અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

ભારતમાં ટૉપના 5 બાઇકિંગ સ્થળો

જેમની પાસે પોતાની મોટરબાઈક હોય, અને અનંત મુસાફરીનો આનંદ લૂંટવા માંગતા હોય તેમના માટે. બાઈક્સ જે નિરાંત અને વાળમાંથી પસાર થતી હવાનો અનુભવ આપે છે, તેનાથી દરેક બાઈકચાલક એવું માને છે કે વિકએન્ડ જોઈએ એટલો વહેલો નથી આવતો

લાંબા માર્ગ પ્રવાસની ખૂબ જ પ્રતિક્ષા હોય છે અને તે પુરો થયા પછી ઘણી ચર્ચા થાય છે. એવા કેટલાક સામાન્ય પ્રવાસ હોય છે જે ચાલકની બાઈક ચલાવવાની ઈચ્છાને માત્ર સંતોષે છે, અને તે પછી, એવી કેટલાક માર્ગ પ્રવાસો આવે છે, જે માણવાનું દરેક બાઈકચાલકનું એક સપનું હોય છે. આવા જ કેટલાક બાઈક પ્રવાસો માટે નીચે સ્થળો દર્શાવ્યા છે

 

દિલ્હી- લેહ

સાહસ ખેડવાના દરેક ઉત્સાહિઓની યાદીમાં આ પ્રવાસ અચુક હોવો જોઈએ. દિલ્હીથી લેહ પહોંચવામાં લગભગ એક અઠવાડિયું લાગે છે. મનાલી થઈને જવાનો રૂટ(વધુ પડકારજનક અને સુંદર દૃશ્યો વાળો) આમ તો સુચવવામાં આવે છે, પરંતુ અનુકૂળ આબોહવા જો તમારી યાદીમાં સૌથી પ્રાથમિકતાએ હોય તો, શ્રીનગર થઈને જતો રૂટ સારો વિકલ્પ છે

આ રૂટમાં મનોહર ખીણો, સુંદર હરિયાળી અને મોહક તળાવોની સાથે સાથે ખરાબ રસ્તા અને ખૂબ ઊંચાઈ વાળા માર્ગો તેમજ પાણીમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિઓ પણ આવતી હોવાથી તમારી બાઈકની સ્થિતિ એકદમ સારી હોય તેની ખાતરી કરી લેવી – આ બધાથી ઉપર તમારા કૌશલ્યની અહીં પુરેપુરી કસોટી થાય છે

મુંબઈ-પૂણે (જુનો ધોરીમાર્ગ)

ઉપર દર્શાવ્યો એટલો લાંબો રૂટ નથી, પરંતુ આ રૂટ પણ ચાલકોમાં ખૂબ લોકપ્રિય છે. તેમા પહોંચવામાં માત્ર 4 કલાક લાગે છે, પરંતુ ચાલકને ઊંડી ખીણો અને ભવ્ય જળધોધનો અદભુત નજારો માણવાની તક આપે છે. આ પ્રવાસ જેમને લાંબા માર્ગ પ્રવાસનો બહુ ઓછો અનુભવ હોય અથવા જરાય ન હોય તેવા પ્રારંભિક રાઈડ્સ માટે પણ સુચવવામાં આવે છે

 

સિમલા- મનાલી

જો તમને પહાડો પર બાઈક ચલાવવાનું સપનું હોય તો, આ રૂટ એકદમ યોગ્ય છે! 250 કિલોમીટરનું અંતર સિમલાથી મનાલી વચ્ચે છે, અને હિમાલયની ગિરીમાળામાં આ આખો રૂટ સૌથી શ્રેષ્ઠ હિસ્સો છે. એક તરફ હરિયાળા પહાડો સાથે ચોખ્ખી હવા અને બીજી તરફ સુંદર બિઆસ નદી તમારા પ્રવાસને સ્વાસ્થ્ય અને શક્તિ આપનારી બનાવી દે છે અને ઈન્ટાગ્રામ પર તમારી સુંદર ફોટોગ્રાફીનો પરચો આપવા માટે પણ એકદમ યોગ્ય રૂટ છે

 

નોઈડા-આગ્રા

યમુના એક્સપ્રેસ વે ગ્રેટર નોઈડાને આગ્રા સાથે જોડે છે અને આ ભારતમાં સૌથી લાંબો એક્સેસ-કંટ્રોલ્ડ એક્સપ્રેસ વે છે જે 165 કિલોમીટર લાંબો છે. તેમાં કુલ છ લેન છે અને બન્ને શહેર વચ્ચેનો મુસાફરીનો સમય 4 કલાકથી ઘટાડીને 2 કલાક સુધી લાવી દે છે! સુંવાળી સપાટી ઉપરાંત, ચાલકો તેના પરથી પસાર થતી વખતે સુંદર કુદરતી સૌંદર્ય, પડકારજનક હેરપીન વળાંકો અને ભવ્ય ઘાટનો નજારો માણી શકે છે. ઝડપી ચાલતી બાઈક્સ આ માર્ગ માટે વધુ યોગ્ય રહેશે

 

વિશાખાપટ્ટનમ – અરાકુ વેલી

આ રૂટમાં લગભગ એવા તમામ જાદુ સમાયેલા છે જે કોઈપણ ચાલક તેમના માર્ગ પ્રવાસમાં ઈચ્છે છે. વાંકાચુંકા વળાંક સાથેનો સુંદર માર્ગ વાળા, પશ્ચિમી ઘાટ મનમોહક નજારો આપે છે, અને પ્રવાસીએ અચુક જોવા જોઈએ તેવા સ્થળો અહીં માર્ગમાં આવે છે. આ રૂટમાં આવતા કેટલાક નોંધનીય આકર્ષણોમાં બોર્રા ગુફાઓ, તાટીપુડી જળાશય, ગલિકોન્ડાલુ વ્યૂપોઈન્ટ, ચાપારાઈ, કોફીનું વાવેતર અને પદ્મપુરમ ગાર્ડન છે

આમ, હવે તમે જાણી ગયા છો કે આગામી લાંબા વિકએન્ડમાં તમારે ક્યાં જવું છે. પરંતુ જો તમે ટુ-વ્હીલર લઈ શકતા ન હોવ અને આ પોસ્ટ દ્વારા તમને ખરીદવાની ઈચ્છા થઈ ગઈ હોય તો પાસેથી ટુ-વ્હીલર લોન મેળવી શકો છો રિલાયન્સ મની. તેઓ નિશ્ચિતપણે તમારા માટે એવું આર્થિક આયોજન કરી આપશે કે જેથી તમે સહેજ પણ તણાવ વગર તમારી મોટરસાઈકલ પર લાંબા પ્રવાસનો આનંદ માણી શકશો. શું તમને રસ છે? અહીં દર્શાવ્યું છે કે તમે કેવી રીતે કરી શકો છોઅમારો સંપર્ક.