અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

કઇ શ્રેષ્ઠ પ્રથા તમારા બિઝનેસ (ધંધા) નો વિનાશ કરી શકે છે અથવા તો તમારા વિકાસને અવરોધી શકે છે

મેનેજર અને બિઝનેસ માલિકો જાણીજોઇને ક્યારેય નુકશાનકારક બિઝનેસ પ્રથાઓને નહીં અપનાવે તેમ છતાં, લાંબા સમયથી ચકાસાયેલી કેટલીક ચોક્કસ અને કહેવાતી શ્રેષ્ઠત્તમ પ્રથાઓનો ઉપયોગ તમારી કંપનીની સ્થિરતા અને ભવિષ્યની પ્રગતિમાં સારી અસર કરવાની જગ્યાએ વધુ નુકશાન કરી શકે છે

અહીં દેખીતી રીતે ફાયદાકારક જણાતી ૪ એવી પ્રથાઓ આપેલી છે જેમની ચતુર મેનેજરોએ પોતાની કંપનીની નિર્બાધ પ્રગતિ માટે ઉપયોગી પણ મૂલ્યવાન નહીં હોવા તરીકે ઓળખ કરવી જોઇએ

 

1. બ્લાસ્ટ ફ્રોમ ધ પાસ્ટ (ભૂતકાળમાંથી ધડો લેવો)

બિઝનેસ માલિકો આ હકીકતમાંથી આશ્વાસન લે છે કે શ્રેષ્ઠત્તમ પ્રથાઓ ખુબજ લાંબા સમયથી રહેલી સુરક્ષિતરીતો છે, જેમનો વૈશ્વિક સ્તરે સ્વીકાર કરાયેલો છે અને જે સતત ઉદ્યોગ જગતની પ્રણાલી પ્રમાણે ચાલુ છે, જ્યારે વાસ્તવિકતા આ છે કે માર્કેટ ખુબજ ગતીશીલ છે, અને વિતેલા સમયના કારણો અને અસરો આધુનિક સમયના બજાર પરિબળોને લાગૂ પડતી નથી. એક ઉદ્યોગસાહસિક તરીકે, તમારે આ સમજવાની જરૂર છે કે ભૂતકાળમાં કામ કરનારી બાબત અત્યારે કદાચ કામ ન પણ કરે.

ઉદાહરણઃ પહેલાના ઉદ્યોગસાહસિકો પોતાના SME સ્વયં વિત્ત પોષણ અથવા તો અસંગઠિત નાણાકીય સંસ્થાન પાસેથી નાણાકીય સહાયતા મેળવીને સ્થાપિત કરતા હતા. આજે જ્યારે ઘણી બેન્કો અને નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાનો બિઝનેસના વિસ્તાર તેમજનવા બિઝનેસના સર્જન માટે નાની બિઝનેસ લોન આપે છે, ત્યારે ઘણા શિખાઉ ઉદ્યોગસાહસિકો આજે પણ જૂનીપુરાણી પણ શ્રેષ્ઠપ્રથાને સ્વીકારી રહ્યા છે.

2. આઇ મીન, ઇટ હેઝ વર્ક્ડ ફોર ધેમ (મારો કહેવાનો આશય છે કે, તેમને તેનાથી ફાયદો થયો હતો.)

તમારા બિઝનેસ ગુરુઓ અથવા તો ટોચના નેતાઓ દ્વારા પોતાના મહત્તમ ફાયદા કે લાભ માટે ઉદ્યોગમાં પ્રચલિત શ્રેષ્ઠ પ્રથાનું સફળતમ અમલીકરણ, એ તમે આ માની લો તે માટેનું કારણ ના હોવું જોઇએ કે તે તમને પણ તેવું જ પરિણામ આપશે.

ઉદાહરણઃ નવી ઇ-કોમર્સ કંપનીઓ (પોતાના વાસ્તવિક વેચાણની અવગણના કરીને) બજારમાં પોતાની હરીફ રહેલી કંપનીઓ જેવી જ માર્કેટિંગ ટેકનીકને અપનાવીને માલનો સંગ્રહ કરવાની વૃત્તિ ધરાવે છે. તેમના હરીફની માર્કેટિંગ નીતિએ કદાચ તેમના વેચાણના સ્તરને વધાર્યુ હોઇ શકે છે, પણ ત માર્કેટિંગ રીતે તેમને સારો ફાયદો કરાવી આપ્યો હોવાથી તેની પાસેથી પોતાના માટે પણ સમાન પરિણામનીઅપેક્ષા રાખવીએ માત્ર અને માત્ર અવગણના છે.

3. આઇ હેવ કમ્પ્લિટ ફેઇથ ધેટ ધીસ વિલ વર્ક ફોર અસ! (મને પૂર્ણ વિશ્વાસ છે કે આ આપણા માટે ફાયદાકારક સાબિત થશે)

તમારો અનુભવ અને વિશ્વાસ ઘણીવાર તમારી અંદરની સારી બાબતને બહાર લાવે છે. કઇ બાબત કામ કરશે અને કઇ બાબત કામ નહીં કરે, તે અંગે તમારી માન્યતાઓ અને ધારણાઓ, તમારી બિઝનેસ રીતોને ખરાબ રીતે અસર કરી શકે છે.

ઉદાહરણઃ ફિલ્મ વિતરકો સામાન્ય રીતે એમ માનતા હોય છે કે સિતારાઓથી ભરપૂર ફિલ્મ જ તેની સફળતા માટે એકમાત્ર જવાબદાર પરિબળ છે. આ આંધળી માન્યતા તેમને ફિલ્મના પ્રમોશનમાં જંગી નાણા રોકવા પ્રેરે છે અને તેઓ બીજાને કોરાણે ધકેલે છે. અને જ્યારે ફિલ્મ રિલીઝ થવાનો દિવસ આવે છે, ત્યારે ફિલ્મની સ્ટારકાસ્ટ શરૂઆતમાં તો મોટી કમાણી ખેંચવામાં સફળ રહે છે, પરંતું ફિલ્મઅંતે તો ફસકી પડે છે અને નુકશાન સહેવાનો વારો આવે છે.

4. ધ મોર ધ રૂટિન, ધ મોર ધ રોટ ( રાબેતા મુજબ જેટલું ચાલશો, તેટલું જ વધુ નુકશાન થશે)

સારી અથવા તો શ્રેષ્ઠ પ્રથા તમને ટુંકા ગાળા માટે સારૂ અને સંતોષકારક પરિણામ આપી શકે છે. પણ તમે જો લાંબા સમય સુધી તેને વળગીને રહેશો, તમે જેટલી વધુ વાર તેનું પુનરાવર્તન કરશો, તેનાથી તમને તેટલું જ વધારે નુકશાન થઇ શકે છે. તમારે આ વિચારવાનું અને સ્વીકાર કરવાનું શરૂ કરવાની જરૂર છે કે કેટલીક બાબતો તમારા બિઝનેસ માટે નહીં જ ચાલે!

ઉદાહરણઃ કિવર્ડની ભરમાર તમારી વેબસાઇટની કન્ટેન્ટ અને રેન્કિંગને વધારી શકે છે તે માન્યતા ૨૦૦૬ સુધી જ અસરકારક હતી. પણ ગૂગલના પાંડા અને પેંગ્વિન દ્વારા અંતે ટેકઓવર કરાય તે પહેલા જો તમે તેમ કરવા જાવ, તો તેનાથી તમારી કન્ટેન્ટને થોડો ઘણો ફાયદો જરૂર થઇ શકે છે. 

પ્રથાનું પાલન કે મહાવરો સચોટ બનાવે છે. સતત મહાવરો જ મેનેજરોને નિષ્ણાત અને બિઝનેસ માટે સારી અને ફાયદાકારક પ્રથાની ઓળખ કરવામાં, ચવાઇ ગયેલી કે જુનીપુરાણી રણનીતિઓને દૂર કરવામાં અને બિઝનેસના નફા અને તેની સંભાવનાના દાયરાને મહત્તમ બનાવી શકે તેવી અસરકારક પ્રથાનો સ્વીકાર કરવા સક્ષમ બનાવે છે