અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

MSME માટે OHS નિયમનકારી જરૂરિયાતો

MSMEs ને ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ માનવામાં આવે છે. તેઓ સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોના મોટા ઉદ્યોગોમાં મોટી માત્રામાં આપૂર્તિઓ અને સેવાઓનું નોંધપાત્ર યોગદાન આપે છે. આ MSMEsના સંચાલનમાં ઘણી પ્રક્રિયાઓ સામેલ હોય છે, એમાંથી ઘણી પ્રકૃતિએ જોખમયુક્ત હોય છે અને જો સમયસર યોગ્ય પગલાં લેવામાં ન આવે તો મોટો ખતરો પેદા થઈ જાય છે. સુરક્ષિત કાર્યસંચાલન એ સુચારુ ઉત્પાદન અને અનુકૂળ નફાની સુનિશ્ચિતતા માટેની ચાવી છે. એટલે, MSMEs એ કાયદા હેઠળ આપવામાં આવેલી સુરક્ષા અને વ્યાવસાયિક સ્વાસ્થ્ય જરૂરિયાતો પર ધ્યાન આપવું જોઇએ તેમજ માનવ, યંત્રો અને સામગ્રીઓ સહિત એકંદર સ્વાસ્થ્ય અને યોગ્ય સંસાધનોને સુનિશ્ચિત કરવા માટે આવશ્યક પગલાં લેવા જોઇએ.હાલમાં, ભારતમાં ધંધાકીય સ્વાસ્થ્ય અને સુરક્ષા દેશના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. તે સિવાય, ફૈક્ટરી સલાહ સૂચન સેવા અને શ્રમ સંસ્થાન મહાનિદેશાલય (DGFASLI) નિર્માણ, બંદરો પર પદોન્નતિ, અનુસંધાન, પ્રશિક્ષણ અને સલાહ સૂચન માટે એક તકનિકી શાખા રૂપે કાર્ય કરે છે, જયારે ખાણ સુરક્ષા નિદેશાલય ખાણો પર ધ્યાન રાખે છે. બે માર્ગદર્શક OHS નીતિઓ આ પ્રમાણે છે

  • ILO સમજૂતી 155 અને 187 પર આધારિત રાષ્ટ્રીય સુરક્ષા નીતિ (20 ફેબ્રુઆરી, 2009)
  • રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન નીતિ (23 ડિસેમ્બર, 2005).

તેમ છતાં, અભ્યાસ અને અમલીકરણ માટે, જયારે પણ જરૂરી અને પ્રાસંગિક હોય, ત્યારે સુરક્ષા અને વ્યાવસાયિક સ્વાસ્થ્ય સંબંધિત ઘણાં અધિનિયમો અને નિયમો છે. ભારતના બંધારણના મુજબ, શ્રમને સહવર્તી યાદીમાં મુકવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે કેન્દ્ર અને રાજ્ય બંને કાયદાઓ રચી શકે છે

OHS માટે વિશિષ્ટ પ્રમુખ કાયદાની મુખ્ય વિશેષતાઓ અને મૂળ કાયદા નીચે જણાવવામાં આવ્યાં છે

 

કારખાનાઓનો અધિનિયમ, 1948
કારખાના ધારો 11 અધ્યાય અને 3 અનુસૂચિઓ ધરાવે છે. સ્વાસ્થ્ય અને સુરક્ષાને અનુક્રમે અધ્યાય-3 અને અધ્યાય-4માં આવરી લેવામાં આવ્યા છે. જોખમ પ્રક્રિયાઓ પરના અધ્યાય-IVAને 1984 ની ભોપાલ ગેસ આપત્તિ પછી સામેલ કરવામાં આવ્યો હતો. પ્રથમ અનુસૂચી જોખમ પ્રક્રિયાઓની યાદી પ્રદાન કરે છે જેમાં અધ્યાય-IVAના નિયમ લાગૂ થવાપાત્ર છે. કારખાના ધારાને સમયાંતરે સુધારવામાં આવ્યો છે. છેલ્લો સુધારો 2015માં કરવામાં આવ્યો, જેમાં વીજળી વગરના 20 કામદારો અને વીજળી સાથેના 40 કામદારોનો સમાવેશ કરતાં નાના પાયે કામગીરી કરતાં એકમોને બાકાત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. તેના બદલે, 2016 માં MSME માટે એક નવું બિલ, નાના કારખાનાઓ (સુવિધાઓ પૂરી પાડવી અને રોજગાર તેમજ સેવાની શરતોનું નિયમન) અધિનિયમ, 2015 ની દરખાસ્ત કરવામાં આવી છે

 

કારખાના નિયમો
કારખાના નિયમ રાજ્યો દ્વારા અધિસૂચિત કરવામાં આવે છે. આમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ ઉલ્લેખનીય છે. કેટલાંક રાજ્યોએ પાડોશી રાજ્યોના નિયમોને અપનાવ્યા છે જેમ કે હરિયાણા જે પંજાબના કારખાનાના નિયમોનું પાલન કરે છે. રાજ્ય એવા પણ ઘણાં નિયમોની અધિસૂચના આપે છે જે રાજ્યમાં સંચાલિત ઉદ્યોગોની પ્રકૃતિ, સુરક્ષા અધિકારી, કર્મચારીઓના કલ્યાણ, માતૃત્વ લાભો અને લાગૂ થવાપાત્ર ખાસ જોગવાઇઓ જેવી તકનિકી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. વ્યક્તિએ કારખાના માટે લાગુ થવાપાત્ર વિશિષ્ટ જરૂરિયાતો માટે આ નિયમોનો પરામર્શ કરવો જોઇએ

 

નિર્માણ, ભંડોળ, જોખમી રસાયણોની આયાત સંબંધી ધારો, 1989 સુધારો 2000
પર્યાવરણ સંરક્ષણ ધારા 1986 હેઠળ બનાવવામાં આવેલ આ નિયમ માત્ર એવા કારખાનાઓને લાગુ થવાપાત્ર છે જેઓ નિર્ધારિત મર્યાદા રેખા જેને પ્રારંભિક મર્યાદા તરીકે ઓળખવામાં આવી છે તે નિયત મર્યાદાથી વધુ જોખમી રસાયણોનો સંગ્રહ, સંચાલન, આયાત કરે છે. પ્રારંભિક માત્રાઓ અનુક્રમે નિયમોની અનુસૂચી 2 અને 3ના કૉલમ 3માં નિર્દિષ્ટ કરવામાં આવી છે. આ નિયમ કારખાનાઓમાં સુરક્ષા તપાસની જરૂરિયાતને પણ નિર્દિષ્ટ કરે છે. આ નિયમમાં 684 જોખમી રસાયણો નિર્દિષ્ટ કરવામાં આવ્યાં છે

 

કર્મચારી રાજ્ય વીમા ધારો, 1948
આ કલમમાં માંદગી, માતૃત્વ અને 'રોજગાર ઈજા' ની બાબતમાં કર્મચારીઓને ચોક્ક્સ લાભોની જોગવાઈ પ્રદાન કરે છે અને તેના સંબંધમાં ચોક્કસ અન્ય બાબતો માટે જોગવાઇ પૂરી પાડે છે. અધિનિયમની કલમ 52A વ્યાવસાયિક રોગોથી સંબંધિત છે. ત્રીજી અનુસૂચી વ્યાવસાયિક રોગોની એક યાદી ઉપલબ્ધ કરાવે છે

 

ઇમારત અને અન્ય નિર્માણ કામદારો (રોજગારના નિયમનો અને સેવાની શરતો) ધારો, 1996
આ ઇમારત અને અન્ય નિર્માણ કામદારોના રોજગાર અને સેવાની શરતોનું નિયંત્રણ કરતો અધિનિયમ છે અને તેમની સુરક્ષા, સ્વાસ્થ્ય અને કલ્યાણના પગલાં પૂરાં પાડે છે અને તેની સાથે જોડાયેલી અથવા પ્રાસંગિક અન્ય બાબતોથી સંબધિત છે. આ અધિનિયમ ઇમારત અથવા નિર્માણના હેતુ માટે 50 અથવા વધુ શ્રમિકોને રોજગાર આપવા માટે લાગુ થવાપાત્ર છે

આ અધિનિયમનું પ્રકરણ-7 શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા અને સ્વાસ્થ્ય પગલાઓને આવરી લે છે

 

સારાંશ
લઘુ,નાના અને માધ્યમ વર્ગના ઉદ્યોગો (MSME) થી સંબંધિત કાનૂન પરિવર્તનની અવસ્થામાં છે.તો પણ સુરક્ષા રીતોને લાગૂ કરવાનો મહત્વ અને કારખાના બધા હિતધારકોની સુરક્ષાની અવગણના કરી શકતા નથી.આ બધા સ્વાસ્થ્ય કાર્યબળ અને પ્રબંધનની ખાતરી કરવા માટે મહતવપૂર્ણ હતા,અને રહશે,તેના પરિણામસ્વરૂપ ઉધામીયો દ્વારા કરેં રોકાણ પર લાંબાસમયે રીટર્ન મળી શકશે