અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

તમારા વ્યવસાયને આગામી સ્તરે લઈ જવા માટે આ વ્યૂહાત્મક પગલાં અનુસરીને તમારી રમતમાં ટોચે રહો

શું તમે તમારા વ્યવસાયમાં એવા તબક્કે છો જ્યાં સારું કામ તો કરો છો પરંતુ સ્થિરતાનો ભય સતાવે છે? તો હવે બહેતર અને મોટી બાબતો તરફ જવાનો, પ્રયોગો કરવાનો અને કોઈ પણ બાબતને ઢંઢોળવાનો સમય થઈ ગયો છે

આ પાંચ વ્યૂહાત્મક રીતોથી, તમે તમારા વ્યવસાયને આગામી સ્તરે લઈ જઈ શકો છો અને તમારી રમતમાં ટોચના સ્થાને રહી શકો છો

 

તમારું પોતાનું રીબ્રાન્ડિંગ કરો

તમારા વ્યવસાયની લોકોમાં બનેલી છાપ બદલવા માટે અને બજારમાં ફરી ચર્ચામાં આવવા માટે રીબ્રાન્ડિંગ (ફરી બ્રાન્ડિંગ) અભિયાનની યુક્તિઓ શોધો. તમારી વેબસાઈટ, ઓફિસ અને પ્રોડક્ટ્સનું નવી કલર સ્કીમ (નવા રંગો), નવા લોગો અનુસાર મેકઓવર કરો અને કોમર્શિયલ્સ તેમજ સ્પોનશરશીપ જેવા માર્કેટિંગના સાધનોનો પણ ઉપયોગ કરો

રીબ્રાન્ડિંગ કરવાથી નવા ગ્રાહકો મેળવવામાં ફાયદો થાય છે તે ઉપરાંત તમારા વ્યવસાયને વર્તમાન સમય સાથે સુસંગત રાખવા માટે બદલાતા ટ્રેન્ડ્સ અને અપેક્ષાઓ જાળવવામાં પણ તેનાથી મદદ મળી રહે છે. રીબ્રાન્ડિંગ અભિયાન હાથ ધરવા માટે તમે સરળતાથી વ્યવસાય ધિરાણ માટે અરજી કરી શકો છો

 

સોશિયલ મીડિયા માર્કેટિંગ કરો

સોશિયલ મીડિયા માર્કેટિંગ અને કોર્પોરેટ બ્લોગ બંને આધુનિક માર્કેટિંગના એવા બે પરિબળો છે જે ગ્રાહકોનું ધ્યાન ખેંચવા માટે આવશ્યક છે. ફેસબુક જેવા કેટલાક ચોક્કસ પ્લેટફોર્મ્સ તમામ પેઢીના લોકોમાં લોકપ્રિય બની ગયા છે. આથી, તમારું લક્ષિત બજાર ભલે ગમે તે હોય, તે ઓનલાઈન ચોક્કસ હોય જ

મોટાભાગની કંપનીઓ તેમની વાંચન સામગ્રી અને સોશિયલ મીડિયા માર્કેટિંગની સંભાળ રાખવા માટે આખી ટીમ રાખે છે અથવા આઉટસોર્સિંગ કરે છે. કોઈપણ પ્રકારે, આ પરિબળને તમે પ્રગતિ કરવા માટે અવગણી શકો નહીં

 

નવીનતા લાવવાનું ચાલુ રાખો

નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને વિકાસ કરીને નવી પ્રોડક્ટ લાઈન્સ, પ્રક્રિયાઓ અને ઉકેલો લોન્ચ કરો. લોકો માટે કંઈક નવું લાવવા માટે સતત નવું કરવાનું ચાલુ રાખો. વર્તમાન પ્રોડક્ટ્સ માટે નવી ખાસિયતો શોધવા મગજ કસો અને ગ્રાહકોની જરૂરિયાતો તેમજ પ્રાધાન્યતાઓને ધ્યાનમાં રાખીને બહેતર પ્રોડક્ટ્સ લાવો. આવી જરૂરિયાતો સંતોષવા માટે તમે નાની વ્યવસાય લોન માટે અરજી કરી શકો છો

અન્ય એક મહત્વનું પરિબળ હરીફો સાથે કદમતાલ મિલાવવાનું છે. તમારી ઈન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે અને કોણ શું કરી રહ્યું છે તેની તમને ખબર હોવી જોઈએ

 

તમારી પહેલ વિશે જાહેરાત કરો

તમારી જાતને સીએસઆર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે શામેલ કરો. પરંતુ સૌથી મહત્વની વાત યાદ રાખો કે જ્યારે તમે સીએસઆર અને હરિત પહેલ કરો ત્યારે, તમારે તેની જાહેરાત કરવી પણ જરૂરી છે

તમારે લોકોને જણાવવું જરૂરી છે કે તમે શું કામ કરી રહ્યા છો અને લોકોમાં તમારા વ્યવસાયની પ્રવૃત્તિઓ તેમજ મુલ્યો વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ

 

વિસ્તરણ કરો

જો તમારી પ્રોડક્ટ્સ અથવા સેવાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ ન હોય તો, ગ્રાહકો કદાચ બે વાર વિચાર કર્યા વગર જ તમારા હરીફો તરફ વળી જાય તેવી સંભાવનાઓ વધી જશે. તમામ મહત્વના સ્થાનોએ શાખાઓ શરૂ કરવા ઉપરાંત, તમે સત્તાવાર વેબસાઈટ દ્વારા તમારી ઓનલાઈન ઉપસ્થિતિ બતાવો એ જરૂરી છે. તેમજ, અજાણ્યા ક્ષેત્રોમાં પણ આગળ વધવા માટે બજાર દ્વારા મળતી વિસ્તરણની તકો પર ચાંપતી નજર રાખો

આ બધુ કરવા કરતા કહેવું ઘણું સહેલું છે, ખાસ કરીને આર્થિક પરિબળ સામે આવે ત્યારે વિચાર કરવો પડે છે. જોકે, આ વ્યૂહાત્મક પગલાં તમારા વ્યવસાયને આગામી સ્તર સુધી લઈ જઈને તમને વળતર આપશે

રીલાયન્સ મની દ્વારા આપવામાં આવતી વ્યવસાય વિસ્તરણ લોન તમારા વ્યવસાયનું વિસ્તરણ કરવા માટે અને તેને આગામી સ્તરે લઈ જવા માટે આર્થિક પીઠબળ પૂરું પાડે છે. વ્યવસાય વિસ્તરણ લોન વિશે વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો