પ્રાઇવેસી પૉલિસી

ગોપનીયતા નીતિમાં સુધારો અને લાગુ કર્યાની તારીખ: 29 જૂન, 2018

પિયુ ગ્રાહક,

ગોપનીયતા નીતિનો હેતુ અને તેનો દાયરો

અમારી વેબસાઇટના તમામ યૂઝર્સની ગોપનીયતાનું સંરક્ષણ અને કાયદા પ્રમાણે યૂઝર્સની અંગત માહિતીને જાળવી રાખવી અને તેને દુરુપયોગ ન થવા દેવો એ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે સમજીએ છીએ કે અમારી વેબસાઇટનો ઉપયોગ કરીને તમે અમને પોતાની અંગત માહિતી આપી રહ્યા છો અને અમે તમને આશ્વાસન આપીએ છીએ કે આ માહિતીની ગંભીરતાપૂર્વક સુરક્ષા કરવાને અમે પોતાની ફરજ સમજીએ છીએ.

અમે અમારા ગ્રાહકોની ગોપનીયતાના સંરક્ષણ માટે એકદમ પ્રતિબદ્ધ છીએ અને અમે ગ્રાહકોની માહિતી ગોપનીયતાનું અને વર્લ્ડ વાઇડ વેબ મારફત તેના પ્રસારનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી અને યોગ્ય પગલાઓ ઉઠાવ્યા છે અને અમારી ગોપનીયતા પ્રતિબદ્ધતા અથવા ગ્રાહક સાથે, જો કોઈ કરાર હોય તો તેના સંદર્ભ અનુસાર ગોપનીયતા માહિતીના ખુલાસા બદલ અમને જવાબદાર ગણાવી શકાય નહીં.

ગ્રાહકોએ માહિતીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમને સહકાર આપવો જરૂરી છે અને આ વાતની ભલામણ કરવામાં આવે છે કે ગ્રાહકો પોતાની સંવેદનશીલ અંગત માહિતીની ખૂબ જ સાવધાનીપૂર્વક રક્ષા કરે તે જરૂરી છે, જેથી તેના સુધી કોઈ થર્ડ પાર્ટી કોઈપણ પ્રકારે ગેરકાયદેસર રીતે પહોંચ ન કરી શકે. ગ્રાહકોએ આ બાહેંધરી આપવાની રહેશે કે તેઓ પોતાની સંવેદનશીલ માહિતીનો કોઈની સામે પણ ખુલાસો કરશે નહીં અથવા તો સંવેદનશીલ અંગત માહિતીનો લેખિત અથવા અન્ય પ્રકારનો રેકોર્ડ નહીં રાખે જેના સુધી થર્ડ પાર્ટી પહોંચ મેળવી શકે.

ગ્રાહક કોઈપણ સંજોગોમાં, અને કોઈપણ પ્રકારે, સેવા લેવા દરમિયાન તેને પ્રાપ્ત થયેલી કંપની, તેના સહયોગીઓને લગતી કોઈપણ સંવેદનશીલ પ્રકારની માહિતી કોઈપણ વ્યક્તિને નહીં આપે. આ ફરજની પૂર્તિમાં નિષ્ફળ રહેવા પર તેને અહીં આપેલા નિયમોનો ગંભીર ભંગ મનાશે અને તેના કારણે કંપની અથવા તેના સહયોગીઓ કોઈપણ પ્રકારના નુકસાન પ્રત્યે પૂર્વગ્રહ વિના જ, ગ્રાહક જેના માટે સામાન્ય રીતે હકદાર છે, તે સેવાને રદ કરી દેશે.

આ ગોપનીયતા નીતિ, જેની રચના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (રિઝનેબલ સિક્યોરિટી પ્રેક્ટિસ એન્ડ પ્રોસિજર્સ એન્ડ સેન્સીટિવ પર્સનલ ડેટા ઓર ઇન્ફોર્મેશન) રૂલ્સ, 2011 (ઇન્ફોર્મેશન સિક્યોરિટી રૂલ્સ, 2011) અનુસાર કરવામાં આવી છે, તેમાં નીચેની બાબતો સામેલ કરવામાં આવેલી છે

 1. અમે કઈ અંગત માહિતી એકત્ર કરીએ છીએ
 2. તે હેતુઓ જેના માટે અમે તે અંગત માહિતીનો ઉપયોગ કરીએ છીએ
 3. અંગત માહિતીની અન્યો સાથે વહેંચણી

1. અમે કઈ અંગત માહિતી એકત્ર કરીએ છીએ

અમે ગ્રાહકના એકાઉન્ટ્સ વિશે, ગ્રાહકોના અમારી સાથેના સંબંધો કેટલી હદ સુધીના છે તે બાબતને ધ્યાનમાં રાખીને વિભિન્ન પ્રકારની અંગત માહિતી એકત્ર કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છે અને તેનું પ્રોસેસિગ કરીએ છીએ. અમે તમારી જે અંગત માહિતી એકઠી કરીએ છીએ તેમાં તમારું નામ, સરનામું, ઈમેઇલ એડ્રેસ, ટેલિફોન, મોબાઈલ નંબર, જન્મ તારીખ, અંગત ઓળખના પુરાવા જેવા કે પાસપોર્ટ નંબર, પરમનેન્ટ એકાઉન્ટ નંબર, ડ્રાઇવિંગ લાઇસન્સ, વ્યવસાય, સંપત્તિ અને આવક, ખાતાનું બેલેન્સ, ચુકવણીનો ઇતિહાસ, ખાતાની પ્રવૃત્તિ, ક્રેડિટ માટેની લાયકાત અને અન્ય અંગત ઓળખની માહિતી અને સંવેદનશીલ ડેટા અથવા તો માહિતી જે ઇન્ફોર્મેશન સિક્યોરિટી રૂલ્સ, 2011 અને નો યોર કસ્ટમર (કેવાયસી) નિર્દેશ, 2016 માં સમય-સમયાંતરે કરાયેલા સુધારા અનુસાર જરૂરી છે, તેનો સમાવેશ થાય છે. જોકે આ માહિતી આટલા પૂરતી જ મર્યાદિત નથી. તેના કરતા વધારે માહિતી પણ માગવામાં આવી શકે છે.

તમારા વિશેની અંગત માહિતી વિભિન્ન પ્રકારના સ્રોતથી એકત્ર કરી શકાય છે, જેમાં નીચેની બાબતો સામેલ છેઃ:

ઑનલાઇન અને ઇલેક્ટ્રોનિક ક્રિયાપ્રતિક્રિયા / અમારી કંપનીની વેબસાઇટ સહિતના સર્વે મારફત / ગ્રુપ કંપની, મોબાઈલ એપ્લીકેશન્સ,ટેક્ટ્સ મેસેજિંગ પ્રોગ્રામ્સ અથવા થર્ડ પાર્ટી સોશિયલ નેટવર્ક્સ પર એપ્લિકેશન, સહયોગીઓ અથવા બિનસહયોગી થર્ડ પાર્ટીઓ સાથેના ટ્રાન્ઝેક્શન્સ, ક્રેડિટ બ્યૂરો, રોજગાર પ્રદાતાઓ વગેરે.

સીધા માર્કેટિંગ અભિયાનો, હાર્ડ કોપી રજિસ્ટ્રેશન સહિતના ઓફલાઇન ઇન્ટરેક્શન / અરજી પત્રકો, સ્પર્ધાત્મક એન્ટ્રીઓ/ કંપનીના કૉલ સેન્ટર્સ મારફત સ્પર્ધાઓ અને કરાર મારફત અને

તમારા ઑનલાઇન ટારગેટ કન્ટેન્ટ (જેમ કે જાહેરાતો) સાથે ક્રિયાપ્રતિક્રિયા અથવા તો અમારી વતી, થર્ડ પાર્ટી વેબસાઇટ અથવા એપ્લીકેશન્સ દ્વારા તમને પૂરી પાડવામાં આવતી સેવાઓ.

2. તે હેતુઓ જેના માટે અમે તે અંગત માહિતીનો ઉપયોગ કરીએ છીએ

અમે વિભિન્ન પ્રકારના હેતુઓ માટે ગ્રાહકોની અંગત માહિતીનો ઉપયોગ અને તેને પ્રોસેસ કરીએ છીએ, જેમાં નીચેની બાબતો સામેલ છે, પણ સાથે જ તેના પુરતૂ મર્યાદિત નથીઃ:

 • પ્રોડક્ટ્સ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે;
 • વિનંતી પૂર્ણ કરવા માટે;
 • વહીવટી નોટિસ અથવા સેવાના ઉપયોગ સંબંધિત એલર્ટ્સ મોકલવા માટે;
 • ટ્રાન્ઝેક્શન્સ સુગમ બનાવવા માટે;
 • ટલીક ચોક્કસ પ્રોડક્ટ્સ અને સેવાઓની ગ્રાહકો માટે ઓળખ અને ઉપયોગિતા ચકાસવા માટે;
 • અમારા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વાતાવરણની સુરક્ષા અને સંચાલનને સુનિશ્ચિત કરવા માટે;
 • તેનો માર્કેટિંગ અને જાહેરાતના પગલાઓ માટે ઉપયોગ કરવા માટે (દા.ત. ઈમેઇલ મારફત ન્યૂઝ લેટર્સ, ઑનલાઇન જાહેરાત) ;
 • છેતરપિંડીને ઝડપી પાડવા, તેને નિવારવા અને તેની તપાસ કરવા માટે;
 • લાગુ પડતા કાયદા, નિયમો અને શરતોનું અનુપાલન કરવા માટે;
 • જાહેર જનતા, નિયામક એકમો અથવા સરકારી પ્રાધિકરણની વિનંતી પ્રત્યે પ્રતિભાવ આપવા માટે કાનૂની પ્રક્રિયાના પાલન હેતુસર;
 • ડેટા વિશ્લેષણ, ઑડિટ્સ, નવા પ્રોડક્ટ્સ અને સેવાઓનો વિકાસ કરવો અને તેમાં સુધારો કરવા જેવી આંતરિક બિઝનેસ પ્રક્રિયાઓ કરવા માટે;
 • થર્ડ પાર્ટી સેવા પ્રદાતા એકમોને આપવા, જેઓ કંપનીને સેવા પૂરી પાડે છે અને જે સમાન પ્રકારના ગોપનીયતા નિયંત્રણોથી બંધાયેલ છે;
 • વેચાણ, વિલિનિકરણ અથવા તો બિઝનેસ અથવા તેની પૈતૃક કંપની, પેટા કંપનીઓ, સહયોગીઓ અ સંબંધિત ગ્રુપ કંપનીઓના સમાન પ્રકારના પરિવર્તનના ભાગ રૂપે;
 • કંપનીના એસાઇનમેન્ટ અથવા ટ્રાન્સફર અંગેના વિષયોને લગતા ટ્રાન્ઝેક્શનના મૂલ્યાંકન માટે કંપનીના અધિકારો માટે વાસ્તવિત અથવા તો પ્રસ્તાવિત એસાઇની અથવા ટ્રાન્સફરીને સક્ષમ બનાવવા.
 • અમારા બિઝનેસના નિયમન માટે અને અમારી વેબસાઇટ અને થર્ડ પાર્ટી વેબસાઇટ્સ પર વિસ્તૃત, પર્સનલાઇઝ્ડ ઑનલાઇન અનુભવ ઑફર કરવા માટે.
 • મામ અન્ય સાંયોગિક અને જોડાયેલા હેતુઓ માટે જે સેવાની જોગવાઇઓ સાથે સંબંધિત છે.

અમે ડેટા સંરક્ષણને લગતા કાયદા અનુસાર, અને જ્યાં સુધી અમને જરૂર હોય ત્યાં સુધી તમારી અંગત માહિતીને પ્રોસેસ કરીએ છીએ.

3. અંગત માહિતીનો ખુલાસો

અંગત માહિતીને દસ્તાવેજમાં વર્ણવવામાં આવેલા કોઈપણ હેતુ કે આશય માટે બીજા સાથે વહેંચવામાં આવી શકે છે.

અમે અમારી સૂચનાઓના આધારે અને અમારી ગોપનીયતા નીતિ અને કોઈપણ અન્ય યોગ્ય ગોપનીયતા અને સુરક્ષા પગલાઓ અનુસાર અમારી પૈતૃક કંપની, પેટા કંપની, સહયોગીઓ અને સંબંધિત ગ્રુપ કંપનીઓ સાથે અંગત માહિતીને વહેંચી શકીએ છીએ. અમારી પૈતૃક કંપની, પેટા કંપનીઓ, સહયોગીઓ અને સંબંધિત ગ્રુપ કંપનીઓ અંગત માહિતીની રક્ષા કરવા માટે અને તેનો ઉપયોગ માત્ર યોગ્ય અને કાયદેસરના બિઝનેસ હેતુ માટે કરવા પ્રતિબદ્ધ છે.

અમે સેવાઓ ઉપલબ્ધ કરાવવા અથવા તો કોઈપણ સેવા સંબંધિત પ્રવૃત્તિઓ – જેવી કે ડાઇરેક્ટ માર્કેટિંગ, વ્યવસાયિક પ્રોડક્ટ્સ અને સેવાઓના વેચાણ માટે થર્ડ પાર્ટીને માહિતી ઉપલબ્ધ કરાવી શકીએ છીએ અથવા તો માહિતિનો ઉપયોગ કરી શકીએ છીએ. આ સંદર્ભમાં, ગ્રાહકની માહિતી એક કે વધારે કંપની અને તેમના પેટા કોન્ટ્રાક્ટર્સના એજન્ટ્સ અને કોન્ટ્રાક્ટર્સને માહિતી ઉપલબ્ધ કરાવવી જરૂરી હોઈ શકે છે, પણ આવા એજન્ટ્સ, કોન્ટ્રાક્ટર્સ, અને પેટા-કોન્ટ્રાક્ટર્સે કંપની પાસેથી મળેલી માહિતીનો માત્ર ચોક્કસ હેતુઓ માટે ઉપયોગ કરવા માટે સહમત થવું પડશે.

અમે સાથે જ કાયદા હેઠળ અંગત માહિતી એકઠી કરવાનો અધિકાર પ્રાપ્ત સરકારી એજન્સીઓ સાથે પણ અંગત માહિતી વહેંચી શકીએ છીએ, જેમાં ગુના નિવારણ, ગુનાને ડિટેક્ટ કરવા અને સાઇબર બનાવો સહિતના ગુનાઓની તપાસ માટે, દોષી સામે કાનૂની કાર્યવાહી અને ગુનેગારને સજા મળી શકે તે માટે, ઓળખની ખરાઇ સહિતના કાર્યો માટે સંવેદનશીલ પર્સનલ ડેટા અથવા માહિતીની વહેંચણી કરી શકીએ છીએ.

અમે માત્ર તેવા ઓથોરાઇઝ્ડ કર્મચારીને જ ગ્રાહકની માહિતી સુધી પહોંચ કરવાની છૂટ આપીએ છીએ, જે કર્મચારી ગ્રાહકની માહિતીના નિયમન અને હેન્ડલિંગ માટે યોગ્ય તાલીમ ધરાવતા હોય. તેવા કર્મચારી જેઓ અમારી ગોપનીયતા નીતિનો ભંગ કરશે તેની શિસ્તાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

અમે જ્યારે પણ સપોર્ટ સેવા પૂરી પાડવા માટે અન્ય સંગઠનોની સેવા લઈએ છીએ, ત્યારે અમે તેમની પાસે અમારી ગોપનીયતા નીતિને અનુમોદન કરવાની માગ કરવાની સાથે જ તેઓ નીતિનું પાલન કરે છે કે નહીં તેનું ઑડિટ કરવા માટે અમને મંજૂરી આપવા માટે કહીએ છીએ.

સહમતિ

તમે સેવા લો તે પહેલા અમે તમારી અંગત માહિતી લેતા પહેલા લેખિતમાં તમારી સ્પષ્ટ /ત્વરિત સહમતિ લઈશું (અને ઇલેક્ટ્રોનિક સહમતિ પણ). આ નીતિ માટે અંગત માહિતીમાં તમારી ઓળખ કરે તેવી માહિતી, જેમ કે તમારૂ નામ, જન્મતારીખ, બેંક ખાતાની વિગતો અથવા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની વિગતો, ફોન નંબર, ફેક્સ નંબર અથવા ઈમેઇલ એડ્રેસ વગેરેની માહિતી સામેલ છે. અને તેમાં લિંગ, પરિણિત છો કે અપરિણિત, તેની માહિતી, રહેઠાણનું શહેર વગેરે માહિતી પણ સામેલ છે. ઉપલબ્ધ કરાવવામાં આવેલી તમામ અંગત માહિતી જ્યાં છો ત્યાના આધારે રહેશે અને કંપની તમે પૂરી પાડેલી અંગત માહિતીની પ્રામાણિકતા કે ખરાઈ માટે જવાબદાર રહેશે નહીં.

સેવામાં સેવા અને સુવિધાઓની તમામ જોગવાઇઓ અને અને સંબંધિત પ્રવૃત્તિઓ જે કંપનીના ગ્રાહક તરીકે પ્રોડક્ટ્સ અને સેવાઓ ઑફર કરાવાના ભાગરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

માહિતીની સમીક્ષા/એકાઉન્ટ ડિએક્ટિવેશન/માહિતીને દૂર કરવી

જો ગ્રાહક અમારી સાથે રજિસ્ટ્રેશન કરાવતી વખતે તેણે આપેલી માહિતીની કોઈપણ સમયે સમીક્ષા કરવા માગતો હોય અથવા તો તેના બાદ તમે તેમ કરવા માગતા હો તો, તમે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરીને તે માહિતીને સુધારીને તેમ કરી શકો છો. અને તમે અમને [rcfl.nodalofficer@relianceada.com] પર ઈમેઇલ કરી શકો છો.

અમે તમામ યુઝરોને એકાઉન્ટ સ્થાપિત કર્યા બાદ, અમારા તરફથી માર્કેટિંગ અને પ્રમોશનલ સંબંધિત કમ્યુનિકેશન મેળવવાથી બાકાત રહેવાની તક આપીએ છીએ. તમામ યુઝરોને તેમના યૂઝર એકાઉન્ટ રદ કરવાનો અને અમારી સેવાને ચાલુ રાખવાની તેમની અનિચ્છા અમારા ધ્યાનમાં લાવવાનો વિકલ્પ આપીએ છીએ. જો આ સાઇટ પર તમારો કોઈ અન્ય પ્રશ્ન હોય અથવા જો તમને કોઈ માહિતીની કે સ્પષ્ટિકરણની જરૂર હોય તો, કૃપા કરીને અમને rcfl.nodalofficer@relianceada.com પર ઈમેઇલ કરો.

કૂકીઝનો ઉપયોગ

અમારા વેબ પેજના ફ્લોની સમીક્ષામાં મદદ માટે, પ્રોત્સાહક અસરકારકતાના માપન માટે અને વિશ્વાસ અને સુરક્ષાને પ્રોત્સાહિત કરવા માટે અમે અમારી સાઇટના કેટલાક ચોક્કસ પેજ પર કૂકીઝ જેવા ડેટા કલેક્શન ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ. કૂકીઝ એ તમારી હાર્ડ ડ્રાઇવ્સમાં રહેલી નાની ફાઇલો છે જે અમને અમારી સેવા પૂરી પાડવામાં સહાયતા કરે છે. અમે કેટલીક વિશેષતાઓ પૂરી પાડીએ છીએ, જે માત્ર કૂકીના ઉપયોગ થકી જ ઉપલબ્ધ થાય છે. કૂકી સ્વયં તમને ઓળખતી નથી, પણ તે તમારા કમ્પ્યુટર, કમ્પ્યુટરના રિસોર્સ અને કમ્પ્યુટર સોર્સ સાથે જોડાયેલા ઉપકરણોને ઓળખે છે. અને તેમાં મોબાઈલ ફોન પણ સામેલ છે. સામાન્ય રીતે, કૂકીઝ કમ્પ્યુટરને એક યુનિક નંબર આપીને કામ કરે છે, જે નંબરનો એસાઇનિંગ સાઇટની બહાર કોઈ અર્થ હોતો નથી. તમને સાથે જ આ વાતે પણ જાણકાર બનાવાય છે કે કંપની કૂકીઝના ઉપયોગ અથવા તો કંપનીની વેબસાઇટ પર જાહેરાતકર્તાઓ અથવા તો ડેટા હોસ્ટિંગ કરતી થર્ડ પાર્ટીઓને નિંયંત્રણમાં કરી શકતી નથી. જો તમે કૂકીઝ મારફત માહિતીનો સંગ્રહ ન થવા દેવા માગતા હો તો, તમે બ્રાઉઝરમાં જઈને સેટિંગ્સને બદલી શકો છો, જે તમને કૂકીઝ સુવિધાને તમારા વિવેક અનુસાર અને તમે સહમત થાવ તે પ્રમાણે, નકારવા કે સ્વીકારવાની છૂટ આપે છે.

વેબસાઇટમાં પ્રવેશ માટે મોબાઈલ એપ્લિકેશન્સનો (APP) ઉપયોગ

કોઈપણ APP મારફત સુવિધા/પ્રોડક્ટ્સ/સેવાઓનો ઉપયોગ કરવામાં આવે તેવી સ્થિતિમાં એપના ઉપયોગના નિયમન સંબંધિત વધારાના નિયમો અને શરતો લાગુ પડશે, જેમાં અંગત માહિતી એકઠી કરવી અને તેનો ખુલાસો કરવાની બાબત લાગુ પડશે અને તેને આ ગોપનીયતા નીતિની સાથે વાંચવાની રહેશે.

થર્ડ પાર્ટી સેવાઓ

અમારી કંપની અથવા કોઈપણ થર્ડ પાર્ટી એકમ ઘણીવાર થર્ડ પાર્ટીને પોતાની વેબસાઇટ મારફત સબસ્ક્રિપ્શન અને/અથવા રજિસ્ટ્રેશન આધારિત સેવાઓ ઑફર કરવા માટે મંજૂરી આપે છે. અમારી કંપની આવી થર્ડ પાર્ટીઓની કોઈપણ પ્રવૃત્તિ અથવા નીતિઓ માટે જવાબદાર નથી અને તમે જ્યારે પોતાની ઓળખ થાય તેવી અંગત માહિતી આવી પાર્ટીઓને પૂરી પાડતા હો, ત્યારે તમારે તેની ચકાસણી કરવી જોઇએ. વધુમાં, જો ઉક્ત થર્ડ પાર્ટીઓ, જેને તેની સાઇટ પર સબસ્ક્રિપ્શન અથવા સેવાઓ ઑફર કરવાની મંજૂરી અપાયેલી હોય, તેણે જાહેર રેલા ફાયદા ન અપાય તો તેના માટે કંપની જવાબદાર નહીં રહે.

અંગત માહિતી જાળવી રાખવી

અમારી કંપની અથવા કોઈપણ થર્ડ પાર્ટી સેવા એકમો, અંગત માહિતિને જે હેતુ માટે માગવામાં આવી છે, તે હેતુ સિવાય અથવા તો અમલમાં રહેલા કાયદા પ્રમાણે અથવા તો ડેટા રિટેન્શન નીતિ અનુસાર તે માહિતીને લાંબા સમય સુધી પોતાની પાસે જાળવી રાખી ન શકે. એકત્ર કરાયેલી અંગત માહિતીનો ઉપયોગ માત્ર તે હેતુ માટે જ કરાશે જેના માટે તેને એકઠી કરાઇ છે અને જે રીતે તેના ઉપયોગ માટે તમે સહમત થયા છો. જોકે, આ અંગત માહિતી ત્યાં સુધી સર્વરમાં રહેશે,જ્યાં સુધી તેને કાયમી રીતે ડીલીટ ન કરી દેવામાં આવે.

અન્ય સાઇટ્સ સાથે લિંન્ક

અમારી વેબસાઇટ્સ વર્લ્ડ વાઇડ વેબ પર અન્ય વેબસાઇટ્સ સાથે લિન્ક છે. આ વેબસાઇટ્સની ગોપનીયતા નીતિ અમારા નિયંત્રણમાં નથી. એક વાર તમે અમારું સર્વર છોડી દો, તે બાદ તમે પૂરી પાડો તેવી કોઈપણ માહિતીનો ઉપયોગ તમે જે સાઇટની મુલાકાત લો છો, તેના ઓપરેટરની ગોપનીયતા નીતિ મારફત નિયમિત થશે. વધારાની માહિતી માટે તમે તેમની ગોપનીયતા નીતિ વાંચો તેની સલાહ અપાય છે.

યોગ્ય સુરક્ષા પ્રક્રિયા

તમારી અંગત માહિતીનું આઇટી વાતાવરણમાં પ્રોસેસિંગ થાય અને તેને ગેરકાયદેસર પહોંચ, દુરુપયોગ, લોસ અને/અથવા વિનાસ, લાગુ પડતી કાનૂની અને નિયામક જરૂરિયાતોને ધ્યાનમાં લેવા જેવી બાબતો સહિત તેને સંરક્ષણ મળી રહે તે માટે અમે યોગ્ય ટેક્નીકલ અને સંગઠનાત્મક સુરક્ષા પગલા ભરીએ છીએ.

ફિઝિકલ અને ઇલેક્ટ્રોનિક પ્રોસેસ-સ્પેસિફિક સુરક્ષા પગલા લઇએ છીએ. અમારા કર્મચારીઓ અ સેવા પ્રદાતાઓ, જેમને અમે કામે રાખ્યા છે તેઓ અમારી વ્યવસાયિક ગુપ્તતા સાથે બંધાયેલા છે અને તેમણે તમામ ડેટા પ્રોટેક્શન જોગવાઇઓનું પાલન કરવાનું રહેશે.

આઈપી એડ્રેસ બ્લોક કરવા

કંપની પોતાના સર્વરમાં થયેલી કોઈપણ સમસ્યાના નિદાન માટે અને કંપનીને લાગે કે અમુક એડ્રેસ તેની વેબસાઇટનો અયોગ્ય રીતે ઉપયોગ કરે છે, તો તેવા કેટલાક એડ્રેસને બ્લોક કરવા સહિત વેબસાઇટને એડમિનિસ્ટર કરવા માટે કંપની ઇન્ટરનેટ પ્રોટોકૉલ (આઈપી) એડ્રેસની મદદનો ઉપયોગ કરે છે. આઈપી એડ્રેસનો ઉપયોગ વ્યાપક ડેમોગ્રાફિક માહિતી જેવી કે, બ્રાઉઝરનો પ્રકાર, વિઝિટરનો દેશ, વિઝિટિંગ ફ્રિક્વન્સી, ઓપરેટિંગ સિસ્ટમ વગેરે એકત્ર કરવા માટે કરાય છે.

પરિવર્તન માટેની નોટિસ

કૃપા કરીને નોંધ કરશો અમે આ ગોપનીયતા નીતિમાં સમય-સમયાંતરે પરિવર્તન કરી શકીએ છીએ. લાગુ પડતું વર્ઝન હંમેશા ચાલુ વર્ઝન હોય છે, જેમ ઉપર નિર્દિષ્ટ છે. (નીતિમાં સુધારો અને તેના લાગુ થવાની તારીખ).

પ્રશ્નો /સંપર્ક

જો તમને તમારી અંગત માહિતીના પ્રોસેસિંગ અંગે કોઈ પ્રશ્ન હોય તો, કૃપા કરીને નીચેનાનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો

સંપર્ક ફોર્મ

પસંદ કરો:

તમામ માહિતી આપવી ફરજિયાત છે

 • નામ
 • ઇમેઇલ આઇડી:
 • સંબંધનો પ્રકાર:

હું ADA ગ્રુપની હસ્તક રહેલી કોઈપણ /તમામ કંપનીઓ/સહયોગીઓ/પેટા કંપનીઓ/જોડાયેલી કંપનીઓ પાસેથી કોઈપણ માર્કેટિંગ ઑફર માટે મારો સંપર્ક કરાય તેમ નથી ઇચ્છતો. જોકે, હું સમજું છું કે મારી વર્તમાન પ્રોડક્ટ પર અપડેટ કરાયેલ તમામ સુવિધા અને ફાયદા, એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ, સેવા અને ઓપરેશનલ એલર્ટ્સ અને અન્ય કમ્યુનિકેશન, અને બાકી રહેલી/ચુકવવા પાત્ર રકમ સંબંધિત કમ્યુનિકેશન/કોન્ટેક્ટ અથવા મારા એકાઉન્ટને લગતા અન્ય તમામ મહત્ત્વની બાબતોની માહિતી મને મળતી રહેશે.

મુખ્ય નોડલ અધિકારી : સચિન બોરા

સંવેદનશીલ અંગત ડેટાની વિનંતી અથવા સંવેદનશીલ અંગત ડેટામાં સુધારાની વિનંતી અથવા તો નીતિ અને પ્રેક્ટિસ અંગે માહિતી અને જે ડેટા રાખવામાં આવ્યો છે તેની માહિતી માટેની વિનંતી નીચેના સરનામે મોકલવાની રહેશે :

  rcfl.nodalofficer@relianceada.com.