અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

સ્ટાર્ટઅપ સ્વાસ્થ્યસંભાળ આંકડાઓ મુજબ, વિશ્વભરમાં 7500+ સ્વાસ્થ્યસંભાળ સ્ટાર્ટઅપ્સ વિકસી રહ્યા છે, જેમાંથી 298 ભારતમાં સ્થિત છે. ઇંડિયા બ્રાંડ ઈક્વિટી અંદાજે છે કે વર્ષ 2020 સુધીમાં ભારતીય હેલ્થ ટેક બજાર $280 બિલિયન ડૉલર સુધી પહોંચવા તૈયાર છે અને વર્ષ 2017માં $160 બિલિયનના માઇલસ્ટોનને પાર કરી જશે

 

અચાનક વધારો શા માટે?


ભારતીય સ્વાસ્થ્યસંભાળ ક્ષેત્ર બિલકુલ અસંગઠિત અને અસમાન રીતે વિતરિત છે. દસ્તાવેજીકરણ અને તબીબી ઇતિહાસ હજુપણ મોટેભાગે અવિદ્યમાન છે. દરદીઓથી તબીબનો ઉચ્ચ ગુણોત્તર, સારવાર ખર્ચમાં ભિન્નતા, તબીબી જાગૃતિનો અભાવ, ઝડપી નિદાન અને સારવારની જરૂરિયાત તમામ વ્યવસ્થા પર દબાણના નિર્માણમાં ફાળો ધરાવે છે. આ તફાવત ગ્રાહક-આધારિત સ્વાસ્થ્ય સંભાળ સ્ટાર્ટઅપ્સના ઉછાળા તરફ દોરી ગયો છે અને તે ભારતમાં જટિલ આરોગ્યસંભાળની સમસ્યાના દેખીતા ઉકેલ છે તેવું દેખાય છે


આ જગ્યામાં સ્ટાર્ટઅપ્સની શ્રેણીઓ શોધ, સંભાળનું વિતરણ, વિશિષ્ટ સંભાળ, ડિજિટાઇઝિંગ, નિદાનના ઉપકરણો, ટ્રેકિંગ અને ઈ-કૉમર્સની સેવાઓ પૂરી પાડે છે. આમાંના કેટલાક સ્ટાર્ટઅપ્સને નીચે સૂચિબદ્ધ કરવામાં આવ્યાં છે

  • લીબ્રેટ

તે વપરાશકર્તાઓને પરામર્શ માટે કાળજીપૂર્વક જીણવટથી તપાસ કરતા 90000+ તબીબોમાંથી પસંદગીની તક આપે છે. ગ્રાહકો તેમનાં પ્રશ્નો માટે તબીબો સાથે સામ-સામે બેસીને વ્યક્તિગત પરસ્પર ક્રિયા-પ્રતિક્રિયા કરી શકે છે.તે તેમની પાસેથી ફી પારખીને જોવાની પરવાનગી આપે છે જેથી પારદર્શિતા બનાવી શકાય. તબીબો આ દરદીની માહિતીને સંચાલિત કરવા માટે પણ આ મંચનો ઉપયોગ કરી શકે છે

  • મૅડિબૉક્સ ટેક્નોલૉજીસ

તે ડિજિટલ રીતે રીટેઇલ અને હોસ્પિટલ ફાર્મસીઓને તબીબી આપૂર્તિકારો જેવાં કે વિતરકો, સ્ટૉકિસ્ટ્સ, અને વિક્રેતાઓને સમગ્ર ભારતભરમાં જોડે છે. તેમના મચ દ્વારા, હોસ્પિટલો જથ્થાબંધ ઑર્ડર્સની પ્રાપ્તિ કરી શકે છે અને એક ક્લિકમાં તેને ટ્રેક કરી શકે છે. વધુમાં, મૅડિબૉક્સ પ્રારંભો, ઑફર્સ અને યોજનાઓ દ્વારા ઉત્પાદકોને બ્રાંડ અભિયાનો ચલાવવા માટે મદદ કરે છે

  • પૉર્ટી

પૉર્ટી ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવેલ વિવિધ ઇન-હોમ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમો પ્રસ્તાવિત કરીને ભારતમાં સુલભ સ્વાસ્થ્ય સંભાળ ઉપલબ્ધ કરવા પર ધ્યાન કેંદ્રીત કરે છે. તેઓ વિવિધ સારવારો માટે તબીબો, ઉપચારકર્તાઓ, અને નર્સોને હોમ વિઝિટ્સ ઑફર કરે છે. તેમની ચિકિત્સકીય પ્રક્રિયાઓને યુએસમા હોમ હેલ્થકૅર વ્યાવસાયિકો સાથેના પરામર્શમાં વિકસિત કરવામાં આવી છે. તેમના તબીબી ઉપકરણો રેનટલ્સ અને પૉર્ટેબલ લૅબ પરિક્ષણો સ્વાસ્થ્ય સંભાળને વાસ્તવિકપણે સુલભ બનાવે છે

  • લાઇવહેલ્થ

લાઇવહેલ્થ સ્વાસ્થ્ય સંભાળ ઉપલબ્ધકર્તા અને દરદીઓને એક સંકલિત અનુભવનો પ્રસ્તાવ કરે છે. વૉક-ઇન દરદી પાસેથી વિગતો અને પરિક્ષણ અહેવાલો લાઇવહેલ્થ પર તબીબો દ્વારા એકત્રિત અને અધિકૃત કરવામાં આવે છે. આ વિગતો ઍનક્રિપ્ટ થયેલ અને સુરક્ષિત હોય છે, અને તબીબી વ્યાવસાયિકોને દરદીઓને પરામર્શ દરમિયાન ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપી તેમનાં તબીબી ઇતિહાસના સંચાલન, ટ્રેક અને પૃથ્થકરણ કરવા માટેની અનુમતી આપે છે. તેમનાં હેલ્થ ઇંસ્યુરેન્સ પૉર્ટેબિલિટી ઍન્ડ એકાઉન્ટેબિલિટી ઍક્ટ (HIPAA)ની સંકલિત કાર્યવાહી તેમની USPછે

  • મેડિકા બાઝાર

આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિવેક તિવારી દ્વારા 2015 માં સ્થાપિત, આ સ્ટાર્ટઅપ તમામ સ્વાસ્થ્ય સંભાળ જરૂરિયાતો માટેની તબીબી ઑનલાઇન માર્કેટપ્લેસ છે. ખરીદદાર કિંમતો, લક્ષણોની સરખામણી કરી શકે છે અને વિવિધ તબીબી ઉપકરણો અને વેલનેસ પ્રોડક્ટ્સની ઑનલાઇન ખરીદી કરી શકે છે. આ સ્ટાર્ટઅપ લગભગ 60 કર્મચારીઓ ધરાવે છે અને આ મંચ મારફત વેચાણ કરી શકવા માટે 5000 તબીબી સ્થાપનો સાથે જોડાણ ધરાવે છે. ગ્રાહકો આ પોર્ટલ પરથી નવીનીકરણ કરવામાં આવેલ તબીબી ઉપકરણ ખરીદવાનો વિકલ્પ પણ ધરાવે છે

 

  • મૅડઇંડિયા

2001 માં પ્રારંભ થયેલ, મૅડઇંડિયા ગ્રાહકો, તબીબો, ફિઝિશ્યન્સ, સ્વાસ્થ્ય સંભાઅળ વ્યાવસાયિકો જેવાં વિવિધ હિસ્સેદારોને ઑનલાઇન આરોગ્ય માહિતી અને સેવાઓ પૂરી પાડે છે. તે સમયસર રીતે અને માન્યતાપ્રાપ્ત માહિતી સાથે તમામ હિસ્સેદારોને સશક્ત બનાવવા પર લક્ષિત છે. તે વિશ્વભરમાં ટોચની ક્રમાંકિત સાઇટ્સમાંની એક છે, જે સમગ્ર વિશ્વમાંથી ટ્રાફિક મેળવે છે. તે વપરાશકર્તાઓ માટે આરોગ્ય સંબંધી અનુપ્રયોગ અને મૂલ્યાંકન માટેના સાધનો પણ પૂરા પાડે છે.
આ ક્ષેત્રમાં અન્ય જાણીતા સ્ટાર્ટઅપ્સમાં પ્રેક્ટો, હેલ્થકિટ, મૅડનેટવર્ક (થ્રાઈમર સૉફ્ટવેર), ડૉકઍન્ગેજનો સમાવેશ થાય છે.

આ ક્ષેત્રમાં અન્ય જાણીતા સ્ટાર્ટઅપ્સમાં પ્રેક્ટો, હેલ્થકિટ, મૅડનેટવર્ક (થ્રાઈમર સૉફ્ટવેર), ડૉકઍન્ગેજનો સમાવેશ થાય છે?


હેલ્થ ટેકનું ભાવિ ઉજળું છે. ટેક જાયન્ટ્સની વચ્ચે પહેલાંથી જ વૈશ્વિક સ્વાસ્થ્ય સંભાળની ભાગીદારીની વાતચીતો ચાલી રહી છે. દાખલા તરીકે, ગૂગલ નોવાર્ટિસ સાથે અને આઇબીએમ સીવીએસ સાથે ભાગીદારી ધરાવે છે. આ વિગતો ગૂગલ, અને ઍપલ જેવી કંપનીઓને સ્વાસ્થય સંભાળ ક્ષેત્રે તબીબી તજજ્ઞતાને તેમનાં પહેરવાલાયક ગેજેટ્સનો ઉપયોગ કરવાની તક પૂરી પાડે છે


આ ઉછાળાનો અર્થ એવો પણ થઈ શકે કે સંભવિત આરોગ્ય વીમા અને ફાર્મા કોર્પોરેટ્સ આવા ઘણાં સ્ટાર્ટઅપ્સની સહાય માટે મૂડીવાદી સાહસોને સુયોજિત કરે છે. બિગ ડેટા ઍનલીટિઅ અને ઇંટરનેટ ઑફ થિંગ્સનું એકત્રિકરણ એક અન્ય સંભાવના છે


જોકે, વાસ્તવિક લાભો તો ગ્રાહકો જ લણશે. આ હેલ્થ ટેક ઉછાળો ભારતમાં સ્વાસ્સ્થ્ય સંભાળની ગુણવત્તાની ક્રાંતિ કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે અને સ્વાસ્થ્ય પ્રત્યે ભારતીય માનસિકતાને બદલી શકે છે