અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

શા માટે તમારે તમારી કારમાં ઓઈએમ (ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર) પાર્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ?

કાર તેના સંખ્યાબંધ ચલિત ભાગોનું સંઘટિત માળખું છે. આદર્શ પેસેન્જર કારમાં, અંદાજે 10,000 ચલિત ભાગો હોય છે. તે ચાલતા હોવાથી તેના કારણે થતા ઘસારા અંગે તેમજ તેમાં કેવા પ્રકારના મેન્ટેનન્સની જરૂર પડી શકે છે તેના વિશે તમે કલ્પના કરી શકો છો. વાહન શ્રેષ્ઠ પરફોર્મન્સ આપે તેવું રાખવા માટે, દરરોજ, નિયમિત અને સમયાંતરે તેની સારી જાળવણી રાખવી મહત્વની છે

વધુમાં, તેમાં ઘસાયેલા અથવા ખામી પામેલા ભાગો બદલાવીને ઓરિજનલ (મૂળ) ભાગો જ નાખવામાં આવે અને કાર ઉત્પાદક પાસેથી તે સીધા ખરીદવામાં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ. આવા પાર્ટ્સને ઓઈએમ (ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર) પાર્ટ્સ કહેવાય છે, અને જે પાર્ટ બદલવાના હોય તેના બદલે નવા લાગનારા પાર્ટ તેની આવરદા દરમિયાન પુરતો તણાવ અને ભાર ખેંચી શકે તે માટે તે સૌથી યોગ્ય હોય છે

જ્યારે ઓરિજનલ પાર્ટ પસંદ કરીએ ત્યારે તે પસંદગી સાચી અને તાર્કિક લાગે, અને તેવું જ હોય છે, તેમ છતાં સંખ્યાબંધ લોકો તેમના વાહનમાં નોન-ઓઈએમ અથવા બજારમાં મળતા અન્ય પાર્ટ્સ (કારણ કે તે વધુ જાણીતા હોય છે) લગાવવાનું વધુ પસંદ કરે છે

આમ કરવા પાછળ ઘણા કારણ જવાબદાર હોય છે, જેમાં ખર્ચનું પરિબળ સૌથી મહત્વનું હોય છે. પરંતુ, જ્યારે તમારા વાહનની વાત આવે, ત્યારે તમારી જિંદગી પણ તેની સાથે જોડાયેલી હોય છે કારણ કે કોઈપણ યાંત્રિક પાર્ટની ખોટી કામગીરી, ખાસ કરીને તમારું વાહન ઝડપથી જતુ હોય ત્યારે થાય તો ગંભીર ઈજા અથવા મૃત્યુનું કારણ પણ બની શકે છે. આથી, ઓઈએમ પાર્ટ્સ પસંદ કરવા જોઈએ, અને શા માટે તમારી કારના રિપેરિંગ વખતે તે નાખવા જોઈએ તેના કેટલાક વધુ કારણો અહીં આપ્યા છે

 

ગુણવત્તા

ઓઈએમ પાર્ટ્સની ડિઝાઈન અને ઉત્પાદન કારના ઉત્પાદક દ્વારા જ કરવામાં આવે છે. સ્વભાવિકપણે જે કંપની કારનું ઉત્પાદન કરતી હોય, તેમને ખબર જ હોય કે તેના માટે શ્રેષ્ઠ પાર્ટ કેવા હોય. કોઈપણ ઓઈએમ પાર્ટનો ત્વરીત ફાયદો એ છે કે બજારમાં તેની સમકક્ષ મળતા અન્ય પાર્ટની તુલનાએ ચોક્કસ બંધબેસતા હોય છે અને આધારચિહ્નરૂપ ગુણવત્તાના હોય છે

વધુમાં, આ પાર્ટ્સનું પરીક્ષણ કરેલું હોય છે અને તે ઉદ્યોગક્ષેત્રમાં પ્રચલિત સર્વશ્રેષ્ઠ ગુણવત્તા માપદંડો અનુસાર હોય છે. બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે, આવા પાર્ટ્સ સારી ગુણવત્તાના મટિરિયલમાંથી તૈયાર કરવામાં આવે છે જેથી તેની ટકાઉક્ષમતા સારી હોય છે. ઓઈએમ પાર્ટ્સ મોંઘા જરૂર હોય છે, પરંતુ તે વધુ ટકાઉ અને ભરોસાપાત્ર હોય છે અને આમ લાંબાગાળે તેની કિંમતનું વળતર મળી રહે છે

 

વૉરંટી

ઓઈએમ પાર્ટ્સ પસંદ કરવાનો બીજો એક ફાયદો તેના કોઈપણ રિપેરિંગ વખતે જોવા મળે છે. કાર વૉરંટી સમય (સામાન્યપણે ત્રણ વર્ષ) સાથે આવે છે જેથી માલિકને માનસિક શાંતિ મળે અને યાંત્રિક ભાગોની ખોટી કામગીરી અથવા ખામીના કારણે થતા ખર્ચથી મુક્તિ મળે છે. સંખ્યાબંધ કંપનીઓ સ્પષ્ટપણે જણાવે છે કે જો બજારમાંથી ખરીદેલા અન્ય કોઈ પાર્ટ્સનો ઉપયોગ કરેલો હશે તો વૉરંટી સમયગાળામાં મળતા લાભો મળવાપાત્ર રહેશે નહીં અને આ એક જ કારણ, તમારી કારમાં ઓઈએમ પાર્ટ્સ નાખવા માટે પૂરતું છે

 

સરળ ફીટિંગ

બજારમાંથી લીધેલા અન્ય પાર્ટ ફીટ કરેલા હોય ત્યારે સમસ્યા વધુ પ્રબળ બને છે. આવા પાર્ટ્સ કંપની દ્વારા એવી રીતે ડિઝાઈન અને ઉત્પાદન કરવામાં આવે છે જેથી તે બહુવિધ મોડેલના વાહનોમાં લાગી શકે અને ખૂબ જથ્થાબંધ પ્રમાણમાં બનાવવામાં આવે છે, જેથી આવા પાર્ટ્સને તેની જગ્યાએ લગાવવા માટે ક્યારેક યુક્તિઓ પણ અપનાવવી પડે તેવી સંભાવના છે. ઓઈએમ પાર્ટ્સ લગાવવામાં આવી કોઈ જ યુક્તિઓની જરૂર પડતી નથી, કારણ કે તે મોડેલ પ્રમાણે જ તૈયાર કરવામાં આવ્યા હોય છે

કાર નવી હોય કે વપરાયેલી, ઓઈએમ પાર્ટ્સ સૌથી શ્રેષ્ઠ રહે છે. અને, જો તમે પૂર્વનિર્ધારિત બજેટમાં તમારી પહેલી કાર ખરીદવા માંગતા હોવ અથવા માત્ર બહેતર મોડેલમાં અપગ્રેડ થવા માંગતા હોવ તો, યુઝ્ડ કારનો વિકલ્પ બહેતર સોદો સાબિત થાય છે

તમને અને તમારી આર્થિક સ્થિતિને અનુકૂળ હોય તેવું મોડેલ શોધો અને રીલાયન્સ મની દ્વારા સ્પર્ધાત્મક દરોએ આપવામાં આવતીયુઝ્ડ કાર લોનની મદદથી ખરીદો