અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

શું તમે તમારી શિક્ષણ સંસ્થાનો વિસ્તાર કરવાની યોજના બનાવો છો? તમને જે જાણવાની જરૂર છે, તે અહીં છે

ભારત વૈશ્વિક શિક્ષણ ક્ષેત્રનો એક મુખ્ય ખેલાડી છે અને ખાનગી શિક્ષણ અને ટ્યુટરિંગ બજાર ઝડપથી વધી રહ્યું છે. જો તમે તમારી સંસ્થાને વિસ્તૃત કરવાની યોજના બનાવી રહ્યા છો, તો એક સારી વ્યવસાય યોજના બનાવો, ભંડોળ મેળવો, એક યોગ્ય સ્થાન શોધો, તમે જે શિક્ષણ આપો છો તેની ગુણવત્તા જાળવી રાખો અને તમારી બ્રાન્ડની માર્કેટિંગ કરો

 

ભારતમાં 1.4 મિલિયનથી વધુ સ્કૂલો છે, અને 36,000 થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો છે. તે ઉપરાંત, આ સંસ્થાઓમાં પ્રવેશ કરનારા 227 મિલિયનથી વધુ વિદ્યાર્થીઓ, વૈશ્વિક શિક્ષણ ક્ષેત્રમાં ભારતને મુખ્ય ખેલાડી બનાવે છે. વધુમાં, વૈશ્વિક ઉદ્યોગના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ખાનગી શિક્ષણ અને ટ્યુટરિંગ બજાર ઝડપથી વધી રહ્યું છે, અને તે 2022 સુધીમાં 227.2 અબજ ડોલરનો ઉદ્યોગ બની જશે. આ બજારની સંભવિતતાનો લાભ મેળવવા માટે, તમારે તમારી શૈક્ષણિક સંસ્થાને વિસ્તારવાની જરૂર પડી શકે છે

શિક્ષણ સંસ્થાનું વિસ્તરણ કરવું, એટલે તે કોઈ પણ વ્યવસાયના વિસ્તરણ કરવા જેવું જ છે, જેના માટે ઉદ્યમીશીલ વિચાર અને તમારા હેતુઓ માટે વ્યાપક દૃષ્ટિકોણની જરૂર હોય છે. તમારી દ્રષ્ટિનો ખ્યાલ મેળવવા માટે, તમારે નીચેના પગલાંઓ લેવાની જરૂર પડશે

1. એક વ્યવસાયિક યોજના બનાવો

તમે તમારી સંસ્થાને કેવી રીતે વિસ્તૃત કરવા માગો છો, તે અંગે એક યોજના બનાવો. શું તમે નવો ભવન ઉમેરશો, ફ્રેન્ચાઇઝ ખોલશો, અથવા નવા શિક્ષકોની ભરતી કરવાનું વિચારી રહ્યા છો? તમારા હેતુઓ પર આધાર રાખીને ભાવિ વિસ્તરણ માટે એક નાણાકીય યોજનાનો નકશો બનાવો અને તેમાં ખર્ચ અને સંભવિત વળતરના ઘટકોનો સમાવેશ કરો. તદુપરાંત, તમારી સ્પર્ધા/સ્પર્ધકોના મૂલ્યાંકન દ્વારા તમને કદાચ તે દિશાનો ખ્યાલ મળી શકે છે જ્યાં તમારે આગળ વધવું જોઈએ

 

2. ભંડોળ મેળવો

You may or may not have a good cash flow at the time of expansion.Reliance Money offers business expansion loans with flexible loan tenures and structured loan repayment options, making them easier to repay. Compare interest rates before you choose, and use an online EMI calculator to determine the EMIs you will have to pay

 

3. એક યોગ્ય સ્થાન શોધો

જો તમે તમારી સંસ્થાની નવી ફ્રેન્ચાઇઝ ખોલી રહ્યાં હો, તો તેનું સ્થાન સરળતાથી સુલભ હોવું જોઈએ. એટલે કે તે સ્થાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સરળતાથી શોધી શકાય તેવી જગ્યાએ હોવું જોઈએ. જો શિક્ષણ સંસ્થા નિવાસી વિસ્તારોની નજીક સ્થાન પર હોય તો તે હંમેશા લાભકારી હોય છે, કારણ કે સ્થાનિક લોકો નજીકના વિકલ્પોની શોધ કરતા હોય છે અને દૂરના સ્થાને જવાનું ટાળતા હોય છે

 

4. ગુણવત્તા સુસંગતતા

તમારી નવી ફ્રેન્ચાઇઝમાં તમે જે શિક્ષણ પૂરો પાડો છો તેની ગુણવતા બદલાવી ન જોઈએ. તેમાં તમારી બ્રાન્ડને બનાવવા અથવા બગાડી નાખવાની ક્ષમતા છે. તમારે તેવા નવા શિક્ષકો અને સ્ટાફની ભરતી કરવી જોઈએ જે તમારી સંસ્થા દ્વારા અપેક્ષિત ગુણવત્તાને જાળવી શકે છે. જો ગુણવત્તા ઘટશે, તો માતાપિતા તેમના બાળકોની ‘પ્રોગ્રેસ રિપોર્ટ’માં ફેરફાર દ્વારા તેની નોંધ લેશે. જે તમારી બ્રાન્ડ છબીને પણ બગાડી નાખશે. તેથી ગુણવત્તાની સુસંગતતાની ખાતરી કરવા માટે પગલાં લો

 

5. એક યોગ્ય માર્કેટિંગ યોજના બનાવો

માર્કેટમાં ઈન્ટરનેટના પ્રવેશ સાથે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ તેના અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે હોવાના લીધે, તમારી પાસે તમારી નવી ફ્રેન્ચાઇઝની માર્કેટિંગ કરવાના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. તે જોતાં કે તમારા લક્ષ્ય પ્રેક્ષકો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા યુઝર્સનો મોટો જૂથ છે, તો તે જાહેરાતની વિશાળ તકને રજૂ કરે છે. વધુમાં, છાપાની જાહેરાતો, રેડિયો જાહેરાતો, પોસ્ટર્સ, વગેરે, પણ લોકોને જાણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેથી, તેને તમારી માર્કેટિંગ યોજનામાં ઉમેરવાનું ભૂલશો નહીં

 

આ પગલાંઓ દ્વારા તમે તમારા વ્યવસાયને તમારી કલ્પના મુજબ માત્ર વિસ્તારી શકશો નહીં, પણ તેથી વધુ ભાવિ સફળતા માટે તમારા બ્રાંડનો પ્રચાર કરી શકશો