અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

યૂઝ્ડ કાર ખરીદવા માટે તમારે પર્સનલ લોન લેવી જોઈએ કે કાર લોન?

પોતાના વાહનના માલિક હોવું લગભગ તમામ લોકો માટે સ્વપ્ન સાચુ સાબિત થવા સમાન બાબત હોય છે. પોતાની કાર હોવી મોટાભાગના લોકોની ટોચની ત્રણ ઇચ્છામાં સામેલ હોય છે. બજારમાં ઘણા વિદેશી કાર નિર્માતાઓના પ્રવેશની સાથે, ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં અત્યારે સ્પર્ધા ઘેરી બની ગઈ છે અને હાલ કાર તમારા ખર્ચેલા પૈસા સામે સારી સુવિધાઆપે છે અને તેમાં સતત એડવાન્સ વિશેષતાઓ ગ્રાહકને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે

ઇન્ડિયા બ્લૂ બુકના "ઇન્ડિયા પ્રી-ઓન્ડ કાર માર્કેટ રિપોર્ટ 2016” અનુસાર, વર્ષ 2016માં કુલ 33 લાખ વપરાયેલી કાર અથવા યૂઝ્ડ કાર વેચાઈ હતી. આ આંકડો નવી કારની તુલનામાં 1.2 ગણો વધારે હતો. અને સાથે જ પાછલા વર્ષની તુલનામાં પણ વેચાણમાં મોટો ફરક જોવા મળ્યો હતો. જ્યારે તેનો ગુણોત્તર 1:1 હતો ત્યારે નિષ્ણાતોએ આગાહી કરી હતી કે વર્ષ 2020 સુધીમાં યૂઝ્ડ કારનો ગુણોત્તર 2:1નો થઈ જશે

યૂઝ્ડ કારના વેચાણમાં વધારા માટે ઘણા પરિબળોને જવાબદાર માનવામાં આવી શકે છે, તેમાં મુખ્ય કારણોમાં જોઈએ તો સૌથી મુખ્ય પરિબળ તે પરવડે તેવી હોય છે. કારણ કે તેની પર રોડ ટેક્સ અને લોડિંગ ચાર્જ જેવા કેટલાક ચોક્કસ ચાર્જ લાગુ પડતા નથી. સાથે જ એવુ પરિદૃશ્ય પણ છે, જ્યાં કારના ડ્રાઇવિંગ માટે આત્મવિશ્વાસ નહીં ધરાવતા લોકો નવી કાર ખરીદવાના સ્થાને યૂઝ્ડ કાર ખરીદવાનું પસંદ કરતા હોય છે. આ બાબત લોકોને ઓછી કિંમતે સારી કાર ખરીદવાની તક પણ પૂરી પાડે છે

ઇન્ડિયા બ્લૂ બુકના રિપોર્ટમાં સાથે જ કહેવાયુ હતું કે પ્રી-ઓન્ડ કારની સરેરાશ કિંમત 3-4 લાખની વચ્ચે બેસે છે. તે નવી કારની તુલનામાં સસ્તી હોવા છતાં પણ મધ્યમવર્ગના ગ્રાહકો માટે તે ઊંચી કિમત છે. અને આવા ગ્રાહકો પોતાની ખરીદીના ફાઇનાન્સ માટે લોન લેતા હોય છે

યૂઝ્ડ કાર લોન્સ દેખિતી રીતે જ એક યોગ્ય પસંદગી હોય છે. પણ આશ્ચર્યની વાત આ છે કે યૂઝ્ડ કારની ખરીદી માટે હવે લોકો મોટી સંખ્યામાં પર્સનલ લોન પણ લઈ રહ્યા છે. આપણે સારી અને સ્પષ્ટ સમજણ માટે તે બંનેની તુલના કરીએ

 

લોનની મુદ્દત

યૂઝ્ડ કાર લોન માટેની મુદ્દત કારની વય અને તેની સ્થિતિ પર મોટાપ્રમાણમાં આધાર રાખે છે. જો કારની સ્થિતિને મોટા પ્રમાણમાં મેઇનટેનન્સની જરૂર હોય, તો મોટાભાગના નાણાં ધીરનાર ઓછી રકમ ફાળવતા હોય છે

તેવી જ રીતે જો કારની વય વધારે હોય તો, યૂઝ્ડ કાર લોન માટેની મુદ્દત પણ ઘટી જાય છે. મોટાભાગના ધીરનારો આવી કાર માટે મહત્તમ 5 વર્ષની લોન મુદ્દત આપતા હોય છે. પર્સનલ લોનમાં આવા કોઈ નિયંત્રણ હોતા નથી અને તેમાં નાણાં ધીરનારો જરૂર પડે તો પૂરી લોન ચૂકવવા માટે 5 વર્ષનો પૂરો સમય આપે છે

 

ક્રેડિટ રેટિંગ

પર્સનલ લોનની પ્રકૃતિ અસુરક્ષિત પ્રકારની હોય છે અને તેથી ડિફોલ્ટ થવાના કેસમાં અહીં કોઈ પૈસા પાછા મળવાની ખાતરી હોતી નથી. અસુરક્ષિત પ્રકારની લોન હોવાને કારણે, પર્સનલ લોનની સફળતાપૂર્વક મંજૂરી માટે સારો ક્રેડિટ સ્કોર અત્યંત જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે

યૂઝ્ડ કાર લોન્સ એ સુરક્ષિત લોન છે, જ્યાં જેના માટે નાણાં ધીરવામાં આવ્યા છે, તે સંપત્તિ લોન આપનારી નાણાકીય સંસ્થા સાથે ગીરવે મુકાયેલી હોય છે. તેથી, આ પ્રકારની લોનમાં ક્રેડિટ સ્કોરનું ખાસ મહત્વ હોતું નથી અને નીચો કે ઓછો ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિઓ પણ યૂઝ્ડ કાર લોન મેળવવા માટે લાયક મનાય છે

 

વ્યાજ દર

યૂઝ્ડ કારની લોન માટેના વ્યાજ દર સામાન્ય રીતે 14-18 ટકાની વચ્ચે હોય છે, જ્યારે પર્સનલ લોન માટે 11-24 ટકાની વચ્ચે વ્યાજ વસૂલવામાં આવે છે. યૂઝ્ડ કાર લોન આ સંદર્ભમાં સસ્તી હોય છે. પણ, તમારા ક્રેડિટ સ્કોરને આધારે, યૂઝ્ડ કાર લોન કરતાં સસ્તી પર્સનલ લોન મેળવવી વધુ શક્ય હોય છે

આમ, તમારા માટે આ લોન છે, જે તમે લઇ શકો છો. આ બે પ્રકારની લોન વચ્ચે આ મોટા ફરક છે. તમે તમારી નાણાકીય સ્થિતિ અને ક્રેડિટ રેટિંગને આધારે કોઈ પણ લોનની પસંદગી કરી શકો છો. રિલાયન્સ મની, ન્યૂનત્તમ દસ્તાવેજ, અને અગવડ રહિત પ્રક્રિયા તેમજ આકર્ષક વ્યાજ દર સાથે પર્સનલ અને યૂઝ્ડ કાર લોન એમ બંને પ્રકારની લોન ઉપલબ્ધ કરાવે છે