અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

શ્રીમતી નીતુ ગોયલ

સિનિયર મેનેજર, ફાઉન્ડેશન ફોર એમએસએમઈ કલસ્ટર

નવપ્રયોગ નો અર્થ એવી નવી શોધ જે નફા, ટર્નઓવર, જ્ઞાન ના ઉપલક્ષમાં જે તે વેપાર ધંધાના એકમની મૂલ્યવૃદ્ધિ કરતી હોય તેવો છે. નવપ્રયોગ એટલે કે ઇનોવેશન ની વ્યાખ્યા સૌપ્રથમ શુમપિટર દ્વારા 1920 ના દશકના અંત ભાગમાં કરવામાં આવી હતી. (હેન્સન એન્ડ વેકોનેન, 1997), જેમણે આ વ્યાખ્યા દ્વારા નવીનતાના પાસા ઉપર ભાર મુક્યો હતો, જેને સંક્ષેપમાં કોઈ નિશ્ચિત કાર્ય અલગ રીતે કરવાની રીત તરીકે દર્શાવી શકાય. અવારનવાર શૈક્ષણિક સાહિત્યમાં નવપ્રયોગ (ઇનોવેશન) ની વ્યાખ્યા નવા વિચારો, અમલમાં મુકાયેલા સુધારા અને તેની લાભપ્રદ પરિણામોમાં તબદીલી તરીકે કરવામાં આવે છે(bessant & tidd, 2011)

નવપ્રયોગના પ્રકાર વિશે વિવિધ દ્રષ્ટિકોણથી ચર્ચા કરી શકાય:

 • પ્રકાર 1: આખરી ઉત્પાદ / પ્રોડક્ટ - આ રીતે પ્રોડક્ટ, પ્રક્રિયા અથવા વેપારના મોડલ અથવા પદ્ધતિ માં નવપ્રયોગ કરી શકાય
 • પ્રકાર 2: નવપ્રયોગ કરવા માટેની પદ્ધતિ:
  • INSIDE OUT (IO): નવો ઉકેલ કે સુધારો અમલમાં લાવી ઉત્પાદને બજારમાં મુકો
  • OUTSIDE IN (OI) : આ પદ્ધતિ હેઠળ ગ્રાહકની જરૂરિયાતનું આંકલન કરીને અથવા ગ્રાહકને સામેલ કરીને ક્રિયામાં શરૂઆત કરી શકાય અને ત્યારબાદ તેનો ઉકેલ શોધી શકાય IO એટલે કે અંદરથીજ ઉકેલ શોધવાની પદ્ધતિ આધારિત પ્રક્રિયા છે જયારે OI એટલે કે બહારના વ્યક્તિઓની મદદથી ઉકેલ શોધવાની પદ્ધતિ આધારિત પ્રક્રિયા છે
 • પ્રકાર 3: કાર્યસિદ્ધિનું સ્તર - મામૂલી સુધારો, વિક્ષેપક
 

નાની કંપનીઓને, તેમના નાણાકીય સાધનો અને ટેક્નિકલ ક્ષમતાઓ મર્યાદિત હોવાના કારણે તેમના ઉત્પાદોને અલગ તારવવામાં તેમજ તેમના વેપાર ધંધાના મોડલમાં પરિવર્તન લાવવામાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે

 

એમએસએમઈ (MSME) એકમોમાં નવપ્રયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ થી TANSTIA FNF SERVICE CENTRE ટેન્સ્ટીયા એફએનએફ સર્વિસ સેન્ટર દ્વારા ફ્રેન્કફર્ટ સ્કૂલ ઑફ ફાઇનાન્સ એન્ડ મેનેજમેન્ટ ના સહયોગથી તેમજ જર્મનીના કેન્દ્રીય આર્થિક સહકાર અને વિકાસ મંત્રાલય દ્વારા મળેલ નાણાકીય સહાયથી નવપ્રયોગ વાઉચર કાર્યક્રમ (Innovation voucher program (IVP)યોજનાનો અમલ DEG મારફત કરવામાં આવ્યો હતો.ટીએફએસસીની ભૂમિકા માર્કેટિંગના કાર્યક્રમો મારફતે નવપ્રયોગો વિષે વિગતવાર ચર્ચા કરીને નવપ્રયોગ કરતા ઔદ્યોગિક અને વેપારી સાહસિકોની ઓળખ કરવાની તેમજ આવા સાહસિકોને નવપ્રયોગ વિષે કાયદાકીય / ટેક્નિકલ વિગતો આપવાની છે. આ ઉપરાંત, આવા સાહસિકો સાથે કામ કરવા માટે યોગ્ય સંશોધન અને વિકાસ (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) સહયોગી / ભાગીદારની ઓળખ કરવી અને સમગ્ર પ્રક્રિયામાં પ્રોટોટાઇપ એટલે કે નમૂનારૂપ પ્રોડક્ટનો વિકાસ કરે ત્યાં સુધી માર્ગદર્શન આપવાની ભૂમિકા છે

આ કાર્યક્રમના ઉદ્દેશો નીચે મુજબ હતા

 • એમએસએમઈની (MSME) ની નવપ્રયોગ કરવાની ક્ષમતા અને અમલમાં મુકવાની ઝડપને પ્રોત્સાહન આપવું
 • રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થાઓ પાસેથી સલાહકારી સેવાઓ મેળવી શકે તે હેતુથી તેમને સહાય કરવી
 • એમએસએમઈ અને R & D સંસ્થાઓ વચ્ચેના સમન્વયને મજબૂત બનાવવો

કાર્યક્રમના ઉદ્દેશો

 • નવી / સુધારેલી વસ્તુઓ અથવા સેવાઓ બજારમાં મુકવી
 • નવી અથવા સુધારેલી કામકાજની પ્રક્રિયાઓનો અમલ કરવો અને / અથવા
 • બજારમાં તેમના હિસ્સામાં વધારો કરવા, તેમની સ્પર્ધાત્મક ક્ષમતામાં અને ગુણવતામાં સુધારો કરવો અને આ સાથેજ તેમના ખર્ચમાં ઘટાડો કરવો.
 

નવપ્રયોગ વાઉચર કાર્યક્રમ વિશે

નવપ્રયોગ વાઉચર કાર્યક્રમ દ્વારા એમએસએમઈ એકમોની નવપ્રયોગ કરવાની ક્ષમતા વધારવા માટે માગ આધારિત અને બિન-સરકારી ધોરણે આપવામાં આવતી એક પ્રકારની સબસીડી છે, જે કાર્યક્ષમ અને અસરકારક પણ છે.ઉદ્યોગમાં નવપ્રયોગ કરતા સાહસિકો નવપ્રયોગ / ટેક્નોલોજી નિષ્ણાતોની સેવા મેળવવા માટે થતા ખર્ચમાં તેમના દ્વારા થતા ખર્ચ સામે અંશતઃ મદદ રૂપે આવા વાઉચરોનો ઉપયોગ કરી શકે છે. તેમજ આવા વાઉચરોનો ઉપયોગ નમૂનારૂપ ઉત્પાદ બનાવવા માટે તેમજ મટીરીયલ ટેસ્ટિંગ માટે R & D સંસ્થાઓની સેવા માં થતા ખર્ચમાં અંશતઃ મદદ રૂપે પણ તેનો ઉપયોગ કરી શકે છે

 

નવપ્રયોગ- નવા ઉત્પાદોની પ્રક્રિયાઓ, અથવા સેવાઓને તૈયાર કરવા, તેનો વિકાસ કરવા, અને તેમનો અમલ કરવામાં, અથવા હાલના ઉત્પાદો, પ્રક્રિયાઓ અથવા સેવામોમાં સુધારો કરવા માટે વાઉચરો મારફતે સહાય આપવામાં આવે છે. આ વાઉચરો અંશતઃ ફાઇનાન્સ આપવાના ઉદ્દેશથી 50% સહાય લેખે નીચે જણાવેલી સેવાઓ માટે આપવામાં આવે છે

 • નવપ્રયોગ ક્ષમતા એનાલિસિસ (વાઉચર - એ )
 • નવપ્રયોગ પ્રક્રિયા વિશે ઊંડા સલાહ સૂચન (વાઉચર બી1)
 • પ્રોજેક્ટ મેનેજમેન્ટ / યોજનાઓનું સંચાલન - વાઉચર બી-2)
 • નમૂના રૂપ ઉત્પાદોનું વિકાસ (વાઉચર સી)
 

એમએસએમઈ એકમનો અભ્યાસ (કેસ સ્ટડી)

મેં. મુકતા ફાઉન્ડેશન્સ પ્રાઇવેટ લિમિટેડ

નવપ્રયોગ: મચ્છરોનું નાશ કરતું ઉપકરણ

 

મચ્છરોના નાશ માટે સાધનો બનાવવામાં સંકળાયેલા મોટા એકમો જંતુનાશક આધારિત રસાયણો વાપરે છે જેનાથી મચ્છરો પાછા ધકેલાય છે પરંતુ તેનાથી મચ્છરો મરતા નથી. જો પ્રવાહી રસાયણ વધુ સમય માટે વપરાય તો તેના કારણે એલર્જી, માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ ઉભી થાય છે. મુકતા ફાઉન્ડેશન દ્વારા વિકસિત મશીન બધાજ મચ્છરોને પોતાની તરફ આકર્ષે છે અને શોષવા અને નિર્જલીકરણ ની પદ્ધતિથી તેમને મારી નાખે છે. આમ લોહીના છાંટા પણ ઉડતા નથી. મુકતા ફાઉન્ડેશન દ્વારા વાપરવામાં આવતું રસાયણ મનુષ્યો માટે જરા પણ હાનિકારક નથી અને તે માત્ર મચ્છરો ઉપર જ હુમલો કરે છે. વધુમાં, આ ઉપકરણ આશરે 8 કલાકના સમય માટે બેટરી બેક અપ ધરાવે છે જે અન્ય કોઈ ઉપકરણોમાં ઉપલબ્ધ નથી. આ મશીનમાં વપરાયેલ ટાઇટેનિયમ ઓક્સાઇડનુ વિશિષ્ટ પ્રકારનું કોટિંગ બેક્ટેરિયા અને ફંગલ ને દૂર કરીને ઓરડાની હવાને સ્વચ્છ બનાવે છે

ભારતીય બજારમાં નોંધપાત્ર હિસ્સો કબ્જે કરવા માટે આ મશીનની કિંમત તેના હરીફ ઉત્પાદો કરતાં 10% ઓછી રાખવામાં આવી છે તેમજ તેમાં વપરાતું પ્રવાહી હરીફોની કિંમત કરતા 30% ઓછી કિંમતે આપવામાં આવે છે

કંપનીએ આ કાર્યક્રમ હેઠળ નીચે જણાવેલ ત્રણ અલગ અલગ વાઉચરોનો ઉપયોગ કર્યો હતો

 • વાઉચર એ - વેપારની ક્ષમતાનો એનાલિસિસ રિપોર્ટ
 • વાઉચર બી - ડિઝાઇન
 • વાઉચર સી - નમૂનો બનાવવો

આ સાહસિકને તેમનો માલ ઓનલાઇન માર્કેટિંગથી વેચવા માટે ઈ-કોમર્સ વિશે પણ તાલીમ આપવામાં આવી હતી