અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું


 

નોટબંધી પછીના યુગમાં એસએમઈ - બદલાતા સમયમાં માનસિકતામાં પરિવર્તન જરૂરી - શ્રી. કે.વી. શ્રીનિવાસન

 

ભારતના ચલણમાં સૌથી વધુ વપરાશ ધરાવતી મોટી નોટો પર પ્રતિબંધ મૂકવાનો કેન્દ્ર સરકારનો 8મી નવેમ્બરનો નિર્ણય સંભવતઃ ગેમ ચેન્જર હતો. અત્યાર સુધી આપણા અર્થતંત્રમાં રોકડ વ્યવહારનું પ્રમાણ વધું હતું અને ઉદ્યોગો ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો ("એસએમઈ") રોકડમાં જ વ્યવહાર કરતા હતા

 

સરકાર દ્વારા ઉદ્યોગોને સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે તે ઈચ્છે છે કે અર્થતંત્રમાં ક્રમશઃ રોકડ વ્યવહાર ઓછો થાય અને ઉદ્યોગો ચેક/ઈલેક્ટ્રોનિક પેમેન્ટ્સ જેવી પદ્ધતિઓ અપનાવે, જેથી તેમના પર વધુ સારી રીતે ટ્રેકિંગ રાખી શકાય, કર જવાબદારી વધે અને તેનાથી ટેક્સ રેટ નીચો આવી શકે છે. વેપારમાં વધુ સારી રીતે પાલન અને બિઝનેસ આવકની પ્રમાણિક રિપોર્ટિંગમાંથી કોઈ છટકી નથી. એકવાર જીએસટી લાગુ થઈ જાય પછી, આવકના અંડર રિપોર્ટિંગની શક્યતાઓ વધુ મુશ્કેલ બનશે. આપણી ખાસ કરીને એસએમીસ સમક્ષ બે જ વિકલ્પ છે કે દેશમાં થઈ રહેલા આ પરીવર્તનની અવગણના કરીએ અને લાંબાગાળે સહન કરીએ અથવા પરીવર્તનને અપનાવી લઈએ અને પારદર્શીતાનો મહત્તમ લાભ લઈએ. આદર્શ રીત તો એ છે કે એસએમઈએ આ તકનો લાભ ઉઠાવવો જોઈએ અને પેમેન્ટ્સની ઇલેક્ટ્રોનિક પદ્ધતિનું સ્વાગત કરવું જોઈએ. રોકડ તરફનું વળગણ દૂર કરવા અને પેમેન્ટ્સ માટે બેન્કિંગ/ઈલેક્ટ્રોનિક પદ્ધતિ સ્વીકારવા માનસિક્તા બદલવાની જરૂર છે

 

ઈલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા ટ્રાન્ઝેક્શન્સ કરનારા એકમોમાં પરિવર્તિત થનારા એસએમઈસને અનેક લાભ મળશે

  • અસંગઠિત અર્થતંત્રના ભાગરૂપ એક મોટો હિસ્સો મુખ્યપ્રવાહમાં આવશે.
  • એસએમઈસ પણ તેમની આર્થિક બાબતો પર નિયંત્રણો મારફત લાભ મેળવી શકશે.
  • તેમના માટે નવા બજારો ખુલી શકે છે. - ઉદાહરણરૂપે ઈ-કોમર્સનો એક મોટો ભાગ કેશલેસ પેમેન્ટ પદ્ધતિ પર કામ કરે છે અને એસએમઈસ સરળતાથી આ સેગ્મેન્ટમાં પ્રવેશી શકે છે.
  • વિશ્વસનીય વ્યાપારિક આંકડાઓના રીપોર્ટિંગ કરનારા એસએમઈસને બેન્કો અને નાણાકીય સંસ્થાઓ વધુ સરળતાથી ધીરાણ આપી શકશે. - તેનાથી આ પ્રકારના એસએમઈસનો વૃદ્ધિદર વધશે.
  • તેઓ તેમનો સાચો વૃદ્ધિદર રીપોર્ટ કરશે અને તે રીતે તેમના કારોબારમાં બાહ્ય રોકાણકારોને આકર્ષી શકશે.
 

એસએમઈસ પરંપરાગત રીતે નવી ટેક્નોલોજી અને પરીવર્તન અપનાવવામાં ધીમા હોય છે અને અનેક વખત આ બાબત તેમની વૃદ્ધિમાં અવરોધો સર્જે છે. કદાચ એસએમઈસ માટે પરંપરાગત માનસિક્તાથી આગળ વધવાનો અને તેમના બિઝનેસ કલેક્શન અને પેમેન્ટ્સના સંચાલન માટે ડિજિટલ બનવાનો સમય આવી ગયો છે

 

કોઈપણ એસએમઈસ નાની શરૂઆત કરી શકે છે- તે તેમના કર્મચારીઓને બેન્ક એકાઉન્ટ્સ ખોલવામાં મદદ કરીને અને તેમનો પગાર સીધો જ તેમના ખાતામાં જમા કરાવી શકે છે અથવા રોકડના બદલે તેમને પ્રી-પેઈડ કાર્ડ્સ આપી શકે છે અથવા સપ્લાયર્સને નેફ્ટ/આરટીજીએસ મારફત પેમેન્ટ કરી શકે છે. કદાચ શરૂઆતમાં તેમનો પ્રતિકાર થઈ શકે છે, પરંતુ સમય જતાં બધા તેમને સ્વીકારશે. આખરે, માનસિક્તામાં પરીવર્તન ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, બરાબર ને ?

 

આ વિશ્વ ડિજિટલ બની રહ્યું છે - શું એસએમઈસ તેમાં પાછળ રહી જશે ? કેશલેસ બનવું એ આજના સમયની માત્ર જરૂરિયાત જ નથી, પરંતુ તે આત્મનિર્ભરતાનું એક મહત્વનું સાધન પણ છે