અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

સોશિયલ મીડિયાના ઉત્કર્ષે ગ્રાહકો દ્વારા વસ્તુઓ અને સેવાઓના ઉપયોગની રીતભાત બદલી નાખી છે. વર્તમાન ટેક-સેવી બજારમાં વપરાશની પરંપરાગત પદ્ધતિ હવે વધુ સાંદર્ભિક નથી રહી. આથી વ્યવસાયો, નાની અને અબજોની કિંમતની બ્રાન્ડ્સેતેમના લક્ષિતવર્ગની માંગણીઓને પહોંચી વળવા અને તેમના વિશે વધુ જાણવા માટે સોશિયલ મીડિયાની શક્તિનો ઉપયોગ શરૂ કર્યો છે


ઈન્ટેલિજન્ટ એનાલિટિક્સ પ્લેટફોર્મ, ટ્રેકમેવેન અનુસાર, 2018 સુધીમાં વૈશ્વિક સોશિયલ મીડિયાના વપરાશકારો વધીને 2.44 અબજ થઈ જશે. તેમાંથી કેટલાને તમે તમારા ગ્રાહક તરીકે જુઓ છો?


વી આર સોશિયલ સિંગાપોર દ્વારા કરાયેલા વૈશ્વિક સોશિયલ મીડિયા અને મોબાઈલ આંકડાઓના અભ્યાસ અનુસાર, જાન્યુઆરી 2015થી ભારતમાં સરેરાશ 15% એક્ટિવ મોબાઈલ સોશિયલ વપરાશકારોની વૃદ્ધિ થઈ છે. સોશિયલ મીડિયાનો સરેરાશ દૈનિક વપરાશ 2 કલાક 17 મિનિટ છે


આથી જો તમારા વ્યવસાયે હજુ સુધી સોશિયલ મીડિયા ઝુંબેશ ન અપનાવી હોય તો, આ દિશામાં આગળ વધવા માટે હાલમાં ઉત્તમ સમય છે. તમારે શા માટે તે અપનાવવું જોઈએ તે સમજાવતા કેટલાક લાભો અહીં દર્શાવ્યા છે


સોશિયલ મીડિયા કેવી રીતે મદદ કરે છે

  • વધુ એક્સપોઝર

સોશિયલ મીડિયા તમારી બ્રાન્ડને મોટી સંખ્યામાં પ્રેક્ષકો સમક્ષ મુકે છે. વિવિધ વ્યવસાયો અને માર્કેટર્સ એવું માને છે કે સોશિયલ મીડિયા તેને વધુ એક્સપોઝર (અભિદર્શન) આપે છે અનેઆથી જ તેનો ઉપયોગ કરવાનું આ એક પાયાનું કારણ છે. વધુમાં તમારા ઉદ્યોગનું વેચાણ વધારવા માટે, તેસંભવિત ઉમેદવારોને આકર્ષે છે

  • જાહેરખબર અને માર્કેટિંગનો ખર્ચ ઘટાડે

વાઈરલ ટ્રેન્ડ્સ, ‘લાઈક્સ’, ‘ક્લિક્સ’, ‘શેઅર્સ’ અને મેન્શન્સ દ્વારા, સોશિયલ મીડિયા તમારા માર્કેટિંગના ખર્ચને ઘટાડી શકે છે. ગ્રાહક-કેન્દ્રિત બ્રાન્ડ ઉભી કરવાની તેનામાં અસર છે અને તે ઓછા દરે પ્રેક્ષકો સુધી પહોંચી શકે છે. ગ્રાહકોને હસ્તગત કરવાના ખર્ચમાં માર્કેટિંગના પરંપરાગત માધ્યમોની તુલનાએ નોંધપાત્ર ઘટાડો થાય છે કારણ કે તે માધ્યમોમાં તમારે અગાઉથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું પડે છે

  • બ્રાન્ડ બનાવે છે

આજના સમયમાં, અનન્ય અથવા પ્રહરી બની શકે તેવા વ્યવસાયના વિચારો ભાગ્યે જ મળે છે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વ્યવસાયના અનન્યવ્યક્તિત્વ (અથવા બ્રાન્ડ)ને દર્શાવી શકાય છે. તમારા સ્ટાર્ટઅપની પડદા પાછળની વિગતોથી માંડીને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબલિટી (સીએસઆર) પહેલ સુધીની વિગતો અંગે તમારે વ્યવસાયની તમે ઈચ્છો તેવી છબી લોકો આગળ ધરી શકો છો. આવી વ્યૂહનીતિ તમને વફાદાર ગ્રાહકો (કાયમી ગ્રાહકો) આપી શકે છે. પેરરબોટ, અમુલ જેવી બ્રાન્ડ્સ આ પ્રકારની વ્યૂહનીતિ દ્વારા જસફળતાપૂર્વક વફાદાર ગ્રાહકો અંકે કરી રહી છે

  • વેચાણ વધે છે અને નવા પ્રેક્ષકો સુધી પહોંચી શકાય છે

શ્રેષ્ઠ સોશિયલ મીડિયા વ્યૂહનીતિ હંમેશા વેચાણ અને એક્સપોઝર વધારશે, આમપરંપરાગત માધ્યમોની તુલનાએ ઝડપથી તમારા રોકાણનું વળતર પાછુ આપે છે. જે વ્યવસાયોએ સોશિયલ મીડિયા કન્સેપ્ટ અપનાવ્યો તેમણે ન અપનાવનારાઓને બહાર ધકેલી મુક્યા છે તે વાત ખૂબ વ્યાપકપણે પુરવાર થયેલી છે. બ્રાન્ડ અંગે જાગૃતિ વધારીને, તમેતમારા ઉત્પાદન અને સેવાઓ માટે નવા ગ્રાહકો ખેંચી લાવવાનો પ્રયાસ કરવા તેમના સુધી પહોંચી શકો છો. નાના વ્યવસાયોતેમની ફીડ અને પોસ્ટ્સ પરથી ગ્રાહકોને એમેઝોન ચેકઆઉટ વગેરે સાથે લિન્ક કરીને તે દિશામાં ગ્રાહકોને વાળી શકે છે

  • ગ્રાહકોને ઓળખવા

સોશિયલ મીડિયા સીધા જ ગ્રાહકો સાથે તમને જોડે છે. ઓનલાઈન વાતચીત દ્વારા, તમે તેમની સાથે એક બંધન બનાવી શકો છો. તેનાથી તેમની જરૂરિયાતો, માંગણીઓ અને તેમની વર્તણુંકને સમજવાની તમને એક નવી તક મળે છે. તેમના મંતવ્યો અને ચિંતાઓની મદદથી તમે નવી ઉત્પાદ તૈયાર કરી શકો છો અને સ્પર્ધકોથી આગળ રહી શકો છો. ગ્રાહકની ખુશીથી હંમેશા વ્યવસાય વધે છે
વૃદ્ધિની સફળ વ્યૂહનીતિ માટે સૂચનો

  • તમારા વાંચકો ઈચ્છતા હોય તે જ શેઅર કરો
  • હંમેશા જથ્થાના બદલે ગુણવત્તાને પસંદ કરો
  • વિવિધ મીડિયા ચેનલ્સ માટે તમારી માહિતીની રૂપરેખાને તે અનુસાર તૈયાર કરો
  • લોકોના જોડાણ માટે તેમને કોઈને કોઈ પ્રકારે પ્રોત્સાહન આપો
  • સોશિયલ મીડિયા તજજ્ઞનું આઉટસોર્સિંગ કરવામાં જરાય નાનપ ન અનુભવશો

ઉપરની તમામ બાબતો સુચવે છે કે, નાના વ્યવસાયો માટે માર્કેટિંગ અવરોધિત અથવા સંપૂર્ણ બાકાત ન હોવું જોઈએ. સોશિયલ મીડિયા આજના સમયમાં જરૂરી છે કારણ કે આ એવી જગ્યા છે જ્યાં ગ્રાહકો હોય છે. નાના વ્યવસાયો તેની શક્તિનો લાભ લે અને લોકોના ધ્યાનમાં આવે તેમજ લોકો તેના વિશે સાંભળે તે હવે જરૂરી છે


સફળતાની ગાથા
શરૂઆતમાં, Fabbag.comઅને ઝીરોવન ટેકનોલોજીસે સોશિયલ મીડિયાને અપનાવ્યું અનેમાર્કેટમાં તેમની ઉપસ્થિતિનો અહેસાસ કરાવ્યો. રંગ દે એનજીઓએ પણ તેમનો વેબ ટ્રાફિક વિવિધ સોશિયલ પ્લેટફોર્મ્સ દ્વારા વધાર્યો છે