અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

પોતાના બિઝનેસનો વિસ્તાર કરવા ઇચ્છુ ઉદ્યોગ સાહસિકો માટે માર્કેટ પ્રમોશનની માન્યતાઓ

 

છેલ્લા દાયકામાં ભારતમાં ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. આઇડિયા અને ઇનોવેટીવ વિચાર પ્રક્રિયામાં વિકાસ જોવા મળ્યો છે. વૈશ્વિક બજારે પણ આ જૂથને ઉમળકાભેર આવકાર આપ્યો છે. મોટા ભાગના ઉદ્યોગ સાહસિકો પોતાનો સમય માર્કેટિંગ વિશે વિચારવામાં ખર્ચે છે, જોકે, ઉદ્યોગ સાહસિકો માટે હાલના સમયની જરૂર તેઓ પોતાની પ્રોડક્ટ લોન્ચ કરે ત્યારે માર્કેટમાં તેના પ્રમોશન (પ્રોત્સહન)ની છે. સોશિયલ મીડિયા, સારી કન્ટેન્ટ અને અન્ય માર્કેટિંગ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાની જગ્યાએ ઉદ્યોગ સાહસિકો જાહેરાતો પાછળ નાણા ખર્ચે છે. ચાલો આપણે અહીં પોતાના બિઝનેસનો વિસ્તાર કરવા ઇચ્છુક ઉદ્યોગ સાહસિકો માટે માર્કેટિંગ પ્રમોશન અંગે રહેલી કેટલીક કલ્પિત માન્યતાઓ વિશે ચર્ચા કરીએ

 

પે-પર-ક્લિક એડવર્ટાઇઝિંગ શ્રેષ્ઠ સમાધાન છેઃ – પોતાની વેબસાઇટ પર ટ્રાફિક મેળવવા માટેની લોકપ્રિય રીત ગૂગલની પે-પર-ક્લિક (પીપીસી) એડવર્ટાઇઝમેન્ટ છે. પરંતું તેની પાછળની કહાણી આખરે શું છે? તે કદાચ આકર્ષક લાગે અને વેબસાઇટ પર મુલાકાતીઓ/ગ્રાહકો માટે સરળતમ રીત હોવાની બડાઇ મારી શકે છે, પરંતું વાસ્તવિક પરિદ્રષ્ય એકદમઅલગ છે. પીસીસી જાહેરાતો એકદમ ખર્ચાળ છે. અને એસએમઇના કેસમાં, તેમના માટે હંમેશાજ માર્કેટિંગ પ્રયાસોમાં જંગી રકમ ખર્ચવી શક્ય નથી હોતી. ઓનલાઇન જાહેરાતો ચલાવવાની જટિલતા મુશ્કેલીઓમાં વધારો કરે છે. તે કઇ રીતે ચાલે છે, તે સમજવામાં સમય લાગે છે, તેથી વેબસાઇટપર તમારી કન્ટેન્ટને સુધારવામાં અને ઓર્ગેનિક ટ્રાફિકને આમંત્રિત કરવા પાછળ સમય શા માટેના લગાવવો. એક સર્વે અનુસાર લગભગ 85 ટકા જેટલી કંપનીઓ પ્રાયોજીત જાહેરાતો ટાળે છે, તેથી પીસીસીમાં રોકાણ કરવું તમારા નાણાનું પુરતું વળતર આપતું નથી

 

સોશિયલ મીડિયાની શક્તિ અને પ્રભાવ પરિણામ આપવામાં નિષ્ફળ રહે છેઃ – આ એ સૌથી બોગસ ધારણા છે, જેમાંતમે વિશ્વાસ કરો છો. આજે મોટાભાગના ઉદ્યોગ સાહસિક પ્રોજેક્ટ્સ સોશિયલ મીડિયા મારફત પોતાના ગ્રાહકો મેળવે છે. સોશિયલ મીડિયા માર્કેટિંગની અન્ય માર્કેટિંગ રણનીતિઓની તુલનામાં ખુબજ વધું અને સારી અસર પડે છે અને ઝડપી ધોરણે થઇ રહેલું ડિજિટલાઇઝેશન સોશિયલ મીડિયા માટેનો માર્ગ વધુનેવધુ મોકળો કરી રહ્યું છે. તેથી સોશિયલ મીડિયા પર તમારી હાજરી અને તમારી પ્રોડક્ટ વિશે તેની પર ચર્ચાની હાજરી હોય તે ખુબજ મહત્વપૂર્ણ અને જરૂરી છે. ગુણવત્તાપૂર્ણ કન્ટેન્ટ (સામગ્રી) સંવાદના કોઇપણ અન્ય માધ્યમની તુલનામાં અહીં મોટો ટ્રાફિક આકર્ષિત કરે છે. અને એટલું જ નહીં તમારા બિઝનેસનીવૃદ્ધિ અને સમૃદ્ધિની તકોને સુધારે છે. ઓડિયન્સ જે કન્ટેન્ટની માગ કરે છે, તેવી કન્ટેન્ટતૈયાર કરવા પાછળ પોતાના સમયને ખર્ચવામાં આવે, તે બાબત તમારા બિઝનેસનો વિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવામા આવે તે સૌથી આદર્શ વિકલ્પ છે. સોશિયલ મીડિયા પર વ્યાપક પહોંચ ધરાવવી અને પ્રવાહ અનુરૂપ અપડેટ હોવું એકદમ આવશ્યક છે

 

બ્લોગ/વેબસાઇટ માટે સમય નથીઃ –વેબસાઇટ અથવા બ્લોગ એ બિઝનેસનો ચહેરો છે અને તે એકદમ જરૂરી પણ છે. તમે એક વાર પોતાના સાહસનો પ્રારંભ કરો, ત્યારે આ તમારી પ્રાથમિક ફરજ બને છે કે તમે તેના પ્રત્યે સમર્પિત બનો અથવા તો પછી તમારા ધ્યાનના અભાવને કારણે તમારો બિઝનેસ પ્રભાવિત થશે. વેબસાઇટ/બ્લોગ તમને તમારી વર્તમાન અને નવી પ્રોડક્ટ્સ, તમારા વિઝન, તમારા લક્ષ્ય વગેરે વિશે લોકોને જણાવવામાં મદદ કરશે. તમારો બિઝનેસ ઇન્ટરનેટ યૂઝરોની સંખ્યામાં વૃદ્ધિથી વધે તે જરૂરી છે તમારા બિઝનેસ માટે તમે પારદર્શકતા અને ગુણવત્તાપૂર્ણ કન્ટેન્ટ સુનિશ્ચિત કરો, તે મુખ્ય પ્રાધાન્યતા હોવી જોઇએ. યાદ રાખજો સારૂ કન્ટેન્ટ તમામ અન્ય માર્કેટિંગ પ્રયાસોને પાછળ રાખી દેશે

 

માર્કેટિંગ એક મહત્વપૂર્ણ પાસું છે જે એક એસએમઇ માટે મૂલ્યનું સર્જન કરે છે. બિઝનેસના લક્ષ્યને વાસ્તવિકતામાંપરિવર્તિત કરવામાટે એક સારી રીતે તૈયાર કરાયેલી અને સારી રીતે વ્યાખ્યાઇત માર્કેટિંગ રણનીતિ હોવી જરૂરી છે