અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

MSMEsના ઝીરો ડીફેક્ટ ઝીરો ઈફેક્ટ (ZED)ક્લસ્ટરને પ્રોત્સાહન: એક CII મોડેલ

શ્રી ચંદ્રજિત બેનર્જી, ડિરેક્ટર જનરલ, CII

 

CIIક્લસ્ટર ચળવળનો 1998 થી અનન્ય રીતે વિકાસ થયો છે, જે ભારતીય ઉત્પાદન સ્પર્ધાત્મકતા પર નોંધપાત્ર અને સકારાત્મક અસર કરે છે. આજે આશરે 3000 કંપનીઓ ભારતના 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં એન્જીનિયરિંગ, ઓટોમોબાઇલ, ટેક્સટાઇલ, સાયકલ ભાગો, એફએમસીજી અને 20+ સંબંધિત ક્ષેત્રોમાં અસર કરી છે

 

CIIમાં ક્લસ્ટર પ્રવૃત્તિ એક વૈજ્ઞાનિક પ્રક્રિયાને અનુસરે છે જે સમાન લક્ષ્ય ધરાવતી 6-12 કંપનીઓના એક જૂથને 12 થી 24 મહિનામાં એકસાથે લઈ આવે છે. સામાન્ય રીતે આ એવી કંપનીઓ દ્વારા કરવામાં આવતી સ્વૈચ્છિક પહેલ છે જેનાં માલિકો/ સીઈઓ લાંબા ગાળાના સુધાર ધ્યાન કેન્દ્રણ પ્રત્યે પ્રતિબદ્ધ છે. ક્લસ્ટરનો સિદ્ધાંત સાથે મળીને કાર્ય કરવાનો, સાથે મળીને શીખવાનો અને સાથે મળીને સુધરવાનો છે. ક્લસ્ટરની શરૂઆત ઑટો કમ્પોનન્ટ ક્ષેત્રમાં 1998 માં થઈ હતી અને તેઓ કંપની જે “હેતુ” માટે કારોબારમાં છે તેના માટે “ચોક્કસતા” પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે પ્રો. ત્સ્યુડા દ્વારા નિર્ધારિત રોડમૅપને અનુસરે છે. જ્યારે કંપનીઓએ ચોક્કસતાના અમલીકરણ માટે પોતાને લાગુ કરી – ત્યારે તેણે તેમને કેવી રીતે વિચારવું અને સ્પર્ધાત્મક બનવા માટે તેમના પોતાના માર્ગની રચના કરવી તે શીખવ્યું. મોટાભાગની કંપનીઓ કે જેમણે ચોક્કસતાની આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો તેઓ આજે ભારતમાં સૌથી મોટા ઑટો કમ્પોનન્ટ ઉત્પાદકોમાંની એક છે અને તેમાંથી ઘણી બધીને ઑટોમોબાઇલ ઉદ્યોગના શ્રેષ્ઠ આપૂર્તિકારોમાંથી કેટલાક તરીકે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે. મારૂતિ સપ્લાયર્સ સાથેની ભાગીદારીમાં CIIદ્વારા 1998માં રચવામાં આવેલ પ્રથમ ક્લસ્ટરથી લઈને સૌથી તાજેતરના ઝીરો ઈફેક્ટ અને ઝીરો ડીફેક્ટ (ZED) ક્લસ્ટર સુધી, એક મહત્વનો અપરિવર્તનીય સિદ્ધાંત એ રહ્યો છે કે તમામ કંપનીઓને ફાયદો થવો જરૂરી છે

 

2000 થી કુશળ CIIપરામર્શકારો દ્વારા, પ્રથમ ક્લસ્ટરથી શીખવાની પદ્ધતિઓને વધુ સરળ રીતે અમલીકૃત યોગ્ય રોડમૅપમાં તબદીલ કરવામાં આવી છે. CII એ મૂળભૂત, વિકસિત અને હમણાં તાજેતરમાં ઝીરો ડીફેક્ટ અને ઝીરો ઈફેક્ટ (ZED) ક્લસ્ટર્સ માટે કંપનીઓના મૂલ્યાંકન પર આધારિત માલિકીના રોડમૅપ્સ વિકસિત કર્યાં છે. પ્રથમ ZEDક્લસ્ટર ત્રણ બિન-ઑટો કમ્પોનન્ટ કંપનીઓ અને પાંચ ઑટો કમ્પોનેન્ટ ક્ષેત્રમાંથી ધરાવે છે

 

ZEDક્લસ્ટરની રચના ઑક્ટોબર 2015માં CIIદ્વારા કરવામાં આવી હતી જ્યારે કંપનીઓ કે જે ઝીરો ડીફેક્ટ ઍન્ડ ઝીરો ઈફેક્ટ તરફ જવાની કારોબારી જરૂરિયાત ધરાવતી હતી, ભેગી મળી હતી. આની પ્રેરણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા દિવસ પર આપવામાં આવેલ સંબોધનમાંથી મળી હતી, જેમાં તેમણે મેક ઇન ઇંડિયા અને ZED (ઝીરો ડીફેક્ટ ઍન્ડ ઝીરો ઈફેક્ટ)ની સિદ્ધિને પ્રોત્સાહિત કરી હતી. પ્રોડક્ટ રિકૉલ ખાસ કરીને ઑટોમોટિવ ઉદ્યોગમાં, નોંધપાત્ર રીતે ઉપર ગયા છે, જે ZEDને એક કારોબારી જરૂરિયાત બનાવે છે. OEMsસર્વસામાન્ય રીતે બજારની વધઘટને આપૂર્તિકારો પર લઈ જવા માંગે છે અને નીચી કિંમતો પર ઝીરો ડીફેક્ટની માંગ કરે છે

 

ઝીરો ડીફેક્ટ ઍન્ડ ઝીરો ઈફેક્ટને ટેક્નોલૉજી આધારિત સુધારાઓની જરૂર છે. આ સુધારાઓને કંપની માટે તૈયાર કરવામાં આવે છે અને ક્લસ્ટરના સમયગાળામાં રોકાણની વસૂલી માટે યોજના સાથે વિકસિત કરવામાં આવે છે

 

ઍન્જિનીયરિંગ ક્લસ્ટર્સ ઘણી સમાન પ્રક્રિયા ધરાવે છે જ્યાં હસ્તક્ષેપો જુના અથવા આઉટડેટેડ ઉત્પાદન પ્લાન્ટ્સને નેક્સ્ટ જનરેશન પ્લાન્ટ્સમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેનો આશય હાલની ઉત્પાદન પ્રક્રિયાઓને બધી જ બિન-મૂલ્ય વર્ધિત (કચરાને દૂર કરવાની) પ્રવૃત્તિઓને દૂર કરતી વખતે સરળ બનાવવા માટે પુન:ગઠિત કરવાનો હોય છે. આમાં આધુનિક સાધનીકરણ મારફત કેટલીક પ્રક્રિયાઓને બદલવાની બાબત, હરિત ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રણ, સુરક્ષા પર ધ્યાન કેન્દ્રણ સાથે ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારનો સમાવેશ થઈ શકે છે. આ કારખાનાને બધી જ રીતે એક લીન કારખાનું બનાવે છે. કોઇપણ બિનજરૂરી સંભાગો સાથેના બિન-કાર્યક્ષમ યંત્રો પણ સરળ બનાવાય છે અને લીન મશીન્સમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ યંત્રો ખૂબ ઓછાં સંસાધનોનો ઉપયોગ કરે છે, અને એવાં સાધનો ધરાવે છે જે જરૂરી ઉત્પાદકતા, સલામતી અને ગુણવત્તા પૂરી પાડે છે. અન્ય એક મહત્વ્નો વિસ્તાર ટૂલિંગ અને સામગ્રી સંચાલન લૉજીસ્ટિક્સ છે. હેન્ડલિંગ ડીફેક્ટ્સને આ પ્રક્રિયા દ્વારા શૂન્ય સુધી ઘટાડી શકાય છે. કર્મચારી ખર્ચ દીઠ મૂલ્ય વર્ધિત જેવા સૂચકાંકો હવે ગુણવત્તા, ઉત્પાદકતા અને સલામતી સિવાયના ઉદ્યોગ પ્રકાર માટે વિશ્વમાં શ્રેષ્ઠની સાથે તુલનાત્મક છે

 

ઍન્જિનીયરિંગ ક્લસ્ટરમાંથી પ્રાપ્ત થતાં લાભો, જે રીતે તે ટેક્નોલૉજી હસ્તક્ષેપો આધારિત સુધારાઓ તરફ લક્ષિત છે અને તદનુસાર રૂપરેખાઓને બદલે છે, ખૂબ ઉચ્ચ છે. આ જ્ગ્યાઓના વધુ સારા વપરાશ, ગુણવત્તા, ઉત્પાદકતા અને કાર્યસ્થળ પરની સુરક્ષામાં ઉછાળામાં પરિણમે છે. ઍન્જિનીયરિંગ ક્લસ્ટર કંપનીઓ નમૂના રેખામાં બે-વર્ષની કાર્યરેખામાં સાથે મળીને કામ કરે છે. એક વખત કંપની આનો નમૂના રેખામાં અમલ કરે તો તેઓ તેમની પોતાની ટીમ દ્વારા અમલમાં મૂકીને સમગ્ર પ્લાંટમાં આ કરી શકે છે. આ ક્લસ્ટર પ્રવૃત્તિ વૈશ્વિક સ્પર્ધાત્મક ઉત્પાદકમાં રૂપાંતરિત થવા માંગતી કંપનીમાં અંતર્ગત સ્પર્ધાત્મકતાનું નિર્માણ કરે છે

 

CIIઅવન્થા સેન્ટર ફોર કમ્પીટિટિવનેસ ફોર SMEsખાતે, અમે ક્લસ્ટરની ચળવળ અને પ્રક્રિયામાં વિશ્વાસ ધરાવીએ છીએ. અમે જાપાનીઝ વિશેષજ્ઞ પ્રો. ત્સુડાને યાદ કરીએ છીએ, જેઓએ, 1998-200 સુધીCIIઅને ભારતને પ્રથમ વખત ક્લસ્ટર પ્રક્રિયા શીખવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં હોવાના કારણે આપણે હજુ પણ સંયુક્ત પરિવારની વ્યવસ્થા ધરાવીએ છીએ, જ્યાં 10-12 સભ્યોનો વિસ્તારિત પરિવાર સામાજિક સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવા માટે અને વિવાદના ઉકેલ દરમિયાન એકબીજાને આધાર પૂરો પાડે છે, પરિવારના વડાના મંતવ્યને આદર આપવામાં આવે છે. તેમના મત પ્રમાણે આ એક કારણ છે જેના લીધે ક્લસ્ટર અભિગમ ભારતમાં સફળ રહ્યો છે