અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

વૅરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમની સંપૂર્ણ માર્ગદર્શિકા WMS એટલે શું

WMS એટલે શું?

વૅરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે ગોદામ વ્યવસ્થાપન સિસ્ટમ એક એપ્લિકેશન પ્રોગ્રામ છે જેની મદદથી તમે તમારા ગોદામનું સંચાલન શ્રેષ્ઠ રીતે કરી શકો છો અને તમારા નિયમિત કાર્યો જેમકે, આયોજન, ગોઠવણી, સ્ટાફ, નિર્દેશન, સ્ત્રોતોના ઉપયોગનું નિયંત્રણ, સામગ્રીની હેરફેર અને સંગ્રહ તેમજ ગોદામને લગતી રોજિંદી પ્રવૃત્તિઓમાં કર્મચારીઓને સહાય કરવા જેવા વિવિધ કાર્યો કરી શકો છો. સંસ્થાના કદ અને તેમની કામગીરીઓના સ્તરની સીધી અસર આ સિસ્ટમના કદ અને તેની જટીલતા પર પડે છે

WMS સાથે એકીકૃત કરેલા સાધનોમાં ઈન્વેન્ટરી મેનેજમેન્ટ, રિપોર્ટિંગ મેનેજમેન્ટ, પિકિંગ અને પેકિંગ, સ્થાન મેનેજમેન્ટ, વાઈ-ફાઈ અને બારકોડ સિસ્ટમ, ઑડિટિંગ વગેરેનો સમાવેશ થાય છે

લાભ

આવી સિસ્ટમ શરૂઆતના તબક્કે થોડી જટીલ લાગી શકે છે પરંતુ એકવખત તમામ પ્રારંભિક તબક્કાઓ પાર પાડી દો પછી, આ જ સિસ્ટમ તમને સંખ્યાબંધ રીતે લાભદાયી પુરવાર થાય છે. સારી રીતે એકીકૃત કરેલી વૅરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમ તમને મજૂરી ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે, તમારી ઈન્વેન્ટરીની ચોક્કસાઈ વધારે છે, અનુકૂલનતા લાવે છે, ભૂલોનું પ્રમાણ ઘટાડે છે અને ગ્રાહકોને અપાતી સેવામાં સુધારો લાવે છે

આધુનિક વૅરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમ્સ વાસ્તવિક સમયના આધારે કામ કરતી હોય છે- તેનાથી સંસ્થાને ઑર્ડર્સ, શિપમેન્ટ્સ, સામાનની હેરફેર, રસીદો વગેરે સંબંધિત વર્તમાન અને સૌથી સાંદર્ભિક માહિતીનું સંચાલન કરવામાં અને તેના પર નજર રાખવામાં મદદ મળી રહે છે

તેના કેટલાક લાભો અહીં નીચે દર્શાવેલા છે:

- ગોદામની ડિઝાઈન

સામગ્રીની અસરકારક રીતે ડિલિવરી અને સંગ્રહ માટે ગોદામની ડિઝાઈન શ્રેષ્ઠ છે કે કેમ તે આનાથી સુનિશ્ચિત થાય છે, જેથી અસરકારક ઈન્વેન્ટરી (જથ્થા)ની ફાળવણી માટે જરૂરિયાત અનુસાર વર્ક-ફ્લો પૂરો પાડે છે

- જથ્થા પર દેખરેખ

WMSની મદદથી ગોદામના મેનેજર ગોદામમાં સંગ્રહિત કરેલા જથ્થા પર દેખરેખ રાખી શકે છે. રેડિયો-ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) અને અન્ય અદ્યતન ટ્રેકિંગ સિસ્ટમ્સ આવા જથ્થા પર નજર રાખવા માટે અનુકૂળતા પ્રમાણે અમલમાં મૂકી શકાય છે

- મજૂરી ખર્ચ ઘટાડે છે

વ્યાપક વૅરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી તમે મજૂરોની ચોક્કસ કેટલી જરૂર છે તે જાણી શકો છો અને આ પ્રકારે મજૂરી ખર્ચ ઘટાડી શકો છો. કામદારો નક્કી કરેલા માપદંડો અનુસાર કામ કરે છે કે નહીં તે જાણવા માટે તમે કી પરફોર્મન્સ ઈન્ડિકેટર્સની મદદથી કામદારોની કામગીરી પર નજર રાખી શકો છો

- સંપૂર્ણ ઓટોમેશન

WMS મોટાભાગની પ્રક્રિયા સ્વયંચાલિત કરે છે અને પેપરવર્કને દૂર કરી નાખે છે, અન્ય બિનઅનુકૂળ પ્રક્રિયાથી કામ કરવામાં આવે ત્યારે પેપરવર્કના કારણે તે બોજારૂપ લાગે છે. આ સિસ્ટમની મદદથી તમે નાણાં અને જગ્યા બંનેની બચત કરી શકો છો

- સમયસર ડિલિવરી

WMS મોટાભાગની પ્રક્રિયા સ્વયંચાલિત કરે છે અને પેપરવર્કને દૂર કરી નાખે છે, અન્ય બિનઅનુકૂળ પ્રક્રિયાથી કામ કરવામાં આવે ત્યારે પેપરવર્કના કારણે તે બોજારૂપ લાગે છે. આ સિસ્ટમની મદદથી તમે નાણાં અને જગ્યા બંનેની બચત કરી શકો છો

- ઊંડી માહિતી મેળવી શકો છો

વૅરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી લગભગ દરેક પ્રક્રિયાઓ તમે સ્વયંચાલિત કરી શકો છો અને ઈન્વેન્ટરી, ઑર્ડર્સ તેમજ સામગ્રીની સ્થિતિ પર વાસ્તવિક સમયે દેખરેખ રાખી શકો છો. તેના કારણે તમે તમારી સમસ્થાની તમામ સંભવિત ખામીઓને ઊંડાણપૂર્વક સમજી શકો છો અને જે બાબતોમાં વધુ સુધારો કરવાની જરૂર હોય તેને પારખી શકો છો. આમ કરવાથી, તમે બજારની માંગને માપી શકો છો, સામગ્રીની ભાવી જરૂરિયાતનું અનુમાન લગાવી શકો છો અને ટોચના SKU ઓળખી શકો છો

- એકીકૃતતા

WMS અન્ય સિસ્ટમ્સની સાથે એકીકૃત થઈ શકે છે જેથી તમે આવા સોફ્ટવૅરને સંમિલિત કરીને મળતા લાભો હાંસલ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તેને ઑર્ડર પ્રોસેસિંગ સિસ્ટમ અને હેરફેર વ્યવસ્થાપન સાથે એકીકૃત કરી શકાય છે જેથી તમારી પ્રોડક્ટ્સ ઉપાડવા, પેકિંગ કરવા અને તેની રવાનગી કરવામાં મદદ મળી શકે છે. તેમજ એન્ટરપ્રાઈઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) સિસ્ટમ સાથે તેને એકીકૃત કરવાથી બેક- ઑફિસ કામગીરીઓનું સરળતાથી સંચાલન થઈ શકે છે અને માનવ સંસાધનો, ટેક્નોલોજી અને સર્વિસ જેવા કાર્યોનું સંપૂર્ણ સ્વયંસંચાલન કરી શકાય છે

જો તમે તમારી કામગીરીમાં વિસ્તરણ કરવાના આયોજનમાં હોવ અને તમારા ભાવી સાહસોને વ્યાપક વૅરહાઉસ સિસ્ટમથી સજ્જ કરવા માંગતા હોવ તો રિલાયન્સ મની દ્વારા આપવામાં આવતી વ્યવસાય વિસ્તરણ લોન તમને મદદરૂપ થઈ શકે છે