અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

તમારા હોટેલ વ્યવસાય માટે સમજદારીભરી માર્કેટિંગ વ્યૂહરચના

હોટેલ ઉદ્યોગ અત્યંત સ્પર્ધાત્મક છે, જેમાં કેટલીક હોટેલ્સ સંભવિત ગ્રાહકોને આકર્ષવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે. તમે નવી બ્રાન્ડ ઓળખ સાથે તમારો વ્યવસાય શરૂ કરી રહ્યા હોવ અથવા ફરી લોન્ચ કરી રહ્યા હોવ કે પછી, વધુ બુકિંગ મેળવવા માંગતા હોવ, ત્યારે નફો કરવા માટે અને આવકમાં વધારો કરવા માટે સમજદારીભરી હોટેલ માર્કેટિંગ વ્યૂહરચના અપનાવવી જરૂરી છે

પરખાયેલી રીતો હંમેશા મજબૂત પકડ ધરાવતી હોય છે, ત્યારે સાથે સાથે નવા ઉભરી રહેલા ટ્રેન્ડ્સની નોંધ લેવી અને તમારી વ્યક્તિગત હોટેલ અથવા ગ્રૂપ ઓફ હોટેલ્સ માટે અસરકારક હોય તેવા ટ્રેન્ડ્સનો અમલ કરવાનું પણ એટલું જ મહત્વનું છે. નીચે કેટલીક એવી હોટેલ માર્કેટિંગ વ્યૂહરચનાઓ આપેલી છે જેનાથી તમે સ્પર્ધામાં સુનિશ્ચિતપણે ટકી શકો છો

 

દમદાર વેબસાઈટ બનાવો

કોઈ પણ સારી ઓનલાઈન માર્કેટિંગ વ્યૂહરચના માટે અને તમારા હોટેલ વ્યવસાય માટે સૌથી મહત્વપૂર્ણ એવી વિતરણ ચેનલ બનાવવા માટે વેબસાઈટ એ સૌથી મોટો મુદ્દો છે. આ એવી જગ્યા છે જ્યાં લોકો તમારા વ્યવસાય અને સેવાઓ વિશે વધુ જાણી શકે છે. ગ્રાહકોને આકર્ષવા માટે તમારી હોટેલની વેબસાઈટ તમામ સંબંધિત માહિતી તેમજ તસવીરો ધરાવતી હોય તે આવશ્યક છે

વેબસાઈટ ઓનલાઈન વિતરણ ચેનલ તરીકે પણ કામ કરે છે જ્યાં તમે સીધુ જ ઓનલાઈન વેચાણ કરી શકો છો. સ્માર્ટફોન અને ટેબલેટ વપરાશકારોની સંખ્યા વધી રહી હોવાથી, તમારી વેબસાઈટની ડિઝાઈન મોબાઈલ ફ્રેન્ડલી હોય તેમજ સરળ નેવિગેશન આપેલું હોય અને સાહજિક ઈન્ટરફેસ હોય તે પણ તમે સુનિશ્ચિત કરો

 

તમારી વેબસાઈટનો પ્રચાર કરવા એસઈઓનો ઉપયોગ કરો

જો સર્ચ એન્જિનમાં વેબસાઈટ ઉંચી રેન્ક પર ન હોય તો તે વેબસાઈટ કોઈ જ કામની નથી. સર્ચ એન્જિંન ઓપ્ટિમાઈઝેશન (એસઈઓ)ની મદદથી તમારી વેબસાઈટ ઉંચા રેન્ક પર આવે તે તમે સુનિશ્ચિત કરી શકો છો અને તેનાથી વધુ લિંક જનરેટ થાય છે. તમારી વાંચન સામગ્રી માહિતીપ્રદ અને ઈન્ટરનેટ પર શોધવામાં આવતા કિવર્ડ્સને સંબંધિત હોય તે પણ સુનિશ્ચિત કરો

Google જેવા લોકપ્રિય સર્ચ એન્જિંન પર રેન્કિંગમાં આવવા માટે સમર્પિત એસઈઓ ટીમો હોય છે જેની મદદથી તમે સુનિશ્ચિતપણે ટોચે રહી શકો છો

 

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો

માર્કેટિંગ માટે સોશિયલ મીડિયા સૌથી મહત્વની ચેનલો પૈકી એક છે તેવું કહેવામાં ન આવે તો પણ સમજી શકાય તેવી બાબત છે. સંભવિત ગ્રાહકો સાથે સંકળાયેલા રહેવા માટે ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ જેવા ટોચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો સીધો જ ઉપયોગ કરી શકાય છે

સંખ્યાબંધ હોટેલ ચેઈન્સ સમર્પિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અથવા પેજ ધરાવે છે જ્યાં મહેમાનો તેમના પ્રશ્નો મૂકી શકે છે અને બુકિંગ તેમજ રિઝર્વેશન માટે હોટેલના લોકો સાથે સક્રિયપણે વાતચીત કરી શકે છે

તેનાથી તમારા વ્યવસાયની ઓનલાઈન પ્રતિષ્ઠાનું વ્યવસ્થાપન કરવામાં મદદ મળે છે અને સંભવિત ગ્રાહકો સાથે જોડાવામાં પણ મદદ મળે છે. સોશિયલ મીડિયા જાહેરાતો અને અભિયાનો તમારી હોટેલ વિશેની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ છે અને તેનાથી વ્યવસાયિક ભાગીદારો તેમજ ઉચ્ચ મૂલ્યવાન ક્લાયન્ટ્સ સાથે પણ સારો તાલમેલ જાળવી શકાય છે

 

ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓ અને જીડીએસ સાથે જોડાઓ

ડિજિટલ યુગમાં, ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓ અને ટ્રાવેલ બ્રોકર્સ સાથે મૂડીકરણ કર્યા સિવાય કોઈ પણ હોટેલ નિયમતિ વ્યવસાય સુરક્ષિત કરી શકતી નથી. તેઓ વિતરણ ચેનલનો મહત્વનો હિસ્સો બનાવે છે. વધુમાં, વૈશ્વિક વિતરણ સિસ્ટમ્સ (જીડીએસ)માં તમારી ઉપસ્થિતિ દ્વારા સુનિશ્ચિત થાય છે કે ટ્રાવેલ એજન્ટ્સને તેમના ગ્રાહકો માટે બુકિંગ કરાવવા તમારી હોટેલ ઉપલબ્ધ છે

હોસ્પિટાલિટી (આતિથ્ય) વ્યવસાય અત્યંત સ્પર્ધાત્મક હોવાથી, સ્પર્ધામાં ટકી રહેવા અને સમય અનુસાર સાંદર્ભિક રહેવા માટે મજબૂત અને વૈવિધ્યપૂર્ણ માર્કેટિંગ વ્યૂહરચના ખૂબ જ મહત્વની છે. ખાસ કરીને તમારી હોટેલને અન્યોથી અલગ પાડવા માટે તે જરૂરી છે જેથી તમે અસરકારક માર્કેટિંગ દ્વારા સંખ્યાબંધ ગ્રાહકો સુધી પહોંચી શકો છો

નવી હોટેલ બનાવવા, તેમાં વિસ્તરણ કરવા અથવા નવીનીકરણ કરવા માટે તમારે ભંડોળની જરૂર પડે છે અને રિલાયન્સ મની દ્વારા આપવામાં આવતી વ્યવસાય વિસ્તરણ લોનની મદદથી, તમે તમારી નવી હોટેલ માટે અથવા વર્તમાન હોટેલના વિસ્તરણ માટે ભંડોળ મેળવી શકો છો. લોનના સમયગાળામાં અનુકૂલનતા અને સુવ્યવસ્થિત માળખામાં પુનઃચુકવણીના વિકલ્પો આ લોનની મુખ્ય બાબતો છે. વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો