અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

શૉપર્સ ડિજિટલ થઈ રહ્યાં હોવા છતાં રીટેઇલ સ્ટોર્સના વેચાણો વિશ્વભરમાં વૃદ્ધિ પામી રહ્યાં છે. લોકો ઘણીવાર એવી કલ્પનામાં માને છે કે મોટાભાગના ખરીદદારો સૌથી ઓછી કિંમતના વિકલ્પોને ચકાસવા માટે ‘શૉરૂમિંગ’માં વ્યસ્ત થઈ જાય છે, પરંતુ ખરીદી ઑનલાઇન કરે છે. જોકે, વસ્તવિકતામાં, તેમનામાંથી મોટાભાગના ઑનલાઇન સંશોધન કરે છે, અને વસ્તુઓને સ્ટોર્સમાંથી ખરીદે છે

 

રીટેઇલ સ્ટોર્સ હજુપણ આગળ છે

ઈમાર્કેટર અનુસાર, રીટેઇલ સ્ટોર્સ અને ઑનલાઇન શૉપિંગથી થતું સંયુક્ત વેચાણ આ વર્ષે 22.492 ટ્રિલિયન ડૉલર પહોંચી જશે. આ આંકડો આવનારા વર્ષોમાં વધીને 2018માં 28.300 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જવાની અપેક્ષા રાખવામાં આવે છે. રસપ્રદ રીતે, એવો અંદાજ કરવામાં આવે છે કેઑનલાઇન વેચાણ સ્થિર રીતે વૃદ્ધિ પામશે તેમ છતાં, 2018 સુધીમાં, તે કુલ વેચાણના માત્ર 8.8% અથવા 2.5 ટ્રિલિયન ડૉલર સુધીનો જ વધારો કરી શકશે

જુદા-જુદા બજારોમાં આ આંકડાઓ ભિન્ન હોય શકે છે. ભારતમાં, ઈકૉમર્સ માટે એવી આગાહી કરવામાં આવી રહી છે કે 2018 સુધીમાં તે કુલ વેચાણના 1.4% સુધી પહોંચી શકશે. યુકેમાં, તે યુકેની વસ્તીના 73% કરતાં વધુ લોકો દ્વારા આ વર્ષની ઑનલાઇન ખરીદી સાથે કુલ વેચાણના 18% સુધી પહોંચે તેવું અનુમાન કરવામાં આવે છે

 

શા માટે રીટેઇલ સ્ટોર્સ વધુ સારાં છે

તે સ્પષ્ટ છે કે ભૌતિક સ્ટોર્સ વિશ્વભરમાં કુલ છુટક વેચાણમાં આગળ છે. વ્યક્તિએ એ ચકાસવું જોઇએ કે શા માટે ઑનલાઇન સ્ટોર્સ શા માટે રીટેઇલ સ્ટોર્સ કરતાં વધુ સારાં હોય છે. રીટેઇલ આઉટલેટ્સ ઘણાં બધાં બિલ્ટ-ઇન ફાયદાઓ ધરાવે છે જેનો ઑનલાઇન સ્ટોર્સમાં અભાવ હોય છે

પ્રથમ ફાયદો સુલભતા અને ભૌતિક ઉપસ્થિતિ છે. એક ગ્રાહક ઉત્પાદનને જોવા માટે અને તેને અનુભવવા માટે, પ્રોડક્ટનો પ્રયત્ન કરવા અને સામગ્રીને તપાસવા માટે રીટેઇલ સ્ટોર પર જઈ શકે છે. સૌથી ઝીણામાં ઝીણાં ઑનલાઇન સાધનો પણ આ અનુભવની નકલ કરી શકતાં નથી. વધુમાં, હાલના દિવસોમાં ગ્રાહકોને આકર્ષવા માટે સ્ટોર્સ ટેક્નોલૉજીનો ઉપયોગ કરે છે; તમે જ્યારે કોઇ સ્ટોરની મુલાકાત કરો છો ત્યારે તમે કિયોસ્ક જોઇ શકો છો અથવા એક ઇંટરેક્ટિવ ટેબલ અથવા ઉપકરણ જોઇ શકો છો. જે સ્ટોર્સમાં આ તકનીકી આધુનિકતાઓનો અભાવ હોય છે તે ધીમે-ધીમે વધુ સારી રીતે સુસજ્જ સ્ટોર્સની સામે હારી જાય છે

અહીં ઇન-સ્ટોર અને ઑનલાઇન શૉપિંગની તુલના કરતા કેટલાંક રસપ્રદ તથ્યો આપવામાં આવ્યાં છે:

  • ઉપભોક્તાઓ ઑનલાઇન રીટેઇલ વેબસાઇટ્સ પર પ્રતિમાસ સરેરાશ 2.2 ગણી ખરીદી કરે છે
  • ઉપભોક્તાઓ શૉપિંગ સેન્ટરોમાં, પ્રતિમાસ સરેરાશ 7.5 ગણી ખરીદી કરે છે
  • ઈંટ અને મોર્ટારના સ્ટોરમાં સરેરાશ વ્યતિત કરવામાં આવતો સમય 54 મિનિટ છે
  • સિંગલ રીટેઇલ વેબસાઇટ પર વ્યતિત કરવામાં આવતો સરેરાશ સમય 38 મિનિટ છે
  • ઉપભોક્તાઓ સામાન્યપણે ઑનલાઇન શૉપિંગ પર મહિના દીઠ 247 ડૉલરનો ખર્ચ કરે છે
  • ઉપભોક્તાઓ સામાન્યપણે રીટેઇલ શૉપિંગ પર મહિના દીઠ 1,710 ડૉલરનો ખર્ચ કરે છે
  • 20 ગ્રાહકોમાંથી 1 ઑનલાઇન વેબસાઇટને બ્રાઉઝિંગ કર્યા પછી ખરીદી કરે છે
  • 5 ગ્રાહકોમાંથી 1 રીટેઇલ સ્ટોરની મુલાકાત લીધાં પછી ખરીદી કરે છે
  • 73% ગ્રાહકો વસ્તુને ખરીદ્યા પહેલાં તેને અજમાવી જોવા માંગે છે
 

વસ્તીવિષયક પ્રભાવો

વસ્તીવિષયક વિગતો પણ શૉપિંગની પસંદગીઓને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મોટાભાગના દેશોમાં યુવાઓ ટાયર 1 શહેરોની તરફ ખસી રહ્યાં છે જે રીટેઇલ સ્ટોર્સની વધુ સારી સુલભતા ધરાવે છે, પરિણામે વેચાણમાં વધારો થાય છે

ભારતમાં વધુ મોટા શ્રોતાગણ સુધી પહોંચી વળવા માટે રીટેઇલ સ્ટોર્સનો પગપેસારો ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં થતો જાય છે. ક્રિસિલની ભારતમાં 5 પ્રમુખ રીટેઇલર્સની મોજણી દર્શાવે છે કે ટાયર 1 શહેરોમાં રીટેઇલ સ્ટોર્સનું વિતરણ 2010માં 66% થી ઘટીને 2014માં 55% થયું હતું, જ્યારે કે ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં તે 34% થી વધીને 45% થયું હતું

ગ્રાહકો આજે શૉપિંગ કરતી વખતે અનુકૂળતાની પસંદગી કરતા હોય છે, જેનાં કારણસર શૉપિંગ મૉલ્સ પ્રચલિત બની રહ્યાં છે. કાર્યરત વ્યાવસાયિકોની વધતી સંખ્યા મૉલ્સ ખાતે સમય વ્યતિત કરવાનું પસંદ કરે છે, આ એક તથ્ય છે જેનું રીટેઇલર્સ શોષણ કરવાની તક શોધે છે

નજીકના ભવિષ્યમાં જ્યારે ઈંટ અને ચુનાના સ્ટોર ડિજિટલ રીટેઇલર્સ કરતાં આગળ રહેશે ત્યારે, ઈ-કૉમર્સ એક એવું ક્ષેત્ર છે જેની અવગણના કરી શકાય નહિં. રીટેઇલર્સને નવીનીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે જે તેમને અગ્રેસર રાખશે. આ બન્ને ક્ષેત્રોને એકબીજાને પૂરક બની કાર્ય કરવાની જરૂર પણ છે, સંભવિત પણે જોડાણ દ્વારા, પરસ્પર લાભ માટે.

સંદર્ભો:

ગ્લોબલ કનેક્ટેડ કૉમર્સ ઇઝ ઈ-ટેઇલ થેરૉપી ધ ન્યુ રીટેઇલ થેરૉપી? ઇન-સ્ટોર વિ. ઑનલાઇન રીટેઇલ વેચાણ વિશ્વભરમાં આ વર્ષે 22 ટ્રિલિયનને વટાવી જશે