ઉપયોગની શરતો

ઉપયોગ માટેની શરતોમાં સુધારો કરવાની અને તેને લાગુ કરવાની તારીખઃ 29 જૂન, 2018

પિયુ ગ્રાહક,

રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (“RCFL” અથવા “ કંપની”)ની માલિકીની [www.reliancemoney.com] (“વેબસાઇટ” અથવા તો “સાઇટ”)ને ઉપયોગમાં લેતા પહેલા કૃપા કરીને આ ઉપયોગની શરતો/નિયમો અને શરતોને ખૂબ જ સાવધાનીપૂર્વક વાંચી લો. આ કરાર સાઇટના મુલાકાતીઓ, યુઝર્સ અથવા તો ગ્રાહકો (જેમને સામુહિક રીતે તમે અથવા તો યુઝર્સ કહેવામાં આવશે) માટે કાનૂની રીતે બંધનકર્તા નિયમો અને શરતો નક્કી કરે છે. ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ના સંદર્ભમાં (સમય સમયે તેમાં કરાયેલા સુધારાઓ પ્રમાણે), આ દસ્તાવેજ એક ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે. આ સેવા/સેવાઓને કોઈ પણ રીતે, જેમાં સાઇટની મુલાકાત લેવી, બ્રાઉઝિંગ કરવાની વાત સામેલ છે પણ ત્યાં સુધી મર્યાદિત નથી,અથવા કન્ટેન્ટ, માહિતી અથવા અન્ય સામગ્રી અથવા સેવાઓ સાઇટને આપવા પર, તમે આ વાતને સમર્થન આપો છો કો તમે ઉપયોગની આ શરતો વાંચી, સમજી છે અને તમે તેનાથી બંધાઓ છો. ઉપયોગની શરતોની સ્વીકૃતિ તમારી અને આરસીએફએલ વચ્ચે રહેશે, જે આ સેવા પૂરી પાડે છે, તેના સિવાય જે સામાન્ય રીતે આરસીએફએલ ગ્રુપના એકમો (જેમ અમારી ગોપનીયતા નીતિમાં વ્યાખ્યાઇત કરાયુ છે તેમ) દ્વારા તેમના સંબંધિત વેબ પેજ/સાઇટ્સ પર તમને પૂરી પડાય છે.

આરસીએફએલ ગ્રુપના તમામ એકમો તેમની પોતાની કાનૂની ઓળખ અને વેબપેજીસ ધરાવે છે (જેની વિગતો તેમના પોતાના વેબપેજીસ/સાઇટ્સ પર આપેલી છે) પણ આ વેબસાઇટમાં તેનો “ગ્રુપ”, “અમે” અથવા “આપણે” તરીકે પ્રયોગ કરાયો હશે જ્યાકે આપણે આરસીએફએલ ગ્રુપ એકમનો સામાન્ય રૂપે પ્રયોગ કરીએ અથવા જ્યાં કોઈ પણ આરસીએફએલ સહયોગી કંપનીને ઓળખવાથી કોઈ હેતુ સર ન થતો હોય.

ઉપયોગની આ શરતો વેબસાઇટ અને તમામ સહયોગી વેબપેજીસ/સાઇટ્સ જે [www.reliancemoney.com.] સાથે જોડાયેલા છે, તેમના પ્રવેશ અને ઉપયોગને લાગુ પડશે. આ સાઇટ અને તમામ અન્ય જોડાયેલા વેબ પેજીસ/સાઇટ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓને લાગુ પડનારા નિયમો, દિશાનિર્દેશો, નીતિઓ, નિયમો અને શરતો તમને પણ લાગુ પડે અને તે તમામને આ ઉપયોગની શરતોમાં સામેલ માનવામાં આવશે અને તેને આ ઉપયોગની શરતોનો હિસ્સો માનવામાં આવશે.

આ સ્પષ્ટતા કરવામા આવે છે કે ઉપયોગના સંદર્ભમાં એક ચોક્કસ લિંગ પ્રત્યેના તમામ સંદર્ભોને, વિજાતીય લિંગના અને કાનૂની અથવા બિનતટસ્થ એકમો હોય તેવા યુઝરો, સહિત યુઝરોના સંદર્ભમાં સામેલ મનાશે.

તમામ કેપિટલાઇઝ્ડ શરતો, જ્યાં સુધી તેના વિશે આ ઉપયોગની શરતોમાં સ્પષ્ટ રીતે જણાવાય નહીં, ગોપનીયતા નીતિમાં તેમને પ્રદાન કરાયેલો અર્થ ધરાવતી હોવાનું મનાશે.

સેવાઓ અને ઉત્પાદનોનો સાર

આરસીએફએલએ ખાનગી ક્ષેત્રમાં ભારતની અંગ્રણી અને સૌથી મૂલ્યવાન નાણાકીય સેવાઓ આપનારી કંપની છે. આરસીએફએલના એસેટ મેનેજમેન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ્સ, જીવન, સામાન્ય અને આરોગ્ય વીમો, કોર્મશિયલ અને હોમ ફાઇનાન્સ, ઇક્વિટી અને કોમોડિટી બ્રોકિંગ, વેલ્થ મેનેજમેન્ટ સેવાઓ, નાણાકીય સેવાઓના ડિસ્ટ્રીબ્યુશન, એસેટ રિકન્સ્ટ્રક્શન, પ્રોપરાયટરી ઇન્વેસ્ટમેન્ટ્સ અને નાણાકીય સેવાની અન્ય પ્રવૃત્તિઓમાં રસ છે.

યુઝર કન્ટેન્ટ સબમિશન

સાઇટ, ઇમેલ, વેબસાઇટ અને અન્ય માધ્યમો મારફત કંપની વિભિન્ન કન્ટેન્ટને પહોંચ માટે સુગમ બનાવે છે જેમાં વીડિયો, ફોટોગ્રાફ્સ. તસવીરો, ગ્રાફિક્સ, ઓડિયો ક્લિપ્સ, કોમેન્ટ્સ, ડેટા, ટેક્સ્ટ, સોફ્ટવેર, સ્ક્રિપ્ટ્સ, પ્રોજેક્ટ્સ, અન્ય સામગ્રી અને માહિતી, અને સંબંધિત ટ્રેડમાર્ક્સ અને કોપીરાઇટ લાયક કાર્યો (સામુહિક રીતે જેને કન્ટેન્ટ કહેવાય છે). સામેલ છે, પણ તે મર્યાદિત નથી. યુઝર પ્રદાન કરવાની, ઉમેરવાની, રચના કરવાની, અપલોડ, સબમીટ, ડિસ્ટ્રીબ્યુટ કરવાની, વહેંચણી સુગમ બનાવવાની, એકત્ર કરવાની, પોસ્ટ કરવાની કે કન્ટેન્ટને પહોંચ લાયક બનાવાની ક્ષમતા ધરાવી શકે છે.

શરતોની સ્વીકૃતિ

તમે આ સાથે નીચેના કામો કરીને આરસીએફએલની ઉપયોગની શરતોનો સ્વીકારો છોઃ:

 • સાઇટ પર કન્ટેન્ટને સર્ફ કરીને અને તેને જોઇને;
 • સાઇટ પર એકાઉન્ટ બનાવીને;
 • સાઇટ પર સાઇન અપ કરીને; અને/અથવા
 • સાઇટ અથવા તેની પર ઉપલબ્ધ સેવાઓની વિશેષતાનો ઉપયોગ કરીને;

તમે વધુમાં આ વાતે સહમત થાવ છો અને સ્વીકારો છો કેઃ:

 • તમે અમારી સાથે કરાર કરવા માટે લાયક છો;
 • તમે ઉપયોગની શરતોને વાંચી છે; અને
 • તમે ઉપયોગની શરતોથી બંધાવવા માટે સહમત થાવ છો.

તમને ઑફર કરવામાં આવતી સેવાઓ અથવા ઉત્પાદનો, તમારા દ્વારા, ગોપનીયતા નીતિ જે આ દસ્તાવેજમાં ઉલ્લેખિત છે અને અન્ય ઓપરેટિંગ નિયમો, નીતિઓ અને પ્રક્રિયાઓ જે આ સાઇટ પર પ્રકાશિત હોય, જે સંદર્ભ દ્વારા ટાંકવામાં આવી હોય અને તમને નોટીસ આપ્યા વિના જ આરસીએફએલ દ્વારા જેમાં સુધારો કરાયો હોય તેના સહિત (જે તમે સાઇટ પર જોઇ શકો છો) આ ઉપયોગની શરતોમાં સામેલ નિયમો અને શરતો તમારી સ્વીકૃતિનો વિષય રહેશે. વધુમાં, કેટલીક સેવાઓ અને ઉત્પાદનો જે આ સાઇટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે તે વધારાના નિયમો અને શરતો જેને કંપનીએ સ્વીકાર્યા છે તેના વિષયને આધીન રહેશે. આ સેવાઓનો તમારા દ્વારા ઉપયોગ તે વધારાના નિયમો અને શરતોનો વિષય રહેશે, જેને આ સંદર્ભ દ્વારા આ ઉપયોગની શરતોમાં આવરી લેવામાં આવેલા છે.

આરસીએફએલ પોતાના વિવેક પ્રમાણે, સાઇટ્સની સેવાઓ કોઈ પણ વ્યક્તિ અથવા એકમને ઑફર કરવાનો ઇનકાર કરી શકે છે અને લાયકાતના માપદંડોને ગમે તે સમયે બદલી શકે છે. આ જોગવાઇ ત્યારે રદ મનાશે જ્યારે તે કાયદા હેઠળ પ્રતિબંધિત હોય અને તે ન્યાયક્ષેત્રમાં સાઇટની સેવા સુધી પહોંચનો અધિકાર ઉઠાવી લેવાયો હોય.

આ સાથે જ આ સ્પષ્ટ કરવામાં આવે છે કે “ઉપયોગની શરતો” સાથે “હું સહમત છું” અથવા “શરતો અને નિયામો” પર ક્લિક કરવાને, તમે ઇલેક્ટ્રોનિક રીતે આ કરારને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 હેઠળ સ્વીકાર કર્યો હોવાનું માનવામાં આવશે. તમારા દ્વારા સમય-સમયે સુવિધાનો ઉપયોગ કરાવાની બાબત ઉપયોગની શરતોમાં, તેમાં કરાયેલા કોઈ પણ અન્ય સુધારા અથવા પરિવર્તન સહિત, તમે તેને સ્વીકારો છો તેમ મનાશે અને જ્યાં સુધી અહીં નીચે વ્યાખ્યાઇત કરાયેલી જોગવાઇ પ્રમાણે આ કરારને રદ ન કરી દેવામાં આવે ત્યાં સુધી તમે આ કરારથી બંધાયેલા રહેશો.

તમે સાથે જ આ વાતે સહમત થાવ છો અને સ્વીકારો છો કે, જ્યાં સુધી સ્પષ્ટ રીતે પૂરી ન પડાય, ત્યાં સુધી આ ઉપયોગની શરતો માત્ર આ વેબસાઇટ અને આ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવાતી સુવિધાને જ લાગુ પડશે. આરસીએફએલ ગ્રુપના તમામ એકમો પોત-પોતાના વ્યક્તિગત વેબ પેજ/સાઇટ્સ ધરાવી શકે છે, જેના માલિક સંબંધિત આરસીએફએલ ગ્રુપ એકમ હોઇ શકે છે અને તે સંબંધિત આરસીએફએલ ગ્રુપ એકમ દ્વારા પૂરી પડાતી સુવિધા તે વેબ પેજીસ/વેબસાઇટ્સ પર પોસ્ટ કરાયેલી ઉપયોગની શરતો મારફત વિનિયમિત કરાશે અને તમે ઉપરોક્ત આરસીએફએલ ગ્રુપ એકમના, તેમના પોતાના વેબ પેજીસ/સાઇટ્સ અથવા કોઈ પણ અન્ય મોડ પર રહેલી તેમની સુવિધાનો ઉપયોગ કરતી વખતે તેના નિયમો અને શરતોને માનવા બંધાયેલા રહેશો. આરસીએફએલ આરસીએફએલ ગ્રુપ એકમોમાં સમય-સમયાંતરે સુધારો કરવાનો અધિકાર અનામત રાખે છે. યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ આરસીએફએલ ગ્રુપ એકમોની યાદીની નિયમિત રીતે સમીક્ષા કરતા રહે.

ઉપયોગની શરતોમાં સુધારો

આરસીએફએલ પોતાના સંપૂર્ણ વિવેક અનુસાર, કોઈ પણ સમયે, કોઈ પણ કારણોસર, જે કાયદામાં પરિવર્તનને કારણે પાલન માટે મર્યાદિત ન હોય, તેમ, વિસંગતીઓ, બાદબાકી, ભૂલોને સુધારવા માટે, ઉત્પાદનો અને સેવાઓની સંભાવવાને સુધારવા, કંપનીના પુર્નગઠન અથવા ફરીવાર માળખું તૈયાર કરવા, માર્કેટ પ્રેક્ટિસ અથવા ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઉપયોગની શરતોમાં સુધારો કરવાનો, તેને બદલવાનો અથવા તેને પરિવર્તિત કરવાનો, સ્થગિત કરવાનો અથવા સાઇટ અને તેની સેવાઓ તેમજ ઉત્પાદનોને બંધ કરવાનો (કોઈ પણ ફીચર,ડેટાબેઝ અથવા કન્ટેન્ટની ઉપલબ્ધતા સહિત, જોકે તે મર્યાદિત નથી) અધિકાર અનામત રાખે છે. આરસીએફએલ કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના જ કે જવાબદેયિતા વિના જ સાઇટ પર ચોક્કસ ફીચર્સ, પ્રોડકટ્સ અને સેવાઓ પર મર્યાદા લાદી શકે છે અથવા તો સાઇટના અમુક હિસ્સા કે સમગ્ર સાઇટ સુધી તમારી પહોંચને મર્યાદિત કરી શકે છે. આ તમારી જવબાદારી બને છે કે તમે નિયત સમયાંતરે પરિવર્તન માટે ઉપયોગની શતોને ચેક કરતા રહો. ઉપયોગ અંગેની શરતોમાં પરિવર્તન પોસ્ટ કરાય તે બાદ પણ તમારા દ્વારા સાઇટનો ઉફયોગ કરાતો રહે તો તેને તમે તે પરિવર્તનોને સ્વીકારો છો તેમ માનવામાં આવશે અને સાથે જ તમે આ વાત પણ અનુમોદિત કરો છો તેમ મનાશે કે તમે તેનાથી બંધાયેલા છો.

જો તમે ઉપયોગની શરતો પેકી કોઈ પણ શરતો સાથે સહમત નથી કે તેને સ્વીકારતા નથી તો, તમે આ વેબસાઇટનો ઉપયોગ નહીં કરી શકો અથવા તો અમને તમારી ચિંતા - rcfl.nodalofficer@relianceada.com પર ઇમેલ કરો.

રજીસ્ટ્રેશન

તમે સાઇટ પર રજિસ્ટ્રેસન કરાવ્યા વિના જ કન્ટેન્ટને જોઇ શકો છો પણ સાઇટના કેટલાક ચોક્કસ પાસાઓનો ઉપયોગ કરવા માટેની શરત પેટે, તમારે નીચેના કાર્યો કરવાના રહેશે. (1) સાઇટ પર એકાઉન્ટ તૈયાર કરવાનું રહેશે,(2) સાઇટ પર સાઇન અપ કરવાનું રહેશે અને /અથવા, (3) સાઇટ અથવા તેની પર ઉપલબ્ધ સેવા કે ફીચરનો ઉપયોગ કરવા માટે. તમે કંપની અને તેની સાઇટ પર રજિસ્ટર કરાવી શકો છો અને યુઝર આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને યૂઝર પ્રોફાઇલ બનાવી શકો છો. સાઇટ સાથે જ તમને તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ જેમ કે ફેસબુક, લિન્ક્ડઇન વગેરેનો પણ ઉપયોગ કરવા દે છે. તમારા લોગ ઇન પ્રેફરેન્સ તરીકે સાઇટ તમારી મંજૂરી વિના તમારા, સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર કોઈ વસ્તુ પોસ્ટ કે પ્રકાશિત નહીં કરે. વધુમાં, તમને સચોટ, પૂર્ણ અને અપડેટેડ રજિસ્ટ્રેશન માહિતી આપવામાં આવશે. તેમ કરવામાં નિષ્ફળતા ઉપયોગની શરતોનો ભંગ મનાશે, જેના કારણે તમારા એકાઉન્ટને તાત્કાલિક રદ કરવામાં આવી શકે છે. તમે નીચે પૈકી કોઈનો યુઝર આઇડી, ડોમેઇન નેમ, અથવા પ્રોજેક્ટ નેમ, કોઈ પણ નામ કે શબ્દનો ઉપયોગ ન કરી શકો:

 • જો તે નામ અન્ય વ્યક્તિનું હોય, અને તે નામનો ઉપયોગ એકાઉન્ટ તેનું હોય તેવી છાપ ઊભી કરવા માટે પ્રયોજવાનો આશય ધરાવતા હો
 • જો તે અન્ય વ્યક્તિના અધિકારનો વિષય હોય અને તેમની યોગ્ય મંજૂરી ન હોય. અથવા
 • જો તે ખરાબ, અભદ્ર અને અશ્લીલ હોય, અતવા
 • તે કોઈ પણ પ્રકારે લાગુ પડતા કાયદા કે કરારની ફરજોનો ભંગ કરતું હોય.

તમારા યુઝર આઇડીનો ઉપયોગ આરસીએફએલ ગ્રુપના કોઈ પણ એકમની ઉત્પાદનો અથવા સેવાઓને લગતા કોઈ પણ ટ્રાન્ઝેક્શનના નિયમન અને તેને ટ્રાન્ઝએક્ટ કરવા માટે કરી શકાશે. આરસીએફએલ ગ્રુપના એકમોની ઉત્પાદનો અને સેવાઓને લગતી તમારી તમામ જરૂરિયાતોને જોવા માટે અને ટ્રાન્ઝેક્શન કરવા માટે એક યુઝર આઇડી તમને એકલ લોગઇન આઇડી માટે સમર્થ બનાવશે. આરસીએફએલ ગ્રુપના એકમોની કોઈ પણ વેબસાઇટ પર સંબંધિત આરસીએફએલ ગ્રુપના એકમની વેબસાઇટ પર રજિસ્ટર તમારી ઓળખના પુરાવાઓને લોગઇન કરીને આ ઉત્પાદનો/સેવાઓ લેતી વખતે અને યુઝર આઇડી તૈયાર કરતી વખતે પ્રામાણિકરણની પ્રક્રિયાને નિયત રીતે પૂર્ણ કર્યા બાદ એક યુઝર આઇડી તૈયાર કરવામાં આવી શકે છે.

તમે યુઝર આઇડી તૈયાર નહીં કરવાનું પણ પસંદ કરી શકો છો, જેવા કેસમાં તમે તમારી ઉત્પાદનોને આરસીએએફએલ ગ્રુપના એકમોમાં એક જ પેજ પર પ્રદર્શિત નહીં કરી શકો.

આરસીએફએલ પોતાના સંપૂર્ણ વિવેક અનુસાર યુઝર આઇડીને રદ કરવાનો કે રજિસ્ટ્રેશનને નકારવાનો, ડોમેઇન નેમ અને પ્રોજેક્ટ નામને રદ કરવાનો કે તેના રજિસ્ટ્રેશનને નકારવાનો અધિકાર અનામત રાખે છે. તમારા એકાઉન્ટ પર થતી ગતિવિધિઓ માટે તમે એકલા જવાબદાર રહેશો અને સાઇટ માટે તમારા પાસવર્ડની ગુપ્તતાને જાળવવા માટે પણ તમે જ જવાબદાર રહેશો. તમે અન્ય કોઈ પણ યુઝરના એકાઉન્ટનો ઉપયોગ તે યુઝરની મંજૂરી વિના નહીં કરી શકો. જો કોઈ તમારા એકાઉન્ટનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરે અથવા તો અન્ય કોઈ જાણીતો સુરક્ષા સંબંધિત ભંગ થયેલો જણાય, તો તમે તરત જ લેખિતમાં આરસીએફએલને તેની જાણકારી આપશો.

તમે તમને ગમે ત્યારે તમારા એકાઉન્ટને ડિએક્ટિવેટ કરી શકો છો, જે સંજોગોમાં, તમારું નામસ સંપર્કની વિગતો અને તમે અપલોડ કરેલી પ્રોફાઇલ તસવીર સહિતની તમારી પ્રોફાઇલને લગતી માહિતી અમારા ડેટાબેઝમાંથી (0) દિવસ/મહિનામાં ડીલીટ થઇ જશે. અને તમે સાથે જ આ પણ સમજો છો અને સહમત થાવ છો કે તમે તમારા એકાઉન્ટમાંથી તમારું નામ અથવા કેટલીક માહિતીને ડીલીટ કરો છો, પણ તે કેટલીક ઓનલાઇન સર્ચમાં દેખાતી જોવા મળી શકે છે. આરસીએફએલનું સર્ચ રિઝલ્ટ પર કોઈ નિયંત્રણ નથી, જે આવી થર્ડ પાર્ટી એન્જીન કે વેબસાઇટ પર જોવા મળતા હોય.

આરસીએફએલના અધિકારો

આરસીએફએલ નીચેના અધિકારો ધરાવે છેઃ:

 • કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના કે જવાબદેયિતા વિના, પોતાના વિવેક પ્રમાણે ગમે ત્યારે ;
 • ઉત્પાદનો કે સેવામાં ફેરફાર કરવા;
 • ઑફર કરાતી સેવાઓ કે ઉત્પાદનો માટે કોણ લાયક છે, તેનો નિર્ણય કરવો;
 • પોતાના લાયકાતના માપદંડોને ગમે ત્યારે બદલવા, અને ;
 • કોઈ પણ સમયે, કોઈ પણ કારણોસર કોઈ પણ પ્રોજેક્ટને નકારવો, રદ કરવો કે તેને રોકવો અથવા સસ્પેન્ડ કરવો.

આરસીએફએલનો યુઝરના સબમિશન અને કન્ટેન્ટ પર કોઈ માલિકી અધિકાર નહીં રહે. જોકે, ઉપયોગની શરતોનો સ્વીકાર કરીને, તમે આરસીએફએલને તમારી સાથે જોડાયેલી જેમ ગોપનીયતા નીતિમાં વ્યાખ્યાઇત કરાયેલી છે તેમ) તમામ માહિતીને એકત્ર કરવાની, તેને સંગ્રહિત કરવાની, પ્રોસેસ કરવાની, તેની સમીક્ષા અને ખુલાસો કરવાની કે જાહેર કરવાની સહમતિ, તે માહિતીને એકત્ર કરવાના સમયે નિયત હેતુ માટે ઉપયોગમાં લેવા અથવા તે વખતે જણાવાયેલા હેતુ માટે ઉપયોગમાં લેવા અને ગોપનીયતા નીતિ પ્રમાણે તેને પ્રયોગમાં લેવાની સહમતિ આપો છો. તમે ઇંગિત કર્યુ હોય અને સહમત થયા હો તેના સિવાય, આ સાઇટ તમારી માહિતીને એક્ત્ર અને સંગ્રહિત કરતી નથી. સેવા અને ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાના હેતું માટે, વેબસાઇટ આરસીએફએલ ગ્રુપના એકમો અને તેમના સત્તાપ્રાપ્ત બિઝનેસ પાર્ટનર્સ અથવા થર્ડ પાર્ટી એજન્ટ્સનો ઉપયોગ કરશે અને તે વાતને સમજીને તમે આરસીએફએલ ને આરસીએફએલ ગ્રુપ એકમો અને તેમના બિઝનેસ પાર્ટનર્સ અથવા થર્ડ પાર્ટી એજન્ટ્સ સાથે આવી માહિતી વહેંચવા/પૂરી પાડવા માટે તમે ઓથોરાઇઝ્ડ કરો છો. તમારી વિનંતી/ટ્રાન્ઝેક્શન અમલીકરણ અને આરસીએફએલ ગ્રુપ એકમની ઉત્પાદનો અથવા સેવા અથવા સુવિધાઓને માટે અથવા તો ડેટા એનાલિટિક્સ માટે અથવા તો તમને વહીવટી નોટિસ, એલર્ટ્સ, અથવા તમારા હેતું સંબંધિત સંદેશ મોકલવા માટે (અને તેમાં પ્રમોશનલ્સ ઇમેલ અથવા એસએમએસ અથવા ફોન કોલ અથવા કોઈ પણ અન્ય રીત જે કાયદા હેઠળ માન્ય છે તેની મારફત) અથવા તો વપરાશની સમીક્ષા કરવા માટે અને સુવિધા/સમાધાન જે ઑફર કરાય છે તેમાં સુધારો કરવા માટે અથવા તો કોઈ પણ રિસર્ચ અથવા ટ્રબલ શૂટિંગ સમસ્યાઓ, ભૂલો શોધવી અને તે ભૂલો સામે સંરક્ષણ આપવું અથવા તો ફીચર્સને સુધારવા, વેબસાઇટ પરની સુવિધાઓને તમારા રસ અનુસાર બનાવવી અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમારો સંપર્ક કરવા માટે માહિતીની આ પ્રકારની વહેંચણી વિશુદ્ધ રીતે તેને પૂરી કરવા/પૂર્ણ કરવા અને તમારી માહિતીના પ્રામાણિકરણ માટે છે.

આરસીએફએલ તમારી અંગત માહિતી કોઈ પણ સહયોગી ન હોય તેવી થર્ડ પાર્ટીને તમારી પૂર્વ લેખિત મંજૂરી વિના નહીં પ્રદાન કરે અને તે લેખિત મંજૂરીમાં ઇલેક્ટ્રોનિક સહમતિ સામેલ રહેશે.

થર્ડ પાર્ટી સાઇટ્સ

તમારા વેબસાઇટનો ઉપયોગ કરાવા દરમિયાન તમે, વેબસાઇટ પરના જાહેરાતપ્રદાતાઓ અથવા સભ્યો અથવા તેના સ્પોન્સર્સ પાસેથી માલસામાનની ખરીદી અને/અથવા સેવાઓ લઇ શકો છો અથવા તો તેમના પ્રમોશનમાં ભાગ લઇ શકો છો. જ્યાં સુધી જણાવાય નહીં ત્યાં સુધી આવા કોઈ પણ કોરસ્પોન્ડન્સ, જાહેરાત, ખરીદી અથવા પ્રમોશન,જેમાં માલસામાન અને/અથવા સેવાની ડિલિવરી અને તેની ચુકવણી સામેલ છે, તેમજ કોઈ પણ અન્ય નિયમો અને શરતો, વોરન્ટી અથવા આવા કોરસ્પોન્ડન્સ સાથે સંબંધિત રજૂઆતો, ખરીદી કે પ્રમોશન વિશુદ્ધ રીતે તમારી અને લાગુ પડતી થર્ડ પાર્ટી વચ્ચે રહેશે. તમે આ વાતે સહમત થાવ છો કે આવા કોઈ પણ કોરસ્પોન્ડન્સ, ખરીદી અથવા પ્રમોશન જે તમારી અને આવી કોઈ પણ થર્ડ પાર્ટી વચ્ચે થાય તેમાં આરસીએફએલની કોઈ પણ પ્રકારની જાવબાદારી કે જવાબદેયિતા નહીં રહે.

આ વેબસાઇટને વર્લ્ડ વાઇડ વેબ પર અન્ય વેબસાઇટ્સ સાથે જોડવામાં આવી શકે છે, જેમનું નિયંત્રણ આરસીએફએલના હાથમાં નથી અને ન તો તેને કંપની દ્વારા મેઇન્ટેન કરાય છે. આવી લિન્ક્સ અથવા જોડાણ સંબંધિત બાહ્ય વેબસાઇટ, તેની કન્ટેન્ટ્સ અથવા તેની પર દેખાતી લિન્ક્સને અમારા તરફથી કોઈ મંજૂરી નથી કે ન તો તે અમારી કોઈ જવાબદારી દર્શાવે છે. તમે સંબંધિત વેબસાઇટ્સ, સેવાઓ અને/અથવા ઉત્પાદનો જેમાં તમને રસ હોય, તે તમે ઝડપથી અને સરળતાથી શોધી શકો અને તમને સુવિધા રહે તે માટે આ લિન્ક્સ પૂરી પાડવામાં આવે છે. આ તમારી જવાબદારી છે કે તમે આ નિર્ણય કરો કે આવી કોઈ પણ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ સેવાઓ અને /અથવા ઉત્પાદનો તમારા હેતું માટે અનુકૂળ છે કે કેમ. આરસીએફએલ એ આ વેબસાઇટ્સની માલિકો અથવા ઓપરેટરો અથવા તો કોઈ પણ માલસામાન અથવા સેવાઓ જે તેમના દ્વારા પૂરી પડાય છે અથવા તો તેમની વેબસાઇટની કન્ટેન્ટ માટે જવાબદાર નથી અને તે આના સંબંધમાં કોઈ પણ શરતો, કે વોરન્ટી અથવા અન્ય શતો કે રજૂઆતોમાં માં ઉતરતું નથી અથવા તો પ્રદાન કરતું નથી કે નતો તે આ કોઈ પણના સંબંધમાં કોઈ જવાબદેયિતા સ્વીકારતી નથી. ( કોઈ પણ બાહ્ય વેબસાઇટ્સની કન્ટેન્ટ જે આ વેબસાઇટ પર લિન્ક ધરાવતી હોય અને જે કોઈ પણ થર્ડપાર્ટીના બૌદ્ધિક સંપદા અધિકારનો ભંગ કરતી હોય, તો તેવા સંજોગોમાં પેદા થતા કોઈ પણ દાવા સામેની જવાબદેયિતા સહિત.).

આવેદન અને વોરન્ટી

આ સાથે જ તમે આરસીએફએલને રીપ્રેઝેન્ટ અને વૉરન્ટ કરો છો કેઃ:

 • તેમના દ્વારા ઓનલાઇન અથવા ઓફલાઇન રજિસ્ટ્રેશન દરમિયાન ઉપલબ્ધ કરાવાયેલી તમામ માહિતી સાચી અને સચોટ છે; અને
 • તેઓ સક્ષમ છે (જો વ્યક્તિ 18 વર્ષથી વધુ વયની હોય તો તેવા કેસમાં) અને પોતાના વતી અથવા તો કોઈ પણ અન્ય વ્યક્તિ મારફત, કંપની અથવા અન્ય એકમ મારફત કરાર કરવા થવા તો એરેન્જમેન્ટમાં ઉતરવા માટે કાનૂની અધિકાર (કાનૂની એકમ હોય તો તેવા કેસમાં, યોગ્ય કોર્પોરેટ મંજૂરી મારફત) ધરાવે છે.

સામાન્ય નિયમો અને શરતો

નિયમો અને આચરણ

ઉપયોગની શરતો પ્રમાણે, તમે આ સાઇટ તેવા કોઈ પણ હેતુ માટે ઉપયોગ નહીં કરો જેની સામે ઉપયોગની શરતો અથવા કાયદા હેઠળ પ્રતિબંધ હોય. સાઇટ અને તેની સેવાઓ માત્ર તમારા અંગત, બિનવ્યવસાયિક ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવાય છે (સિવાય કે ઉપયોગની આ શરતોમાં મંજૂરી અપાઇ હોય). સાઇટ અને તેની સેવાઓના સંબંધમાં તમારી તમામ પ્રવૃત્તિઓ માટે તમે જવાબદાર રહેશો. તમે કોઈ પણ થર્ડ પાર્ને તમારું એકાઉન્ટ ઉપયોગમાં નહીં લેવા દો, કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરવા દો અથવા તો કન્ટેન્ટ સબમિટ નહીં કરવા દો, જેઃ:

  1. તમે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કોઈ પણ પેટન્ટ, ટ્રેડમાર્ક, ટ્રેડ સિક્રેટ, કોપીરાઇટ, પ્રકાશનનો અધિકાર, અથવા કોઈ પણ વ્યક્તિ અથવા એકમના અધિકારોનો ભંગ નહીં કરો કે, ન તો કોઈ પણ કાયદા અથવા તો કરારનો ભંગ નહીં કરો
  2. તમે જાણો છો કે તે ખોટી, ગેરમાર્ગે દોરનારી અથવા સત્ય નથી;
  3. તે ગેરકાયદે, જોખમી, અપમાનજનક, હેરાનગતિ કરનારી, બદનક્ષીકારક, જવાબદારીભરેલી, ખોટી અને છેતરપિંડી કરનારી, ત્રાસદાયક, અશ્લીલ, અથવા અન્યની પ્રાઇવેસીમાં ઘૂસણખોરી કરનારી છે;
  4. અવાંછનિય અથવા ગેરકાયેદે જાહેરાત અથવા પ્રમોશનલ સામગ્રી અથવા કોઈ પણ જ્ન્ક ઇમેલ, સ્પામ અથવા ચેઇન લેટર્સ છે;
  5. કોપી (કાગળ પર પ્રિન્ટ લઇને, ડિસ્ક પર સ્ટોર કરીન અથવા ડાઉનલોડ કરીને અથવા કોઈ પણ અન્ય રીતે), વહેંચણી (નકલોના વિતરણ સહિત) ડાઉનલોડ, ડિસ્પ્લે, પરફોર્મ, રિપ્રોડ્યુસ, વહેંચણી, સુધારો, એડિટ, ફેરફાર, વધારો, પ્રસારણ, અથવા કોઈ પણ રીતે તેમાં ચેડા અથવા અન્ય રીતે વેબસાઇટમાં સામેલ સામગ્રીનો તમે કરી શકો તેના સિવાયનો ઉપયોગ. આ પ્રકારના નિયંત્રણો વેબસાઇટના તમામ અથવા અમુક હિસ્સાને લાગુ પડે છે;
  6. આ માહિતીને કોપી કરીને તેને અન્ય સર્વર પર વહેંચવી, અથવા તુમાં સુધારો કરવો અથવા તો આ સિસ્ટમ પરથી ટેક્સ્ટ અથવા ગ્રાફિક્સનો અન્ય સિસ્ટમ પર ફરીવાર ઉપયોગ કરવો. વેબસાઇટના કોઈ પણ હિસ્સાનું રિપ્રોડક્શનનું વેચાણ નહીં કરી શકાય અથવા તો તેને વેપારીક ફાયદા માટે વિતરિત નહીં કરી શકાય, અને સાથે જ તેમાં સુધારો નહીં કરી શકાય અથવા કોઈ પણ કામ, પ્રકાશન અથવા વેબસાઇટમાં તેને આવરી નહીં લઇ શકાય. હાર્ડ કોપીમાં કે ઇલેક્ટ્રોનિક ફોર્મેટ બંનેમા, તેમાં અન્ય વેબસાઇટમાં પોસ્ટિંગ પણ સામેલ છે;
  7. વેબસાઇટ, આ વેબસાઇટની લિન્ક્સ પરથી કોપી કરાયેલ અથવા પ્રિન્ટ કરાયેલા કોઈ પણ અસલ મટિરિયલ (સામગ્રી)માં સામેલ કોઈ પણ કોપીરાઇટ, ટ્રેડ માર્ક અથવા અન્ય બૌદ્ધિક સંપદા નોટિસને અમારી લેખિત મંજૂરી વિના દૂર નહીં કરી શકાય;
  8. આરસીએફએલ અથવા કોઈ પણ થર્ડ પાર્ટીના કોઈ પણ સોફ્ટવેટ,હાર્ડવેર અથવા ટેલિકમ્યુનિકેશન ઉપકરણોના યોગ્ય સંચાલનને પ્રભાવિત કરવા તૈયાર કરાયેલા હોય કે જેનો આશય કાર્ય સંચાલલને વિખેરવા, નુકસાન પહોંચાડવા અથવા મર્યાદિત કરવા અથવા તો તેમાં હસ્તક્ષેપ કરવા માટે કે તેને નુકશાન કરી શકે તેવા અથવા તેની સિસ્ટમ, ડેટા, પાસવર્ડ અથવા અન્ય માહિતી સુદધી ગેરકાયદે પહોંચ માટે તૈયાર કરાયેલા વાઇરસ વાળા સોફ્ટવેર અથવા કોઈ પણ કમ્પ્યુટર કોડ્સ, ફાઇલ અથવા પ્રોગ્રામ સામેલ હોય;અથવા તો
  9. કોઈ વ્યક્તિ અથવા એકમની નકલ કરતું હોયસ જેમાં આરસીએફએલના કર્મચારીઓ અથવા પ્રતિનિધિઓ સહિત.
  10. વધુંમાં તમારે આ પણ કરવાનું નથીઃ:
   1. એવી કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરો જે (આરસીએફએલ દ્વારા તેના વિવેક પ્રમાણે નક્કી કરાય) કોઈ પણ અયોગ્ય અથવા અપ્રમાણસર રીતે મોટો લોડ આરસીએફએલ અથવા તેના થર્ડ પાર્ટી પ્રદાતાઓના માળખા પર નાખે અથવા નાખી શકે;
   2. આ સેવા અથવા કોઈ પણ અન્ય પ્રવૃત્તિ જે આ સેવા પર કરાતી હોય તેમાં હસ્તક્ષેપ કરવો અથવા હસ્તક્ષેપનો પ્રયાસ કરવો;
   3. આરસીએફએલ સેવાઓ સુધી પહોંચને નિવારવા અથવા નિયંત્રિત કરવા માટે પ્રયોગમાં લેવાતા કોઈ પણ પગલાને બાયપાસ કરવો ( અથવા સેવા સાથે જોડાયેલા અન્ય એકાઉન્ટ્સ, કમ્પ્યુટર સિસ્ટમ્સ,અથવા નેટવર્ક્સ);
   4. આરસીએફએલ ગ્રુપ એકમની ઉત્પાદનો અથવા સેવાઓના સંબંધમાં મેઇલ લિસ્ટ, લિસ્ટસર્વ અથવા કોઈ પણ સ્વપૂરમાં ઓટો-રિસ્પોન્ડર અથવા તો સ્પામ રન કરવા;
   5. યુઝર મેન્યુઅલ અથવા ઓટોમેટેડ સોફ્ટવેર, ડિવાઇરસ અથવા અન્ય પ્રક્રિયા જે સાઇટના કોઈ પણ પેજને ક્રાઉલ અથવા સ્પાઇડર કરે.
  11. આરસીએફએલ અથવા આરસીએફએલ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા બ્રાન્ડ નેમ અથવા ડોમેઇન નેમ વિશે કોઈ પણ પ્રકારની નકારાત્મકમ ટિપ્પણી નહીં કરો, બદનામી કરે તેવી અથવા બદનક્ષીકારક નિવેદનો અથવા ટિપ્પણીઓ નહીં કરો, અથવા તો એવી કોઈ પણ વર્તણૂક અથવા પ્રવૃત્તિમાં નહીં જોડાવો જે આરસીએફએલની છબિ અથવા પ્રતિષ્ઠાને કોપઇમે પ્લેટફોર્મ પર ખરડે અથવા તો આરસીએફએલની કોઈ પણ સર્વિસ માર્ક્સ, ટ્રેડ નેમ અને/અથવા તે ટ્રેડ અથા સર્વિસ માર્ક્સ, ટ્રેડ નેમ, જે તમે ધરાવતા હો અથવા તમે જેનો ઉપયોગ કરતા હો, તેની છબિને ખરડે કે પ્રભાવિત કરે. તમે સહમત થાવ છો કો આરસીએફએલની સિસ્ટમ અથવા નેટવર્ક અથવા કોઈ પણ સિસ્ટમ અથવા નેટવર્ક જે આરસીએફએલ સાથે જોડાયેલા હોય તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અયોગ્ય અપ્રમાણસર મોટો લોડ આવે તેવી કોઈ પણ પ્રવૃતિ નહીં કરો.
  1. લાગુ પડતી મર્યાદિત હદ સુધી, લાગુ પડતા કાયદાઓ ચોક્કસ રીતે આવા નિયંત્રણોને નિવારે તેના સિવાય સેવા અને અથવા વેબસાઇટના કોઈ પણ સોર્સ કોડ અથવા આઇડિયાને અંડરલાઇંગ કરવા અથવા આલ્ગોરિધમ પ્રાપ્ત કરવા માટે ડેસિફર, કમ્પાઇલ, ડિસએસેમ્બલ, રિવર્સ એન્જીનિયર;
  2. સેવાના કોઈ પણ હિસ્સા અથવા ઉત્પાદનો અથવા કન્ટેન્ટ્સને સુધારવી, ટ્રાન્સલેટ અથવા તેના માટે ડેરિવેટિવ્સ વર્ક; અથવા
  3. અહીં તમને મળનારા કોઈ પણ અધિકારને કોપી, ભાડે આપવા, ડિસ્ટ્રીબ્યુટ કરવા અથવા કોઈ પણ રીતે તેને ટ્રાન્સફર કરવા. તમે તમામ લાગુ પડતા સ્થાનિક, રાજ્યના, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમોથી બંધાયેલા રહેશો. આરસીએફએલની કન્ટેન્ટ પર નજર રાખવા માટેની કોઈ જવાબદારી નથી. આરસીએફએલ, કોઈ પણ સમયે, કોઈ પણ કારણોસર, કોઈ પણ નોટિસ આપ્યા વિના પોતાના અધિકારો અનામત રાખે છેઃ:
   1. પ્રોજેક્ટને રદ કરવો, નકારવો, તેમાં હસ્તક્ષેપ કરવો અથવા તો તેને સસ્પેન્ડ કરવો;
   2. આ સેવા અથવા કોઈ પણ અન્ય પ્રવૃત્તિ જે આ સેવા પર કરાતી હોય તેમાં હસ્તક્ષેપ કરવો અથવા હસ્તક્ષેપનો પ્રયાસ કરવો;
   3. કોઈ પણ યુઝરના સબમિશન્સને દૂર કરવા, એડિટ કરવી અથવા કોઈ પણ સામગ્રીને સુધારવાની બાબત તેમાં સામેલ છે પણ તે મર્યાદિત નથી; અને,
   4. કોઈ પણ યુઝર અથવા યુઝરના સબમિશનને દૂર કરવા કે તેને બ્લોક કરવા. આરસીએફએલ આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ માટે ટિપ્પણી નહીં કરવાનો અધિકાર અનામત રાખે છે.

વૉરન્ટી ડિસ્કલેઇમર

આરસીએફએલએ આ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે આ વેબસાઇટના હિસ્સા રૂપે પૂરી પડાયેલી તમામ કન્ટેન્ટ તેને વેબસાઇટમાં સામેલ કરાવાના સમયે એકદમ સત્ય હતી, જોકે આરસીએફએલ માહિતી અને ભલામણો, ચાહે તેઉત્પાદનો સેવાઓ જે તમને ઑફર કરાતી હોય તેના સહિતને લગતી કેન્ટેન્ટની સચોટતાની કોઈ ગેરેન્ટી આપતી નથી. આરસીએફએલ કન્ટેન્ટ અથવા માહિતીની સચોટતા અથવા તો પૂર્ણતા વિશે પણ કોઈ રિપ્રેઝેન્ટેશન અથવા વોરન્ટી આપતું નથી.

આરસીએફએલ ઇન્ટરનેટ અથવા આ વેબસાઇટ પર દેખાતી કોઈ પણ કન્ટેન્ટ અને અથવા માહિતીને અપડેટ કરવાની કે તેમાં સુધારો કરવાની કોઈ પ્રતિબદ્ધતા વ્યક્ત કરતું નથી. માહિતી અથવા કન્ટેન્ટને આ શરતો સાથે ઉપલબ્ધ કરાવવામાં આવે છે કે તેને પ્રાપ્ત કરનારી વ્યક્તિ, તેમના હેતુ માટે તેની યોગ્યતા અંગે ઉપયોગ પહેલા અથવા કોઈ પણ નિર્ણય લેતા પહેલો જાતે નિર્ધારણ કરશે. આ વેબસાઇટ પરની કોઈ કન્ટેન્ટ આરસીએફએલ ગ્રુપ એકમમાં રોકાણ માટે આમંત્રિત કરતી નથી. આ વેબસાઇઠ અથવા તેની પરની કોઈ પણ કન્ટેન્ટ/માહિતીનો ઉપયોગ તમારા પોતાના જોખમે કરો છો. ન તો આરસીએફએલ અથવા અન્ય આરસીએફએલ ગ્રુપ એકમો કે ન તો તેમના અધિકારીઓ, કર્મચારીઓ અથવા એજન્ટ્સ કોઈ પણ આ વેબસાઇટ સુધી પહોંચ અથવા તેના ઉપયોગ અથવા માહિતી અથવા આ વેબસાઇટ સાથે જોડાયેલી વેબસાઇટ સુધી પહોંચને કારણે થતા કોઈ પણ નુકસાન, લો અથવા ખર્ચ માટે જવાબદાર નહીં રહે.

અહીં સામેલ કોઈ પણ બાબતને કોઈ પણ પ્રોડક્ટ, પ્રક્રિયા, ઉપકરણો અથવા ફોર્મ્યુલેશન, જે કોઈ પણ પેટન્ટનો ભંગ કરતા હોય તેનો ઉપયોગ કરવાની ભલામણ નથી કરતું અને આરસીએફએલ કોઈ પણ તેના માટે કોઈ રિપ્રેઝેન્ટેશન અથવા વોરન્ટી નથી આપતું અને સાથે જ આ પણ નથી કહેતું કે તેનો ઉપયોગ કોઈ પણ પેટન્ટ અથવા અન્ય બાબતનો ભંગ નહીં કરે.

આરસીએફએલ ગ્રુપ એકમો કોઈ પણ સમયે પ્રદર્શનમાં નિષ્ફળતા, ભૂલો, બાદબાદી, અવરોધ, ડીલીશન, ત્રુટી, સંચાલન અથવા ટ્રાન્સમીશનમાં વિલંબ, કમ્પ્યુટર વાઇરસ, કમ્યુનિકેસન લાઇનમાં નિષ્ફળતા માટે, ચોરી અથવા નાશ, અથવા ગેરકાયદે પહોંચ , ફેરફાર આ સાઇટમાં સામેલ માહિતીના ઉપયોગ કરવા બદલ જવાબદેય નહીં રહે.

આ વેબસાઇટ તમને તે જ્યાં છે, જેવી સ્થિતિમાં છે, તેવી સ્થિતિના આધારે, કોઈ પણ પ્રકારની વોરન્ટી વિના પૂરી પાડવામાં આવે છે. આરસીએફએલ, પોતાના માટે અને કોઈ પણ થર્ડપાર્ટી જેઆ વેબસાઇટને સામગ્રી, સેવા અથવા કન્ટેન્ટ પૂરી પાડે છે, તેમના માટે કોઈ પણ પ્રકારે, સ્વેચ્છાએ, કાનૂની અથવા અન્ય રીતે, વ્યાપારિક રીતે, ચોક્કસ હેતુમાટે ફિટનેસ, અથવા થર્ડ પાર્ટીના અધિકારના ભંગ, વેબસાઇટના સંદર્ભમાં, માહિતિ અથવા કોઈ પણ પ્રોડક્ટ કે સેવા જેને લગતી માહિતી હોય, તેના માટે રિપ્રેઝેન્ટેશન અથવા પ્રતિનિધિત્વ કે વોરન્ટી આપતું નથી. આરસીએફએલ દ્વારા તમને આવા નુકસાનની સંભાવના વિશે સલાહ અપાઇ હોય તેમ છતાં તમારા દ્વારા આ સાઇટનો ઉપયોગ કરાવા પર, અથવા તો સાઇટના ઉપયોગની તમારી અક્ષમતાને કારણે, આ સાઇટ સાથે જોડાયેલ થવા તેના કારણે પેદા થનારા, પ્રત્યક્ષ અથવા પરોક્ષ, સાંયોગિક, પરિણાત્મક, અથવા કાનૂની નુકસાન, સહિત પણ મર્યાદિત નહી, માટે આરસીએફએલ તમારા અથવા કોઈ પણ થર્ડ પાર્ટીને થયેલા કોઈ પણ પ્રકારના નુકસાન માટે જવાબદેય નહીં રહે.

આરસીએફએલ આ સાઇટ ભારતમાંથી સંચાલિત અને નિયંત્રિત કરે છે અને કોઈ રિપ્રેઝેન્ટેશન નથી કરતું કે તેની પરની સામગ્રી યોગ્ય છે અથવા તો તે અન્ય સ્થળો પર ઉપલબ્ધ થશે. જો તમે ભારત બહાર આ વેબસાઇટનો ઉપયોગ કરશો તો તમે લાગુ પડતા સ્થાનિક કાયદા માટે તમે સંપૂર્ણપણે જવાબદાર રહેશો. આરસીએફએલ એવું કોઈ રિપ્રેઝેન્ટેશન અથવા વોરન્ટી નથી આપતું કે અન્ય ક્ષેત્રના યુઝર આરસીએફએલની સાઇટ પરથી અન્ય ક્ષેત્રમાં સેવા મેળવે અને જો અન્ય ક્ષેત્રમાંથી સાઇટ પર ઑફર કરાતી સેવાઓ અથવા ઉત્પાદનો માટે ઓર્ડર કરવાનો પ્રયાસ કરે તો આરસીએફએલ તે યુઝરના ઓર્ડરને રદ કરી શકે છે અથવા તો યુઝરને તે યુઝરના ક્ષેત્રની સાઇટ પર રિડાઇરેક્ટ કરી શકે છે.

આરસીએફએલ દ્વારા વર્લ્ડ વાઇડ વેબ પર પ્રસિદ્ધ કરાતી માહિતીમાં આરસીએફએલ ગ્રુપ એકમોની ઉત્પાદનો અને સેવાઓ, જેની જાહેરાત નથી થઇ અથવા જે તમારા દેશમાં ઉપલબ્ધ નથી, તેના વિશે સંદર્ભો, ક્રોસ રેફરન્સિસ સામેલ હોઇ શકે છે. આવા સંદર્ભો આ નથી સાબિત કરતા કે આરસીએફએલ આવી ઉત્પાદનો, પ્રોગ્રામ અથવા સેવાઓ તમારા દેશમાં જાહેર કરવાનો આશય રાખે છે. ઉત્પાદનો, પ્રોગ્રામ અને સેવાઓ જે તમને ઉપલબ્ધ થઇ શકે તેમ હોય, તેની માહિતી મેળવવા માટે, તમારા સ્થાનિક આરસીએફએલ ગ્રુપ એકમના બિઝનેસ સંપર્કની સલાહ લો.

કેટલાક રાજ્યો અથવા દેશ ગર્ભિત વોરન્ટી કેટલા સમય સુધી ટકશે તેની પર નિયંત્રણો માન્ય રાખતા નથી, તેવી સ્થિતિમાં ઉપરની મર્યાદા તમને કદાચ લાગુ નહીં પડે. કંપની સાઇટ પર અથવા તો સાઇટ સાથે જોડાયેલી કોઈ પણ વેબસાઇટ પર ટ્રાન્સિટ કરાયેલી કોઈ પણ માહિતી અથવા કમ્યુનિકેશનની ગુપ્તતા અથવા પ્રાઇવેસીની ગેરેન્ટી આપતી નથી. આરસીએફએલ ઇમેલ એડ્રેસ, રજિસ્ટ્રેશન અને ઓળખની માહિતી, ડિસ્કની જગ્યા, કમ્યુનિકેશન, ગુપ્ત અથવા ટ્રેડ સિક્રેટ માહિતી, અથવા તો કોઈ પણ અન્ય કન્ટેન્ટ જેને કંપનીના ઉપકરણમાં સ્ટોર કરાયેલી હોય અથવા તો સાઇટ દ્વારા એસેસ કરાયેલા નેટવર્ક પર ટ્રાન્સીટ કરાયેલી હોય અથવા તો અન્ય રીતે તમારા દ્વારા સેવા કે પ્રોડક્ટના ઉપયોગ સાથે જોડાયેલી હોય તેમનીપ્રાઇવસી માટે જવાબદેય નહીં રહે. કંપની ઇમેલ એડ્રેસ, રજિસ્ટ્રેશન અને ઓળખની માહિતી, ડિસ્કની જગ્યા, કમ્યુનિકેશન, ગુપ્ત અથવા ટ્રેડ સિક્રેટ માહિતી, અથવા તો કોઈ પણ અન્ય કન્ટેન્ટ જેને કંપનીના ઉપકરણમાં સ્ટોર કરાયેલી હોય અથવા તો સાઇટ દ્વારા એસેસ કરાયેલા નેટવર્ક પર ટ્રાન્સીટ કરાયેલી હોય અથવા તો અન્ય રીતે તમારા દ્વારા સેવા કે પ્રોડક્ટના ઉપયોગ સાથે જોડાયેલી હોય તેમનીપ્રાઇવસી માટે જવાબદેય નહીં રહે.

સાઇટ પરની કન્ટેન્ટ, સેવાઓ અથવા તો ઉત્પાદનોનો આશય તમને કોઈ કાનૂની, ટેક્સ અથવા નાણાકીય સુરક્ષા લગતી સલાહ આપવાનો નથી. તેથી કોઈફણ નાણાકીય નિર્ણય લેતા પહેલા અથવા કોઈ પણ નાણાકીય રણનીતિને અમલમાં મુકતા પહેલા, તમારે પોતાના સલાહકાર અથવા તો નાણાકીય સલાહકાર, જેઓ તમારા વ્યક્તિગત સંજોગો વિશે સારી રીતે માહિતગાર હોય, તેમની પાસેથી વધારાની માહિતી અને સલાહ લેવાનું વિચારવું જોઇએ.

તમે અમને નાણાકીય સમાધાનો અને વિભિન્ન વિકલ્પો પૂરા પાડવા માટે અમને માહિતીનો ઉપયોગ કરવા/તેનો પ્રસાર કરવા ઓથોરાઇઝ કરો છો, જે સામાન્ય રીતે તમારી રોકાણ પ્રોફાઇલ અથવા તો તે જે સામાન્ય રીતે સમાન પ્રકારની રોકાણ પ્રોફાઇલ ધરાવતી વ્યક્તિ દ્વારા રખાતી હોય છે તેના આધારે હોય છે, જોકે તમારા માટે તેના પર અનુસરણ કરવું જરૂરી નથી.

બૌદ્ધિક સંપદા અધિકાર

આ વેબસાઇટ ટેક્સ્ટ,/તસવીરો, ગ્રાફિક્સ, વીડિયો અને સાઉન્ડ સહિતની એવી સામગ્રી ધરાવે છે, જે કોપીરાઇટ અને/અથવા અન્ય બૌદ્ધિક સંપદા અધિકારોથી સંરક્ષિત છે. આ સામગ્રીમાં તમામ કોપીરાઇટ્સ અને અન્ય બૌદ્ધિક સંપદા અધિકારો અથવા તો આરસીએફએલની માલિકીના છે અથવા તો તો તે અધિકારોના માલિકોએ તેમને આરસીએફએલને લાઇસન્સ પર આપ્યા છે, જે થી તે આ સામગ્રીનો આ વેબસાઇટના હિસ્સા તરીકે ઉપયોગ કરી શકે. આરસીએફએલ ટેક્સ્ટ,/તસવીરો, ગ્રાફિક્સ, વીડિયો અને સાઉન્ડ અને આ વેબસાઇટ પર જોવા મળતા તમામ ટ્રેડ માર્ક જે આરસીએફએલની માલિકીના છે અને આરસીએફએલ ગ્રુપ એકમો દ્વારા લાઇસન્સ હેઠળ જેમનો ઉપયોગ કરાય છે, તેમના સહિતની તમામ સામગ્રી પર કોપીરાઇટ પોતાની પાસે રાખે છે.

કન્ટેન્ટ અને લાઇસન્સ

તમે આ વાતે સહમત થાવ છો કે સાઇટ આરસીએફએલ અને તેના બિઝનેસ પાર્ટનરો અને યુઝર્સ દ્વારા પૂરી પડાયેલી કન્ટેન્ટ ધરાવે છે અને તે કન્ટેન્ટ કોપીરાઇટ્સ, ટ્રેડમાર્ક્સ, સર્વિસ માર્ક્સ, પેટન્ટ્, ટ્રેડ સિક્રેટ્સ, અથવા અન્ય અધિકારો અને કાયદો હેઠળ સંરક્ષિત હોઇ શકે છે. તમે તમામ કોપીરાઇટ્સ અને અન્ય કાનૂની નોટિસ, માહિતી અને કોઈ પણ નિયંત્રણ જે કન્ટેન્ટમાં સામેલ હોય અને જે આ સેવાથી એસેસ કરાય તેનાથી બંધાયેલા રહેશો. આરસીએફએલ આ સાઇટના દરેક યુઝરને વિશ્વ વ્યાપી, નોન-એક્સક્લુઝીવ, નોન-સબ-લાઇસેન્સેબલ અને નોન-ટ્રાન્સફરેબલ લાઇસન્સસ કન્ટેન્ટનો અંગત અને બિન વેપારીક રીતે ઉપયોગ અને રિપ્રોડ્યુસ કરવા માટે પરવાનો આપે છે. અંગત અને બિન વેપારીક ઉપયોગ સિવાય કન્ટેન્ટનો રિપ્રોડક્શન, મોડિફિકેશન, ડિસ્ટ્રીબ્યુશન અથવા સંગ્રહણ માટે ઉપયોગ આરસીએફએલ અથવા તેના કોપીરાઇટ ધારકની ની પૂર્વ લેખિત મંજૂરી વિના કરાવો પ્રતિબંધિત છે. તમે કોઈ પણ કન્ટેન્ટનું વેચાણ નહીં કરી શકો, તેને ભાડે નહીં આપી શકો અથવા તો તેનો ગેરફાયદો વેપારીક ઉપયોગ માટે અથવા તે પ્રકારે જેનાથી કોઈ પણ થર્ડ પાર્ટીના હિતનો ભંગ થાય તે રીતે નહીં ઉઠાવી શકો.

ટર્મીનેશન (રદ કરવું)

આરસીએફએલ કોઈ પણ આગોતરી નોટિસ કે કારણ વિના જ સાઇટ સુધી તમારી પહોંચને રદ કરી શકે છે, જેના કારણે તમારા એકાઉન્ટ સાથે જોડાયેલી માહિતિનો નાશ થઇ શકે છે અથવા તો તે જપ્ત થઇ શકે છે. જો તમે પોતાના એકાઉન્ટને રદ કરાવા માગતા હો તો તમે સાઇટ પર આપેલી સૂચનોઓને અનુસરીને તેમ કરી શકો છો. આરસીએફએલને ચૂકવાયેલી કોઈ પણ રકમ પરત આપવા પાત્ર નથી. ઉપયોગની શરતોની તમામ જોગવાઇઓ , તેની પ્રકૃતિ અનુસાર રદ્દીકરણ બાદ જળવાઇ રહેવી જોઇએ, તે બાદ પણ જળવાઇ રહેશે, તેમાં મર્યાદા વિના માલિકીની જોગવાઇ, વોરન્ટી ડિસ્ક્લેમપ, જવાબદેયિતાની મર્યાદાઅને નુકસાનીની ભરપાઇ સામેલ છે.

નુકસાનીની ક્ષતિપૂર્તિ

યુઝર્સ સાથે જ, કોઈ પણ ઓચિંતી ટેક્નીકલ ગ્લીચ, જેમાં નીચેની બાબતો સામેલ છે, પણ તે મર્યાદિત નથી તેમ, મેઇનટેન્સ માટે સાઇટ ડાઉન થવાને કારણે, સર્વર એર, વેબસાઇટની ડાઉનલોડ સ્પીડ, સાઇટ પર રહેલા કોઈ પણ વાઇરસ વગેરે માટે, જેસાઇટ પર ટ્રાન્ઝેક્શન પ્રવૃત્તિને અસર કરી શકે છે, તેના માટે આરસીએફએલ અથવા તેના કોઈ પણ ડિરેક્ટર્સ, કર્મચારીઓ, એજન્ટ્સ, ભાગીદારો, વેન્ડર્સ, સપ્લાયર્સ અથવા તો કન્ટેન્ટ પ્રદાતાઓને જવાબદાર નહીં ઠેરવી શકે. વધુમાં, તમે તમા પ્રત્યક્ષ અથવા પરોક્ષ જવાબદેયિતા, દાવાઓ અને ખર્ચાઓ, વકીલની ફી, જે તમારા દ્વારા સંબંધિત ભંગ અથવા તો કોઈ પણ ઉપયોગની શરતના ભંગને કારણે પેદા થાય, ખોટી રજૂઆત, સેવા અને કન્ટેન્ટનો પવરાશ અથવા દરુપયોગ અને તમારા સબમિશનને કારણે, ઉપયોગની શરતોનો ભંગ, તમારા એકાઉન્ટ દ્વારા તમારી મારફત અથવા કોઈ પણ અન્ય થર્ડ પાર્ટી દ્વારા ઘૂસણખોરી કરીને કોઈ પણ વ્યક્તિ અથવા એકમના બૌદ્ધિક સંપદા અથવા અન્ય અધિકારનો ભંગ કરાવા સહિતના કારણોસર, પેદા થનારી ઉક્ત જવાબદેયિતા, દાવાઓ અને ખર્ચ સામે આરસીએફએલ અને તેના ડિરેક્ટર્સ, કર્મચારીઓ, એજન્ટ્સ, ભાગીદારો, વેન્ડર્સ, સપ્લાયર્સ અથવા તો પ્રતિનિધિઓને સંરક્ષણ આપશો, નુકસાનીની ભરપાઇ કરશો અ તેમને કોઈ પણ પ્રકારના નુકસાન રહિત રાખશો. આરસીએફએલ તેવી કોઈ પણ બાબત, જ્યાં સામાન્ય રીતે તિપૂર્તી તમારો વિષય રહેશે, ત્યાં કોઈ પણ બાબતના બચાવનો વિશેષ અધિકાર પોતાની પાસે અનામત રાખે છે અને તેવા સંજોગોમાં તમે આરસીએફએલને કોઈ પણ ઉપલબ્ધ બચાવનો પ્રયોગ કરવામાં મદદ કરશો.

જવાબદેયિતાની મર્યાદા

કોઈ પણ સંજોગોમાં આરસીએફએલ, કે તેના ડિરેક્ટર્સ કર્મચારીઓ, એજન્ટ્સ, ભાગીદારો, વેન્ડર્સ, સપ્લાયર્સ અથવા તો કન્ટેન્ટ પ્રદાતાઓને કરાર, અપકૃત્યો, સ્ટ્રીક્ટ જવાબદેયિતા, બેદરકારી અથવા કોઈ પણ અન્ય કાનની અથવા સેવા કે પ્રોડક્ટ વિશે થિયરીના સંબંધમાં જવાબદેય ઠેરવી શકાશે નહીં:

 • ગુમાવેલા નફા, ડેટા લોસ, સબસ્ટીટ્યૂટ ગુડ્ઝ અથવા સેવાના પ્રોક્યોરમેન્ટ અથવા વિશેષ પરોક્ષ, સાંયોગિક, કોઈ પણ પ્રકારનું શિક્ષાત્મક અથવા પરિણામલક્ષી નુકસાન વગેરે માટે અને,
 • કોઈ પણ બગ્સ,વાઇરસ, ટ્રોઝન હોર્સ, અથવા તેના જેવા (તેના ઉદભવના સ્રોત ભલે ને ગમે તે હોય).

મર્યાદા વિના, થર્ડ પાર્ટી હસ્તક્ષેપ, કાયદામાં પરિવર્તન અથવા આર્થિક સંજોગોમાં ફેરફાર, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક અથવા કમ્યુનિકેશન નિષ્ફળતા અથવા ડિગ્રેડેશન સહિત આરસીએફએલના નિયંત્રણ બહાર હોય તેવા કોઈ પણ કારણોર પેદા થતા નિષ્ફળતાને કારણે જો આરસીએફએલ પોતાની ફરજો બજાવવામા નિષ્ફળ જાય તો તેના માટે તેને જવાબદેય નહીં ગણાવી શકાય.

કન્સેન્ટ (સહમતિ), ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન્સ અને કૂકીઝનો ઉપયોગ

સહમતિ

 • આ સાથે જ તમે ઉપયોગની આ શરતો હેઠળ, આરસીએફએલ ગ્રુપ એકમો સંબંધિત માહિતી/સેવાઓ મેળવવા માટે પોતાની સહમતિ આપો છો. તમે આ વાતે સહમત થઇને આરસીએફએલને તમારી માહિતી એકઠી કરવાની, તેને સંગ્રહિત કરવાની અને તેને પ્રોસેસ, આરસીએફએલ ગ્રુપ એકમો અને અન્ય સહયોગી બિઝનેસ ભાગીદારો અને થર્ડપાર્ટીઓને વહેંચવાની અને ટ્રાન્સફર/ટ્રાન્સમીટ કરવા માટે ઓથોરાઇઝ્ડ કરીએ છીએ, જ્યાં સુધી તે આ વેબસાઇટ દ્વારા સુવિધાઓ ઑફર કરવા માટે અને એનાલિટિકલ/માર્કેટિંગ હેતુ/રિપોર્ટ સર્જન, અને/અથવા વેબસાઇટ પર સંબંધિત સુવિધાઓ ઑફર કરવા જરૂરી હોય ત્યાંસુધી તેના માટે આરસીએફએલને ઓથોરાઇઝ્ડ કરીએ છીએ. અને આ ઉપયોગની શરતો અને ગોપનીયતા નીતિ હેઠળ તમને સુવિધા/સેવાના પ્રદર્શન માટે અને તમને વિભિન્ન મૂલ્ય વર્ધિત અને આનુષાંગિક સુવિધાઓ/સેવાઓ અને માહિતી આપવા માટે, તમને તમારી નાણા જરૂરિયાતના વ્યવસ્થાપનમાં મદદ કરવા માટે, જરૂરી મનાય તો જ સંવેદનસીલ અંગત ડેટા અથવા માહિતી ટ્રાન્સફર/શેરિંગ/ટ્રાન્સમિટિંગ કરવા તેને ઓથોરાઇઝ્ડ કરાય છે. તમે આરસીએફએલ ગ્રુપ એકમો, તેમના સહયોગી બિઝનેસ ભાગીદારો અને થર્ડ પાર્ટીઓ પાસેથી સુવિધામાં સુધારો, માહિતી/પ્રમોશનલ ઑફરો અને/અથવા નવી ઉત્પાદનોની જાહેરાત અને આવી અન્ય સંબંદિત માહિતી માટે તમને ઇમેલ/એસએમએસ/ફોન કોલ્સ અને અન્ય આવી રીતો જે કાયદા હેઠળ માન્ય હોય તેની મારફત, સંદેશ મળવા માટે તમે પોતાની સહમતી આપો છો.
 • સાથે જ તમે આ વાતે પણ સહમત થઇને આરસીએફએલ ગ્રુપ એકમોને સેવા સંબંધિત કમ્યુનિકેશન ઉપલબ્ધ કરાવવા માટે માટે સંપર્કની માહિતી પરતમારો સંપર્ક કરવા ઓથોરાઇઝ્ડ કરો છો જેથી તે તમને તમારી ઉત્પાદનો અથવા ઑફર કરાતી સુવિધા વિશે માહિતી આપી શકે પછી ભલેને તમારો નંબર નેશનલ ડૂ નોટ કૉલ રજિસ્ટ્રીમાં જ કેમ ન હોય.
 • તમારી પાસે ગોપનીયતા નીતિ અને વેબસાઇટ પર પૂરી પાડવામાં આવેલી વિગતો અનુસાર ઉક્ત મંજૂરી કે સહમતિથી બહાર નીકળવાનો કે તેને પસંદ નહીં કરવાનો વિકલ્પ પણ છે. ગોપનીયતા નીતિને સમય-સમયાંતરે અપડેટ કરવામા આવતી રહેશે. તે પરિવર્તનને વેબસાઇટ પર પોસ્ટ કરાય ત્યારથી જ તે લાગુ પડી જશે.
 • ઉપયોગની આ શરતો અને કોઈ પણ નોટિસ અથવા તો ઉત્પાદનો કે સેવા સંબંદિત કોઈ પણ સંદેશ તમને ઇલેક્ટ્રોનિકલી પહોંચાડાશે, અને તમે સાઇટ પર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં આ સંદેશ સ્વીકારવા માટે સહમત થાવ છો. ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેસન્સ સાઇટ પર પોસ્ટ કરી શકાય છે અને/અથવા તો તમને તમારા રજિસ્ટર્ડ ઈમેઇલ ઍડ્રેસ મોબાઇલ ફોન વગેરે પર આરસીએફએલ ગ્રુપ એકમો, જેમની પાસેથી તમે આ સેવા મેળવો છો, તેમના દ્વારા મોકલાશે. ઇલેક્ટ્રોનિક ફોર્મેટ રહેલ તમામ કમ્યુનિકેશનને “લેખિત”માં મનાશે. ઇલેક્ટ્રોનિક રીતે કમ્યુનિકેશન પ્રાપ્ત કરવા માટે તમે આપેલી સહમતિ જ્યાં સુધી તમે પોતાની સહમતિને પરત ખેંચી લેવાની અમને જાણકારી ન આપો, ત્યાં સુધી માન્ય ગણાવશે. જો તમે ઇલેક્ટ્રોનિકલ રીતે કમ્યુનિકેશન મેળવવા માટેની પોતાની સહમતિને પરત કરી લેશો, તો આરસીએફએલ ગ્રુપ એકમો આવી સેવાઓ અથવા સુવિધાઓને રદ કરવાનો અધિકાર ધરાવે છે.
 • અમારા વેબ પેજના ફ્લોની સમીક્ષામાં મદદ માટે, પ્રોત્સાહક અસરકારકતાના માપન માટે અને વિશ્વાસ અને સુરક્ષાને પ્રોત્સાહિત કરવા માટે અમે અમારી સાઇટના કેટલાક ચોક્કસ પેજ પર કૂકીઝ જેવા ડેટા કલેક્શન ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ. કૂકીઝ એ તમારી હાર્ડ ડ્રાઇવ્સમાં રહેલી નાની ફાઇલો છે જે અમને અમારી સેવા પૂરી પાડવામાં સહાયતા કરે છે. અમે કેટલીક વિશેષતાઓ પૂરી પાડીએ છીએ, જે માત્ર કૂકીના ઉપયોગ થકી જ ઉપલબ્ધ થાય છે. સાથે જ અમે કૂકીઝનો ઉપયોગ એટલા માટે પણ કરીએ છીએ કે જેથી તમારે સત્ર દરમિયાન ઓછામાં ઓછી વાર પાસવર્ડ નાખવો પડે. કૂકીઝ સાથે જ અમને તમારા રસને લગતી માહિતી પૂરી પાડવામાં પણ મદદ કરે છે.

તકરાર નિવારણ અને નિયમનકારક કાયદા

આ વેબસાઇટ તમને તેની કોઈ પણ સુવિધા એવા કોઈ પણ દેશ અથવા ન્યાયક્ષેત્રમાં ઉપયોગ કરવા સામે નિવારે છે, જે આ ઉપયોગની શરતોને સમર્થન આપતા ન હોય. વેબસાઇટ ભારતીય સંઘના યુઝર્સ માટે જ બનાવાઇ છે. જો કોઈ વિવાદ, થાય ચાહે તે કાનૂની હોય કે પછી અર્ધકાનૂની હોય, જ્યાં કરાર અથવા ખોટા કૃત્ય કે અન્ય કારણોસર હોય, તો તેની સામે ભારતીય કાયદા અનુસાર, મુંબઈની અદાલતમાં કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપયોગની શરતો કાયદાકીય સિદ્ધાંતો સાથે ટકરાવ ન થાય તે ધ્યાને લઈને ભારતના કાયદા પ્રમાણે બનાવવામાં આવી છે અને સંચાલિત કરવામાં આવે છે, આને લગતા કોઈ પણ મતભેદનું નિરાકરણ મુંબઈની અદાલતના વિશેષાધિકાર હેઠળ રહેશે.

એકીકરણ, ભિન્નતા અને પરિત્યાગ

આ ઉપયોગની શરતો અને ગોપનીયતા નીતિ અને અન્ય સંદર્ભ સામગ્રી જે અહી અને સાઇટ પર છે, તે સમગ્ર તમારી અને આરસીએફએલ વચ્ચે કન્ટેન્ટ, માહિતી, સેવાઓ, ઉત્પાદનોના સંબંધમાં કરાર છે. અને તે તમામ પૂર્વના, સમકાલીન કમ્યુનિકેશન્સ અને પ્રસ્તાવો (ચાહે તે મૌખિક હોય, લેખિત હોય અથવા તો ઇલેક્ટ્રોનિક હોય) જે તમારી અને આરસીએફએલ વચ્ચે થયા હોય તેને કન્ટેન્ટ, માહિતી, સેવા અને પ્રોડક્ટના સંબંધમાં રહે કરે છે અને તે ભવિષ્યના સંબંધોનું નિયમન કરશે. જો ઉપયોગની શરતોની કોઈ પણ જોગવાઇ લાગુ નહીં કરવા લાયક અથવા તો અમાન્ય જણાશે તો તે જોગવાઇને મર્યાદિત કરી દેવાશે અથવા તો તેને દૂર કરી દેવાશે. જેથી કરીને ઉપયોગની શરતો પૂર્ણરીતે લાગુ અને અસરકારક અને અમલીકૃત રહે. કોઈ પણ સંદર્ભમાં બંને પક્ષો તરફથી અહીં આપેલા કોઈ પણ અધિકારના પાલનનો ભંગ કરાય તો તેને અન્ય અધિકારને જતા કરવા તરીકે નહીં લેખાય.

સોંપણી

આ કરાર હેઠળ તમે પોતાના અધિકારો અને ફરજોને કોઈ અન્ય પાર્ટીને સોંપી ન શકો. વેબસાઇટ આ કરાર હેઠળ પોતાના અધિકારો અને /અથવા ફરજોને ભવિષ્યમાં કોઈ પણ અન્ય પાર્ટીને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અથવા તો આરસીએફએલ ગ્રુપ એકમોને સોંપી શકે છે કે તેમને ડેલિગેટ કરી શકે છે.