અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

વોન્ટ-અ-પ્રેન્યોર એટલે કે જેઓ પોતાનો એટલે કે જેઓ પોતાનો શરૂ કરવા માંગે છે. તેમને યોગ્ય વિચાર શોધવાની હંમેશા ‘ઈચ્છા’ હોય છે અને મોટાભાગે તેને આમતેમ શોધતા રહે છે.તેઓએન્ટરપ્રેન્યોર (ઉદ્યોગપતિઓ) કરતા અલગ હોય છે.

મોટાભાગના વોન્ટ-અ-પ્રેન્યોર તેમના વ્યવસાયમાં સફળ થવા માંગતા હોય છે, ત્યારે સંખ્યાબંધ બાબતો તેમની પ્રગતીને અવરોધતી હોય છે.ખરેખર તો, ઘણા બધા લોકો નીચે દર્શાવેલા મહત્વપૂર્ણ લાક્ષણિક તફાવતોના કારણે ક્યારેય ઉદ્યોગપતિ બની જ શકતા નથી


વોન્ટ-અ-પ્રેન્યોર્સ અને એન્ટરપ્રેન્યોર્સ વચ્ચે તફાવત

  • તેઓ રાહ જોઈને બેસે છે

એન્ટરપ્રેન્યોર્સ ક્યારેય સારા વિચાર કે સારી તક પોતાની સામે આવે તેવી રાહ જોઈને નથી બેસી રહેતા. વોન્ટ-અ-પ્રેન્યોરથી વિપરિત, તેઓ ક્યારેય ભંડોળ અથવા ફાઈનાન્સની રાહ જોતા નથી. તેઓ પોતાના વ્યવસાયને ઉભો કરવા માટે મૂડી એકઠી કરવા કંઈક અલગ માર્ગ વિચારે છે. સફળ ઉદ્યોગપતિઓ દુનિયાના કર્તા(ચાલકો) છે

  • તેઓ ટાળ્યા કરે છે

વોન્ટ-અ-પ્રેન્યોરની તુલનાએ એન્ટરપ્રેન્યોર્સ કામ પુરુ કરવામાં માને છે. તેઓ સ્વભાવે લવચીક હોય છે, અપનાવવાનો અભિગમ રાખે છે અનેભોગ આપવામાં ક્યારેય અચકાતા નથી તેમજ પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે વધુ પરિશ્રમ પણ કરે છે.બીજીતરફ, વોન્ટ-અ-પ્રેન્યોર હંમેશા ટાળવાની વૃત્તિ માટે ઓળખાય છે અને કોઈને કોઈબહાના બનાવે છે

  • જોખમોથી દૂર ભાગે છે

વોન્ટ-અ-પ્રેન્યોર્સ જોખમોથી દૂર ભાગે છે;તેઓ અસમાન્ય માર્ગ પર આગળ વધવાના બદલે સચોટ માર્ગે આગળ વધવાનંુ પસંદ કરે છે. એન્ટરપ્રેન્યોર્સ કોઈપણ પ્રકારના જોખમો ઉપાડવાં પાછા પડતા નથી

  • ઝડપથી નિરુત્સાહ થઈ જાય છે

વોન્ટ-અ-પ્રેન્યોર્સને ક્યારેય પીછેહઠ અથવા પડકારોનો સામનો કરવાનો થાય ત્યારે ઝડપથી નિરુત્સાહ થઈજાય છે. તેમની નિષ્ફળતા માટે આ સૌથી મોટુ કારણ છે. એન્ટરપ્રેન્યોર્સ નિષ્ફળતા અને પીછેહઠનેપ્રગતિના માર્ગના પગથિયા બનાવે છે અને ખંત સાથે આગળ વધે છે.આજે મોટાભાગની સાફલ્યા ગાથાઓ તેમના ખંતનું પરિણામ છે

એન્ટરપ્રેન્યોર બનવું
ઉદ્યમશીલતાએનોકરીથી વિશેષ છે. ઉદ્યોગપતિઓ 24X7કામ કરે છે, જેમાં ખાસ કરીને શરૂઆતના તબક્કે તેઓ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા ખૂબ પરિશ્રમ કરે છે. ઉદ્યોગપતિ બનવું કોઈ સરળ કામ નથી. વિવિધ અભ્યાસ દર્શાવે છે કે, દર 10માંથી 9 સ્ટાર્ટઅપ નિષ્ફળજાય છે. આથી, ઉદ્યોગપતિઓએ અત્યંત શિસ્તપાલક અને સફળતાના આગ્રહી બનવું જરૂરી છે

નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓ વોન્ટ-અ-પ્રેન્યોરને એન્ટરપ્રેન્યોર બનાવામાં મદદરૂપ થઈ શકે છે

  • પગલાં લો

પોતાના વિચારોને અમલમાં મુકવાએ એન્ટરપ્રેન્યોર (ઉદ્યોગપતિ) બનવાની દિશામાં પહેલું પગલું છે. લાખો લોકો પાસે શ્રેષ્ઠ વિચારો હોય છે, પરંતુ સંખ્યાબંધ લોકો તેને વાસ્તવિકતામાં ફેરવવા માટે પહેલ કરતા નથી. પગલાં લેવાએ એન્ટરપ્રેન્યોર બનાવા માટેનું મહત્વપૂર્ણ લક્ષણ છે. તેઓ પગલાં છે, અને તે પગલાંના જોખમો ઉપાડે છે. દુનિયામાં તેમને સફળ થતા રોકતા શબ્દ‘જો આમ હોય તો શું’ એવા શબ્દોને તેઓ ગણકારતા નથી

  • અવિરત કામ

એન્ટરપ્રેન્યોર્સ (ઉદ્યોગપતિઓ) તેમના વ્યવસાય માટે ઝનુની હોય છે.વ્યવસાય જ તેમનુ જીવન અને તેમના શ્વાસ હોય છે. તેઓ સખત પરિશ્રમનું મુલ્ય જાણ છે તેનાથી જરાય પાછા પડતા નથી. તેઓ એન્ટરપ્રેન્યોર (ઉદ્યોગપતિ) હોવાનો ડોળ નથી કરતા; તેઓ પોતાની રીતે શ્રેષ્ઠ કામ કરવા માટે આગળ વધે છે

  • શીખવાની ઈચ્છા

જ્ઞાન એ એન્ટરપ્રેન્યોર્સ (ઉદ્યોગપતિઓ)ની શક્તિ છે. સફળ થવા માટે એન્ટરપ્રેન્યોરે (ઉદ્યોગપતિ) તેના વ્યવસાય, ગ્રાહકો અને હરીફો અંગે સતત માહિતી મેળવવી જરૂરી છે. એન્ટરપ્રેન્યોર્સ (ઉદ્યોગપતિઓ)ને તેમના ક્ષેત્ર અંગે એ-ઝેડ (સંપૂર્ણ) જાણકારી હોવી જરૂરી છે અને જ્યાં પણ ક્યાંય ઉણપ વર્તાય તે પુરી કરવા માટે પોતાનું કૌશલ્ય સુધારવું જરૂરી છે. નવું શીખવાની જિજ્ઞાસા તેમને સફળતા માર્ગે દોરી જાય છે

  • સફળતાને કટીબદ્ધ

એન્ટરપ્રેન્યોર્સ (ઉદ્યોગપતિઓ) હંમેશા તેમના લક્ષ્યો હાંસલ કરવા માટે કટીબદ્ધ હોય છે. અર્થાત્ આરામ ક્ષેત્ર છોડવું, વ્યૂહનીતિઓ અપનાવવી અને જો નિષ્ફળતા મળે તો તેનો સામનો કરવાની હિંમત દાખવવી આ બધું જ તેમનામાં હોય છે. દરેક વ્યવસાયમાં અવરોધો આવે છે, આથી તેમાંથી બહાર નીકળવાનું કામ એન્ટરપ્રેન્યોરનું છે.તેઓ ક્યારેય પોતાની નિષ્ફળતા માટે બહાના નથી બનાવતા અને પોતાની ભુલો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે

  • નાણાં શિસ્ત

એન્ટરપ્રેન્યોર્સ (ઉદ્યોગપતિઓ) તેમના નાણાંને ગંભીરતાથી લે છે અને ગણતરીપૂર્વક જોખમ ઉપાડે છે. ઘણા નવા એન્ટરપ્રેન્યોર્સ (ઉદ્યોગપતિઓ)તેમની નવી નિયુક્તિઓનો ખર્ચ ઘટાડવા માટે વહીવટકર્તાઓ અને ચોપડાઓની નોંધ રાખનારાઓની જવાબદારીઓ બહુવિધ કરી નાખે છે. બિનજરૂરી લોકોને કાઢીને પોતાની મૂળભૂત પ્રવૃત્તિઓમાં રોકાણ સુનિશ્ચિત કરી શકાય તેનું તેઓ ખાસ ધ્યાન આપે છે. વધુમાં, એન્ટરપ્રેન્યોર્સ (ઉદ્યોગપતિઓ) સંતુષ્ટિમાં વિલંબ માટે ઓળખાય છે જેમ કે નવું ફર્નિચર અથવાશરૂઆતના તબક્કે નિયમિત ધોરણે ચુકવણીની ચકા


આમ, એક વોન્ટ-અ-પ્રેન્યોર જો સખત પરિશ્રમ કરે, ભોગ આપે અને ખંતથી કામ કરે તો તેઓ વાસ્વતમાં એન્ટરપ્રેન્યોર (ઉદ્યોગપતિ) બનવાના માર્ગે જ હોય છે