અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

તિરૂપુર ઍક્ષ્પોર્ટ નિટવીયર પ્રિંટર્સ એસોશિએશન (TEKPA) સુરક્ષિત કપડાં માટેની કાચી સામગ્રીની બૅન્ક

જરૂરિયાત

તિરૂપુર કોટન નીટવીયર ક્લસ્ટર તમામ પ્રકારના કૉટનના નીટવીયર માટે માન્યતાપ્રાપ્ત અને જાણીતું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર છે. ક્લસ્ટર સમગ્ર વિશ્વના દેશોમાં રૂ. 20,000 કરોડથી વધુ નીટવીયરની નિકાસ કરે છે. કૉટનની સપ્લાય ચેઇન પ્રિન્ટિંગમાં, નીટવીયર નિકાસકારોની જરૂરિયાતને પૂરી પાડતી 300 થી વધુ પ્રિન્ટીંગ એકમો દ્વારા કરવામાં આવતી મહત્વની મૂલ્યવર્ધક પ્રવૃત્તિ છે. સોસાયટી ઍક્ટ અંતર્ગત TEKPA ની રચના 2004માં કરવામાં આવી હતી જે હાલમાં 200 ઍક્ષ્પોર્ટ નીટવીયર પ્રિંટર્સનું સભ્યપદ ધરાવે છે. કેઝ્યુઅલ વીયર સામાન્ય રીતે શરીરની નજીક પહેરવામાં આવતા હોવાના કારણે આંતરરાષ્ટ્રીય ખરીદદારો પ્રિંટિંગની ઉચ્ચ ગુણવત્તાનો આગ્રહ રાખે છે અને બે પ્રમુખ અને નિર્ણાયક પાસાઓ, નો કલર બ્લીડિંગ અને કોઇ જોખમકારક રસાયણ નહિં પર ભાર મૂકતાં હોવાથી, TEKPA પ્રિંટિંગની ગુણવત્તા પર ખૂબ જ ધ્યાન આપે છે. પરંતુ તિરૂપુરના ઍક્ષ્પોર્ટ નીટવીયર પ્રિંટર્સ કહરાબ અને ઘણી વખત બજારમાં ડીલર્સ અને ટ્રેડર્સની પાસેથી ઉપલબ્ધ પ્રિંટિંગ ડાય અને રસાયણની મિશ્રણ ધરાવતી ગુણવત્તાના લીધે ઉપરોક્ત બે પાસાઓ પરની તકનીકી સ્પષ્ટિકરણોને હાંસલ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે

 

આકૃતિ 1: સૌથી વધુ આધુનિક નીટવીયર પ્રિંટિંગ મશીન

 

જવાબદાર ઉત્પાદન માટે પરિયોજના વિકાસ
વર્ષ 2012ની શરૂઆતમાં, એસોશિએશનના હોદ્દેદારોને લાગ્યું હતું કે સભ્યોને ગુણવત્તાયુક્ત ડાય અને રસાયણોની આપૂર્તિ માટે કેટલાંક નક્કર પગલાં લેવાની જરૂર છે અને તેથી તેમણે શાખ ધરાવતા ઉત્પાદકો પાસેથી સીધાં જ ડાય અને રસાયણની ખરીદી કરી અને સભ્યોને આપૂર્તિ કરવા માટે સર્વસામાન્ય રૉ મટિરિયલ બૅન્ક (RMB) ની સ્થાપનાનું સૂચન કર્યું. TEKPA એ વિશિષ્ટ હેતુક વાહન (SPV), TEKPA ડાય્ઝ અને કૅમિકલ્સ લિ. ને પ્રોત્સાહન આપ્યું અને RMB ની સ્થાપના માટે તેની એક પબ્લિક લિમિટેડ કંપની તરીકે નોંધણી કરાવી. એસોશિએશન સમિતિએ પણ આકૃતિ 2 માં દર્શાવ્યા મુજબ સૂચિત કંપનીના હેતુઓની રૂપરેખા તૈયાર કરી

 

પરિયોજનાનું નિધિયન
TEKPA એ સભ્યો અને બૅન્કના ફાયનાન્સથી ભંડોળ ઊભું કરીને ડાય્ઝ અને રસાયણોની દુકાન બનાવવાનું નક્કી કર્યું. 58 સભ્યોએ પરિયોજના માટે શેર મૂડી તરીકે રૂ.11.10 મિલિયનનું યોગદાન આપ્યું. કોઇપણ સભ્ય કંપનીમાં 5% કરતાં વધારે શેર્સ ધરાવતા નથી. SPVએ ઑરિએન્ટલ બૅન્ક ઑફ ઇંડિયાનો સંપર્ક કર્યો અને પરિયોજના માટે કાર્યકારી મૂડી ધિરાણ તરીકે રૂ 11.10 મિલિયનની મંજૂરી પ્રાપ્ત કરી

 

 

 

 

પરિયોજનાની અમલવારી

  • એક અનુકૂળ ભવન ભાડે લેવામાં આવ્યું.
  • કાર્યાલય અને સંગ્રહણ સુવિધાઓને સમાવવા માટે જરૂરી આંતરિક સુધારાઓ કરવામાં આવ્યાં.
  • ડાય્ઝ અને રસાયણોના ઉત્પાદકો સાથે સીધો સંપર્ક, તેમાંથી મોટાભાગના ગુજરાતમાં છે, સ્થાપિત કરવામાં આવ્યો અને જથ્થાબંધ કિંમતો પર નિયમિત આપૂર્તિ માટેની ટાઇ-અપ વ્યવસ્થા ગોઠવવામાં આવી.

RMB એ જાન્યુઆરી 2013માં સભ્યોને ડાય્ઝ અને રસાયણનું વેચાણ શરૂ કર્યું

 

આકૃતિ 3 RMB નો પ્રવેશદ્વાર

   

આકૃતિ 4 RMB માં ડાય્ઝ અને રસાયણો

 

પરિયોજનાની પૂર્ણતા અને ટકાઉક્ષમતા

જાન્યુઆરી 2013થી, જ્યારથી સ્ટોરને શરૂ કરવામાં આવ્યો, આજની તારીખ સુધીમાં 250 કરતાં વધુ સભ્યો અને બિન-સભ્યોએ સ્ટોર પરથી ડાય્ઝ અને રસાયણોની ખરીદી કરી છે. RMBએ તેની સ્થાપનાથી અત્યાર સુધીમાં રૂ. 35 મિલિયન કરતાં વધુનું ટર્નઓવર કર્યું છે. RMB લોકપ્રિય બનતી જાય છે અને તેથી કારોબાર નોંધપાત્ર રીતે વધી રહ્યો છે

 

લાભ

સભ્યોએ નીચે મુજબના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ લાભો મેળવ્યા છે

  • ડાય્ઝ અને રસાયણોની ખાતરીબદ્દ્ધ ગુણવત્ત્તા
  • ખાતરીબદ્ધ આપૂર્તિ
  • સભ્યોને ડાય્ઝ અને રસાયણોનો સંગ્રહ રાખવાની અને ઇન્વેંટરી ખર્ચ ઉપાડવાની જરૂર પડતી નથી. રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ગમે તેટલા જથ્થામાં ખરીદી કરી શકે છીએ, એટલે કે, સભ્યોને જેઆઇટી સુવિધા
  • બજાર ભાવ કરતાં કિંમતો ઓછામાં ઓછી 5% સસ્તી
  • નફાનો ઉપયોગ સમગ્રપણે ઉદ્યોગના લાભ માટે સેવાઓને વિસ્તારવા માટે કરવામાં આવે છે
  • ડીલર્સ અને ટ્રેડર્સને સ્ટોરના ભાવની સાથે મેળ રાખવા ફરજ પાડવામાં આવી હોવાથી બજાર ભાવો સ્થિર રહ્યાં છે.