અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

શ્રી વિરાંચી શાહ, વાઈસ ચેરમેન, આઈડીએમએ જીએસબી

કોઈપણ પ્રોડક્ટનું માર્કેટિંગ એક ગુણવત્તાની કામગીરી છે કારણ કે પ્રોડક્ટની ગુણવત્તા વેચાણ નિર્ધારિત કરવામાં અને તેને જાળવી રાખવામાં મદદ કરે છે. ફાર્મા ઉદ્યોગમાં પ્રોડક્ટના પ્રકાર અને દર્દીની સુરક્ષાની સુનિશ્ચિતતાને અનુલક્ષીનેગુણવત્તાનું મહત્વ વધુ હોય છે. આથી, પ્રક્રિયા દસ્તાવેજીકરણ, ડબ્લ્યુએચઓ જેવા સંગઠનો પાસેથી પ્રમાણિકરણ અને પ્રતિષ્ઠિત લેબ તેમજ કેન્દ્રોમાં પરીક્ષણની સુવિધાઓ આ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે

ભારતીય ફાર્માસ્યુટિક ઉદ્યોગ વિવિધ ભાગોમાં વહેંચાયેલો છે, જેમાં 300 મોટા અને 10,000થી વધુ એસએમઈ ફાર્મા એકમો છે. એમએસએમઈ ખેલાડીઓભારતીય અને વિદેશી એમએનસીઓને પુરવઠો પુરો પાડવાની સાંકળમાં ખૂબ જ જરૂરી હિસ્સો છે. એમએસએમએઈ પણ દુનિયાના બાકીના બજારોમાં (રેસ્ટ ઓફ વર્લ્ડ)વેપારીઓને પુરવઠો પાડવામાં મહત્વના નિકાસકારો છે.ફાર્મા ઉદ્યોગમાં ગુજરાત મહત્વનું રાજ્ય છેજે ફાર્મા નિકાસના 28% અને સ્થાનિક બજારમાં 40% હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં દવા નિષ્ફળ જવાનો ગુણોત્તર6.4 છે જ્યારે ભારતના અન્ય રાજ્યોમાં આ ગુણોત્તર 9.5 છે

એમએસએમઈ સામેના પડકારો

 • સિસ્ટમમાં સુધારો લાવવા માટે વધુ ખર્ચ જે એમએસએમઈની પહોંચ બહાર છે
 • આકરી ગુણવત્તા નિયમન પ્રવૃત્તિઓ (જીએમપી)
 • હ્યુમન રિસોર્સ અને ઉર્જાનો વધી રહેલો ખર્ચ
 • નવા બજારમાં મર્યાદિત પહોંચ

એમએસએમઈ માટે બજારને પ્રોત્સાહન આપવાની બે રીતો છે, જેમ કે:

 • ભારત સરકારની યોજનાઓ
 • સ્થાનિક ઉદ્યોગ સંગઠનો દ્વારા સહાય

A.  ભારત સરકારની યોજનાઓ

રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને પાસે એમએસએમઈને લાભાર્થે કેટલીક યોજનાઓ છે. તેમાંથી કેટલીક નીચે દર્શાવ્યા અનુસાર છે

 • માઈક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયની આંતરરાષ્ટ્રીય સહકાર યોજનાઃ આ યોજના અનુસાર, એમએસએમઈ એકમોને અહીં દર્શાવેલી પ્રવૃત્તિઓમાં સહાય મળશે
  • વિદેશમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન/વેપાર મેળા/ખરીદદાર-વેચનાર સંમેલનમાં ભાગ લેવા
  • ભારતમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં ભાગ લેવા
  • ભારતમાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ/સેમીનારના આયોજન માટે
 • ડીસી-એમએસએમઈ દ્વારા એમએસએમઈ-એમડીએ (બજાર વિકાસ સહાય):
  • આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો/મેળામાં ભાગ લેવા
  • બાર-કોડિંગમાં વૈશ્વિક માપદંડો (જીએસ1)નો ઉપયોગ કરવા માટે આર્થિક સહાય
  • સરકારી ખરીદ અને સંદર્ભ ભાવ નીતિ
 • ડીસીએમએસએમઈ (એનએમસીપી) દ્વારામાર્કેટિંગ સહાય અને ટેકનોલોજીમાં સુધારો
  • પેકેજિંગમાં ટેકનોલોજી સુધારો
  • કૌશલ્ય વિકાસ/ આધુનિક માર્કેટિંગ ટેકનિક્સ માટે વિકાસ
  • સ્પર્ધા અભ્યાસો
  • પૂર્વોત્તરના પ્રદેશો માટે વિશેષ ઘટકો
  • રાજ્ય/જિલ્લા સ્તરે સ્થાનિક પ્રદર્શનો/વેપાર મેળા દ્વારા નવા બજારો
  • કોર્પોરેટ ગવર્નન્સ પ્રવૃત્તિઓ
  • માર્કેટિંગ હબ્સ
  • આઈએસઓ 18000 / ISO 22000 /ISO 27000 પ્રમાણિકરણને વળતર
 • એનએસઆઈસી દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર યોજના
  • એનએસઆઈસી દ્વારા વિદેશમાં આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી પ્રદર્શનનું આયોજન અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શન/વેપાર મેળામાં ભાગ લેવો
  • વિદેશમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન/વેપાર મેળા/ખરીદદાર-વેચનાર સંમેલનમાં ભાગ લેવા
  • ભારતમાં સ્થાનિક પ્રદર્શનોનું આયોજન અને પ્રદર્શન/વેપાર મેળામાં ભાગ લેવો
  • અન્ય સંગઠનો/ઔદ્યોગિક સહયોગીઓ/એજન્સીઓ દ્વારા પ્રદર્શનોના આયોજન માટે સહ-પ્રાયોજકતામાં સહાય
  • ખરીદદાર-વેચનાર સંમેલન
  • મજબૂત ઝુંબેશો અને માર્કેટિંગ પ્રમોશન કાર્યક્રમો
 • વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ દ્વારા બજાર પ્રવેશ પહેલ (એમએઆઈ): આ યોજનામાં નીચે દર્શાવેલી બાબતો સમાવિષ્ટ છે
  • વિદેશમાં માર્કેટિંગ પ્રોજેક્ટ્સ
  • ક્ષમતામાં વધારો
  • બંધારણીય અનુપાલન માટે સહાય
  • અભ્યાસો
  • પ્રોજેક્ટ વિકાસ
  • પરચુરણ

બી. બીએમઓ દ્વારા માર્કેટિંગ સહાય

 

બીએમઓ દ્વારા તેમના સભ્યોને માર્કેટિંગમાં સહાય માટે કેટલીક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમાંથી કેટલીક અહીં દર્શાવી છે

 • સભ્યોની ડિરેક્ટરી
 • ખરીદદાર-વેચનાર સંમેલનનું આયોજન
 • રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં ભાગ લેવો
 • ઓનલાઈન માર્કેટિંગ માટે સહિયારી વેબસાઈટ

 

વિશેષાર્થ

શ્રી વિરાંચી શાહ, ભારતીય દવા ઉત્પાદર સંગઠન (આઈડીએમએ-જીએસબી)

ભારતીય ફાર્મા ઉદ્યોગના વિકાસના હેતુથી 1961માં રાષ્ટ્રીય સ્તરના સંગઠનઆઈડીએમએની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં 900 સભ્યો છે અને 100% સભ્યોએ જીએમપી અપનાવ્યુ છે. ગુજરાતમાં આ ઉદ્યોગનું અંદાજિત ટર્નઓવર રૂપિયા 28000 કરોડ છે.

આઈડીએમએ દ્વારા છેલ્લા છ વર્ષથી ખાસ કરીને ફાર્મા ઉત્પાદકો માટે હેલ્થકેર પ્રદર્શન ફાર્મેક ઈન્ડિયાનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શનનો મૂળ હેતુ ફાર્મા ઉદ્યોગમાં ખરીદદાર અને વેચનારને એક મંચ ઉપલબ્ધ કરાવવાનો અને માર્કેટિંગની તકો વધારવાનો છે. ફાર્મેક ઈન્ડિયામાં યોજાતી મુખ્ય પ્રવૃત્તિઓમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, પરિસંવાદો, વેન્ડર ડેવલપમેન્ટ ચર્ચા અને નેટવર્કિંગ ડીનરવગેરે છે.

 

ફાર્મેક ઈન્ડિયા કાર્યક્રમોની જ્વલંત સફળતા પર એક નજર કરીએ તો, અમે ફાર્મેક ઈન્ડિયાના આયોજન માટે કેટલાક સંદેશાઓ મેળવ્યા અને ગુજરાતના ફાર્મા ઉદ્યોગનેરાષ્ટ્રીય સ્તરે દર્શાવવા માટે વિવિધ શહેરોમાં ફાર્મેક ઈન્ડિયાનું લોન્ચિંગ કરવાનો નિર્ણય લીધો છે. અમે અન્ય એક ખાસિયત તરીકે વેન્ડર ડેવલપમેન્ટ ચર્ચાનો ઉમેરો કર્યો છે. સંખ્યાબંધ મોટી કંપનીઓ નિયમિત ધોરણે વેન્ડર્સ શોધતી હોવાથી, મોટી અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના નિર્ણાયક હોદ્દેદારો આ મંચ પર ઉપસ્થિત રહીનેજેમનામાં સારી સંભાવનાઓ દેખાઈ તેવા વેન્ડર્સ સાથે ચર્ચા કરે છે. તેનાથી રોકાણ, ટેકનોલોજી ટ્રાન્સફર અને કોન્ટ્રાક્ટ ધોરણે ઉત્પાદનની તકોના નવા દ્વાર ખુલે છે. ચીન, કોરિયા, જાપાન, ઈન્ડોનેશિયા વગેરે જેવા દેશોમાંથી સંખ્યાબંધ સહભાગીઓએ પણ તેની મુલાકાત લીધી હતી.