અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ફાઇનાન્સિયલ પ્લાનર (નાણાકીય આયોજક) ની સેવા લેતા પહેલા પુછવાના પ્રશ્નો

પોતાના બિઝનેસ માટે ફાઇનાન્સિયલ પ્લાનર (નાણાકીય આયોજક)ની સેવા લેતા પહેલા તેમને તેમની વ્યવસાયિક લાયકાત, અનુભવો, અત્યાર સુધીમાં તેમણે આપેલી સેવાઓ, સંવાદની ચેનલો અને તેઓ કેટલી ફી વસૂલે છે, જેવા પ્રશ્નો પુછો. એટલું જ નહીં તમારા સંભાવિત નાણાકીય આયોજકના રિસ્ક (જોખમ) નિયંત્રણ તંત્ર વિશે જાણવું પણ એકદમ જરૂરી છે

નાણાકીય સલાહો એક જ બાબત બધે લાગુ પડે તેવા વલણને અનુસરતી નથી. નાણાકીય લક્ષ્યાંકો વ્યક્તિવિશેષ માટે અલગ-અલગ હોય છે અને તેથી સંબંધિત વ્યક્તિના જોખમ ઉપાડવાના સ્તર, રોકાણ સંભાવના અને વર્તમાન જવાબદારીઓને ધ્યાનમાં રાખીને રોકાણના સાધનોની ઓળખ કરીને તેમાં મૂડી રોકાણ કરવામાં આવે તે એકદમ જરૂરી છે

આ તમામ અને અન્ય બાબતોની ઓળખ કરીને નાણાકીય આયોજક તમને તમારા નાણાનું આયોજન એવી રીતે કરવામાં મદદ કરે છે જેનાથી તમને તમારા નાણાકીય લક્ષ્યાંકો અને આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળો. જોકે, અહીં એવા કેટલાક મહત્વપૂર્ણ અને જરૂરી પ્રશ્નો આપેલા છે, જે સવાલો તમારે નાણાકીય આયોજકને સેવા માટે લેતા પહેલા તેમને પુછવા જરૂરી છે

 

તમારી વ્યવસાયિક લાયકાત શું છે?

પ્રત્યેક વ્યક્તિ વ્યવસાયિક નાણાકીય આયોજક બની શકતી નથી. ભારતમાં એક પ્રમાણિત ફાઇનાન્સિયલ પ્લાનર (સીએફપી) બનવા માટે વ્યક્તિ પાસે ફાઇનાન્સિયલ પ્લાનિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ ઇન્ડિયા (એફપીએસબી) દ્વારા પ્રદાન કરવામાં આવેલું સીએફપી પ્રમાણપત્ર હોવું જરૂરી છે

શ્રેષ્ઠતાના પ્રમાણ એવા , સીએફપી અંગત ફાઇનાન્સના તમામ પાસાઓની એકે-એક બાબતોથી સારી રીતે માહિતગાર અને જાણકાર હોય છે, જેમાં ટેક્સેશન (કરવેરા), જોખમનું વિશ્લેષણ, વીમાનું આયોજન, અને નિવૃત્તિ આયોજન વગેરે સામેલ હોય છે. માત્ર એક સીએફપી જ તમને તમારી સંપત્તિને વધારવામાં વ્યવસાયિક રીતે તમને માર્ગદર્શન આપવામાં સમર્થ રહે છે

 

તમારો અનુભવ કેટલો છે અને તમે કયા-ક્યા ક્લાયન્ટ્સ સાથે કામ કર્યુ છે?

અલબત મોટાભાગના સીએફપી ઉદ્યોગનો વ્યાપક અનુભવ ધરાવતા હોય છે, પણ આ જાણવામાં શાણપણ રહેલું છે કે તમારા સંભવિત પ્લાનર કે આયોજકે કેટલા વર્ષ આ ક્ષેત્રે ગાળ્યા છે અને તેમણે કેટલા ક્લાયન્ટ્સ માટે કામ કર્યું છે. આ માહિતી તમને તમારા ફાઇનાન્સિયલ પ્લાનરની નાણાકીય દક્ષતા વિશે જાણકારી આપશે

એટલું જ નહીં, તમારા પ્લાનરે તમારા જીવન જેવી જ સ્થિતિ ધરાવતા કેટલા ક્લાયન્ટ્સ સાથે કામ કર્યું છે અને તે ક્લાયન્ટ્સને તેમની સલાહથી કેટલો ફાયદો થયો છે, તે બાબતની પણ તપાસ કરો

 

તમે કઇ સેવાઓ આપો છો, અને કઇ પ્રક્રિયાને અનુસરો છો?

નાણાકીય આયોજકો પોર્ટફોલિયો બિલ્ડિંગ, નિવૃત્તિ માટેનું આયોજન, વીમા આયોજન, રોકાણ આયોજન વગેરે જેવી વિભિન્ન પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. તમારા સંભવિત પ્લાનર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી સેવાઓ શોધી કાઢો અને તમારે જે સેવાની જરૂર છે, તે માટે અનુસરવાની પ્રક્રિયા વિશે જાણાકારી પ્રાપ્ત કરો

ઉદાહરણતરીકે, જો તમે, તમારા જીવનના મોટા લક્ષ્યાંકોની પ્રાપ્તિને ધ્યાનમાં રાખીને વિસ્તૃત પોર્ટફોલિયો તૈયાર કરવા માગતા હો, તો તેમ કરવા માટેતમારા આયોજક જે પ્રક્રિયા અને માર્ગને અપનાવવા ચાહે છે, તેને સમજો. આમ જવાબોને આધારે તમે આ બાબતનું વિશ્લેષણ કરો કે આ પ્રક્રિયા તમારા જોખમના સ્તર અને રોકાણની સંભાવના માટે યોગ્ય છે કે કેમ

 

તમારૂ રિસ્ક હેજિંગ મિકેનિઝમ શું છે?

કોઇપણ મૂડી રોકાણ ચાહે તે નાનું હોય કે પછી મોટુ, તેમાં જોખમનું તત્વ રહેલું જ હોય છે. નાણાકીય લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે સંપત્તિનું સર્જન રોકાણનો હેતું હોય છે, પણ સાથે જ આ બાબત પણ સમાન રીતે મહત્વપૂર્ણ છે કે તમે બજારની ઉથલપાથલની અસરો સામે તમારા ભંડોળનું રક્ષણ કરો

ભંડોળમાં વૃદ્ધિ માટે વિભિન્ન રીતોનું સૂચન કરવા ઉપરાંત તમારા સંભવિ નાણાકીય આયોજક પાસે રિસ્ક હેજિંગ તંત્ર હોવું જોઇએ જેથી માર્કેટમાં પડતી આવે તો તમારા ભંડોળના ઘસારાને નિવારી શકાય

 

તમારી સંવાદની ચેનલ અને ફી કેટલી છે?

તમારા પ્લાનરની સેવા લેતા પહેલા, તમારે સંવાદ માટે ઉપલબ્ધ ચેનલો વિશે પણ જાણી લેવું જોઇએ. તમે તમારા પ્લાનર સાથે કેટલી વાર વાત કરી શકશો અને જો તમને રોકાણ અંગે કોઇ સવાલ હોય, તો શું તમે ગમે ત્યારે ફોન, ઇમેલ, વોટ્સએપ વગેરે મારફત તમારા પ્લાનર સાથે સંવાદ કરી શકશો કે નહીં તે જાણી લો. તમારા પ્લાનર સુધી તમારી પહોંચ વિશે તમે સ્પષ્ટ આઇડિયા ધરાવતા હોવા જોઇએ

એટલું જ નહીં સાથે જ તમારા પ્લાનર સેવા આપવા બદલ કેટલી ફી વસૂલશે તેની પણ તપાસ કરી લો. આ બાબતની જાણકારી મેળવો કે તમારી પાસેથી ફ્લેટ ફી (નક્કીકરાયેલી રકમ) અથવા તમારા વતી જે સપત્તિનું મેનેજિંગ કરાય છે તેના અમુક-તમુક ટકા ફી પેટે વસુલવામાં આવશે

જ્યારે તમારા નાણાનું વ્યવસાયિક ધોરણે નિયમન કરવાનું હોય છે, ત્યારે નાણાકીય આયોજક તમારો સૌથી વિશ્વાસું મિત્ર હોય છે

રિલાયન્સ મની તમને તમામ ક્ષેત્રે સ્પર્ધાત્મક વ્યાજ દર પર લોન ઉપલબ્ધ કરાવે છે. ઉપલબ્ધ કરાવાતી લોન વિશે જાણકારી મેળવવા માટે અહીં ક્લિક કરો. અમારી પ્રોડક્ટ કે સેવા વિશે સહાયતા મેળવવા માટે અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટીવ સાથે વાત કરો