અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

તમારા ક્લાયન્ટનો વિશ્વાસ જીતવા માટેના કેટલાક આઈડિયા

વર્તમાન સમયમાં વ્યવવસાયો ગ્રાહકો સાથે આજીવન સંબંધો બાંધવા પર ખૂબ આધાર રાખે છે. બધી બાબતોને ધ્યાનમાં લીધા પછી, એક વાત ચોક્કસ છે કે તમે જેવી ગુણવત્તા વાળા સંબંધો જાળવો છો તેના પર લાંબાગાળાના વેચાણ અને માર્કેટિંગની સફળતાનો આધાર છે

અબ્રાહમ મેસ્લોની હાઇરાર્કિ ઓફ નીડ્સ (જરૂરિયાતોનો વંશવેલો) થીયરીમાં વિશ્વાસ આધારિત સંબંધોને મૂળભૂત મનોવિજ્ઞાનિક માનવીય જરૂરિયાતોમાંથી એક ગણવામાં આવે છે. વ્યવસાયના સંદર્ભમાં વાત કરીએ તો, વિશ્વાસ તમને ગ્રાહકોના વાંધાઓમાંથી બહાર આવવામાં મદદ કરે છે, તેનાથી સારો તાલમેલ રહે છે અને વેચાણ ઝડપથી થાય છે. તમારા પર વિશ્વાસ કરે તે ગ્રાહક અન્યોને પણ તમારી બ્રાન્ડની ભલામણ કરશે

તાજેતરના સર્વેમાં જાણવા મળ્યું હતું કે માત્ર 3% ગ્રાહકો સેલ્સ અને માર્કેટિંગ પ્રોફેશનલ્સને ભરોસાપાત્ર માને છે. વિશ્વાસનો આ અભાવ ખરીદદારોની વર્તણૂક પર કંઈ મૂળભૂત માનવીય બાબતો પ્રભાવ પાડે છે તે વ્યવસાય માલિકો અને મેનેજરોને સમજવા માટે એક છુપી તક પૂરી પાડે છે. અહીં એવી કેટલીક બાબતો બતાવી છે જે તમારી બ્રાન્ડ દ્વારા આપવામાં આવતા સંદેશને સુધારી શકે છે અને ગ્રાહકના જીવનચક્રમાં દરેક તબક્કે તમારા નફામાં તમે વધારો જોઈ શકો છો

 

1. મૂલ્ય પર ધ્યાન આપો

વ્યવસાય મૂળરૂપે જેને મૂલ્યોની જરૂર છે તેમને તે પૂરા પાડવાનું કામ છે. તમારી પ્રોડક્ટ/સેવા દ્વારા આપવામાં આવતા મૂલ્ય પર ધ્યાન આપો અને કેવી રીતે તમારા ગ્રાહકોને તે મદદરૂપ થઈ શકે છે તેના પર ધ્યાન આપો. ભરોસો સ્વાભાવિક સહમતિ બની શકે છે. વેચાણ સાર્થક બનાવવા માટે લક્ષિત વ્યક્તિને ઉમદા મૂલ્ય આપતી સામગ્રીને અનુલક્ષી વેચાણની પ્રક્રિયા થવી જોઈએ

તેનાથી લોકો તમારો ઔપચારિક રીતે સંપર્ક કરે તે પહેલા તેમને લાંબાગાળાની ખરીદીનો મહત્વનો નિર્ણય લેવા માટે તેમના પર પ્રભાવ પાડી શકો છે. તેના અન્ય લાભોમાં, ગ્રાહક હસ્તાંતરણ ખર્ચ (CAC) ઘટે છે અને ફરી જળવાઈ રહેવાનો દર તેમજ ગ્રાહક સંતોષ (CSAT) દર વધે છે

 

2. યોગ્ય અપેક્ષાઓ નિર્ધારિત કરો

તમે શું કરશો અને શું નહીં કરો તે સ્પષ્ટ કરો. વ્યવસાયમાં, જો વચનભંગ થાય તો એકથી વધુ ગ્રાહક જતા રહે તેવું બની શકે છે; પરિણામે તમારી પ્રતિષ્ઠા જાય છે

અજમાવી જોવાની ઑફર અને યોગ્ય પ્રદર્શન તમારા ગ્રાહકોને તમારી પ્રોડક્ટ તેમની જરૂરિયાતોમાં બંધબેસવા માટે સારી છે કે કેમ તે નક્કી કરવામાં મદદરૂપ થાય છે. લાંબાગાળે, આનાથી તમે વિશિષ્ટ પ્રેક્ષકોને આકર્ષી શકો છો અને તમારા વેચાણમાં પુનરાવર્તન જોવા મળે છે

 

3. સાતત્યતા આપો

તમારા ગ્રાહક બંધાવાની સફળતા તમે સમયસર અને ગ્રાહકના બજેટમાં રહીને ડિલિવરી આપો તેના સાપેક્ષમાં હોય છે. માલના જથ્થાનું પૂર્વાયોજન,સ્ટાફ, હેરફેર અને કાર્યદળનું યોગ્ય સંચાલન એકધારી (સાતત્યપૂર્ણ) અને ભરોસાપાત્ર સેવા આપવા માટે મહત્વપૂર્ણ છે

આજીવન સહાય અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની સ્વીકૃતિ અન્ય એવા ક્ષેત્રો છે જેની મદદથી તમે અન્યો કરતા અલગ તરી આવો છો

 

4. પ્રતિભાવ માંગો

બ્રાન્ડ્સ માટે, સક્રીયપણે ગ્રાહકોનો પ્રતિભાવ માંગવો અને તેના પર કામ કરવું એ વ્યવસાયની પ્રાથમિકતા હોય છે. તેનાથી વારંવાર પ્રોડક્ટનો વિકાસ થાય છે અને તમે અન્યોની તુલનાએ ઘણા આગળ રહી શકો છો. સર્વે, પ્રશ્નોત્તરી અને સામાજિક બાબતો સાંભળવી એ સુધારા માટે શ્રેષ્ઠત્તમ તકો જાણવાના ખૂબ જ ઉત્તમ સાધનો છે

 

5. સમસ્યા સ્વીકારો અને તેનો ઉકેલ લાવો

જો કોઈ સમસ્યા જાણવામાં આવે તો, તુરંત જ ગ્રાહકની ચિંતા સ્વીકારો અને તેના ઉકેલ માટે યોગ્ય પગલાં લો તે ખૂબ મહત્વનું છે. આમ કરવામાં જો નિષ્ફળ રહો તો તમારા ગ્રાહકના અનુભવ પર વિપરિત અસર પડી શકે છે અને તેનાથી સંભવિત કાયદેસર પળોજણો પણ આવી શકે છે

સમસ્યા ઉકેલવાનું સૌથી પહેલું પગલું એ છે કે તમે સમસ્યા હોવાનું સ્વીકારો. અખંડિતતા પોતે જ એક એવો પાયો છે જેના પર ભરોસો અને સમાજ બનેલા છે

વિચારવિમર્શનો અભિગમ અપનાવવાથી સંભવિત ગ્રાહકો સાથે ઓપન એન્ડેડ વાર્તાલાપમાં જોડાયેલા રહેવામાં મદદ મળી શકે છે અને તેનાથી તેમની જરૂરિયાતો ખુશી સાથે સંતોષાય છે અને તેમની જરૂરિયાત અનુસાર ઉકેલ આવી શકે છે. તમારા લક્ષિત પ્રેક્ષકોના મનમાં એક અલગ જ બ્રાન્ડ ઓળખ બનાવવા માટે ગ્રાહક સૌથી પહેલી વખત તમારી બ્રાન્ડ શોધે ત્યારથી જ તેમની સાથે સંબંધોનું સિંચન કરવાની શરૂઆત કરી દેવી પડે છે

યોગ્ય સાધનો, ટેક્નોલોજી અને રિલાયન્સ મની દ્વારા આપવામાં આવતી વ્યવસાય વિસ્તરણ લોન જેવા ધીરાણ સાથે તમે તમારા ક્લાયન્ટ્સનો વિશ્વાસ જીતવાની અને તેમની સાથે મજબૂત સંબંધો બાંધવાની તમારી સફરનો પ્રારંભ કરી શકો છો