અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

તમારી કાર જાળવવા માટે ટૉપની 10 ટીપ્સ

મોટાભાગના વાહન માલિકો માટે તેમની કાર તેમનું ગૌરવ અને આનંદ, તેમજ મોભો હોય છે. તેનાથી તેમના સમગ્ર પરિવારની અનુકૂળતા વધે છે અને આરામ મળે છે. તમારું પ્રિય વાહન આગામી ઘણા વર્ષ સુધી ઉત્તમ સ્થિતિમાં જ ચાલતું રહે તે સુનિશ્ચિત કરવા માટે શું કરવું તે અહીં જણાવ્યું છે

 

તમારી કારને જાણો

માત્ર કારના ટાયરનું પ્રેશર જોવું અને તેને ધોવી એ પુરતુ નથી. તમારી કારના મહત્વના ભાગોની સામાન્ય રીતે નિયમિત ચકાસણી લાંબાગાળે તેની સારી સ્થિતિ માટે ખૂબ જ જરૂરી છે. હંમેશા તમે મેન્યુઅલમાં આપેલા માર્ગદર્શનને અનુસરો તે સારું રહેશે, કારણ કે તમારા વાહનની ખાસિયતોને કેવી રીતે સમજવી એ તેમાં જણાવ્યું હોય છે અને કેટલીક સમસ્યાઓથી કેવી રીતે બચવું એ પણ તેમાં સૂચનો આપેલા હોય છે

 

નિયમિત ધોરણે જાળવણી કરો

નિયમિત ધોરણે તેની સર્વિસ કરાવવા જાવ તે ખૂબ જરૂરી છે. જો તમે તે ચુકી જાવ અથવા છોડી દો તો નાની નાની સમસ્યાઓ ઉભી થશે અને આગળ જતા મોટી સમસ્યા બનશે તેમજ મોટો ખર્ચ પણ આવશે. હાલના સમયમાં, ડીલર્સ અને સર્વિસ સેન્ટર્સ તમારી કારને સર્વિસ કરવા માટે તમારે ઘરેથી લઈ જવા અને પાછી મુકી જવાની સુવિધા આપે છે. આથી હવે, આ સામાન્ય બાબત પરથી ધ્યાન ચુકવાનું તમારી પાસે કોઈ જ કારણ નથી

 

નિયમિત ઓઈલ બદલો

કારમાં હજારો પાર્ટ્સ હોય છે અને તે શ્રેષ્ઠ કામગીરી આપે તે માટે યોગ્ય રીતે લુબ્રિકેટેડ (ઉંજણ) થયેલા હોવા જરૂરી છે. એન્જિન મુખ્ય ભાગ હોય છે જે સારી રીતે કામ કરે તે માટે પુરતુ લુબ્રિકેટેડ હોવું જરૂરી છે. સમય જતા, એન્જિન ઓઈલ ગંદુ થઈ જાય છે, અને હાનિ તેમજ નુકસાની ઝડપથી વધવા લાગે છે. સુચવેલા સમય અંતરાલે જો ઓઈલ બદલી નાખવામાં આવે તો તમારી કાર કોઈપણ સમસ્યા વગર વર્ષો સુધી ચાલી શકે છે

 

મહત્વના પ્રવાહીઓ બદલો

એન્જિન ઓઈલ ઉપરાંત, અન્ય પણ કેટલીક પ્રવાહીઓ હોય છે જે બદલવી પડે છે. બ્રેક ઓઈલ, પાવર સ્ટિઅરિંગ ઓઈલ, ટ્રાન્સમિશન ઓઈલ અને કૂલન્ટ પણ લાંબા સમય પછી તેની અસરકારકતા ગુમાવે છે માટે તેને બદલવા પડે છે

 

ફિલ્ટર્સ અને બેલ્ટ્સ બદલો

ફિલ્ટર્સ, બેલ્ટ્સ અને સ્પાર્ક પ્લગ જેવી વપરાઈને ઘસારો પડતી ચીજોની પણ સમયાંતરે ચકાસણી કરવી જોઈએ, અને જો વપરાયેલી અથવા ખરાબ દેખાય તો બદલી નાખવી જોઈએ. એર અને ઓઈલ ફિલ્ટરમાં કચરો ભરાઈ જાય તો શક્તિ ઘટી જાય છે અને માઈલેજ ઓછું થઈ જાય છે. એન્જિન બેલ્ટ અને સ્પાર્ક પ્લગ નબળા પડે તો, ઈંધણ વધુ વપરાય છે અને પિકઅપની સમસ્યા થાય છે. આ બધા પાર્ટસ પર સક્રીય રીતે દેખરેખ રાખવાથી અને સમયસર તેની સમસ્યા દૂર કરવાથી મજબૂત પરફોર્મન્સ મળે છે અને જાળવણીનો ખર્ચ ઘટે છે

 

ટાયરો તપાસો

કારમાં ટાયરો સૌથી મહત્વનો હિસ્સો હોવા છતા તેની સૌથી વધુ અવગણના થતી હોય છે. તમારી કારમાં તે એકમાત્ર એવો હિસ્સો છે જે રોડ સાથે જોડાયેલો હોય છે, માટે તેમાં સૌથી વધુ હાનિ અને નુકસાની થઈ શકે છે. ટાયરનું પ્રેશર તમારે દર અઠવાડિયે ચકાસવું જોઈએ અને દર છ મહિને ‘ટાયર ફેરબદલી’ની પ્રક્રિયા કરવી જોઈએ જેથી ટાયરની આવરદા વધે છે

 

બેટરીની કાળજી લો

કારની બેટરી તમામ ઈલેક્ટ્રિકલ સિસ્ટમ્સમાં પાવરનો સ્ત્રોત છે. બેટરીમાં નાની એવી સમસ્યા હોય તો પણ તેનાથી વાયરો અને ફ્યૂઝ સળગી શકે છે અને તેના કારણે મોટી સમસ્યા થઈ શકે છે. મહિનામાં ઓછામાં ઓછું એક વખત તમારી બેટરીની ચકાસણી કરવી જોઈએ. પાણીનું સ્તર, ઢીલા પડી ગયેલા જોડાણો, ધૂળ અને તે સિવાયની બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ

 

વપરાયેલા વાઈપર અને લાઈટ્સ બદલી નાખો

કારના વાઈપર દર ચોમાસા પહેલા ચકાસી લેવા જોઈએ. તે સખત ન હોવા જોઈએ તેમજ કામ કરતી વખતે તેના કારણે કાચ પર લિસોટા ન પડતા હોવા જોઈએ. જો આવું થતું હોય તો, તેને બદલી નાખો. લાઈટ્સ એવી વસ્તુ છે જેનાથી ડ્રાઈવર રસ્તા પર બીજા લોકો સાથે કમ્યુનિકેશન કરે છે. આથી બધી જ લાઈટ્સ ચાલુ હોય અને બરાબર કામ કરતી હોવી જોઈએ તે જરૂરી છે, અન્યથા તેનાથી સલામતીનું જોખમ ઉભુ થઈ શકે છે. જો એક લાઈટ પણ કામ ન કરતી હોય તો ભરોસાપાત્ર મિકેનિક પાસે બદલાવી નાખો

 

બારીના કાચ ચોખ્ખા રાખો

બારીમાંથી તમે કારની બહારની દુનિયા જોઈ શકો છો. આથી, તમે તેની જાળવણી ખૂબ સારી રીતે કરો તે આવશ્યક છે, કારણ કે જો બારી ચોખ્ખી ન હોય તો બહારનું ઝાંખુ દેખાય અને અકસ્માત થઈ શકે છે. તેમાં તિરાડ કે નુકસાન હોય તો તરત તેને અચુક બદલાવી નાખો

 

તમારી કારને ડાઘ વગરની ચોખ્ખી રાખો

આ વાત કારની બહારના અને અંદરના બન્ને હિસ્સા માટે લાગુ પડે છે. બહારના ભાગે નિયમિત સફાઈ અને વેક્સિંગ કરવાથી ધૂળથી તેને બચાવી શકાય છે, જ્યારે અંદરના ભાગની સફાઈ (પ્રોફેશનલ દ્વારા કરાય તો વધુ સારું) કરવાથી અંદર દુર્ગંધ નથી આવતી. તેના બદલે, સફાઈ કરવાથી તમારી કારમાંથી સુગંધ આવશે અને અંદરનું મટિરિયલ ઉત્તમ દેખાશે તેમજ લાંબો સમય ચાલશે

જો તમે વપરાયેલી કાર ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ અને તાત્કાલિક યુઝ્ડ કાર લોનની જરૂર હોય તો, રિલાયન્સ મની સાથે સંપર્કમાં રહો. જો તમે તમારા યોગ્યતાના માપદંડ જાણવા માંગતા હોવ તો આ પેજમાં આગળ વધો. અમે તમારી જરૂરિયાત સમજીએ છીએ અને તમારી જરૂરિયાત અનુસાર તમને અનુકૂળ હોય તેવી કાર લોન સ્પર્ધાત્મક દરે આપીએ છીએ