અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત કરતી યોજનાઓ

છેલ્લા કેટલાક વર્ષમાં ભારતમાં એવા મહિલા ઉદ્યોગ સાહસિકોની વૃદ્ધિ જોવા મળી છે, જેમણે સમાજમાં પોતાની રીતે યોગદાન આપવા માટે તેમના ઘરની બહાર આવી છે અથવા કોર્પોરેટ નોકરીઓ છોડી છે

કોઈપણ ઉદ્યોગ શરૂ કરવામાં મૂડીની જરૂર હોય છે. એવી સંખ્યાબંધ નાણાકીય સંસ્થાઓ છે જેખાસ કરીને મહિલા ઉદ્યોગ સાહસિકોનેધિરાણઆપે છે અને તેમને મદદ થઈ શકે તેવી આર્થિક સહાયો તૈયાર કરી છે. નીચે એવી કેટલીક યોજનાઓ દર્શાવી છે જે ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે, લવચિક છે,જામીનમુક્ત ધિરાણ આપે છે અને વ્યાજનો દર પણ ઓછો હોય છે

 

વ્યાપાર સંબંધિત ઉદ્યમશીલતા મદદ અને વિકાસ (ટ્રેડ) યોજના

આ યોજના માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઈ) દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે. તેમા મહિલાઓને વ્યાપાર સંબંધિત તાલિમ, માહિતી અને વિચારવિમર્શ પ્રવૃત્તિઓ દ્વારા સશક્ત બનાવવામાં આવે છે. આ યોજના હેઠળ, સરકાર તેમજે બેંક દ્વારા આપવામાં આવેલા ધિરાણ/ઉધારના 30% ગ્રાન્ટ પણ આપે છે જેમાં મહત્તમ 30 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળે છે

 

રાષ્ટ્રીય મહિલા કોષ (આરએમકે)

1993માં સ્થાપવામાં આવેલા આ રાષ્ટ્રીય સ્તરના સંગઠનની રચના મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. આરએમકે મહિલાઓને માહિતી ક્ષેત્રમાં માઈક્રો-ક્રેડિટ આપે છે, આ ક્રેડિટ તેમને ઝંઝટમુક્ત પદ્ધતિથી મળે છે અને કોઈપણ જામીન વગર મળે છે. આ સંગઠન મધ્યસ્થી સંગઠનો (આઈએમઓ)ને ધિરાણ આપે છે અને બાદમાં તેઓ મહિલા સ્વસહાય સંગઠનો (એસએચજી)ને મદદ કરે છે

તેની વિવિધ યોજનાઓ અંતર્ગત, જો ધિરાણની રકમ રૂપિયા 1 કરોડથી ઓછી હોય તો જામીનની જરૂર નથી. જો રકમ આ આંકડાથી વધુ હોય તો, નાણાં લેનાર સંગઠને ફરજિયાત મંજૂર થયેલી રકમના 10% રકમ સુરક્ષા પેટે ફિક્સ્ડ ડિપોઝીટના રૂપમાં મુકવી પડે છે. વ્યક્તિગત મહિલા લાભાર્થીને મહત્તમ રૂપિયા 50,000નું ધિરાણમળે છે, જે આવક ઉભી કરવાની પ્રવૃત્તિઓ માટે આપવામાં આવે છે

 

સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના

આ યોજના એસસી/એસટી જ્ઞાતિઓમાંથી આવતા ઉદ્યોગ સાહસિકોને ધિરાણ આપે છે અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે મહિલાને સ્ટાર્ટ-અપ શરૂ કરવામાં મદદ કરે છે, તેમજ જે નવા હોય અને તાજેતરમાં જ શરૂ થયા હોય તેવા સ્ટાર્ટ-અપને પણ મદદ કરે છે

આ યોજનાની મદદથી, મહિલાઓ રૂ. 10 લાખથી રૂ. 1 કરોડ સુધીનું ધિરાણ લઈ શકે છે. અહીં ખાસ નોંધવું જરૂરી છે કે, આ ધિરાણએવા ગ્રીન ફિલ્ડ ઉદ્યોગો ઉભા કરવા માટે આપવામાં આવે છે જે ઉત્પાદન, સેવા અથવા વેપાર ક્ષેત્રમાં કામ કરે છે

 

મહિલાઓ માટે મુદ્રા યોજનાસ્કીમ

આ યોજનાનો પ્રારંભ ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, જેનો હેતુ મહિલાઓનો તેમના પોતાના સાહસ શરૂ કરવા અને આત્મ-નિર્ભર બનાવવાનો છે. આ ધિરાણ લેવા માટે જામીનની કોઈ જરૂર નથી. પુષ્ટિ થાય એટલે, સંબંધિત વ્યક્તિને મુદ્રા કાર્ડ મળે જે ક્રેડિટકાર્ડ જેવું જ હોય છે અને તેનો ઉપયોગ વ્યવસાય માટે જરૂર સામગ્રી ખરીદવાં થઈ શકે છે

આ યોજના નીચે દર્શાવ્યા અનુસાર ત્રણ સ્વરૂપમાં આવે છે

  • શીશુ –આ યોજના હેઠળ, મહત્તમ રકમ રૂપિયા 50,000 સુધી મર્યાદિત છે
  • એસકિશોર –સ્થાપિત ઉદ્યોગ આ યોજનામાં રૂ. 50,000થી રૂ. 5 લાખ સુધીનું ધિરાણ લઈ શકે છે
  • તરુણ –સફળ કંપનીઓ જો વિસ્તરણ કરવા માંગતી હોય તો રૂ. 10 લાખ સુધીનું ધિરાણ લઈ શકે છે

માઈક્રોફાઈનાન્સ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા ઈચ્છતી ઘણી નાણાંકીય સંસ્થાઓમાંથી એક રિલાયન્સ મની પણ છે. ભારતને ‘સ્વ-નિર્ભર’ બનાવવાની અમારી થીમ અનુસાર, અમેમાઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યુશન્સ (એમએફઆઈ) સાથે જોડાણ કરીને ભારતના સૌથી છેવાડાના વિસ્તારોમાં લોકો સુધી આર્થિક મદદ પહોંચાડી છે

સંપર્ક કરો સ્પર્ધાત્મક દરે તમારી જરૂરિયાત અનુસાર આર્થિક ઉકેલ મેળવવા માટે આજે જ અમારો