અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

શ્રેષ્ઠ યુઝ્ડ કાર તમે હમણાં જ ખરીદી શકો છો

મોટાભાગના ભારતીયો માટે કાર ખરીદવી એ આવશ્યક આર્થિક લક્ષ્યોમાંથી એક છે. જોકે, સમય જતા જે લોકોને યુઝ્ડ કાર (જૂની કાર) ખરીદવામાં સંકોચ નથી થતો તેવા ખરીદદારોની પસંદગીમાં દાખલારૂપ ફેરફાર થઈ ગયો છે. યુઝ્ડ કાર માટે સરળતાથી ધિરાણની ઉપલબ્ધતાના કારણે પણ આ સેગમેન્ટ (ક્ષેત્ર)માં વૃદ્ધિ થઈ છે. આજે, વિવિધ આર્થિક સંસ્થાઓ યુઝ્ડ કાર માટે આકર્ષક વ્યાજદરે લોન આપી રહી છે

એક અંદાજ અનુસાર, ભારતીય યુઝ્ડ કારનું બજાર વર્ષ 2023 સુધીમાં 75 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. એવું પણ જાણવા મળ્યું છે કે 60% યુઝ્ડ કાર 5 વર્ષથી ઓછા સમયમાં વેચાય છે

આ સૂચવે છે કે કાર માલિકો 5 વર્ષમાં તેમની કાર બદલવા માંગે છે. અહીં નોંધી લેવું કે, કાર ખરીદતી વખતે, કારમાં કેટલીક બાબતો ચકાસવી જરૂરી છે, જેમકેઃ

  • બ્રાન્ડની પ્રતિષ્ઠા
  • કેટલી ચાલી છે
  • કારના કેટલા વર્ષ થયા
  • સર્વિસ સેન્ટરની ઉપલબ્ધતા

સાથે સાથે એન્જિન અને અન્ય ભાગો પણ કામ કરતી સ્થિતિમાં છે કે નહીં અને બધા જ કાગળો હાથવગા છે કે કેમ તે પણ ચકાસવું જરૂરી છે. ઉપર દર્શાવેલા પરિબળો તમે જે યુઝ્ડ કાર ખરીદવા માંગતા હોવ તેની કિંમત નક્કી કરવામાં પણ મહત્વપૂર્ણ બની જાય છે

જો તમે યુઝ્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો, અહીં આપેલી યાદી તમારી મુસાફરીમાં તમને મદદરૂપ થશે

 

ટોયોટા ફોર્ચ્યૂનર

ફેસ-લિફ્ટેડ ફોર્ચ્યૂનર 2016માં રિલિઝ થઈ હતી, ત્યારે બજારમાં સંખ્યાબંધ ફર્સ્ટ-જનરેશન ફોર્ચ્યૂનર મૂકી હતી, અને પોતાના વર્ગમાં તે સૌથી શ્રેષ્ઠ વેચાતી કાર છે. શ્રેષ્ઠ કક્ષાની વિશેષતાઓ સાથે તેણે ટોચની એસયુવી તરીકે પ્રતિષ્ઠા મેળવી છે. સેકન્ડ હેન્ડ બજારમાં ફોર્ચ્યૂનર પોતાની રીતે મજબૂત રજૂઆત કરતી કાર છે. ખાસ કરીને તે એવા લોકો માટે સારી પસંદગી છે જેઓ નો-નોનસેન્સ એસયુવી તેની મૂળ કિંમત કરતાં ઓછા ભાવે ખરીદવા માંગે છે

ફોર-વ્હીલ ડિસ્કબ્રેક સાથે એબીએસ, બીએ અને ઈબીડી તમને ડ્રાઈવિંગ વખતે કાર પર શ્રેષ્ઠ અંકુશ આપે છે. યુઝ્ડ ટોયોટા ફોર્ચ્યૂનરની કિંમત રૂપિયા 10-20 લાખની વચ્ચે હોઈ શકે છે

 

મહિન્દ્રા એક્સયૂવી500

મહિન્દ્રા એક્સયૂવી500 સપ્ટેમ્બર 2011માં રિલિઝ થઈ ત્યારે બજારમાં તેનું દમદાર આગમન થયું હતું. કોઈ ભારતીય કંપની સ્ટાઈલિશ ડિઝાઈન અને ઉત્તમ પરફોર્મન્સની કારનું ઉત્પાદન કરે તે વાત ત્યારે ઘણી ઉત્સાહ જગાવનારી હતી. 2015માં તેણે તેની ફેસલિફ્ટમાં સુધારો કર્યા પછી, અગાઉની જનરેશનની એક્સયૂવી યુઝ્ડ કારના બજારમાં ભારે છવાઈ ગઈ

મોટા ઓપનિંગ સાથેની ગ્રીલ (જાળી) અને પાવરફુલ એન્જિન કોઈ પણ પરેશાની વગરનો ડ્રાઈવિંગનો અનુભવ કરાવે છે. યુઝ્ડ મહિન્દ્રા એક્સયૂવી500ની કિંમતની રેન્જ રૂપિયા 9-11 લાખની વચ્ચે હોય છે

 

ટાટા હેક્સા

ટાટાની નવી જનરેશનની કારોમાં મોખરાના સ્થાને હેક્સા આવે છે, જેણે આરિયાનું સ્થાન લીધું છે. આરિયાના પ્લેટફોર્મ પર આધારિત, હેક્સા તેની ‘પ્રભાવી’ ડિઝાઈન અને સફારી સ્ટોર્મના 2.2 લીટર એન્જિન સાથે વધુ અપમાર્કેટ અને સ્પોર્ટી હોવાનો અહેસાસ કરાવે છે. જેઓ મધ્યમ કદની પોષાય તેવી એસયુવી ઈચ્છે છે તેના માટે ટોચની હરોળના ઓટોમેટિક આ કાર ખરીદવાનું શ્રેષ્ઠ કારણ બની શકે છે. ટાટા મોટર્સનું બ્રાન્ડ નામ ધરાવતી હોવાથી, કાર માલિકો વિશાળ સર્વિસ સેન્ટર નેટવર્ક અને તેની વિશ્વસનીયતાનો પણ આનંદ માણી શકે છે

બીજાની તુલનાએ નવું મોડેલ હોવાથી, તમે યુઝ્ડ ટાટા હેક્સા રૂપિયા 10-12 લાખ વચ્ચેની કિંમતમાં ખરીદી શકો છો

 

હોન્ડા સિટી

સદાકાળ લોકપ્રિય, હોન્ડા સિટી કદાચ શહેરને -હા, તમે સાચી કલ્પના કરી- ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી સૌથી ચતુરાઈભરી ડિઝાઈનની સેડાન કાર છે. મોકળાશવાળું કેબિન, રીઅર એસી સાથે અર્ગોનોમિક રીતે ડિઝાઈન કરેલી કોકપીટ, પાવરફુલ એન્જિન, આનંદપ્રદ ડ્રાઈવ, આરામદાયક સીટો, ગ્રાઉન્ડ ક્લિઅરન્સ, એરબેગ સહિત આ કાર તમામ આવશ્યકતાઓ સાથે આવે છે. આ શ્રેણીમાં સતત સુધારો થતો હોવાથી, તમે યુઝ્ડ હોન્ડા સિટી કાર સરળતાથી મેળવી શકો છો અને તે હજુ પણ તેટલી જ દમદાર છે, તેમજ આ કારે તેનું આકર્ષણ જાળવી રાખ્યું છે

યુઝ્ડ હોન્ડા સિટી, તેની જનરેશન અને વિવરણોના આધારે, તમને રૂપિયા 5-10 લાખ વચ્ચે મળી શકે છે

જો તમે તમારી પસંદગીની યુઝ્ડ કાર ખરીદવાનો નિર્ણય લીધો હોય અને અપૂરતા ભંડોળના કારણે અટક્યા હોવ તો, રિલાયન્સ મની દ્વારા આપવામાં આવતી યુઝ્ડ કાર લોન તમને તમારું સપનું સાકાર કરવામાં મદદ કરશે. રિલાયન્સ મની યુઝ્ડ કાર લોન આકર્ષક સુવિધાઓ અને અનુકૂલિત સમયગાળાના વિકલ્પ સાથે મળે છે જેથી તમારાં સપનાનું વાહન ઘરે લઈ જવામાં તમને મદદ મળે