અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ભંડોળ ઊભું કરવાનું મહત્વ

ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ કરવા માટે SME સેક્ટર અગત્યનો ભાગ ભજવે છે, અને તે દેશના વિકાસમાં ફાળો આપે છે. ભારતમાં 4.25 કરોડ SME છે. આવા રજિસ્ટર્ડ અને અનરજીસ્ટર્ડ SME જે કર્મચારીઓ રાખે છે તેની સંખ્યા, કામ કરતી વસ્તીના 40% છે. આવા SMEને પેઢી સ્થાપવા, ચલાવવા અને વૃદ્ધિ કરવા સખત મહેનત કરવી પડે છે. કોઈ પણ વેપારનો આધાર પૈસા છે અને ભંડોળની પ્રાપ્યતા ઘણી જ અગત્યની છે. SME શરૂ થયાના પ્રથમ વર્ષમાં ઓછું ભંડોળ હોવું એ એક સામાન્ય મુશ્કેલી છે અને ઉધોગ બંધ થવાનું એ એક મુખ્ય કારણ પણ છે. પોતાના વેપાર માટે ભંડોળ ઊભા કરવાના ઘણા વિકલ્પો SME પાસે ઉપલબ્ધ છે

 

વિસ્તરણ:-

એક વેપારી તરીકે ચાવીરૂપ ધ્યેય એ છે કે, ભંડોળ ઊભું કરવું એટલે કે ઉદ્યોગ શરુ થયાના 2 વર્ષમાં વિસ્તરણ અને વૃદ્ધિ કરવી. ધંધાની ક્ષમતા એટલે કે કાચો માલ, ઇનફ્રાસ્ટ્રક્ચર, સગવડો, માર્કેટિંગ અને પ્રમોશન વગેરેમાં વધારો કરવા માટે ભંડોળની જરૂર પડે છે

 

વસ્તુની ખરીદી:-

મૂડી એ કોઈ પણ ધંધાનો પાયો છે. તે કંઈ પણ હોઈ શકે છે જેમ કે, પૈસા, સાધનો, જમીન, બિલ્ડીંગ વગેરે. ભંડોળ ઊભું કરવાથી વસ્તુની ખરીદીની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ મળે છે

 

ઝડપથી કામ કરવું:-

ભંડોળ ઊભું કરવું અગત્યનું છે કેમ કે તે રોજબરોજના ધંધાને ચલાવવા માટે વર્કિંગ કૅપિટલની જોગવાઈથી કામની ઝડપ વધારવામાં મદદરૂપ થાય છે. અન્ય ખર્ચાઓમાં કર્મચારીઓનો પગાર, વેરહાઉસ જાળવણીનો ખર્ચ, સ્ટોરેજ લોકેશન, માલનું પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ, વાહન-વ્યવહાર વગેરેનો સમાવેશ થાય છે

 

ઋણ નવઘડતર:-

એક યા બીજા સમયે ધંધામાં આર્થિક સંકડામણ આવે છે. આવા સમયે ઋણ નવઘડતર રક્ષણ આપે છે. મુખ્યત્વે તે દેવાની રકમને ઘટાડે છે અને તેને પુન:નિર્માણ કરે છે અને ઉદ્યોગસાહસિક ઉપર વધુ બોજો નંખાતો નથી

SME માટે ફંડ ઊભું કરવાના જુદા જુદા ક્ષેત્રો છે – ખાનગી અને જાહેર. તે માટેની વ્યૂહરચના હોવી ખૂબ જરૂરી છે. કંપની જુદી જુદી રીતે ફંડ ઊભું કરી શકે, જેમ કે;

 

બૅન્ક અને NBFC’s:-

સરકારી અને ખાનગી બૅન્કો સહિત NBFCs લાભદાયી લોનની સગવડ પૂરી પડે છે અને તેના દ્વારા તમને ચોક્કસ થોડી મદદ મળી શકે. જોકે, તે માટે અલગ અલગ પ્રક્રિયા, દસ્તાવેજો કરવા પડે છે અને ફાઇનાન્શિયરને તમારા ધંધાની વૃધ્ધિની ખાતરી આપવાની હોય છે

 

મિત્રો અને સગા-સબંધીઓ:-

તમારા ધંધાને વધારવા માટે મિત્રો અને સગા-સબંધીઓ પાસેથી મદદ મેળવવાથી તમારા ધંધાને લાભ થઈ શકે છે. તેમાં મર્યાદિત ખર્ચે ભરોસો અને પારદર્શિતા હોય છે. તે લોનની રકમ પર ભાર મૂક્યા વિના તમને પૂરતો સમય આપે છે

 

જન-ભાગીદારી:-

જન-ભાગીદારીમાં ખાસ કરીને નવીન વ્યાવસાયિક યોજના, સામાજિક હેતુ વગેરે માટે મોટી સંખ્યામાં લોકો પાસેથી ભંડોળ ઊભું કરવાનો સમાવેશ થાય છે. તાજેતરનાં વખતમાં તેણે ઘણા વિચારોને વૃદ્ધિ આપી છે. જો તમને તમારી ધંધાકીય આવડત અંગે વિશ્વાસ હોય અને તમને લાગતું હોય કે એનાથી સમાજને લાભ થશે તો, જન-ભાગીદારીથી તમે ખાતરીપૂર્વક ભંડોળ ઊભું કરી શકો છો. લોકોને ખાતરી કરાવવાથી અને તમારા ધ્યેયની તેઓ સમક્ષ કલ્પના કરવાથી તમને ઘણી બધી મદદ મળી શકશે

 

અંતે, પૈસા એ SMEની રક્તવાહિની છે, તેથી ભંડોળનો ઉપયોગ તમારી સ્થિતિને જાળવી રાખવા માટે અને તમારા આર્થિક ધંધાકીય ધ્યેયોને હાંસલ કરવા માટે કરવો જોઈએ. વ્યવસ્થિત રીતે તમારી વૃદ્ધિનું વિશ્લેષણ કરવાથી અને ભાવિ વૃદ્ધિ માટે પૂરતું ભંડોળ રાખવું એ SMEની સફળતાની ચાવી છે