અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ક્યૂઆર કોડ્સઃ નાના વ્યવસાયના માર્કેટિંગમાં તેનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કેવી રીતે કરવો.

 

ક્યૂઆર કોડ વાસ્તવમાં શું હોય છે?

ક્યૂઆર કોડ દ્વીપરિમાણીય બારકોડ હોય છે જેમાં સંખ્યાબંધ સફેદ અને કાળા રંગના ચોરસ હોય છે અને તેનો ઉપયોગ સ્માર્ટફોનની મદદથી માહિતી સરળતાથી પૂરી પાડવા માટે કરવામાં આવે છે. જાપાનીઝ કંપની દ્વારા તેની શોધ કરવામાં આવી હતી, અને હાલમાં ક્વિક રિસ્પોન્સ કોડ (સામાન્યપણે ક્યૂઆર કોડ તરીકે વધુ પ્રચલિત) સફળતાપૂર્વક દરેક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવામાં આવે છે. નાના નાના ચોરસમાં અલાઈન્મેન્ટ માર્કિંગ, પોઝીશન માર્કિંગ, ફોર્મેટ માહિતી, વર્ઝનની માહિતી, ટાઈમિંગની રૂપરેખા, ડેટા અને ક્ષતિમાં સુધારાની કી તેમજ ક્વાઈટ ઝોન સમાયેલા હોય છે. રસપ્રદ વાત એ છે કે ક્યૂઆર કોડમાં વધુમાં વધુ 7089 અક્ષર સમાવી શકાય છે અને ક્યૂઆર સ્કેનર ખૂબ સરળતાથી તેને વાંચી શકે છે. આવા કોડ સામાન્યપણે બસસ્ટોપ, ફ્લાઈટ ટિકિટ્સ, મૂવી ટિકિટ્સ, મેગેઝિનના બિલ અને ખરીદી, સ્ક્રેચ તેમજ વિજેતા થવાની કૂપનો પર જોવા મળે છે. લગભગ તે બધે જ હોય છે તેમ કહી શકાય

 

ક્યૂઆર કોડ જનરેટર અને સ્કેનર્સ

ક્યૂઆર કોડ બનાવવાનું કામ ખૂબ જ સરળ હોય છે. તેમાં વધુ સમય પણ લાગતો નથી. તમારે માત્ર એક વેબસાઈટ અથવા તેની એપ્લિકેશન પર જવું પડે છે અને તમારી પસંદગીની ડિઝાઈન પસંદ કરીને તમારો ડેટા નાખવાનો રહે છે. બસ આટલું કરો એટલે તમારો ક્યૂઆર કોડ ઉપયોગમાં લેવા માટે તૈયાર થઈ જાય છે. તે જ પ્રકારે ક્યૂઆર કોડનું સ્કેનિંગ કરવાનું પણ સરળ છે અને તેમાં ખાસ મહેનત નથી પડતી. તમારે માત્ર તમારા ફોનમાં ક્યૂઆર કોડ સ્કેનર ચાલુ કરવાનું અથવા ક્યૂઆર કોડ સ્કેન કરી શકતી એપ ચાલુ કરવાની અને કોડની સામે રાખીને તેને સ્કેન કરવાનો. બસ, આટલું કરો એટલે તમારું કામ થઈ ગયું. અહીં એવી કેટલીક એપ્સ બતાવી છે જે તમારું કામ વધુ સરળ કરી આપશે

  • Kaywa નું ક્યૂઆર કોડ જનરેટર-Kaywa નું ક્યૂઆર કોડ રીડર ખૂબ જ યુઝર ફ્રેન્ડલી છે અને તમામ ઉપકરણો માટે ઉપલબ્ધ છે. તેમાં સંખ્યાબંધ સુવિધાઓ છે અને તેની પ્રશંસા અનુસાર સંપૂર્ણ રીતે યોગ્ય છે. આ એપ સીધી જ કોડ શોધે છે અને તેને વાંચે પણ છે. યુઝરે કોઈ જ ફોટો ક્લિક કરવાની કે પછી રાહ જોવાની જરૂર નથી. ઓછા પ્રકાશમાં લાઈટના બલ્બનો પણ ઉપયોગ કરે છે. તમે આના પર તમારો પોતાનો ક્યૂઆર કોડ જનરેટ પણ કરી શકો છો. તમે તેને મફત ડાઉનલોડ કરી શકો છો.
  • iCandy ક્યૂઆર કોડ જનરેટર- iCandy અચૂકપણે અજમાવી શકાય. ખાસ કરીને સંગીત પ્રેમીઓએ તેનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. આર એન્ડ ડી લેબ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એપ તમને એવો ક્યૂઆર કોડ બનાવાની સુવિધા આપે છે જે આપોઆપ લોન્ચ થાય છે અને તમારું મ્યુઝિક iTunesમાં વગાડવાનું શરૂ પણ કરી દે છે. આ મફત એપમાં તમે મ્યુઝિક કાર્ડ અથવા પોસ્ટર સ્કેન કરી શકો છો અને મ્યુઝિક વગાડી શકો છો. કેવું અદભુત છે આ, બરાબરને?
  • Stickybits ક્યૂઆર કોડ જનરેટર- - મોટાભાગના ક્યૂઆર કોડ જનરેટર કરતા Stickybits કંઈક અલગ છે અને તમને તે બારકોડ સ્કેન કરવાની સુવિધા આપે છે. તમે કોઈપણ ચીજ પર લગાવેલો બારકોડ પણ સ્કેન કરી શકો છો અને તમારી સમીક્ષા ઉમેરી શકો છો. તમે તમારી માહિતી માટેના સ્ટિકર્સ પણ તૈયાર કરી શકો છો. ક્યૂઆર કોડના ઉપયોગો પણ ઉપલબ્ધ છે.
 

હું ક્યૂઆર કોડની મદદથી મારા નાના વ્યવસાયનું માર્કેટિંગ કેવી રીતે કરી શકુ?

  • બિઝનેસ કાર્ડ્સ પર ક્યૂઆર કોડ – બિઝનેસ કાર્ડ્સ કમ્યુનિકેશનના માધ્યમ તરીકે તો ઉપયોગમાં આવે જ છે, સાથે સાથે તેનાથી માર્કેટિંગમાં પણ સુધારો આવે છે. બિઝનેસ કાર્ડ્સ પર ક્યૂઆર રાખવામાં આવે તો તમારા નાના સ્તરના વ્યવસાયમાં ઝડપથી વૃદ્ધિ થઈ શકે છે.
  • માર્કેટિંગ મટિરિઅલ્સ પર – બજારમાં ક્યૂઆર કોડ ધરાવતી સંખ્યાબંધ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. તે વસ્તુ પર રાખવામાં આવેલા ક્યૂઆર કોડનું સ્કેનિંગ કરવાથી ગ્રાહક તે પ્રોડક્ટ અને તેના ઉપયોગો વિશેની વિગતવાર માહિતી મેળવી શકે છે. યુઝર ક્યૂઆર કોડની મદદથી યુટ્યૂબ વિડિયોનો પણ એક્સેસ મેળવી શકે છે.
  • સ્ટોરફ્રન્ટ ડિસ્પ્લે –માર્કેટમાં તમારી વિઝિબલિટી વધારવા માટે સ્ટોરફ્રન્ટ ડિસ્પ્લે અન્ય એક કારગત રીત છે. સોશિયલ મીડિયા માર્કેટિંગના યુગમાં સ્ટોરફ્રન્ટ ડિસ્પ્લે પર ક્યૂઆર કોડ એક જાદુઈ છાપ ઉભી કરે છે. લોકો સરળતાથી તેમની પોસ્ટ્સ અને સમીક્ષાઓમાં તમને ટેગ કરી શકે છે.
  • પ્રમોશન, ડિસ્કાઉન્ટ્સ અને છૂટછાટ – ગિફ્ટ લેવાનું કોને ન ગમે? નાના વ્યવસાયોએ તેમનું વેચાણ વધારવા માટે આવી પદ્ધતિઓ અપનાવવી પડે છે. તમે પોસ્ટર મૂકીને ગ્રાહકોને કોડ સ્કેન કરીને ઑફર્સનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરી શકો છો.
  • તમારી વેબસાઈટના ‘અમારો સંપર્ક’ પેજ પર મૂકો – ઓનલાઈન માર્કેટિંગ માટે પણ ક્યૂઆર કોડ્સનું એટલું જ મહત્વ છે. તમે તમારો પર્સનલ ક્યૂઆર કોડ બનાવી તમારો સંપર્ક કરવા માટે અથવા કોઈપણ પૂછપરછ માટે તમારી વેબસાઈટ પર તમે તેને મૂકી શકો છો.

આમ, ક્યૂઆર કોડના સંખ્યાબંધ ઉપયોગો છે જેની મદદથી તમે તમારા ગ્રાહકો અને પ્રેક્ષકો સુધી સરળતાથી જોડાઈ શકો છો. જોકે, તમારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ક્યૂઆર કોડ અને તેને લગતી એપ્સથી હજુ પણ મોટાભાગના લોકો અજાણ છે. છતાં પણ, વૈશ્વિક વિસ્તરણમાં તેને આગવું સ્થાન મળ્યું છે. તેના કારણે ગ્રાહકો અને સર્વિસ પ્રોડવાઈડર્સ વચ્ચેનું અંતર દૂર થયું છે. સાથે સાથે, તેનાથી વધુ સુરક્ષાની પણ ખાતરી મળે છે. આમ તેના કારણે વ્યવસાયમાં વધુ પારદર્શકતા સુનિશ્ચિત થાય છે