અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

તમે જે ચાહો છો, તે મેળવવાની કલા

ઇન્ટરનેટ પર પર્વત શીખર પાછળથી થઇ રહેલા સૂર્યોદયની રંગીન તસવીરો સાથે પ્રેરણાતમ્ક ક્વોટ (અવતરણો) સાથેના પોસ્ટર્સનો રાફડો ફાટેલો છે અને સેલ્ફ-હેલ્પ બુકસનો ધંધો લાખો ડોલરના ઉદ્યોગમાં ફેરવાયો છે, ત્યારે તમે શું ઇચ્છો છો, તે પ્રાપ્ત કરવા પાછળ રહેલી ગુપ્ત બાબત માત્ર અને માત્ર તમારી પોતાની પર જ આધારિત છે

તમારા સ્વપ્નોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરે તેવી ત્રણ સચોટ રીતો આપેલી છે. તમારે એક સમયે એક જ પગલું ઉઠાવવાનું રહેશે

1. ધ વોટ એન્ડ વ્હાય ઓફ ઇટ ઓલ (શું અને શા માટે)

જૂના સમયની અને લગભગ વિસરી દેવાયેલી તે જણાતી હોય છતા, તે સ્પષ્ટ રીતે સૌથી પાયાની છે અને તેને ખોટી રીતે સમજાયેલી છે. જો તમે જીવનમાં શું પ્રાપ્ત કરવા માગો છો, તેના વિશે સ્પષ્ટ ના હો, તો તમે બીજૂ કંઇ નથી કરી રહ્યા પણ તમારા જીવનમાં તમે એક પરોક્ષ લક્ષ્ય સ્થાપિત કરી રહ્યા છો. તમે જ્યારે પોતાના લક્ષ્યાંકોને સક્રિય રીતે સ્થાપિત નથી કરતા, ત્યારે તમે હેતું અને દિશા ભૂલી જાવ છો. તમારે શાંતચિતે બેસીને ગહન રીતે વિચારવાની જરૂર છે કે, તમે આખરે શું ચાહો છો અને મહત્વપૂર્ણ રીતે તમે તે શા માટે ઇચ્છો છો. આ માનવીની પ્રકૃતિ છે કે તેને બધુ જ જોઇતું હોય છે, પરંતું આપણે જે વસ્તુઓની કામના કરીએ છીએ, તે તમામનો આપણા જીવનમાં હેતું હોય જ તેમ બિલકુલ નથી હોતું.

આપણે કહીએ

પરિદ્રષ્યઃ તમારી પ્રેયસી સાથે તાજેતરમાં જ તમારો સંબંધ વિચ્છેદ થવો

તમે શું ચાહો છોઃ તેમને

શા માટેઃ તે તમારા જીવનમાં પરત આવે તેવું તમે શા માટે ચાહો છો, તે અંગે જો તમે સારી રીતે એક પાનામાં ના લખી શકો, તો સંભવતઃ તે તમારા સમય, નાણા અને પ્રયાસો માટે યોગ્ય નથી. તમારા જીવનમાં કોઇની અથવા કોઇ બાબતના મહત્વને તેમજ તેમના વિના જીવન કેવું રહેશે તે વિશે સારી રીતે જાણવું, તમારા લક્ષ્યને વાસ્તવિક શક્તિ પ્રદાન કરે છે.

કેટલાક લોકો તેને ભાગ્ય કહી શકે છે પણ વાસ્તવમાં તે આકર્ષણનો નિયમ છે જે તમને લાગે છે કે તમે પ્રાપ્ત કરવાના અધિકારી છો, તે બાબતનેતમારા જીવનમાં લાવે છે.

2. ટેક ધેટ યલો બ્રિક રોડ (પેલા રસ્તે જાવ)

એક સઘન કાર્ય યોજનાના મહત્વની ક્યારેય અવગણના ના કરશો. હવે જ્યારે તમે પ્રેરણાથી ભરપૂર છો, ત્યારે સમય આવી ગયો છે,કે તમે તે માર્ગે આગળ વધો, જે તમને તમારા ભાગ્યની દિશામાં આગળ દોરી જાય. પરંતું આ માર્ગને લોકો જવલ્લેજ અપનાવે છે અને તે કપરો પણ છે. તમારે તે પંથે ટકી રહેવા માટે માનસિક રીતે મજબૂત, મક્કમ અને સમર્પિત રહેવું જ પડે. જો તમે જે ચાહો છો, તે પામવા માટે એક નક્કર યોજના ના ધરાવતા હો, તો તમારા પ્રયાસો નિરર્થક સાબિત થશે.

આપણે કહીએ,

પરિદ્રષ્યઃ તમે કંપનીના સીનિયર મેનેજર બનવાની ખેવના ધરાવતા સહાયક મેનેજર છો

કાર્ય યોજના:

  • હોંશિયારી અને ચતુરાઇ સાથે આકરી મહેનત કરો

તમારા સહકર્મીઓ કરતા અલગ દેખાઇ આવવા માટે, તમારે રચનાત્મક, પોતાના કામની રીતોમાં એકદમ વિશ્વાસું અને મંથન સત્રોમાં એકદમ ઇનોવેટિવ હોવાની જરૂર છે.

  • સક્રિય બનો

તમે હવે વધુ સમય સુધી માત્ર શ્રોતા બની રહેવા માગતા નથી. તમારી નોંધ લેવાય તે માટે, કોઇ અન્ય ચેપ્ટર સુધી પહોંચે તે પહેલા તેના વિશે તમારે હોમવર્ક કરવું જ પડશે. તમારે સમસ્યાને આગોતરી રીતે ઓળખીને તેનું સમાધાન હાથવગું રાખવું પડશે.

  • સાતત્યતાપૂર્ણઅને ધૈર્યવાન બનો

કાર્ય યોજનાઓ લાંબી હોય છે અને તેમને પૂર્ણસયની પ્રતિબદ્ધતાની જરૂર હોય છે. રોજિંદુ પુનરાવર્તન અને એકવિધતા તમને કદાચ અસર કરે, પણ તમે પારોઠના પગલા ના ભરી શકો કારણ કે હવે તમારા જીવનનું લક્ષ્ય નક્કી થઇ ગયું છે.

3. સ્ટિક ટૂ ગુડ, વાઇપ આઉટ બેડ, સ્ટે અવે ફ્રોમ ધ અગલી (સારી બાબતોને વળગી રહો, ખરાબ વસ્તુઓને હટાવો, અને ખરાબ વસ્તુઓથી દૂર રહો)

સફળતાનો માર્ગ સરળ નથી હોતો. ક્યારેક તે એકદમ સરળ હોય છે, તો ક્યારેક તે કપરો અને ઊંચો ટેકરિયાળ અને ચઢવામાં વિકટ હોય છે ક્યાંક-ક્યાંક તે ખડકાળ અને ખતરનાક હોય છે અને ઘણીવાર તમે નિરાશ કરી દે તેવા સ્થળે પહોંચાડતો હોય છે. આ અવરોધ અને વળાંકોને સારી રીતે ઓળખી કાઢવામાં આવે તે મહત્વપૂર્ણ હોય છે, જેથી કરીને તમે તમારા લક્ષ્ય સુધી તમારી સામિપ્યનું વિશ્લેષણ કરી શકો અને તેને પ્રાપ્ત કરવાની દિશામાં સુધારાત્મક પગલા ભરી શકો.

આપણે કહીએ

પરિદ્રષ્યઃ તમે તમારા શરીરના વર્તમાન વજનમાં ૨૦ કિલોગ્રામ ઘટાડો કરવા માગો છો

કાર્ય યોજનાઃ ૬ મહિનાની આકરી નિયમિત કસરત, ડાયેટ પ્લાન અને જીવનશૈલીમાં પરિવર્તન.

સમસ્યાઓ અને સુધાર:

  • સરળ રીતે ચાલવું:

પ્રારંભિક સ્તરે પાણી ઘટવાથી શરૂઆતમાં ઝડપથી વજન ઘટશે.

  • ઊપરની તરફ ચઢવું:

તમને ટૂંક સમયમાં જ સમજાઇ જશે કે પ્રારંભિક ધોરણે વજનમાં થયેલો ઘટાડો પાણી ઘટવાને કારણે થયો હતો, ચરબી ઘટવાને કારણે નહીં. ખરેખર તો તમારી યાત્રાનો પ્રારંભ થયો છે, જ્યાં તમારે રોજે-રોજ એકદમ નિયંત્રણમાં રહીને ભોજન લેવાનું છે અને તેવી કસરતો કરો છો જેનું પરિણામ દેખાતું નથી.

(વજન ઘટતું નથી) પણ આશા ના છોડો અને આગળ વધતા રહો.

  • ખડકાળ:

તમે વજન ઘટાડવા માટે એટલા ઝનૂની બન્યા છો કે તમે એકદમ પરાકાષ્ઠાએ પહોંચી જાવ છો. અને તે કારણે થાકી જવાને કારણે માંદા પડી જશો અથવા તો તમે ભોજન ઘટાડી દો છો અને કસરત બંધ કરી દો છો.

અહીં જ પરિસ્થિતિ ખરાબ થવી શરૂ થાય છે. તમારે તમારા મસ્તિષ્કમાં નકારાત્મક વિચારો પેદા કરતા બટનને બંધ કરી દેવાની જરૂર છે.

  • મેદાન પ્રદેશ:

વજન ઘટાડવું એ એક અઘરું અને સાતત્યતા, મજબૂત ઇચ્છા શક્તિ અને મક્કમતા માગી લેતું કામ છે. પહેલા ૩ મહિના બાદ, તમારા શરીરની જટિલ ચરબી પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દેશે.

આ એક ખરાબ હિસ્સો છે, અને જો તમે સપાટ મેદાન જેવી સ્થિતિને નિવારવા માગતા હો, તો તમારે તમારા રોજિંદા શિડ્યૂલને સુધારવાની જરૂર છે. તમે આરોગ્યપ્રદ અને પોષક આહાર લેવાનું શરૂ કરો અને વધુ સઘન કસરત શરૂ કરો.

વિશ્વાસ અને ધ્યાન તમારા જીવનની સફળતા માટે ચાવીરૂપ બાબત છે. તમે જેટલા વહેલા તાલીમબદ્ધ થશો અને પોતાની જાતને સારી બનાવશો, તમે પોતાના ગંતવ્ય સુધી તેટલી જલ્દી પહોંચી શકશો.