અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

કારણો ધીરનાર નાના વેપારીઓ માટે લોન્સ ના મંજૂરી કરે છે

નાનો વ્યવસાય ધરાવતા માલિકો માટે લોન એટલે ટૂંકા ગાળાની ધીરાણ જરૂરિયાત, અસ્કયામત પ્રાપ્ત કરવી અને નવી કામગીરી શરૂ કરવી. નાના વ્યવસાયો માટે સતત રોકડ પ્રવાહ જાળવવો પડકારજનક હોવાથી તે અવાર-નવાર કાર્યકારી મૂડી લોન ઉપર આધાર રાખે છે. જોકે, કેટલાક એવા પ્રસંગો બને છે જ્યારે ધીરાણકર્તા ધીરાણ મંજૂર કરવાનો ઇનકાર કરે છે. આ કેટલીક બાબતો એસએમઇને આ પ્રકારની પરિસ્થિતિમાં મૂકે છે

 

નબળો ક્રેડિટ સ્કોર

ક્રેડિટ સ્કોર સાહસોની ધીરાણયોગ્યતા માપે છે. નબળો ક્રેડિટ સ્કોર તેમને મદદ કરતો નથી. આજે ધીરાણદારો ધીરાણ નિર્ણયો કરતી વખતે અને વ્યાજનો દર નક્કી કરતી વખતે વ્યક્તિગત અને વ્યાવસાયિક ધીરાણ સ્કોર જૂએ છે

તમારા ધીરાણ ઇતિહાસનું ઝિણવટપૂર્વક પરીક્ષણ કરવા માટે અને ક્રેડિટ સ્કોર તૈયાર કરવા જુદા-જુદા ક્રેડિટ બ્યૂરોને જવાબદારી સોપવામાં આવી છે. વિલંબથી કરેલી ચૂકવણી, ડિફોલ્ટ, મોડી ચૂકવમી, ધીરાણ મર્યાદાથી વધારે ખર્ચ અને નાદારી જેવા કારણો નબળા સ્કોરનું કારણ બને છે

વ્યવસાય મૂલ્યની અછત

ધીરાણદારો તેવા વ્યવસાયને ધીરાણ આપવામાં ખૂબ જ સાવધાની રાખે છે જેઓ મૂલ્ય સર્જન અને વિકાસ જોઇ શકતાં નથી. આ આંતરિક બાબતોનું મૂલ્યાંકન કંપનીના ઓર્ડર બૂક, બજાર કદ અને નાણાકીય કાર્યક્ષમતાના આધારે મૂલ્યાંકન થાય છે. કેટલીક ધીરાણદારો ચોક્કસ ક્ષેત્રમાં ધીરાણ આપવા માટે વિશિષ્ટ ધ્યાન કેન્દ્રિત કરે છે અને નિપૂણતા ધરાવે છે

 

મર્યાદિત રોકડ પ્રવાહ

નબળો અથવા છૂટક-છૂટક રોકડ પ્રવાહ ધીરાણ ઉપલબ્ધીની તકોને નકારાત્મક અસર કરે છે. ધીરાણદારો સુનિશ્ચિત કરવા માગતા હોય છે કે વ્યવસાય તેમની પુનઃચૂકવણીનું ધ્યાન રાખવા માટે પૂરતો રોકડ પ્રવાહ પેદા કરશે. જો કંપની તાત્કાલિક રોકડ પ્રવાહ ધરાવતી નહીં હોય તો એક વખત લોન મંજૂર કરવામાં આવે ત્યારબાદ ભવિષ્યના વિકાસ ઉપર આધારિત અંદાજિત આવકના ઉપલબ્ધ કરાવી શકે છે

 

જોખમી સાહસ

નાણાકીય સંસ્થાઓ અનેક વ્યાવસાયોને તેમના પ્રકારના કારણે જોખમી સાહસો ગણે છે. રેસ્ટોરન્ટ, એપરેલ સ્ટોર, ટૂર અને ટ્રાવેલ્સ વગેરે જેવા સાહસોમાં રોકાયેલા વ્યવસાયો તેમની ધીરાણકર્તાઓને રાજી કરવામાં મુશ્કેલી અનુભવે છે. 2008ની નાણાકીય કટોકટી બાદ ધીરાણદારો વધુને વધુ જોખમ-વિમુખ બની ગયા છે અને જે સાહસો ચૂકવણી નહીં કરે તેવો ખ્યાલ ધરાવે છે તેનાથી તેઓ દૂર રહેવાનું પસંદ કરે છે

 

જામીનનો અભાવ

નાણાકીય સંસ્થાઓને અવાર-નવાર જામીનગીરી (મિલકત)ની જરૂર રહે છે જેના થકી લોનની પુનઃચૂકવણી ન થવાના કિસ્સામાં વસૂલાત થઇ શકે. આ ધીરાણદારના જોખમમાં ઘટાડો કરે છે અને વ્યાજના દરોમાં ઘટાડા માટે માર્ગ પૂરો પાડે છે. જે ઋણધારક જામીનગીરી પુરી પાડવાની ઇચ્છા ધરાવતો ન હોય તે લોન મેળવવા સક્ષમ બની શકતો નથી. ધીરાણદારો સામાન્ય રીતે આકારણીકર્તાઓની પોતાની ટીમ ધરાવે છે જે જામીનગીરીનું મૂલ્ય નક્કી કરે છે

 

યોગ્ય દસ્તાવેજીકરણનો અભાવ

દસ્તાવેજો વિશ્વસનીયતા નિર્ધારિત કરે છે. મોટાભાગના ધીરાણદારો દસ્તાવેજો, પ્રમાણપત્રો, સ્ટેટમેન્ટ અને સંદર્ભ સાહિત્યોનું પૂર્વનિર્ધારિત યાદી ધરાવે છે જે દસ્તાવેજો પૂરા પાડવા જરૂરી છે. યોગ્ય દસ્તાવેજીકરણનો અભાવ લોનના ઇનકારમાં પરિણમી શકે છે

નકારાત્મક પ્રતિષ્ઠા

બજારમાં નકારાત્મક પ્રતિષ્ઠા ઋણધારકોને નુકસાન પહોચાડી શકે છે. ગ્રાહકની વિશ્વસનીયતા ચકાસી રહેલો હોંશિયાર ધીરાણકર્તા તેમની વિશ્વસનીયતા સ્થાપિત કરવા માટે ઇન્ટરનેટ પર તપાસ હાથ ધરે છે, સોશિયલ મીડિયા પર દેખરેખ રાખે છે અને લોન મેળવવા ઇચ્છી રહેલી કંપની પ્રમોટર્સની ખર્ચ આદતો પર નજર રાખે છે

એમએસએમઇ લોન, એસએમઇ લોન અને એસએમઇ ફાઇનાન્સ જેવી બાબતો માટે રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ વિશ્વસનીય નામ છે. વધુ જાણવા માટે આજે જ વાત કરો