અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

શૂન્ય આધારિત બજેટ બનાવવું –તે શું છે અને તેના ફાયદા શું છે?

શૂન્ય આધારિત બજેટ બનાવવું

બજેટ બનાવવા માટેના પરંપરાગત અભિગમથી અલગ, શૂન્ય આધારિત બજેટની તુલના કરવા માટે તમારી પાસે કોઈ ચોક્કસ બેંચમાર્ક નથી. તેના નામ પ્રમાણે, આ કિસ્સામાં બજેટ ટેક્નિકલી શૂન્યથી શરૂ થાય છે. આ પ્રકારના બજેટમાં તમારે દરેક સંબંધિત ખર્ચ ઉમેરતા પહેલા તેને વાજબી ઠેરવવા જરૂરી હોય છે, જેથી બિનજરૂરી અને બિનવર્ણવેલા ખર્ચ પર ધ્યાન આપવામાં તમને મદદ મળી શકે છે કારણ કે આવા ખર્ચ તમારી આર્થિક સ્થિતિને નબળી પાડી શકે છે. નવું બજેટ સત્રની શરૂઆતમાં તૈયાર કરી નાખવું પડશે

આ અભિગમમાં વધુ એકીકૃતતા અને આયોજનબદ્ધતાનું પાસું મહત્વપૂર્ણ હોય છે અને તેનાથી જ તમે તમારા દરેક ખર્ચ તમારા બજેટમાં ઉમેરાય તે પહેલા તેનું વાસ્તવિક મૂલ્ય સમજી શકો છો અને તેની ચકાસણી કરી શકો છો. અગાઉના ટ્રેન્ડ્સ, વેચાણ અને ખર્ચ એકધારા રહેવાની અપેક્ષા નથી હોતી માટે તેને આગળ ધપાવવામાં આવતા નથી. અહીં, કોઈજ ખર્ચ અગાઉથી ખાતરી આપેલા નથી હોતા અને બજેટ શૂન્ય આધારે તૈયાર કરવામાં આવે છે

ફાયદા

- ખર્ચની ચોક્કસાઈ અને ખર્ચનું બહેતર સંચાલન

આવા પ્રકારના બજેટ તૈયાર કરવામાં દરેક વિભાગને થતી વિવિધ આવક અને તેમની કામગીરીઓ પાર પાડવા માટેના ખર્ચ અંગે ફરી વિચાર કરવાની જરૂર પડે છે. આથી, ખર્ચનું ચોક્કસ અનુમાન લગાવી શકાય છે. વિવિધ શ્રેણીઓમાં તમામ વિવિધ ખર્ચની યોગ્ય સમજના કારણે ખર્ચનું સંચાલન વધુ સારી રીતે કરી શકાય છે

- સ્ત્રોતોની ફાળવણી

શૂન્ય આધારિત બજેટ તૈયાર કરવામાં વીતિ ગયેલા ડેટા પર નહીં પરંતુ આગામી સમયમાં આવનારા વાસ્તવિક આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે છે. આથી, સ્ત્રોતોની ફાળવણી બાબતે તમે સચોટ અનુમાન મેળવી શકો છો

- નકામા ખર્ચ ઘટે છે

દરેક ખર્ચ પર નજર રાખવાનો એક ફાયદો એ છે કે, તમે બિનજરૂરી ખર્ચ અને સૌથી મહત્વના ખર્ચને અલગ તારવી શકો છો. આ કારણે તમારી સંસ્થા બિનજરૂરી ખર્ચ ટાળતી વખતે બિનજરૂરી પ્રવૃત્તિઓ અને તેના મૂળને વધુ સારી રીતે ઓળખી શકે છે

- નાણાં ક્યાં જાય છે તે જાણો

શૂન્ય આધારિત બજેટ બનાવવામાં, તમારા દરેક ખર્ચની શ્રેણીનું તમારે કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું પડે છે તેથી સંસ્થામાં અંદરના લોકો દરેક એકમના ખર્ચ- એટલે કે કુલ ખર્ચ કરેલી રકમથી માંડીને વિભાગને ફાળવેલા ચોક્કસ ખર્ચ વિશે ચોક્કસ માહિતી જાણી શકે છે

વ્યવસાયના માલિક તરીકે, આગામી સત્ર માટે બજેટ બનાવતી વખતે અને તમારું આર્થિક આયોજન કરતી વખતે તમારે ખર્ચના દરેક પાસાઓ પર ધ્યાન રાખવું જરૂરી છે; અને શૂન્ય આધારિત બજેટ બનાવવાથી તમે એકદમ સચોટ રીતે આ કામ કરી શકો છો. જો તમે તમારા વ્યવસાયને વિકાસ અને ઉત્પાદકતાના આગામી સ્તરે લઈ જવા માંગતા હોવ તો અને કામગીરીઓમાં વિસ્તરણ કરવા માંગતા હોવ, તો રિલાયન્સ મની દ્વારા ઉપલબ્ધ વ્યવસાય વિસ્તરણ લોનતમારા સાહસ માટે મદદરૂપ થઈ શકે છે