અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

તમારી બાઈક માટે ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

તમે ઘરેથી ઓફિસ વચ્ચે રોજિંદા ટ્રાફિકમાંથી સરળતાથી નીકળીને પહોંચવા માંગતા હોવ કે પછી તમારા હમસફરને કોઈ નવી જગ્યાએ લઈ જવા માંગતા હોવ, ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ તમને અને તમારી મૂલ્યવાન ચીજને દુર્ઘટનાની સ્થિતિમાં આર્થિક મુશ્કેલીઓથી ઉગારી શકે છે

ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ લેવો મહત્વનો છે, ત્યારે વ્યાપક સુરક્ષા માટે યોગ્ય વીમા કવચ પસંદ કરવું પણ એટલું જ આવશ્યક છે છે. અહીં કેટલાક મુદ્દાઓ આપ્યા છે જે તમને તમારા ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સની મુસાફરીમાં માર્ગદર્શન આપી શકે છે

 

પ્લાનના પ્રકાર જાણો

ઈન્શ્યોરન્સ વિશે કોઈ પણ નિર્ણય લો તે પહેલાં, તમે કેવા પ્રકારના પ્લાન લઈ શકો છો તે જાણવું મહત્વનું છે. મુખ્યત્વે, બે પ્રકારના ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ પ્લાન્સ હોય છેઃ

  • વ્યાપક પોલિસીઃ આ પોલિસી તમારી બાઈકને 360 ડિગ્રી (સર્વાંગી) વીમા કવચ આપે છે અને આગ, પૂર, રમખાણો વગેરેના કારણે થયેલા નુકસાનને આવરી લે છે. તે તમને, થર્ડ- પાર્ટી જવાબદારી ઉપરાંત ચાલકને વ્યક્તિગત અકસ્માત વીમાકવચ પણ આપે છે.
  • થર્ડ-પાર્ટી ઈન્શ્યોરન્સઃ આ પ્રકારના ઈન્શ્યોરન્સમાં અકસ્માતની સ્થિતિમાં માત્ર થર્ડ-પાર્ટીને થયેલા નુકસાનને જ આવરી લેવામાં આવે છે અને તમારા વાહનને થયેલા કોઈ પણ નુકસાનને આવરી લેવામાં આવતું નથી. થર્ડ-પાર્ટી ઈન્શ્યોરન્સ રસ્તા પર ફરતા તમામ ટુ-વ્હીલર માટે લેવો ફરજિયાત છે.
 

ઉપલબ્ધ એડ-ઓન્સના પ્રકાર

ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ ખરીદતા પહેલાં, પોલિસી સાથે ઉપલબ્ધ એડ-ઓન્સ વિશે જાણો. એડ-ઓન્સ તમારી તદ્દન સાદી ટુ-વ્હીલર પોલિસીમાં કંઈક ઉમેરો કરે છે અને વધુ સુરક્ષા પ્રદાન કરે છે. વ્યાપક ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ પોલિસી સાથે આવતા કેટલાક એડ-ઓન્સ નીચે દર્શાવ્યા અનુસાર છેઃ

  • ઝીરો ઘસારા વીમાકવચ
  • પાછલી સીટે બેઠેલાનું અકસ્માત વીમાકવચ
  • રસ્તા પર સહાયતા માટે કવચ
  • નો ક્લેઈમ બોનસ સુરક્ષા કવચ
  • એક્સેસરીઝનું વીમાકવચ

વ્યાપક સુરક્ષા માટે તમને અનુકૂળ એડ-ઓન્સ સાથેની પોલિસી પસંદ કરો

 

બાકાતીઓની જાણકારી

વ્યાપક ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ ચોરી અથવા પૂર, રમખાણો, આગ વગેરે સામે આર્થિક વીમાકવચ આપે છે ત્યારે એવા પણ કિસ્સા હોય છે જ્યારે તમારી પોલિસીમાં તમને અથવા તમારી બાઈકને થયેલી હાનિ આવરી લેવામાં આવતી નથી. સામાન્યપણે, ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સ પ્લાન નીચે દર્શાવેલા કિસ્સામાં થયેલી હાનિ આવરી લેતા નથીઃ

  • દારુ/ડ્રગ્સના નશામાં ડ્રાઈવિંગ વખતે
  • લાઈસન્સ વગર ડ્રાઈવિંગ વખતે
  • ન્યૂક્લિઅર જોખમો અને યુદ્ધ
  • પોલિસીના નિયમો અને શરતોમાં ઉલ્લેખ કર્યા સિવાયના હેતુથી ટુ-વ્હીલરનો ઉપયોગ થાય ત્યારે

વધુમાં, ઘસારાના કારણે થતી નુકસાની, યાંત્રિક અથવા વીજ સમસ્યાથી થતી ખામી વગેરે બાકાત રહે છે. દરેક વીમો ઉતારનારની બાકાતીઓની યાદી અલગ હોઈ શકે છે. આથી, પોલિસી લેતા પહેલાં તેને ધ્યાનપૂર્વક વાંચી જવી આવશ્યક છે અને તમારી પોલિસી તમને કોઈ વીમાકવચ ન આપતી હોય તેવી સ્થિતિથી સાવધાન રહેવું જોઈએ

 

પૂરતી વીમાકવચ રકમ પસંદ કરવી

વીમાકવચની પૂરતી રકમની પસંદગી કરવાથી દુર્ઘટનાની સ્થિતિમાં થયેલા આર્થિક નુકસાનનો સામનો કરતી વખતે તમારી બચત ખર્ચાતી નથી. એવું વીમાકવચ પસંદ કરો જે તમારી બાઈકને થતા નુકસાન સામે તમને વ્યાપક સુરક્ષા આપે. સંખ્યાબંધ વેબસાઈટ છે છે જેમાં એક સાથે બધી કંપનીઓની વીમા વિષયક માહિતી ઉપલબ્ધ છે અને જ્યાં તમે પોલિસી અને ચુકવવાપાત્ર પ્રીમિયમની તુલના કરી શકો છો

હવે તમે ટુ-વ્હીલર ઈન્શ્યોરન્સની પાયાની વાતો જાણી લીધી છે, જેથી આગામી પગલું પૂરતા ભંડોળનું છે. રિલાયન્સ મની સ્પર્ધાત્મક વ્યાજદરે જરૂરિયાત અનુસાર ટુ-વ્હીલર લોન આપે છે. રિલાયન્સ મનીમાંથી બાઈક લોન લેવા માટે ખૂબ ઓછા દસ્તાવેજોની જરૂર પડે છે અને સ્થળ પર જ મંજૂરી મળી જાય છે. બાઈક લોન માટે અરજી કરવા અને બાઈક ધિરાણ વિશે વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો