અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

નાના બિઝનેસની વેબસાઇટ્સ માટે સર્ચ એન્જીન માર્કેટિંગની પાયાની બાબતની સમજ

એસઇઓ શું છે?

આજના પરિદ્રષ્યમાં સર્ચ એન્જીન ઑપ્ટિમાઇઝેશન પહેલા કરતા સૌથી વધારે મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારી વેબસાઇટ પર યૂઝરના ટ્રાફિકની સંખ્યા અને ગુણવત્તાને વધારવા માટેની શ્રેષ્ઠ રીતો પૈકીની એક રીત છે. તમે આમ પણ કહી શકો છો કે, તે એક વેબ સર્ચ એન્જીનના નેચરલ, ઓર્ગેનિક અથવા અર્નડ રિઝલ્ટ તરીકે ઓળખાતા અનપેઇડ રિઝલ્ટમાં વેબસાઇટ અથવા વેબપેજની દ્રષ્યતા મેળવાની પ્રક્રિયા છે. તે નાના અને મધ્યમ કદના બિઝનેસ માટેસૌથી મહત્વપૂર્ણ બાબતો પૈકીની એક છે. બિઝનેસના માલિક તરીકે આપણો હેતું બિઝનેસની વૃદ્ધિ કરવાનો, આપણા વિચારો લોકોના ધ્યાનમાં આવે તેમ કરવાનો હોય છે અને આ એસઇઓ સુનિશ્ચિત કરે છે કે આપણને તે વસ્તું મળી જાય, જે આપણને જોઇતી હોય છે. તે ઓડિયન્સ માટે પણ મધ્યમાર્ગી વાતાવરણ તૈયાર કરે છે. એસઇઓની પ્રથાના વિચારનો પ્રારંભ ૯૦ના દાયકામાં થયો હતો, પરંતું આપણે થોડા વર્ષો પાછળની તરફ નજર કરીએ, તો એસઇઓ એ કોઇ લોકપ્રિય પ્રવાહ નહોતો. આજનું વિકસતુ બજાર અસરકારક માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને પરિણામે તે મહત્વની બાબત છે. સર્ચ એન્જીન ઓપ્ટિમાઇઝેશન નાના બિઝનેસની વેબસાઇટો માટે પાયાના પથ્થર તરીકે કામ કરે છે,. આ પ્રક્રિયા દરમિયાન, વેબસાઇટને યૂઝર ફ્રેન્ડલી પણ બનાવાય છે. યૂઝરની જરૂરિયાતો વિશેનું પુરતુ રિસર્ચ પ્રાથમિક પગલું હોય છે, આમ યૂઝરો ઇન્ટરનેટ પર જે કીવર્ડ્સને સર્ચ કરે છે, તે સંબંધિતકીવર્ડ્સ પર ધ્યાન કેન્દ્રીત કરીને જરૂરી જરૂરિયાતોને પૂરી કરે છે. એસઇઓ સુનિશ્ચિત કરે છે કે વેબસાઇટ પર યોગ્ય કન્ટેન્ટ અને પ્રોફાઇલ લિન્ક હોય, જે ટ્રાફિકને પ્રોત્સાહન આપે અને સાથેજ વેબસાઇટની ઓથોરિટીને પણ સુધારે.

 

એસઇઓ શા માટે મહત્વ ધરાવે છે?

એસઇઓ તમામ પ્રકારના બિઝનેસને મદદ કરે છે, તેવા બિઝનેસને પણ જેની વેબસાઇટ હોતી નથી. અહીં ૪ તેવા કારણો આપ્યા છે, જે દર્શાવે છે કે એસઇઓ શા માટે નાના બિઝનેસ માટે મહત્વપૂર્ણ છે

  • સર્ચ રેન્કિંગ ખુબજ મહત્વપૂર્ણ છે – જ્યારે યૂઝર વેબ પર માહિતી માટે સર્ચ કરે છે, ત્યારે તેઓ કુદરતી રીતે જ સર્ચના પહેલા પેજ પર સૂચીબદ્ધ વેબસાઇટ્સને પસંદ કરે છે. આમ રેન્કિંગ બિઝનેસ વેબસાઇટની દ્રષ્યતામાં જરૂરી ભૂમિકા ભજવે છે. સર્ચ એન્જીન રેન્કિંગ કેટલાક મહત્વના પાસાને મહત્વ આપે છે, જેમ કે કન્ટેન્ટનું ઉંડાણ, ગુણવત્તા સમર્થિત લિન્ક્સ, મોબાઇલ –ફર્સ્ટ યૂઝરઅનુભવ અને અન્ય ટેક્નીકલ પાસાઓ. તેમ છતાં સર્ચના પહેલા પેજ પર પહોંચવું એક લાંબી પ્રક્રિયા છે અને તેમાં એસઇઓના સમર્પિત પ્રયાસો સંકળાયેલા હોય છે.

  • એસઇઓ પોતાના ટાર્ગેટ ઓડિયન્સ સાથે ઓનલાઇન કન્ટેન્ટ ક્રિએટરને જોડે છે – એસઇઓનું ધ્યાન ઘણીબધી વસ્તુઓ પર કેન્દ્રીત હોય છે, જેમ કે ન્યૂઝ (સમાચાર) સર્ચ, ઇમેજ(તસવીર) સર્ચ, વીડિયો સર્ચ અને ટેક્સ્ટ. તેની પાછળની રણનીતિ ચોક્કસ ઓ઼ડિયન્સ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું અને તેમ કરીને વધુ ગ્રાહકો પ્રાપ્ત કરવાની હોય છે. સર્ચ એન્જીન ઓપ્ટિમાઇઝેશન સુનિશ્ચિત કરે છે કે કન્ટેન્ટ એકદમ યોગ્ય રીતે યૂઝરની સર્ચને અનુરૂપ તૈયાર કરાયેલું છે.

  • એસઇઓ તેવા બિઝનેસને પણ મદદ કરે છે, જેમની વેબસાઇટનથીહોતી – આ કદાચ એક અપરિચિત વિચાર લાગીશકે છે પણ તે એકદમ સાચી વાત છે. એટલું જ નહીં એસઇઓ વેબસાઇટ વિનાના બિઝનેસ માટે પણ આદર્શ છે. બધા બિઝનેસને વેબસાઇટ હોય તે જરૂરી નથી.પરંતું એસઇઓ આવા બિઝનેસને તેમની પ્રોડક્ટના વેચાણમાટે એક નહીં પણ ઘણા પ્લેટફોર્મ પુરા પાડે છે. અહીં વિઝિબિલિટી સોશિયલ મીડિયા, જોબ વેબસાઇટ્સ અને લોકલ બિઝનેસ સુદ્ધા મારફત કરાય છે. એસઇઓ બધુ સરળ બનાવે છે.

  • સારૂ એસઇઓ કોઇપણ સર્ચ કરી શકાય તેવા પ્લેટફોર્મ પર કામ કરે છે – એસઇઓ તમારા બિઝનેસને આદર્શ કૉન્સેપ્ટમાં ફેરવે છે. તે નિશ્ચિત રીતે ટ્રાફિક આકર્ષે છે. કેટલીક ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખીને જેવી કે ડોમેઇન લિન્ક કરવા, કન્ટેન્ટની લંબાઈ અને ગુણવત્તા, ઇમેજ ઓપ્ટિમાઇઝેશન અને ડોમેઇન એસઇઓ, તમને તમારી વેબસાઇટ પર ટ્રાફિક વધારવામાં મદદ મળશે.

સાતત્યતાપૂર્ણ એસઇઓ સુનિશ્ચિત કરવાની દિશામાં, તમારી વેબસાઇટનું તમે નિયમિત ધોરણે ઑડિટ કરાવો, ઓડિયન્સને આકર્ષિત કરવા માટે તેમાં ઇન્ફોરગ્રાફિક્સ ઉમેરો, કન્ટેન્ટમાં સંબંધિત કીવર્ડ્સ નો પ્રયોગ અને અન્ય ઘણી બાબતો કરો તે જરૂરી છે

 

એસઇઓના પ્રકાર

આપણે એસઇઓને મોટા સ્તરે બે જૂથમાં વહેંચી શકીએ છીએ.આ બંને આપણી વેબસાઇટની પહોંચમા વત્તા-ઓછા અંશે સમાન ભૂમિકા ભજવે છે

  • ઓન પેજ એસઇઓ: - બધાનો પ્રારંભ ઓન પેજ એસઇઓથી થાય છે. અભ્યાસ અનુસાર, વેબસાઇટના માલિકો પોતાનો ૭૦ ટકા સમય ઓન પેજ એસઇઓ પાછળ ખર્ચે છે. તો આખરે તે શું છે? હકીકતમાં, ઓન પેજ એસઇઓ વેબસાઇટની કન્ટેન્ટ અને એચટીએમએલને ઓર્ગેનાઇઝ કરે છે જેથી કરીને સર્ચ એન્જીન ક્રોલર્સસરળતાથી તમારી વેબસાઇટને ક્રોમલ કરી શકે છે. તમારી વેબસાઇટ જે કન્ટેન્ટ દર્શાવે છે તેનું મૂલ્યાંકન કરી શકે છે અને આમ તમને સારા રેન્કિંગ મળે છે. તે ટેક્સ્ટની ગુણવત્તા સુધારે છે અને સાથે જ પેજનું સ્ટ્રક્ચર, ટાઇટલ અને વિવરણ પણ મહત્વપૂર્ણ છે અને સાથે જ મેટા ડિસ્ક્રિપ્શન અને એચ૧ ટેગમાં ઉપયોગમાં લેવામાં આવેલા કિવર્ડ્સ પણ તેટલા જ મહત્વપૂર્ણ છે. યૂઆરએલનો સાચો ઉપયોગ અને અસલ કન્ટેન્ટ પણ ઓન પેજ એસઇઓ પ્રયાસોમાં સામેલ હોય છે. તમારી વેબસાઇટની કન્ટેન્ટમાં સોશિયલ મીડિયા અથવા અન્ય વેબસાઇટ્સ પર શેર કરવાનો વિકલ્પ પણ હોવો જ જોઇએ. ટૂંકમાં કહીએ તો ઓન-પેજ એસઇઓ એક એવી ગતિવીધી છે, જે વેબસાઇટ પર ટ્રાફિકના પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે બિઝનેસ વેબસાઇટ પરના પ્રયાસોને સાંકળી લે છે.
  • ઓફ-પેજ એસઇઓ: - ઓફ પેજ એસઇઓ પણ ઓન-પેજ એસઇઓ જેટલું જ મહત્વપૂર્ણ છે. તમારી વેબસાઇટનું રેન્કિંગ સાઇટના બેઝિક માળખા બહારના પરિબળો, કીવર્ડ્સ વધારવાના તમારા પ્રયાસો અને અસલ વેબસાઇટના દાયરા બહાર તમારી વેબસાઇટ પરના ટ્રાફિક પર આધાર રાખે છે. અહીં લિન્ક બિલ્ડિંગ મહત્વપૂર્ણ પરિબળ છે અને તે ગૂગલને આ જણાવવામાં મદદ કરે છે કે બીજા લોકો તમારી વેબસાઇટ વિશે શું વિચારેછે. અહીં લિન્ક બિલ્ડિંગ મહત્વપૂર્ણ પરિબળ છે અને તે ગૂગલને આ જણાવવામાં મદદ કરે છે કે બીજા લોકો તમારી વેબસાઇટ વિશે શું વિચારેછે. અહીં. અલબત લિન્ક બિલ્ડિંગ પ્રાથમિક પરિબળ છે, તેમાં અન્ય પાસા પણ સામેલ હોય છે. સારા એસઇઓના નિર્માણમાં બાહ્ય લિન્ક્સ જ મહત્વની નથી હોતી, બલ્કે આંતરિક લિન્ક્સ અને પેજ પર ઉપયોગમાં લેવામાં આવેલા કીવર્ડ્સ પણ વેબસાઇટ માટે ઓથોરિટીના સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સોશિયલ મીડિયા માર્કેટિંગ અને સોશિયલ મીડિયા બુક માર્કિંગ પણ તમારી એસઇઓ રણનીતિમાં મૂલ્યવાન ભાગ છે. વિભિન્ન ફોરમ, સોશિયલ મીડિયા અને ઑન બોર્ડ ચર્ચાઓ પણ ઓફ-પેજ એસઇઓમાં સામેલ છે અને તે તમામ સાથે મળીને તમારી વેબસાઇટને જરૂરી એક્સપોઝર પ્રદાન કરે છે.
 

તારણ

નાના બિઝનેસ માટે, એસઇઓ જટિલ જણાય છે, પરંતું અહીં તમારે આટલું કરવાનું છે કે તમે તમારી વેબસાઇટને ટોપ સર્ચ રેન્કિંગ મળે તે માટે બેઝિક બાબતોને વળગી રહો. આજે બિઝનેસ મોટાભાગે રિસર્ચ અને એનાલિસિસ પર આધારિત છે. સર્ચ એન્જીન ઓપ્ટિમાઇઝેશન વેબસાઇટ પર ટ્રાપિખને આકર્ષિત કરવામાટે ગ્રાહકોની જરૂરિયાત અને વેબસાઇટ પર તેના ઓપ્ટિમાઇઝેશનનું વિશ્લેષણ કરવાના સરળ વિજ્ઞાનનો ઉપયોગ કરે છે અને આમ તે બિઝનેસની સારી દ્રષ્યતા સુનિશ્ચિત કરે છે