અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

5 સરળ ટિપ્સથી તમારા વ્યવસાયમાં અનુગામીનું આયોજન કરો

નાના/મધ્યમ ઉદ્યોગના માલિક તરીકે, તમને તમારા વ્યવસાયમાંથી અલગ મહત્વાકાંક્ષાઓ હોઈ શકે છે. વ્યવસાયમાંથી તમે નિવૃત્તિ લઈ લો પછી પણ તેનો વિકાસ થતો જ રહે તેવી કલ્પના તમે કરી શકો છો. તમે કોઈ એવી વ્યક્તિના હાથમાં તેની કમાન સોંપી શકો છો જે તદ્દન નવા વિચારો લાવવાનું વચન આપી શકે અથવા એવા અનુગામીના હાથમાં તેને સોંપો જે તમે કરેલી કલ્પનાઓને સાકાર કરી શકે

લાંબાગાળના અભિગમ અને પ્રસ્તાવિત ‘દૂરંદેશી’ વગર, તમે કદાચ વ્યવસાય વેચી પણ નાખો. જોકે, તમારી ઈચ્છા હોય કે કોઈ અનુગામી આગળનું સુકાન સંભાળે, તો પછી તમે વ્યવસાયમાં અનુગામીની નિયુક્તિનું આયોજન અગાઉથી કરી શકો છો. આમાં તમારે સૌથી પહેલા તો યોગ્ય વ્યક્તિઓને પસંદ કરવાની રહેશે અને પછી તે નવા લીડર્સને યોગ્ય માર્ગદર્શન આપવાનું રહેશે, ત્યારબાદ તેમને તમે વર્ષોના અથાગ પ્રયાસો પછી ઉભા કરેલા અને વિકસાવેલા વ્યવસાયની જવાબદારી ઉપાડવા માટે તૈયાર કરવા પડશે

આ 5 સરળ ટિપ્સ તમને તમારા વ્યવસાયમાં અનુગામીની પસંદગીમાં મદદ કરી શકે છે:

- અગાઉથી આયોજન કરો

તમે વર્ષો અગાઉથી આ દિશામાં આયોજન શરૂ કરી શકો છો અને તમારા વ્યવસાયને જોખમમાં મૂકી શકે તેવી કોઈ પણ અનઅપેક્ષિત ઘટના સામે ખૂબ સારી રીતે તૈયાર થઈ શકો છો. વહેલું આયોજન કરવાથી તમને તમારા વ્યવસાયનું મૂલ્ય મહત્તમ સ્તરે લઈ જવામાં મદદ મળી શકે છે

- લેખિત આયોજન કરો

તમારા વ્યવસાયના સેટઅપ માટે માત્ર મનમાં કલ્પના કરેલું ભવિષ્ય એ તમારા રસ્તાની મંઝીલ નથી. તમારી પાસે તમારા તરફથી એક દસ્તાવેજીકરણ તૈયાર કરેલું નક્કર આયોજન હોવું જોઈએ. તેનાથી તમે તમારા વ્યવસાયની માલિકી વેચવાનું અથવા અન્ય કોઈને ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યા પછી, તમારે શું કરવાનું છે તે તમામ બાબતોમાં ધ્યાન આપવા માટે ખૂબ જ જરૂરી ચિત્ર મળી જશે

- વાસ્તવવાદી બનો

વાસ્તવવાદી અને હાંસલ કરી શકાય તેવું આયોજન કરો. તમે જ્યારે તમારો વ્યવસાય કોઈ અનુગામીને સોંપી રહ્યા હોવ ત્યારે વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે. તમારી પછી આવનારી વ્યક્તિ ભલે ગમે તેટલી ચતુર હોય, તેમને શરૂઆતથી જ તમારી અપેક્ષા અનુસાર પરિણામ આપવા માટે તમે કહો તે અતિશયોક્તિ થઈ જશે

નવું નેતૃત્વ સંભાળનારને સંપૂર્ણ જવાબદારી ઉપાડવા અને કાર્યક્ષમ કામગીરીઓ સાથે શરૂઆત કરવા માટે થોડો સમય લાગે છે અને પોતાની તરફથી કેટલાક વધારાના પ્રયાસો કરવા પડે છે અને તમારે પણ ધીરજ રાખવી જરૂરી છે

- બદલી માટે યોગ્ય વ્યક્તિની પસંદગી

તમારા અનુગામી તમારા જ પરિવારમાંથી કોઈ વ્યક્તિ, તમારી સંસ્થામાં કોઈ કર્મચારી અથવા સંસ્થા કે પરિવાર બહારની જ કોઈ વ્યક્તિ હોઈ શકે છે. કોઈ પણ કિસ્સામાં, તમે જ્યારે તમારા વારસદાર પસંદ કરી રહ્યા હોવ ત્યારે તાર્કિક રહેવું જરૂરી છે અને જરૂર જણાય ત્યાં તમારા પર આધારિત હોય તેમને તમારી પસંદ યોગ્ય છે તેવું વાજબી ઠેરવો

સામાન્યપણે અંદરના જ કોઈ કર્મચારી કે જે વ્યવસાયની આંતરિક બાબતો સારી રીતે જાણે તેમને આદર્શ પસંદગી માનવામાં આવે છે, ત્યારે તમે અને વ્યવસાયના સીધા હિતસંબંઘીઓએ તે તર્કનું વર્ણન કરવું પડે છે

- તાલીમ અને વિકાસમાં રોકાણ કરો

તમે જ્યારે નિવૃત્તિ લો અને આવી રહેલી વ્યક્તિ માટે જગ્યા ખાલી કરો ત્યારે તમે તે/તેણીને યોગ્ય તાલીમ આપો અને અનુગામી તરીકેની જવાબદારી સોંપવાની પ્રક્રિયા એકદમ સરળતાથી પાર પડે તેની જવાબદારી તમારી પોતાની છે. તમારા સ્ત્રોતોનો તાલીમ આપવામાં ઉપયોગ કરવાથી તમારા અનુગામી જાણે તે/તેણી આ મહત્વના હોદ્દા માટે જ તૈયાર છે તેવી માનસિકતા સાથે યોગ્ય સમયમાં આરામથી પરિવર્તનની પ્રક્રિયા પૂરી કરી શકશે

વ્યવસાય સાથે હંમેશા સંકળાયેલા રહેવાતું નથી. એક સમય તો એવો આવે જ છે જ્યારે તમારે યોગ્ય ઉમેદવારને તે સોંપવો પડે છે. રિલાયન્સ મની દ્વારા આપવામાં આવતીવ્યવસાય વિસ્તરણ લોન તમને અગાઉથી જ ખૂબ સારી રીતે તૈયાર કરેલું અને અમલમાં મૂકી શકાય તેવું નિશ્ચિત આયોજન કરવામાં મદદરૂપ થઈ શકે છે