અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

તમારા ગોદામમાં ફાયર સેફ્ટી માટે સૂચનો

આગ લાગવાની દુર્ઘટના ઘણી આપત્તિજનક હોય છે અને તેમાં આર્થિક નુકસાન સિવાય પણ બીજી ઘણી હાનિ થાય છે. જોકે, આ દુર્ઘટનાને સરળતાથી ટાળી પણ શકાય છે. તમારા ગોદામ માટે અહીં આપેલા ટોચના સૂચનોની મદદથી તમે તમારા વ્યવસાય અને તેમાં રહેલી દરેક વ્યક્તિની સુરક્ષા કરી શકો છો

મોટાભાગની કંપનીઓ તેમનું ગોદામ ખૂબ સાદાઈપૂર્વક બનાવ્યું છે અને તેમની પાસે અંદર અગ્નિશામકો છે અને નિયમનોનું પાલન કરે છે માટે તેઓ ફાયર સેફ્ટી હેઠળ હોવાનું માની લેવાની ભૂલ કરે છે. ચોક્કસપણે આ એક સારી શરૂઆત કહી શકાય પરંતુ, તમારા ગોદામમાં ફાયર સેફ્ટી માટે થોડુંવધુ ધ્યાન આપવું જરૂરી છે

દુર્ઘટનાના કારણે મોટા આર્થિક નુકસાન ઉપરાંત સંભવિતપણે કોઈનો જીવ જવાના જોખમની આપત્તિથી બચવા માટે, અહીં એવા ટોચના સૂચનો આપ્યા છે જે તમારે પોતાના ગોદામ માટે ધ્યાનમાં લેવા જોઈએઃ

ફાયર સ્પ્રિન્કલર સિસ્ટમ

સ્વયંચાલિત ફાયર સ્પ્રિન્કલર(પાણી નાખવાના પાઇપ)નો ઉપયોગ કરો ત્યારે તે એવી રીતે લગાવેલા હોવા જોઈએ કે જેથી આવશ્યક ઝડપે તે ખૂબ જ વિપુલ જથ્થામાં પાણી છાંટી શકે

ફાયર સ્પ્રિન્કલર(પાણી નાખવાના પાઇપ)ના મોઢાથી 18 ઈંચ નીચે કોઈ પણ વસ્તુ મૂકેલી ના હોય તે સુનિશ્ચિત કરવું. જો સ્પ્રિન્કલર(પાણી નાખવાના પાઇપ)ની નીચે 18 ઈંચથી વધુ ઊંચાઈએ કોઈ પણ વસ્તુ મૂકેલી હશે તો પાણીનો પ્રવાહ અવરોધાશે અને સ્પ્રિન્કલર(પાણી નાખવાના પાઇપ) તેનું કામ યોગ્ય રીતે નહીં કરી શકે

જો તમે એવી કોઈ સંગ્રહની જગ્યાનો ઉપયોગ કરતા હોવ જે પ્રવાહની જગ્યામાં વિઘ્ન પાડે તો, હાનિકારક ચીજો ઊંચાઈએ સંગ્રહ કરો અથવા 40 ફૂટથી વધુ ઊંચે તેને રાખો. તમારી પાસે ઈન-રેક ફાયર સ્પ્રિન્કલર સિસ્ટમ પણ હોવી જોઈએ

 

બહાર નીકળવાનો પ્લાન અને ફાયર ડ્રીલ

ફાયર પ્રોટેક્શન કંપની તમને તમારા ગોદામમાં આપેલા બહાર નીકળવાના તમામ રસ્તાઓમાંથી સૌથી સરળ અને ઝડપથી પહોંચી શકાય તેવો રસ્તો નક્કી કરવામાં મદદ કરી શકે છે

તેઓ અવારનવાર ફાયર ડ્રીલનું આયોજન કરીને પણ તમને મદદ કરી શકે છે જેથી તમે તમામ લોકોમાં આ સંબંધે જાગૃતિ ફેલાવી શકો છો અને વાસ્તવમાં આગ લાગે ત્યારે નાસભાગ તેમજ ગભરાટ ઘટાડી શકો છો. ફાયર સેફ્ટી વર્કશોપનું પણ આયોજન કરવું જોઈએ જેમાં ગોદામમાં કામ કરતા દરેક કર્મચારીને શીખવવામાં આવે કે અગ્નિશામકોનો ઉપયોગ કેવી રીતે કરવો અને અગ્નિ સામે સલામતી કેટલી મહત્વપૂર્ણ છે તે પણ જણાવવામાં આવે

 

જ્વલનશીલ સામગ્રી અને કચરો

જો તમારા ગોદામમાં ઈથેનોલ અને વનસ્પતિ તેલ જેવા જ્વલનશીલ પ્રવાહી અથવા જ્વલનશીલ ગેસનો સંગ્રહ કરવામાં આવતો હોય તો, દરેક જગ્યાએ ‘નો સ્મોકિંગ’ના ચિહ્નો લગાવવા ઉપરાંત પણ તમારે બીજા પગલાં લેવા જરૂરી છે. ફોર્કલિફ્ટ્સ માટે ઉપયોગમાં લેવાતા તમામ પ્રવાહી પ્રોપેનના સિલિન્ડર આગ હોય ત્યાંથી કમસેકમ 20 ફૂટ દૂર સંગ્રહ કરેલા હોવા જોઈએ

જ્યાં કચરો ભેગો થતો હોય ત્યાં પણ તમારે અચૂક નજર રાખવી જોઈએ કારણ કે તમારા ગોદામમાં કોઈ પણ જગ્યાએ કચરો ભેગો થતો હોય ત્યાં આગ લાગવાનું અને તે ફેલાવાનું જોખમ ખૂબ વધારે હોય છે

 

પૂરતી લંબાઈ

જો તમારા ગોદામમાં પગદંડી હોય અને તે ક્યાંય પણ પૂરી થતી હોય, તો તે રસ્તો 50 ફૂટથી લાંબો ના હોવો જોઈએ. જો તેની લંબાઈ 50 ફૂટથી વધારે હોય તો, ત્યાંથી બહાર નીકળવાની વ્યવસ્થા હોવી જોઈએ જેથી કોઈપણ વ્યક્તિ લાંબા કોરિડોરમાં સામેના છેડે ફસાયેલી હોય તો નીકળી શકે

જો તમારા ગોદામમાં તળીયે નક્કર ઢગલો કરેલો સંગ્રહ હોય તો, દરેક 100 ફૂટના અંતરે તમારી પાસે પગદંડી હોવી જોઈએ. જો દિવાલને અડી સંગ્રહ કરેલો હોય તો, આવા સંગ્રહથી 50 ફૂટના અંતરે પગદંડી હોવી જોઈએ

પૈડાં વાળી નીસરણી અને સ્ટોક કાર્ડ્સનો ઉપયોગ કરીને તમે તમારા ગોદામમાં મેન્યુઅલી રિસ્ટોક કામગીરી કરો ત્યારે, 24 ઈંચની અથવા પગદંડીની પહોળાઈ કરતાંઅડધી પહોળાઈમાંથી જે પણ માપ વધુ હોય એટલી કોઈ પણ અવરોધ વગરની ચાલવાની જગ્યા હોય તે આવશ્યક છે

આગના કારણે ખૂબ જ જંગી નુકસાન થઈ શકે છે, પરંતુ આગની દુર્ઘટનાઓ ટાળવાનું પણ ઘણું સરળ છે. ઉપર જણાવેલા આગ સલામતીના સૂચનો ઉપરાંત, તમે તમામ વીજવાયરો તળીયે અથવા કાર્પેટ પરથી હટાવી લો, જ્વલનશીલ પ્રવાહી અને ગેસ રાખવામાં આવતા હોય તે કન્ટેઈનરની નિયમિત ચકાસણી કરો અને ખુલ્લા તેમજ કપાયેલા વાયરો દૂર કરો

રિલાયન્સ મની દ્વારા ઉપલબ્ધ વ્યવસાય વિસ્તરણ લોનની મદદથી તમે અદભૂત ફાયર ફાઈટિંગ સિસ્ટમ લગાવી શકો છો અને તમારી ઈન્વેન્ટરી તેમજ મિલકતનું સલામત રીતે વિસ્તરણ કરી શકો છો