અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

વ્યવસાયના સફળ પ્રેઝન્ટેશન માટે ધ્યાનમાં રાખવાની બાબતો

માત્ર સ્લાઈડ્સ બતાવવી એ વ્યવસાયનું સફળ પ્રેઝન્ટેશન નથી. વાસ્તવમાં, તેનાથી ઘણું વિશેષ હોય છે. સફળ પ્રેઝન્ટેશનમાં હાર્ડ અને સોફ્ટ કૌશલ્યનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી હોય છે જેથી તેને રસપ્રદ અને માહિતીપ્રદ બનાવી શકાય

તમારા પ્રેઝન્ટેશનને સફળ બનાવવ અને લોકો તેની સાથે જોડાયેલા રહે તેવું બનાવવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અહી દર્શાવી છે

 

1. મજેદાર અને ટૂંકુ રાખો

જો વધુ પડતું લાંબુ પ્રેઝન્ટેશન હોય તો કંટાળાજનક લાગે છે. તમારા પ્રેક્ષકોને જો તમારું પ્રેઝન્ટેશન ખૂબ લાંબા સમય સુધી જોવું પડે તો તેમની ધીરજ ખૂટી જાય અને રસ ઉડી જાય તેવું બની શકે છે. તેમને રસ જગાવવા અને તેમાં તેમને શામેલ રાખવા માટે, સ્લાઈડ્સની સંખ્યા મર્યાદિત રાખીને તમારું પ્રેઝન્ટેશન ટૂંકુ અને મજેદાર બનાવો

એવું જાણવા મળ્યું છે કે, ટૂંકુ પ્રેઝન્ટેશન વધુ રસપ્રદ હોય છે અને પ્રેક્ષકોને વધુ આકર્ષિત કરે છે. આથી, ઓછી સ્લાઈડ્સમાં જ તમે તમારો ઈચ્છિત સંદેશો તૈયાર કરો અને લોકો સુધી પહોંચાડો તે વધુ સારી યુક્તિ છે

 

2. દેખાવમાં આકર્ષક બનાવો

પ્રેઝન્ટેશનને રસપ્રદ બનાવવા અને લોકો તેમાં ઊંડા ઉતરે તેવું બનાવવા માટે તેનો આકર્ષક દેખાવ મહત્વની ભૂમિકા ભજવે છે. સારું છે કે, હાલમાં આવું પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે તમારી પાસે સંખ્યાબંધ વિકલ્પો ઉપલબ્ધ છે. તમે અક્ષરોની પસંદગી, ફોર્મેટિંગ, ડિઝાઈન અને ચિત્રોનો ઉપયોગ કરીને તમારા પ્રેઝન્ટેશનને વધુ સર્જનાત્મક બનાવી શકો છો

જોકે, તમારું પ્રેઝન્ટેશન અતિ કલાત્મકતા વાળું ના બની જાય તેની પણ ખાતરી કરવી લેવી જરૂરી છે

 

3. તમારા વિષય અને પ્રેક્ષકોને જાણો

જે-તે વિષયમાં તમારી નિપુણતા તમારા વ્યવસાયની તકો સર્જવા માટે ઘણી ઉપયોગી નીવડે છે. વિષય સારી રીતે જાણવાથી પ્રેક્ષકોને સીધા જ અસર કરતા ઘટકોને પ્રેઝન્ટેશનમાં એકીકૃત કરવામાં તમને સારી મદદ મળી શકે છે. સાથે સાથે, પ્રેક્ષકો કોણ છે અને શા માટે છે તે પણ તમારે જાણવું જરૂરી છે

જો કિશોરાવસ્થા કે પુખ્તવયની નજીક પહોંચી રહેલા પ્રેક્ષકો માટેનું પ્રેઝન્ટેશન હોય તો તેમાં કોમિક ઘટકો ઉમેરવાથી તે વધુ મજેદાર બની શકે છે. બીજી તરફ, જો કોર્પોરેટ જગત માટે પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું હોય તો તેમના માટે તમે જે વિષય રજૂ કરી રહ્યા છો તેની ઊંડી સમજ માટે આંકડાઓ અને સંખ્યાઓ મહત્વની ભૂમિકા ભજવે

 

4. તેને રસપ્રદ બનાવો

જો માત્ર સીધે સીધા તથ્યો અને મુદ્દાઓ રજૂ કરવામાં આવે તો પ્રેઝન્ટેશન કંટાળાજનક લાગી શકે છે. તમારા પ્રેક્ષકોને કલ્પનાની એક ખાસ મુસાફરી પર લઈ જાઓ. ઉદાહરણ તરીકે, તમે એકઠા કરેલા તથ્યો વિશે તેમને વાર્તા કહો અને તમને ભાવનાત્મક રીતે જોડવા માટે પૃષ્ઠભૂમિની કેટલીક વિગતો જણાવો

આવા નાના પરંતુ મહત્વના ઘટકો છેવટે શ્રેષ્ઠ અને સામાન્ય પ્રેઝન્ટેશન વચ્ચેનો મોટો તફાવત દર્શાવે છે

 

5. રિહર્સલ અને પ્રેક્ટિસ

એકદમ યોગ્ય ફોર્મેટિંગ, અક્ષરો અને ચિત્રો સાથે તૈયાર કરેલા પ્રેઝન્ટેશનથી સફળતા મળી જાય તેવું નથી. તેને છેવટે રજૂ કરવાનું હોય તે પહેલા આખી બાબતનું જરૂરી રિહર્સલ પણ કરવું જોઈએ

રિહર્સલ કરવાથી તમને કેવી રીતે તમારા પ્રેઝન્ટેશનનો ફ્લો રહેશે તે સમજવામાં અને તમારે ક્યાં સુધારો કરવાની જરૂર છે તે બાબતો જાણવામાં મદદ મળશે. તમે વાસ્તવિક કસોટી પહેલા તમારા મિત્રો, સહકર્મીઓને પ્રેક્ષકો તરીકે સામે રાખીને રિહર્સલ કરી શકો છો

 

6. પ્રશ્નોત્તરી માટે તૈયાર રહો

તમારા વ્યાવસાયિક પ્રેઝન્ટેશનની સફળતા માત્ર તમે કેવી રીતે તમારું પ્રેઝન્ટેશન આપો છો તેના પર જ આધાર નથી રાખી પરંતુ તમે પ્રેઝન્ટેશન દરમિયાન અને તે પછી પ્રેક્ષકોના પ્રશ્નોનો કેટલો સંતોષકારક જવાબ આપો છો તેના પર પણ આધાર રાખે છે. પ્રેક્ષકોને આ પ્રકારે તમે યોગ્ય તર્ક આપી શકો છો અને સમગ્ર પ્રક્રિયામાં તેમને શામેલ કરી શકો છો

તમારી બ્રાન્ડને સ્થાપિત કરવા અને મોટા લક્ષ્યો હાંસલ કરવા માટે સફળ વ્યાવસાયિક પ્રેઝન્ટેશન તૈયાર કરવું એ લાંબી પ્રક્રિયા થઈ શકે છે. નવા જમાનાના સોફ્ટવૅર તમને એકદમ યોગ્ય પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં મદદ કરી શકે છે. આ ટૂલ્સ અને સોફ્ટવૅરના પ્રારંભિક ઊંચા ખર્ચને પહોંચી વળવા માટે તમે રિલાયન્સ મની દ્વારા ઉપલબ્ધ વ્યવસાય વિસ્તરણ લોનનો ઉપયોગ કરી શકો છો