અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

તમારા વર્કશોપમાં હવાના પ્રદૂષણ સામે લડવા માટેના સૂચનો

હવાનું પ્રદૂષણ વ્યવસાયને સંખ્યાબંધ પ્રકારે મુશ્કેલમાં મૂકી શકે છે. તેનાથી તમારા કર્મચારીઓનું સ્વાસ્થ્ય બગડે છે અને ઉત્પાદકતા ઘટે છે તેમજ સાથે સાથે તેના કારણે તમારી કામગીરીઓ બંધ કરવાની નોબત પણ આવી શકે છે. ઉત્પાદકતામાં ઘટાડાના કારણે તમારા વ્યવસાયના લાંબાગાળાના લક્ષ્યો પર અસર પડે છે માટે તમે એક વ્યવસાય માલિક તરીકે તમારા વર્કશોપમાં હવાનું પ્રદૂષણ ઓછું થાય તેના પર ધ્યાન આપો તે ખૂબ જ મહત્વનું છે

અહીં કેટલીક અસરકારક રીતો દર્શાવી છે જેની મદદથી તમે તમારા વર્કશોપમાં હવાનું પ્રદૂષણ ઘટાડી શકો છો અને તમારી કામગીરીમાં વધુ કાર્યક્ષમતા લાવી શકો છો

 

1. નિયમિત ધોરણે હવાના પ્રદૂષણ પર નજર રાખો

તમારા વર્કશોપમાં હવાના પ્રદૂષણ પર નજર રાખવા, તેને માપવા, અંકુશમાં લેવા અને તેમાં ઘટાડો કરવા માટે યોગ્ય સિસ્ટમ્સ લાગુ કરો. હવાના પ્રદૂષણ માટે જવાબદાર મોટા પ્રદૂષકોમાં પર્ટિક્યુલર મેટર (PM 10 અને PM 25), નાઈટ્રોજન ડાયૉક્સાઈડ, સલ્ફર ડાયૉક્સાઈડ, ઓઝોન, કાર્બન મોનોક્સાઈડ, એમોનિયા અને સીસુ છે

તેમાથી મોટાભાગના પ્રદૂષકો ફેક્ટરી વર્કશોપમાં ખૂબ સામાન્યપણે હોય છે. હવાની ગુણવત્તા માપવા માટેના ઉપકરણો લગાવીને તેના પર નજર રાખવાથી તમે જોખમોને અગાઉથી જાણી શકો છો અને તેનાથી ઉદભવતી સમસ્યા અંકુશ બહાર જાય તે પહેલા જ તેનો ઉકેલ લાવવા માટે યોગ્ય પગલાં લઈ શકો છો

 

2. વર્કશોપ પ્રક્રિયાઓનું મૂલ્યાંકન કરવું

તમારા વર્કશોપમાં સારી ગુણવત્તાની પ્રોડક્ટ્સનું ઉત્પાદન થતું હોવા છતાં, ઉત્પાદન પ્રક્રિયાની ઉપનીપજો પર્યાવરણ માટે હાનિકારક હોઈ શકે છે

તમારા વર્કશોપની પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવાથી અને તેને માપવાથી તેને સારી રીતે કાર્યરત કરવામાં મદદ મળી શકે છે અને સાથે સાથે સિસ્ટમમાં રહેલી એવી ખામીઓ કે જે પ્રદૂષણ માટે જવાબદાર હોય તેને પારખવામાં પણ મદદ મળે છે

 

3. માનક સામગ્રીઓના જૈવિક વૈકલ્પો શોધો

માનક વર્કશોપ સામગ્રીઓ કે જે મોટાભાગે રસાયણ આધારિત હોય છે, તે પ્રદૂષણનું સ્તર વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જોકે, તેના જૈવિક વિકલ્પો અપનાવવાથી તે સસ્તા પડે છે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ જાય છે

આમ, જે સામગ્રીના બદલે જૈવિક વિકલ્પોનો ઉપયોગ કરી શકાય તે સામગ્રી ઓળખી લેવાથી તમે ખર્ચ બચાવી શકો છો અને હવાનું પ્રદૂષણ પણ ટાળી શકો છો

 

4. માપદંડ નિયમો અને નિયમનોનું પાલન કરવું

નિર્ધારિત નિયમો અને નિયમનોનું પાલન કરવાથી તમારી વ્યવસાયિક પ્રક્રિયા યોગ્ય છે અને અનુપાલન અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવેલા શ્રેષ્ઠ ધોરણોને અનુસરીને તે અસરકારક રીતે કામ કરે છે તેવું સુનિશ્ચિત થાય છે. આવી પ્રક્રિયાઓનો અમલ કરતા પહેલા, સંબંધિત અધિકારીઓ સાથે ખાતરીપૂર્વક ચર્ચા કરો અને પ્રદૂષણનું સ્તર ઓછું કરવા માટે કયા માપદંડ પ્રોટોકોલ્સ છે તે જાણો

શરૂઆતમાં તેનું પાલન કરવું થોડુ મુશ્કેલ લાગે છે, પરંતુ જ્યારે લાંબાગાળાના લાભનો વિચાર કરતા હોઈએ ત્યારે પ્રારંભિક મુશ્કેલીઓ મૂલ્યવાન સાબિત થાય છે

 

5. રિસાઈકલ કરો અને ફરી ઉપયોગ કરો

પ્રોડક્ટ્સને રિસાઈકલ કરવાથી અને તેનો ફરી ઉપયોગ કરવાથી કાચોમાલ કાઢવાની અને શુદ્ધ કરવાની જરૂરિયાત ઘટી જાય છે. આ રીતે તમે લાંબાગાળે હવાનું પ્રદૂષણ ઘટાડી શકો છો. તેનાથી ઉર્જાની પણ બચત થાય છે માટે ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન પણ ઘટે છે અને ક્લાઈમેટ ચેન્જને અંકુશમાં લાવવામાં મદદ મળી રહે છે

તમે જેટલી વધુ સામગ્રીને રિસાઈકલ કરો એટલા કચરાના ઢગલા ઓછા થાય છે અને તેના પરિણામે પર્યાવરણની ગુણવત્તામાં સુધારો થાય છે

 

અને છેવટની વાત

હવાનું પ્રદૂષણ ઘટાડવાથી તમારા કામદારો સારી સ્થિતિમાં રહી શકે છે અને તેઓ પોતાની રીતે શ્રેષ્ઠ કામ કરવા માટે પ્રોત્સાહિત થાય છે. આ કારણે તમારી ઉત્પાદકતા વધે છે અને પરિણામે આવક અને રોકડમાં પણ વધારો થાય છે. જોકે, ફેક્ટરીમાં હવાના પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે જરૂરી માપદંડોને અમલમાં મૂકવા માટે સામગ્રી અને ઉપકરણોમાં ઘણું રોકાણ કરવું પડે છે. કેવા ઉપકરણો લગાવવામાં આવે છે તેના આધારે આ ખર્ચ લાખો રૂપિયામાં હોઈ શકે છે

રિલાયન્સ મની દ્વારા આપવામાં આવતી વ્યવસાય વિસ્તરણ લોન તમને તમારા વર્કશોપમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે જરૂરી પગલાં લેવામાં આર્થિક સહાય આપે છે અને તેનાથી તમે કામના સ્થળે સ્વાસ્થ્યપ્રદ માહોલ બનાવી શકો છો