અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

શું તમારાં લગ્ન માટે ભંડોળ મેળવવા તમારે મિલકત સામે લોન લેવી જોઈએ?

ભારતમાં લગ્નને એક ભવ્ય પ્રસંગ ગણવામાં આવે છે. આખી જિંદગીમાં આ પ્રસંગ માત્ર એક જ વખત આવતો હોવાથી, લોકો તેમાં ખર્ચ કરવામાં જરાય પાછા પડતા નથી. સામાન્યપણે, ત્રણ દિવસના આ પ્રસંગમાં સંગીત, મહેંદી અને રિસેપ્શન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેથી પરંપરાગત ભારતીય લગ્નનો ખર્ચ કેટલાક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે

તમારા લગ્નના પ્રસંગ માટે પૂરતું ભંડોળ એકત્ર થઈ શકે તે માટે વહેલી તકે બચત શરૂ કરવી એ ડહાપણનું કામ છે ત્યારે, મિલકતને મોર્ગેજ કરીને આ ભંડોળ મેળવવાનો ટ્રેન્ડ પણ હાલમાં વધી રહ્યો છે. ધિરાણ આપનાર અને મિલકતના આધારે, મિલકતની કિંમતના અંદાજે 60-70% જેટલું ભંડોળ મેળવી શકાય છે

જોકે, પ્રશ્ન એ છે કે, શું તમારાં લગ્ન માટે ભંડોળ મેળવવા તમારે મિલકત સામે લોન લેવી જોઈએ?

 

કદાચ ના

બેશકપણે, મિલકત સામે લીધેલી લોનમાં તમને ઘણી મોટી રકમની લોન મળે છે જેથી તમે છૂટથી વૈભવી લગ્નનું આયોજન કરી શકો છો. રૂપિયા 50 લાખની મિલકતની 50% લોન મળે તો પણ તમને રૂપિયા 25 લાખ તો મળે જ, જે ભવ્ય લગ્ન પ્રસંગનું આયોજન કરવા માટે પૂરતા છે. જોકે, યાદ રાખો કે લગ્નનું આર્થિક કરતા ભાવનાત્મક મૂલ્ય વધારે હોય છે

 

લગ્ન પછી આવક નથી થતી

મૂળભૂતરૂપે આનો મતલબ એવો થાય કે, તમારા લગ્ન માટે તમે કરેલા ખર્ચ દ્વારા લાંબાગાળે તમારા જીવનના વિવિધ મહત્વના લક્ષ્યો હાંસલ કરવા માટે નાણાં એકઠા કરવા કોઈ પણ પ્રકારે કોઈ વધારાની આવક ઉભી થવાની નથી અને લગ્ન પછી તો તમારી જવાબદારીઓ પણ વધે છે. તમારા પર આર્થિક રીતે નિર્ભર જીવનસાથી હોય એટલે તમારે વધારાની આવક ઉભી કરવી પડે છે જેથી તમારા આગામી ઊંચા ખર્ચાઓને તમે પહોંચી શકો

તેમજ, લગ્ન પછી, તમે અને તમારા જીવનસાથી વિવિધ સમયગાળાના કેટલાક સહિયારા લક્ષ્યો પણ નક્કી કરો છો જેમકે, નવું ઘર ખરીદવું અથવા કાર ખરીદવી વગેરે. આવા લક્ષ્યોને વાસ્તવિકતામાં ફેરવવા માટે યોગ્ય ભંડોળ એકત્ર કરવા પ્રારંભિક તબક્કે જ તૈયારી કરવી જરૂરી છે. તમારા પરિવારમાં બાળકો પણ ઉમેરાય એટલે, જવાબદારી અને ખર્ચ પણ વધે છે અને તમે લગ્નમાં ખર્ચ કરવા માટે મિલકત સામે લીધેલી લોનના ઈએમઆઈ ચુકવવા એ તમારો બિનજરૂરી બોજો છે

 

આ પ્રકારની મોર્ગેજ લોનનો ઉપયોગ કરવાની આદર્શ રીત

મોર્ગેજ લોનનો ઉપયોગ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે, તમને મળેલી રકમ તમે વ્યવસાયના વિસ્તરણમાં અને વૃદ્ધિમાં એવી રીતે ખર્ચ કરો જેથી લગ્ન પછી તમારી આવકમાં વધારો થાય અને તેના કારણે તમે જીવનનાં જરૂરી લક્ષ્યો હાંસલ કરવા માટે ભંડોળ એકત્ર કરી શકો. તમને મળેલા નાણાં તમે વ્યવસાયમાં વૃદ્ધિ માટે અથવા વિસ્તરણ માટે ખર્ચો ત્યારે સુરક્ષિત આર્થિક ભાવીનો પાયો તૈયાર થાય છે અને તેનાથી તમારા વર્તમાન તેમજ ભાવી દેવાઓ તમારી આર્થિક સ્થિતિમાં વધુ પડતી ખેંચતાણ કર્યા વગર લગભગ બહુ સરળતાથી ભરપાઈ કરી શકાય છે

મિલકતો પર મળતી આ પ્રકારની લોન તમે વ્યવસાયમાં વિસ્તરણ/વૃદ્ધિ ઉપરાંત, તમારી પ્રોડક્ટ અથવા સેવાઓમાં સુધારો લાવવા માટે રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ પણ ખર્ચી શકો છો અને એકંદરે તેનાથી તમારી આવકમાં વધારો કરી શકો છો. ઉપરાંત, તમારી આવકમાં થયેલી વૃદ્ધિના કારણે તમે જે નફો કમાઓ તેમાંથી જ લોનની પુનઃચુકવણી પણ સુનિશ્ચિતપણે કરી શકો છો અને વર્તમાન બચત ખર્ચવાની જરૂર પડતી નથી. અન્યથા તે બચત ખર્ચાઈ જતા તમારા જીવનનાં લક્ષ્યો પર તેની વિપરિત અસર પડી શકે છે. લાંબા ગાળા પર ચુકવેલું વધુ વ્યાજ વ્યવસાયમાંથી મળેલી સિલક સાથે સરભર કરી શકાય છે

 

છેલ્લાં શબ્દ

મિલકત પર મળતી લોન તમારી આવકમાં વધારો થઈ શકે તેવા ઉત્પાદક હેતુ માટે તમે ખર્ચ કરો તે ખૂબ જ આવશ્યક છે. મિલકત સામે લીધેલી લોન લગ્નમાં ખર્ચવાથી તમને ત્વરીત આનંદ ચોક્કસ મળશે પરંતુ લાંબાગાળે તમારા ખિસ્સા પર મોટો ફટકો પડી શકે છે

રિલાયન્સ મની ખાતે, તમે ઊંચા એલટીવીએ અનુકૂલિત પુનઃચુકવણીના વિકલ્પો સાથે મિલકત સામે મોટી લોન મેળવી શકો છો. વધુ જાણવા માટે,અહીં ક્લિક કરો