અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

મુસાફરીમાં વાંચવા લાયક શ્રેષ્ઠ પુસ્તકો

પુસ્તકો હંમેશા તમારો મૂડ હળવો કરી શકો છે અને તમારા સદાબહાર મિત્રોની ભૂમિકા તો ભજવે જ છે. તમે ક્યાંય મુસાફરી કરતા હોવ કે પછી સાવ નવરાશની પળોમાં ઘરે આરામથી બેઠા હોવ, ગમે તે સ્થિતિમાં કોઈપણ પ્રકારના મૂડ અથને કોઈપણ વ્યક્તિને અનુકૂળ હોય તેવા પુસ્તકો આવે જ છે. તેનાથી આપણા જીવનમાં સકારાત્મકતા આવે છે અને સાથે સાથે આપણું મગજ પણ વધુ સશક્ત બને છે. સારા પુસ્તકનું વાંચન જીવનમાં પરિવર્તનકારી અનુભવ લાવે છે. તે આપણને જ્ઞાનની શક્તિ પુરી પાડે છે. સાથે સાથે, તેનાથી સમાજના વિવિધ પરિબળો પ્રત્યે આપણો અભિગમ પણ સુધરે છે. પુસ્તકો વાંચવાની આદત ખરેખર બધાએ રાખવી જ જોઈએ

આપણે રસપ્રદ પુસ્તક વાંચતા હોઈએ ત્યારે, તેમાં ભાવનાત્મક અને બૌદ્ધિક એકાગ્રતા રાખવી પડે છે અને કદાચ આ કારણે જ લોકો જ્યારે રજાઓ ગાળતા હોય ત્યારે વાંચવાનું પસંદ કરે છે. પ્રવાસ આપણે પ્રકૃતિના સૌંદર્ય સાથે જોડાવાનું શીખવે છે જ્યારે મુસાફરી કરતી વખતે પુસ્તકોનું વાંચન આપણને આશાવાદી બનાવે છે. બેશકપણે, લાંબી અને કોઈપણ રુચિ વગરની મુસાફરીમાં જો સારા પુસ્તકનો સંગાથ મળી જાય તો તે મુસાફરી જ યાદગાર બની જાય છે. તેમજ, વાંચન આપણા માટે શિયાળામાં સૂર્યના તાપમાં બેસીને જે તેના ગુણ લેવા જેવું ઉત્તમ પુરવાર થાય છે. મુસાફરી કરતી વખતે વાંચન કરવાથી ખરેખર આપણા સમયનો ઉપયોગ થઈ જાય છે અને દિવસ ઘણો આનંદપ્રદ બની રહે છે

 

અહીં અમે પસંદ કરેલા કેટલાક શ્રેષ્ઠ પુસ્તકો આપ્યા છે જે મુસાફરી દરમિયાન તમને ખરેખરમાં અદભુત અનુભવ કરાવી શકે છેઃ

 
  • એલિઝાબેથ એમ ગિલબર્ટ લિખિત ઈટ, પ્રે, લવઃ: - ખરેખરમાં આ અસાધારણ કૃતિ છે – ઈટ, પ્રે, લવ – એલિઝાબેથ એમ. ગિલબર્ટ દ્વારા લખાયેલ ઈતિહાસ કથા છે. તેમાં એલિઝાબેથની આત્મખોજની મુસાફરી અને તેના કારણે તેમની સમક્ષ આવેલા સંઘર્ષોની કહાની આવરી લેવામાં આવી છે. આ નવલકથાનું શીર્ષક જ તેને ત્રણ ભાગમાં વિભાજિત કરે છે. આ લેખક ઈટાલી, ભારત અને ઈન્ડોનેશિયાનો પ્રવાસ ખેડે છે અને આ તબક્કામાં માણસ તરીકે અને એક મહિલા તરીકે તેમનામાં પરિવર્તન આવે છે. આ પુસ્તક પરથી એક ફિલ્મ પણ બની છે.

  • વેગાબોન્ડિંગ: અનકોમન ગાઈડ ટુ લોંગ ટર્મ વર્લ્ડ ટ્રાવેલ બાય રોલ્ફ પોટ્ટ્સ પુસ્તકના લેખક રોલ્પ પોટ્ટ્સ છે. આ પુસ્તકમાં પ્રવાસની સાદાઈ અને જીવનના મૂલ્યની સમજણની આંતરિક વાતો રજૂ કરવામાં આવી છે. આ પુસ્તરનું શીર્ષક જ પુસ્તકના મૂળ સંદેશાનો સાર દર્શાવે છે. આ પુસ્તકમાં મુખ્યત્વે વિચરણ અને લાંબા ગાળા સુધી ચાલતા પ્રવાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ પુસ્તકમાં એવો સંદેશો આપવામાં આવ્યો છે કે ખુશી નાની નાની ક્ષણોમાં અને દરરોજ કંઈક નવું શોધવા માટે તમારા દિલમાં રહેલી ઝંખનામાં પણ સમાયેલી હોય છે. તેમાં લેખકના જ કેટલાક પ્રચલિત સુવાક્યો પણ સમાવી લેવામાં આવ્યા છે જે પ્રવાસીઓ માટે ખરેખર પ્રેરણાદાયક છે.

  • જ્હોન ક્રાકૌર દ્વારા લિખિત ઈન ટુ ધ વાઈલ્ડ: -અમેરિકન લેખક જ્હોન ક્રાકૌર દ્વારા લખાયેલું આ પુસ્તક વાચકની ચેતાઓ થીજવી દે તેવું છે જેમાં મેક કેન્ડલ્સના દુઃખદ મૃત્યુની કહાની છે. આ પુસ્તરના લેખક પોતે ખૂબ જ સાહસપ્રેમી છે અને 24 વર્ષના કમનસીબ સાહસિકની વાત તેમણે રજૂ કરી છે. વાસ્તવિક ઘટના પર આધારિત, આ પુસ્તકમાં ક્રિસ્ટોફર મેક કેન્ડલ્સ નામની એક વ્યક્તિ છે એલેક્ઝાન્ડ સુપરટ્રેમ્પનું નામ ધારણ કરે છે અને અલાસ્કાના જંગલોમાં નીકળી પડે છે. તે કોઈપણ પૂર્વતૈયારી વગર ત્યાં જાય છે જેના કારણે ત્યાં તેનું દુઃખદ મોત નીપજે છે. ક્રાકૌર મેક કેન્ડલ્સની મુસાફરીને એવી આધ્યાત્મિક મુક્તિ તરીકે વર્ણવે છે જે બાદમાં તેને મળે છે. પરંતુ તેના માટે ઘણ મોટી કિંમત ચુકવવી પડે છે.

  • વિધાઉટ રિઝર્વેશન્સ:ધ ટ્રાવેલ્સ ઓફ એન ઈન્ડિપેન્ડેન્ટ વૂમન નામનું પુસ્તક એલિસ સ્ટેઈનબેચે લખ્યું છે. આ પુસ્તક માટે એલિસ સ્ટેઈનબેચને ઉત્તમ ફિચર(વિશેષ) લેખનની શ્રેણીમાં પ્રતિષ્ઠિત પુલિત્ઝાર પ્રાઈઝ પણ આપવામાં આવ્યું છે. આ પુસ્તકમાં, તેમણે આત્મખોજની વાત વર્ણવી છે. તેઓ પેરિસ, વેનિસ, મિલાન, લંડન અને ઓક્સફોર્ડના માર્ગો પર નીકળે છે ત્યારે પોતાની જાત વિશે ખરેખર જે કંઈ શીખ્યા તેનો ઉલ્લેખ આ પુસ્તકમા છે. આ અનુભવમાં તેઓ નારીત્વ અને જીવનનું સત્વ સમજે છે.