અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

આજે બિઝનેસ અને ઉદ્યમશીલતા પર હવે કોઇ એક જ લિંગની વ્યક્તિનો ઇજારો રહ્યો નથી. અથવા તો કહીએ કે તેને જાતિના આધારે વ્યાખ્યાઇત કરાતા નથી. ભારતમાં, પરંપરાગત માનસિકતા મોટાભાગે બિઝનેસ અને અન્ય ઉદ્યમશીલતા સંબંધિત ગતિવિધિઓમાં મહિલાઓના પ્રવેશ સામે અવરોધો પેદા કરે છે. કેટલાક મહિલા ઉદ્યોગસાહસિકો તેના કરતા ઊપર ઉઠી છે અને તેમના અથાગ પરિશ્રમ અને નવ આવિષ્કારને કારણે હવે તેમની નોંધ પણ લેવામાં આવવા લાગી છે. પરિવર્તિત થઇ રહેલા સમયને કારણે મહિલાઓની આઇટી, ફાઇનાન્સ, ફેશન, રમત-ગમત વગેરે જેવા બિઝનેસ ક્ષેત્રોમાં ભાગીદારી વધી છે.

અહીં નીચે આપેલી સફળતાની ગાથાઓ સાબિત કરે છે કે એક સાચા ઉદ્યોગસાહસિક સાતત્યતા સાથે ખંતપૂર્વક કામ કરીને સફળતા પ્રાપ્ત કરી શકે છે. અહીં આવા જ કેટલાક સફળ મહિલા ઉદ્યોગસાહસિકોની ઝળક આપેલી છે, જેઓ વાસ્તવમાં સાચા રોડ મોડલ છે.

 

નીના લેખી, બેગઇટના સંસ્થાપક

નીના લેખી ભારતમાં સૌથી લોકપ્રિય રિટેઇલ બ્રાન્ડ્સ પૈકીની એક અગ્રણી બ્રાન્ડના સર્જક છે. 18 વર્ષની નાની વયે નીના અને તેમના મિત્રે મોભાદાર બેગ્સ બનાવવાના વિચાર પર મંથન કર્યુ હતું અને તેની દિશામાં આગળ વધ્યા હતા અને આમ તેમનું હેન્ડબેગ સામ્રાજ્ય તૈયાર થયુ હતું. તેમણે કેનવાસ, ફૉક્સ લેધર અને અન્ય સામગ્રીઓનો ઉપયોગ કરીને અજમાવી જોઇ હતી ને તેમણે વિભિન્ન સ્ત્રોતથી પ્રેરણા લીધી.

તેમનો રંગો પ્રત્યેનો પ્રેમ બેગઇટનો એક મૂળ આધાર છે. આ બ્રાન્ડ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે નાના ધરાવે છે અને તેના નિયમિત ગ્રાહકો તેમજ ફેશન જગતમાં તેનું અદકેરૂ સ્થાન અને માન છે.

 

પૂજા ઢિંગરા, Le15 પેટિસરીના સ્થાપક અને શેફ

વર્ષ 2010માં સ્થાપિત કરવામાં આવેલી Le15 પેટિસરીએ ભારતમાં પ્રખ્યાત પેટિસરી પૈકી એક છે. તેના સંસ્થાપક અને શેફ એવા પૂજા ઢિંગરાએ પેરિસ સ્થિત લા કૉર્ડન બ્લ્યૂથી શેફ તરીકે અભ્યાસ કરીને સ્નાતકની પદવી મેળવી છે. તેમની આ યાત્રાની શરૂઆત ફ્રાન્સના વ્યંજનોના સ્વાદને મુંબઈ લાવવાના આશય સાથે શરૂ થયો હતો.

આજે, તેમની સંસ્થા મેકારૂન્સ, કપકેક્સ, ચૉક્સ પેસ્ટ્રી, ટાર્ટ્સ, કેક્સ જેવા ડેઝર્ટ્સ અને અન્ય સ્વીટ આઇટમ્સ ઉપલબ્ધ કરાવે છે. પૂજા ફોર્બ્સની 2014ની પ્રતિષ્ઠિત 30 અંડર 30 યાદીમાં પણ સ્થાન પામ્યા હતા. પેંગ્વિન બુક્સ ઇન્ડિયાએ તેમની પહેલી કૂક બુક (રાંધણ પુસ્તક) ધ બિગ બુક ઓફ ટ્રીટનું પ્રકાશન કર્યુ છે.

 

રાધિકા અગ્રવાલ, શોપક્લ્યૂસના સહ-સંસ્થાપક અને સીએમઓ

રાધિકા એ શોપક્લ્યૂસના સહ-સંસ્થાપક તરીકે સ્ટાર્ટ-અપ જગતમાં પગપસારો કરનાર પ્રથમ મહિલાઓ પૈકીના એક હતા. તેઓ માર્કેટિંગ ક્ષેત્રે કાર્ય કરવાનો લગભગ 14 વર્ષનો વ્યાપક અનુભૂવ ધરાવતા હતા અને તેઓ સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીના એક્ઝીક્યુટીવ પ્રોગ્રામનો ભાગ હતા. હાલ, તેઓ લોકપ્રિય હાઉસહોલ્ડ ઓનલાઇન રિટેઇલર કંપની, શોપક્લ્યૂસના સીએમઓ તરીકે સેવારત છે.

 

ચિત્રા ગુરનાની દાગા, થ્રિલોફિલિયાના સહ-સંસ્થાક અને સીઈઓ

ચિત્રાએ થ્રિલોફિલિયાના સહ-સંસ્થાપક અને સીઇઓ છે. તેઓએ ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ તેમજ DA-IICT થી અભ્યાસ કરેલો છે. તેમની કંપનીનું વડુંમથક બેંગલોરમાં આવેલું છે અને તે એક જ સ્થળેથી લોકોને તેમના પ્રવાસ અને ટૂર્સ સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. શરૂઆતમાં તેમણે ઓનલાઇન એડવેન્ચર ટૂરના વેચાણ પર ધ્યાન આપ્યુ હતું અને ત્યાર બાદથી તેઓએ પર્યટનના અન્ય આયામોને પણ પોતાના કાર્યક્ષેત્રમાં આવરી લીધા હતા. થ્રિલોફિલિયા આજે પોતાની વેબસાઇટ પર લગભગ 8000 ટૂર્સ ઓફર કરે છે.

 

શીતલ મેહતા વાલ્શ, શાંતિ લાઇફના સંસ્થાપક

શીતલ શાંતિ લાઇફના સંસ્થાપક છે, જે કંપની વંચિત ગામોના રહેવાસીઓને ખુબજ ઓછા વ્યાજે માઇક્રોફાઇનાન્સ લોન ઉપલબ્ધ કરાવે છે. તેઓએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ને યૂનિવર્સિટી ઓફ આલ્બર્ટાથી અભ્યાસ કર્યો છે.

શીતલને સામાજિક ઉદ્યમશીલતાના તેમના કાર્યો બદલ વિભિન્ન એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે, જેમ કે ‘એશિયન વુમન મેગેઝિન્સ દ્વારા અપાયેલો ‘આંત્રપ્રિન્યોર ઓફ ધ યર’, સક્સેસ મેગેઝીનનો ‘નંબર 3 વન્સ ટૂ વોચ’ અને યૂકેમાં 5માં સૌથી શક્તિશાળી એશિયન મહિલા તરીકેનો એવોર્ડ સામેલ છે.

 

જ્યોતિ રેડ્ડી, કી સોફ્ટવેર સોલ્યુશન્સના સીઈઓ

લોકો માટે સૌથી પ્રેરક કહાણીઓ પૈકી એક સૌથી વધુ પ્રેરક ગાથા આંધ્રપ્રદેશના વારંગલના જ્યોતિ રેડ્ડીની છે. તેમણે 1980ના દાયકાના અંત સમયમાં રોજની માત્ર 5 રૂપિયાના આવક સાથે ગ્રામીણ વિસ્તારમાં ખેત મજૂર તરીકે કામની શરૂઆત કરી હતી.

ઘણા અંગત અને નાણાકીય સંઘર્ષો બાદ, આજે તેઓ અમેરિકામાં કિ સોફ્ટવેર સોલ્યશન્સના સીઇઓ છે. તેઓ એકદમ સક્રિય રીતે ચાઇલ્ડ્સ રાઇટ્સ એડવોકેસી ફોરમ (CRAF)ને દાન આપતા રહે છે અને તેમણે પ્રેશર ગ્રુપ ફોર્સ ફોર ઓર્ફન રાઇટ્સ એન્ડ કમ્યુનિટી એમ્પાવરમેન્ટ (FORCE) બનાવ્યું છે.

આ મહિલાઓ માત્ર સફળ ઉદ્યોગસાહસિકો જ નથી બલ્કે તેઓ આગામી પેઢીની યુવા મહિલાઓ અને ઉદ્યોગસાહસિકો માટે ખરેખર એક વિશ્વસનીય રોલ મોડલ અને પ્રેરણા સ્ત્રોત પણ છે.