અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

ફાઉંડ્રી માં સુરક્ષા કારભાર

ધાતુને ઢાળવાના કારખાના (ફાઉન્ડ્રી)ની કામગીરીઓ અનેક જોખમી પ્રક્રિયાઓ ધરાવે છે, જેમાં કર્મચારીઓના સ્વાસ્થ્યને અસર કરવાની તેમજ સ્વાસ્થ્યને ઇજા કરવાની ક્ષમતા છે. ટેક્નોલૉજીના સંદર્ભમાં સેંકડો વર્ષોમાં ફાઉન્ડ્રી ઉદ્યોગ વિકસ્યો છે. જોકે, રેતી અને ધાતુઓ જેવી કાચી સામગ્રીઓના નિયંત્રણની સહજ પ્રકૃતિને કારણે, તેમાં એવા જોખમો રહેલાં છે જેને વ્યવસ્થિત રીતે સંબોધિત કરવાની જરૂર છે જેથી જોખમ (નુકસાનની શક્યતા)ઘટાડી શકાય. લાક્ષણિક ફાઉન્ડ્રી એકમમાં, નીચે મુજબના ચિંતાના ક્ષેત્રોને ત્રણ મુખ્ય કામગીરીઓમાં વર્ગીકૃત કરી શકાય છે

  1. કાચી સામગ્રીની તૈયારી
  2. ગલન
  3. ઉત્પાદન તૈયાર કરવું
 

લાક્ષણિક ફાઉન્ડ્રીની કામગીરી કેટલાક જોખમી પગલાં ધરાવે છે

ફાઉન્ડ્રીની સલામતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે

  1. કાચી સામગ્રીને ઑફલોડ કરવી
  2. બૅચની તૈયારી કરવી
  3. cભઠ્ઠીમાં લોડ કરવું'/li>
  4. કડછી(Ladle) નું સંચાલન કરવું
  5. કાસ્ટિંગ
  6. ધૂળ
 

દરેક પગલાઓ ચોક્કસ ભિન્ન તીવ્રતાના જોખમ અને વિપત્તિઓ ધરાવે છે

કાચી સામગ્રીની તૈયારીનો વિભાગમાં મોલ્ડની તૈયારીનો સમાવેશ થાય છે. મોલ્ડની તૈયારીમાં રોજના ધોરણે રજના ઉપયોગનો સમાવેશ થાય છે. કામદારોને રજના વધુ પડતા સંસર્ગથી પર્યાપ્ત સંરક્ષણ ઉપલબ્ધ કરાવવું જરૂરી છે

સૌથી મોટું જોખમ કડછીના સંચાલનનું છે, જેમાં ખૂબ વધારે તાપમાન પર ગલન ધાતુનો સમાવેશ થાય છે

ગલન ધાતુ માટે ભઠ્ઠીથી ગલન ધાતુની નિર્ગમન (આઉટલેટ) પ્રણાલી અને તાત્કાલિક આસપાસનો વિસ્તારની સંરચના એવી રીતે કરવી જોઇએ કે તે માનવ સંપર્ક માટે સુરક્ષિત હોય. આમાં નિર્દિષ્ટ વિસ્તારની જરૂરિયાત મુજબ સંભાળપૂર્વકની સંરચનાની જરૂર પડે છે. જુની ભઠ્ઠીઓ અથવા રેટ્રોફિટની જરૂર ધરાવતી હોય તેવી ભઠ્ઠીઓમાં ગલન ધાતુના એકત્રીકરણ માટેની સુરક્ષિત સંરચનાની વિચારણા કરવી જરૂરી છે. કેટલાંક પગલાં કે જે નિર્ણાયક છે તેમાં બહારની તરફના પ્રવાહનો દર, આઉટલેટ પાનનો ઢાળ, તેને સેડલ્સમાં રેડવાની સરળતા, જમીનથી ઉંચાઈ, અને પર્યાપ્ત જગ્યાનું ક્લિયરન્સિસ સમાવિષ્ટ છે. વધુમાં, કામદારોને ગલન ધાતુને સંચાલિત કરવાની કાર્ય મંજૂરી આપતાં પહેલાં સરળ આંતરક્રિયા દ્વારા વિવિધ સંકટો પ્રત્યે સંવેદનશીલ બનાવવા જરૂરી છે. આ સંચાલકની સુપરિચિતતા, સલામતી પ્રત્યેની સજાગતા અને જરૂરી સુરક્ષા પ્રક્રિયાઓ (અનુભવ દ્વારા અથવા અન્યથા) ને અનુસરવાને સુનિશ્ચિત કરી શકે છે. ભઠ્ઠીના સંચાલનોમાં ધાતુને રેડવાની કામગીરી દરમિયાન જરૂરી ડ્રાય પાવડર ફાયર ઍક્ષ્ટિંગુઇશરને સાથે રાખવાની વિચારણા કરવી જરૂરી છે

 

ભઠ્ઠીની કામગીરીઓ સાથે નીચેના સંકટો સંકળાયેલા છે

કામગીરી કામગીરીઓ સાથે સંકળાયેલ ઇજા અથવા સંકટ
કાચી સામગ્રીનું સંચાલન અનલોડિંગ કામગીરીઓ દરમિયાન પગ અને પંજાઓને ઇજા
હેમ્મરિંગ પગ અને અંગૂઠાની ઇજા. હાથ અને ખભાની ઇજા
બૅચ કામગીરી – ભઠ્ઠીને ભરવી હાથ અને પગને ઇજા
મોલ્ડની તૈયારી રજને શ્વાસમાં લેવી
મર્યાદિત જગ્યામાં લોડિંગ હવાનો અભાવ
રેતી સંબંધિત કામગીરીઓ લાંબા સમય સુધી સિલિકાની સાથે સંસર્ગ
ભઠ્ઠીની કામગીરીઓ ઉચ્ચ તાપમાન સાથે સંસર્ગ
ભઠ્ઠીમાંથી સામગ્રીનું અનલોડિંગ છંટકાવથી આંખોને ઇજા, શરીરના ભાગોને ઇજા, લીક થતાં સેડલ્સ અને ગલન સામગ્રીઓના રિસાવથી પગને ઇજા
ફિનિશિંગ કામગીરીઓ ધાતુના નાના ભાગો આંખોને ઇજા કરે તેમ બની શકે છે, તીક્ષ્ણ પદાર્થો હાથ અને પગને અસર કરી શકે છે
 

ગલન પગલામાં આપવામાં આવેલ ધાતુના ભઠ્ઠીમાં ઉચ્ચ તાપમાનો પર (>1000 ડિગ્રી સેન્ટિગ્રેડ) ગળવાનો સમાવેશ થાય છે. ભઠ્ઠીમાં જે સંકટો સંકળાયેલા છે તે સામગ્રીને ચાર્જ કરવી, તેને ગાળવી અને ગલન ધાતુને ભઠ્ઠીમાંથી બહાર કાઢતી વખતે હોય છે. છેલ્લાંને સૌથી વધુ જોખમકારક હોવાનું માનવામાં આવ્યું છે. ગલન ધાતુનું સંચાલન સલામત રીતે કરવામાં આવે તે જરૂરી છે. સંચાલકોને ભઠ્ઠીની કામગીરીઓના આ પૂર્વેના અનુભવોના આકલન, ફૅક્ટરીની રૂપરેખાની સમજ, ઉત્પાદનની જરૂરિયાત અને સુરક્ષિત કામાગીરીઓના જ્ઞાનને સમાવતી યોગ્ય ઇંડક્શન તાલીમ પછી અંદર લેવા જરૂરી છે. આમાં રોજગારના પ્રારંભિક દિવસો દરમિયાન સંચાલકો અને કામદારોના વ્યવસ્થાપન દ્વારા કરવામાં આવતા આકલનનો સમાવેશ થાય છે

વ્યવસ્થાપને એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે ભઠ્ઠી અને આસપાસના વિસ્તારને કોઇપણ ભંગાર અને બિનજરૂરી સામગ્રીઓથી મુક્ત રાખે. ભઠ્ઠી બધી બાજુએથી પહોંચી શકાય તેવી તેમજ અંતિમ બિંદુ સુધીનીડિસ્ચાર્જ ચૅનલ કોઇપણ પ્રકારના અવરોધો વિના ઝડપથી ચાલી શકાય તેમ સારી રીતે સ્થાપિત હોવી જોઇએ. તે લેડલ (કડછી)થી ગળેલી ધાતુને કામદારના શરીર ઉપર પડતી તેમજ ટપકતી અટકાવતી હોવાથી જરૂરી છે. ભઠ્ઠીમાંથી ગળેલી ધાતુને બહાર લેવાની કામગીરી દરમિયાન, ગળેલી ધાતુના છાંટા ઉડતા બચાવવા માટે સુરક્ષિત અંતર જાળવવું જરૂરી છે. સ્થિર પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે આઉટલેટ ચૅનલનો ઢાળ તીક્ષ્ણ ન હોય તે જરૂરી છે. સંચાલકના પગને અસર પહોંચાડ્યા વિના ધાતુના કોઇપણ પ્રકારના રિસાવને પકડી રાખવા માટે ચૅનલની નીચે નાનો ખાડો હોવો જોઇએ

આ સુરક્ષિત અને ટકાઉક્ષમ સંચાલનને સુનિશ્ચિત કરશે