તાની ચોક્કસ આહારસંબંધી આદત અથવા શારીરિક સ્થિતિ પર આધારિત કોઇપણ જરૂરિયા વિશે ઉપભોક્તાના જ્ઞાન પર પણ અવલંબે છે

સુરક્ષાના આ બધા જ પાસાઓની કાળજી લેવા માટે અને એ સુનિશ્ચિત કરવા માટે કે બજારમાં ઉપલબ્ધ બધા જ ખાદ્ય ઉત્પાદનો સલામત છે અને ઉપભોક્તાને બધી જ જરૂરી માહિતી પૂરી પાડે છે, નીચેના 6 નિયમનોને આ અધિનિયમ હેઠળ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે, જેનું અનુપાલન દરેક ખાદ્ય વ્યાપાર સંચાલકને બંધનકર્તા છે. એ સુનિશ્ચિત કરવાની જવાબદારી FBOs ઉપર છે કે તેમના દ્વારા ઉત્પાદન, પ્રોસેસિંગ, આયાત, વિતરણ અને વેચાણના દરેક તબક્કે સંચાલિત કરવામાં આવતી ખાદ્ય વસ્તુઓ જરૂરિયાતોને સંતોષે છે

 

જેનું અનુપાલન કરવાનું છે તેવાં મૂળભૂત નિયમનો આ પ્રમાણે છે:

 1. એફએસએસ (ખાદ્ય વ્યાપારનો પરવાનો અને નોંધણી), નિયમો 2011અનુપાલન પ્રત્યેનું પ્રથમ પગલું તમામ ખાદ્ય વ્યાપારોને લાઇસન્સ્ડ અથવા રજિસ્ટર્ડ કરવાનું છે અને તેમને ઍન્ફૉર્સમેન્ટ હેઠળ લાવવાનું છે. નિર્માણ, સંગ્રહણ, વિતરણ, આયાત, વેચાણ અથવા નફા માટે કે તેના વિના ખાદ્ય પદાર્થોના પરિવહનમાં સામેલ પ્રત્યેક ખાદ્ય વેપાર સંચાલકે, નોંધણી અથવા લાઇસન્સ મેળવવું જરૂરી છે. આ નીચે વર્ણવ્યા મુજબ દ્વિ-સ્તરીય વ્યવસ્થા છે, જેનું સંચાલન રાજ્ય અને કેંદ્રીય લાઇસન્સનિંગ સત્તામંડળો દ્વારા કરવામાં આવે છે. લાઇસન્સનિંગની પ્રક્રિયાઓ અને વ્યવસ્થાઓ સમાન અરજીપત્રકો અને પ્રક્રિયાઓ સાથે સમગ્ર દેશમાં એકરૂપ છે.
  • આ નિયમનોની અનુસૂચી 1 હેઠળ વ્યાખ્યાયિત મોટા કારોબારોને, કેંદ્રીય પરવાના સત્તામંડળ તરફથી પરવાના આપવામાં આવે છે અને અન્ય તમામ લઘુ અને મધ્યમ ઉદ્યમોને સંબંધિત જિલ્લા માટે રાજ્ય પરવાના સત્તામંડળ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવે છે.
  • કાયદામાં કરવામાં આવેલ વ્યાખ્યા મુજબ ખુબ નાના અને ગૌણ ઉત્પાદકો માટે લાગુ થવાપાત્ર નોંધણી સૂચિત કરવામાં આવે તે રીતે રાજ્ય નોંધણી સત્તામંડળ અથવા સ્થાનિક તંત્રો દ્વારા આપવામાં આવે છે.
  • ખાદ્ય વસ્તુઓ, ખોરાકી ઘટકો અને ઉમેરણોના આયાતકારો, જો તેઓ મધ્યમ અથવા લઘુ સ્તર પર કામ કરતાં હોય તો પણ, કેંદ્રીય લાઇસન્સનિંગ સત્તામંડળ પાસેથી લાઇસન્સ મેળવશે.
  • લાઇસન્સ માટેની અરજી ઓછામાં ઓછા 1 વર્ષના સમયગાળા માટે અને વધુમાં વધુ 5 વર્ષ માટે કરી શકાશે અને દરેક લાઇસન્સધારક 31મી મે ના રોજ અથવા પહેલાં, આગળના નાણાકીય વર્ષ દરમિયાન તેમના દ્વારા સંચાલિત કરવામાં આવેલ ખાદ્ય ઉત્પાદનોના દરેક વર્ગના સંબંધમાં રિટર્ન રજૂ કરશે.
  • અરજી દાખલ કરવા માટે અને તેનાં લાઇસન્સ/ નોંધણી મેળવવા માટે, ચોક્કસ શરતો અને દસ્તાવેજીકરણની જરૂરરિયાતોને નિર્ધારિત કરવામાં આવી છે. લાઇસન્સ આપતાં પહેલાં, નિરીક્ષકો (આ કાયદા હેઠળ ફૂડ સેફ્ટી ઑફિસર)એ ફરજીયાતપણે ઉત્પાદનની સારી પદ્ધતિઓ એટલે કે, ફૅક્ટરીના પરિસરની અંદર અને આસપાસ ઉચિત સ્વચ્છતા સ્થિતિઓની જાળવણીના પાલન માટે દરેક પરિસરનું નિરીક્ષણ કરવાની જરૂર છે.
  • ફૅક્ટરીના સ્થળ, તેમની રૂપરેખા, ઉપયોગમાં લેવાયેલા ઉપકરણ, સંગ્રહણની સ્થિતિ, અપનાવવામાં આવેલ કિટનાશકોના નિયંત્રણ માટે અપનાવવામાં આવેલ પગલાં, ખાદ્ય સામગ્રીનું સંચાલન કરનારના વ્યક્તિગત સ્વચ્છ્તા સહિત તેમનું અંગત સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના સંબંધમાં વિગતવાર જરૂરિયાતો નિર્ધારિત કરવામાં આવી છે. ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા પાણીની ગુણવત્તા અને ઉપકરણો/ વાસણોને ધોવાનું કાર્ય, ગટર વ્યવસ્થા અને કચરાના નિકાલની વ્યવસ્થાઓને પણ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે અને નિરીક્ષણને આધીન છે.
  • આ અધિનિયમ એફબીઓને ઍમ્પૅનલ કરવામાં આવેલ, માન્યતા પ્રાપ્ત, ત્રાહિત પક્ષના ઓડિટર્સ દ્વારા પ્રમાણિત ફૂડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ્સને લાગુ કરની સ્વ-અનુપાલન અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેમને પ્રોત્સાહન પુરસ્કાર આપે છે.

 2. ખાદ્ય સુરક્ષા અને ધોરણો (ખાદ્ય ઉત્પાદનોના ધોરણો અને ફૂડ ઍડિટિવ્ઝ) નો અધિનિયમ, 2011
  • આ નિયમનો સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થો જેવા ખાદ્યાન્નો, દૂધ, ચીઝ, માખણ, જ્યુસ, પૅકેજ્ડ પાણી, ખાંડ, મીઠું, મસાલાની જાતો, ચોકોલેટ્સ, કન્ફેક્શનરી વગેરે માટે તેમનાં ઘટકતત્વો અને ગુણવત્તાના ધોરણો જેવાં કે રાખની માત્રા, ભેજનું પ્રમાણ, બાહ્ય પદાર્થો વગેરે માટેના ધોરણો નક્કી કરે છે.
  • અન્ય કોઇપણ ખાદ્ય ઉત્પાદન, જેના માટે ધોરણો નક્કી કરવામાં આવ્યાં નથી, માત્ર એ જ ઘટકો ધરાવી શકે છે જે ધોરણસરના ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ માટે મંજૂર કરવામાં આવ્યાં હોય અથવા ધોરણ નક્કી કરવામાં આવ્યાં હોય.
  • દરેક પ્રકારની ખાદ્ય શ્રેણીઓમાં ખાદ્ય ઉમેરણોના ઉપયોગને પણ તે દરેકનો ઉપયોગ કઈ મર્યાદા સુધી કરવામાં આવે તે સ્પષ્ટ કરીને આ નિયમન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

 3. ખાદ્ય સુરક્ષા અને ધોરણો (પ્રદૂષણ, ઝેરી તત્વો અને અવશેષો)નો અધિનિયમ, 2011આ નિયમન એ ફરજિયાત બનાવે છે કે શક્ય હોય ત્યાં સુધી ખાદ્ય પદાર્થો તમામ પ્રદૂષિત તત્વો, સૂક્ષ્મજૈવિક અને રસાયણિક એમ બન્નેથી મુક્ત હોવા જોઇએ. જોકે, કેમ કે તે હંમેશા શક્ય નથી કે પ્રદૂષિત તત્વોને શૂન્ય સ્તર સુધી જાળવવામાં આવે, માટે આ નિયમનમાં આ પ્રકારના પ્રદૂષિત ઉત્પાદનોની મહત્તમ માન્યતા આપી શકાય તેવી મર્યાદાઓને શ્રેણી વાર નક્કી કરવામાં આવી છે.

 4. ખાદ્ય સુરક્ષા અને ધોરણો (વેચાણ પર પ્રતિબધો અને અંકુશો )નો અધિનિયમ, 2011 આ નિયમનમાં ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન વખતે કેટલાક પ્રતિબંધો અને અંકુશો નક્કી કરવામાં આવ્યા છે.

 5. ખાદ્ય સુરક્ષા અને ધોરણો (પ્રયોગશાળા અને નમૂનાઓનું વિશ્લેષણ)નો અધિનિયમ, 2011 આ નિયમનમાં ફૂડ ઇંસ્પેક્ટર્સ દ્વારા નમૂનાઓ એકત્ર કરવાની અને તેને લાગુ કરવા અને અનુપાલનની સુનિશ્ચિતતા માટે વિશ્લેષણ કરાવવાની રીતોને સ્પષ્ટતા કરવામાં આવી છે. નમૂનાઓને જાહેર વિશ્લેષણ માટેની પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવશે અને બિન-અનુપાલનના કિસ્સામાં નક્કી કરવામાં આવેલ નિયમો મુજબ પગલાં લેવામાં આવશે.

 6. ખાદ્ય સુરક્ષા અને ધોરણો (પૅકેજિંગ અને લેબલિંગ)નો અધિનિયમ, 2011ચોક્ક્સ માપદંડો જેવા કે ઉત્પાદનની સંરચના/ ઘટક તત્વો, પોષક તથ્યો, કઈ તારીખ પહેલાં ઉપયોગમાં લેવું શ્રેષ્ઠ છે, શાકાહારી અથવા બિન-શાકાહારી, ઉમેરણો જેવાં કે પ્રિઝર્વેટિવ્ઝ, રંગો, વગેરેના આધારે પૅક પ્રોડક્ટ્સ પર ગ્રાહક નિર્ણય કરતો હોવાથી, પ્રમુખ અનુપાલન જરૂરિયાતોમાંથી એક તરીકે ખાદ્ય સુરક્ષાને હાંસલ કરવા માટે લેબલિંગનો ઉદ્‌ભવ થયો.